હિરલ તારો ફોન વાગે છે તું ક્યાં છે.?
માધવી.... હું બાથરૂમમાં છું તું વાત કરી લે.
માધવી : હલો
વ્રજ : હું વ્રજ. તમે કોણ? હિરલ ક્યાં છે.?
માધવી : હિરલ થોડી વારમાં આવે.
વ્રજ : આવે એટલે મને વાત કરાવ જે.
ત્યાં હિરલ બાથરૂમ માંથી બહાર આવી.
કોણ હતું માધવી.?
તારો હતો એક બોયફ્રેન્ડ અને તારે છે કેટલા બોયફ્રેન્ડ.? મોઢું બગડતા બોલી.
માધવી તારે બોયફ્રેન્ડ નથી તો આમ મોઢું સુકાન બગાડે છે. તારે બોયફ્રેન્ડ બનાવવો હોય તો કે હું સીધી કાઢુ.
ના ના મારે તારી જેમ કોઈ ચક્કર માં નથી પડવું મારે તો ભણવું છે. કાંઈક બનવું છે. તારી જેમ મોજ મજા નથી કરવી.
સારુ બહું ડાહી હો જલ્દી તૈયાર થઈ જા કૉલેજ જવાનુ મોડું થશે.
કૉલેજ માં ચેતન હિરલ ની રાહ જોઈ રહ્યો હતો.
માધવી ચેતન ને જોતા બોલી જો તારો બીજો આંશિક તારી રાહ જોઈ રહ્યો છે.
પાસે જઈ હિરલ બોલી હાય ચેતન.
હાઈ હિરલ.. આજે તો બહુ બ્યુટી ફુલ લાગે છે.
હું છું જ બ્યુટી ફુલ. કૉલેજ માં મારી જેટલું કોઈ બ્યુટી ફુલ નથી.
એટલે તો હિરલ તારી ઉપર ફિદા છું. ચાલ ક્લાસ માં જઈએ. બને એ હગ કરી ક્લાસ તરફ આગળ વધ્યા ને માધવી બધું ચૂપચાપ જોઈ રહી.
રાત્રે માધવી હિરલ સાથે વાત કરે છે. તારે કેટલા બોયફ્રેન્ડ છે.?
છ સાત તો હસે પણ ખાસ વ્રજ અને ચેતન. પણ હું વધારે વ્રજ ને પ્રેમ કરું છું જ્યારે ચેતન મને. વ્રજ જેટલો ચેતન પૈસાદાર નથી એટલે હું બહુ ભાવ આપતી નથી. પણ તું આ બધું કેમ આજે પૂછે છે.?
તારે લવ સવ નથી કરવો ને.
માધવી એ હિરલ ના માથા પર મારી કહ્યું તારી જેમ મારે કરિયર બરબાદ નથી કરવું પણ મારા લાયક મળેશે તો વિચારીશ.
વિચારો માં ખોવાયેલી જોઈ માધવી બોલી કેમ વિચારી રહી છે હિરલ... કોઈ પ્રોબ્લેમ...?
હા માધવી એક પ્રોબ્લેમ આવી રહી છે. મારો કાલે બર્થ ડે છે ને વ્રજ પણ કેક લઈને આવવાનો છે ને ચેતન પણ. વ્રજ ને મેં સામેથી કીધું તું આવજે પણ ચેતન ને ના કહી તો પણ તે ઘરે કેક લઈને આવવાનો છે.
અરે હિરલ બંને ને સમય અલગ અલગ આપી દે...
મારા બર્થ ડે ના સમયે તો તે બંને આવવાના છે. શું કરવું માધવી ખબર પડતી નથી. બંને એક સાથે આવશે તો હું શું જવાબ આપીશ...!!!!
તારું કરેલું તું ભોગવ... હું સૂઈ જાય છું કહી માધવી સૂઈ ગઈ.
બર્થ ડે ના દિવસે હિરલ વ્રજ ની રાહ જોઈ રહી હતી. ત્યાં બેલ સંભળાયો...
દરવાજો ખોલીને જુએ તો ચેતન હતો...
ચેતન ને હિરલ ના હાથમાં કેક આપી ને કિસ કરી.
ચેતન તને અહીં આવવાની ના પાડી હતી તો પણ અહીં આવ્યો...
ડાર્લિંગ તું મારો લવ છે. તારા બર્થ ડે પણ હું ન આવું તો કોણ આવે...!!!!!
સારુ સારુ તું જા ચેતન અહીંથી..
ના ના કેક કાપ્યા વગર તો હું નહીં જાવ ડાર્લિંગ ઓકે.
ઓકે એક કામ કર તું માધવી ના રૂમમાં બેસ હું ફ્રેશ થઈને આવુ છું.
જેવો ચેતન માધવી ના રૂમમાં ગયો ત્યાં બેલ સંભળાયો...
હિરલ દરવાજો ખોલી જોવે છે તો વ્રજ હતો. એક હાથમાં કેક અને બીજા હાથમાં ગિફ્ટ હતી. હિરલે કેક લઈ વ્રજ ને હગ કરી આઇ લવ યુ કહ્યું.
હજી તો વ્રજ સોફા પર બેસ્યો ત્યાં ચેતન હાથમાં કેક લઈને ત્યાં આવ્યો. બને એકબીજા ની સામુ જોઈ રહ્યા.
હિરલ આ કોણ છે ને અહીં કેમ. તેના હાથમાં કેક કેમ ? ગુચ્છા ભરેલા અવાજે વ્રજ બોલ્યો.
ચેતન બોલે તે પહેલાં હિરલ બોલી.
આ માધવી નો મંગેતર ચેતન છે. તેમની સગાઈ નું આજે વર્ષ પૂરું થયું છે એટલે તે અહીં ઉજવણી કરવા આવ્યો છે. બરાબર ને માધવી...
ચેતન ની પાસે જઈ માધવી બોલી હા... હિરલ સાચું કહે છે. ચેતન મારો મંગેતર છે. ને હમણાં મેરેજ પણ થવાના છે કહી ચેતન ને તેને રૂમમાં લઈ ગઈ.
માધવી ચેતન ને સમજાવે છે. વ્રજ હિરલ નોં ખાસ ફ્રેન્ડ છે તે તેના પપ્પા ના મિત્ર નો દીકરો છે એટલે તને તે છોડી ન શકે. તે થોડા દિવસ અહીં રહેવાનો છે પછી તે ફોરેન જતો રહેવાનો છે.
ત્યાં હિરલ આવીને ચેતન ને સમજાવવા લાગી.. પ્લીઝ ચેતન થોડા દિવસ તમે તમે એક્ટિંગ કરો. થોડા દિવસ રહેવાનો છે વ્રજ પછી તો આપણે સાથે રહેવાનું છે.
ચેતન હિરલ ને ખુબ પ્રેમ કરતો તો એટલે હિરલ ની વાત માને છે.
વ્રજ અને હિરલ બંને કેક કાપી ને હગ કરી એકબીજા કિસ કરે છે. ચેતન આ જોઈ શકતો નથી તે ત્યાં થી જવા માંગે છે પણ વ્રજ તેને સાથે જમવાનું કહે છે.
ચેતન અને માધવી બંને બાજુ બાજુમાં બેસે છે જ્યારે વ્રજ અને હિરલ એક ખુરશી માં બેસી જમે છે. આ જોઈ ચેતન ને ગૂંચ્છો તો આવે છે પણ તે કઈ કરી શકતો નથી. ત્યારે તે ગૂંચ્છો ઉતારવા માધવી ને તેના હાથે જગાડે છે તેની સામે વ્હાલ કરે છે આ જોઈ હિરલ તેની સામે મોં બગાડે છે પણ વ્રજ ને કારણે તે બોલી શકતી નથી.
રાત્રે સૂતી વખતે ચેતન વિચારે છે આ હિરલ મારી નથી થઈ તો બીજાની ક્યાંથી થાય. હિરલ અને માધવી માં કેટલો ફેર છે. મેં ઘણું માધવી સાથે વર્તન કર્યું પણ તે કઈ બોલી નહીં. તે કેટલી સારી છે હિરલ કરતા. ને હિરલ ની તો મને ખબર નથી તેને કેટલા બોયફ્રેન્ડ છે. હું જ પાગલ હતો તેની પાછળ પડ્યો છું. તેને તો મારી જરા પણ ફિકર નથી. એટલે વિચાર કર્યો જે પ્રેમ હું હિરલ ને આપી રહ્યો છું તે હવે નાટકમાં માધવી ને આપીશ.
ચાર દિવસ માધવી સાથે પ્રેમ નું નાટક કરતા તે સાચે ચેતન પ્રેમ માં પડી ગયો. માધવી પણ તેના પ્રેમમાં મોહિત થઈ ગઈ.
વ્રજ ને જવાનો સમય હતો. વ્રજ માધવી અને ચેતન ને મળવા તેના રૂમમાં જાય છે. હિરલ ને ખબર પડતાં તે પણ વ્રજ પાછળ હોય છે. તે સમયે ચેતન ગુલાબના ફૂલ થી માધવી ને પ્રપોઝ કરી રહ્યો હતો. હિરલ આ જોઈ બોલી જવાયું.
ચેતન તું મને પ્રેમ કરે છે કે માધવી ને.?
ચેતન ઊભો થઈ કહી દીધું તને નહીં માધવી ને. તારી કરતા માધવી બહું સારી છે. તે કેટલી મને પ્રેમ કરે છે.
વ્રજ માધવી સામે જોઈ બોલ્યો. આ બધું શું છે માધવી ? તું ચેતન ને પણ પ્રેમ કરતી હતી. મેં નોટિસ કર્યું તું મને લાગ્યું તું પણ મેં જવા દીધું પણ વાત ની વધારે ખબર પડી તું મને નહીં મારા પૈસા ને પ્રેમ કરે છે.
વ્રજ હિરલ ને આઇ હેટ યુ કહી નીકાળી જાય છે. હિરલ રડવા લાગે છે.
ચેતન પણ માધવી નોં હાથ પકડીને બહાર જાય છે ત્યારે ચેતનને હિરલ રોકે છે પણ ચેતન માધવી ને લઈ નીકાળી જાય છે. ને હિરલ ને પસ્તાવાનો પાર નથી રહેતો.
જીત ગજ્જર