ટ્રુથ બિહાઇન્ડ લવ - 44 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 44

ટ્રુથ બીહાઇન્ડ લવ
પ્રકરણ-44
પ્રણવભાઇને રજા આપી હોવાથી એમને ઘરે લઇ ગયાં. સ્તવન અને શ્રૃતિ પહેલાંજ અંધેરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ... મીસીંગ કમ્પલેઇન નોંધાવી. બંન્ને જણાં ખૂબ જ ચિંતામાં હતાં શ્રૃતિની આંખમાં આંસુ નહોતાં સૂકાતાં. સ્તવન રડતો નહોતો. પરંતુ એની આંખનાં ખૂણાં વારે તારે ભીંજાતાં હતાં. એને હિંમત રાખવી જ પડે એવી હતી. સ્તુતિની ચિંતામાં જાણે એનું જીવન જ લૂંટાઇ ગયું હતું.
ઇન્સપેક્ટરે સ્તુતિની બધી માહિતી અને ફોટો માંગ્યા. સ્તવને નામ, ઉમર, સરનામું અને ફોટો બધુ જ વિગતવાર જણાવ્યું અને આપ્યું. સ્તવન પાસેથી સ્તુતિનો ફોટો લઇ ઇન્સપેક્ટર એને હાથમાં પકડીને જોઇ જ રહ્યો પછી એણે સ્તવન સામે જોયું અને પછી એણે એ ફોટાને લઇને એણે સ્ટેશનનાં કોમ્પ્યુટરમાં કંઇક ઓપન કર્યું અને એની સાથે સ્તુતિનાં ફોટાને સરખાવવાં લાગ્યો.
સ્તવનને આશ્ચર્ય થયું એ ઇન્સપેક્ટર બધી ગતિવધી જોઇ રહેલો એણે ધીરજ ગુમાવતા પૂછ્યું. "સર તમે આ ફોટો આમ કેમ જોઇ રહ્યાં છો ? શુ સ્તુતિની વિગત છે તમારી પાસે ? તમે શું જુઓ છો ? જાણાવશો ?
ઇન્સપેક્ટર લેપટોપને સ્તવન બાજુ સ્ક્રીન કરીને કહ્યું અમારી પાસે જૂહૂ પોલીસ સ્ટેશનથી આ ફોટો આવ્યો છે આજે સવારે જ અને સૂચના હતી કે આ છોકરીની કોઇ મીસીંગ કમ્પ્લેઇન કે કંઇ પણ ખબર આવે અમને જણાવવી જુઓ આની સાથે આ ચહેરો મળતો આવે છે ને ? અને તમારી સાથે આવ્યાં છે એ પણ એવાં જ દેખાય છે. અજાયબ છે.
સ્તવને સ્ક્રીન પર જોયું અને ઝૂમ કરીને સ્પષ્ટ કરવાં ખ્યાલ આવી ગયો કે આ સ્તુતિ જ છે. એણે ટેબલ પર હાથ પછાડતાં કહ્યું "હાં હા આજ સ્તુતિ છે આજ છે મારી ફીયાન્સી... આ ક્યાં છે ? શું થયું છે ? કેમ આવી રીતે પડી છે ? અત્યારે ક્યાં છે ? સર પ્લીઝ જણાવો મને. આવું કહેતાં કહેતાં સ્તવન સાવ નાના બાળકની જેમ રડી પડ્યો.
શ્રૃતિ પણ સ્તુતિનો ફોટો જોઇને દી..દી... કરીને રડી ઉઠી... ઇન્સેક્ટરનાં ચહેરા પર કરૂણા અને સંતોષ બંન્ને ભાવ આવ્યાં. એણે કહ્યું ચાલો સારું થયું. આ છોકીરીની ઓળખ થઇ ગઇ અને તમને તમારી ફીયાન્સીની ખબર પડી ગઇ તમે ચિંતા ના કરો હું મારાં સર સાથે વાત કરું છું તાત્કાલીક પછી તમને બધીજ વિગત આપું છું.
ઇન્સપેક્ટરે તુરંત જ સિધ્ધાર્થ સરને ફોન કર્યો કે જેનાં હાથમાં આ કેસ હતો. એણે વાત ચાલુ કરી. શ્રુતિ ખૂબ રડતી હતી એ સ્તવનને ગળે વળગીને ખૂબ રડવા લાગી જીજુ આ દીદીને શું ઇ ગયું ? દીદી ત્યાં કેવી રીતે ?
ઇન્સપેક્ટરે ઇશારાથી શાંત રહેવા કહ્યું અને વાત ચાલુ રાખી "હાં સર એ છોકરીનાં સગાં આવ્યાં છે મારી ચોકી પર હાં હાં સર એની બેન છે અને એનો ફીયાન્સ બંન્ને અહીં મીસીંગ કમ્પલેન લખાવવા આવ્યાં છે. હાં હાં સર હું એલોકોને મોકલુ છું ઓકે થેંક્યુ સર... જયહિંદ...
ઇન્સપેક્ટર ફોન મૂક્યો અને સ્તવનને કહ્યું "તમારી ફીયાનસીને હોસ્પીટલાઇઝ કરી છે.. તમે ચિંતા ના કરો પરંતુ તમે અત્યારેજ પહેલાં જૂહૂ પોલીસ સ્ટેશન પહોચોં ત્યાં સિધ્ધાર્થ સર છે જેનાં હાથમાં આ છોકરીનો કેસ છે. બાય ધ વે તમે ચિંતા ના કરતાં છોકરી બચી ગઇ છે. વિગતે બધી વાત તમને ત્યાં સર કરશે.
સ્તવને થેંક્યુ સર કહીને તરત જ ઉભો થઇ ગયો અને શ્રૃતિ સાથે મારતી કારે જૂહૂ પોલીસ સ્ટેશન જવા ઉપરી ગયો. બધો ટ્રાફીક વગેરે પાર કરતાં એ 15-20 મીનીટમાં અંધેરીમાં જૂહૂ પોલીસ સ્ટેશન પહોંચી ગયો.
સિધ્ધાર્થ આ લોકોની રાહ જોઇને જ બેઠો હતો. એણે હાંફળી દોડી આવતી શ્રૃતિ અને સ્તવનને જોયાં પહેલો શ્રૃતિને જોઇ જ ચમક્યો થોડીવાર એની સામે જ જોયાં કર્યું.. સ્તવન સમજી ગયો એણે પૂછ્યું "સિધ્ધાર્થ સર ? સિધ્ધાર્થે કહ્યું "હાં બોલો તમે મીસીંગ કમ્પલેઇન લખાવી છેને.
સિધ્ધાર્થ શ્રૃતિ સામે જ જોયાં કર્યું એ મનમાં ને મનમાં જ કોયડો ઉકેલવા પ્રયત્ન કરી રહેલો. સ્તવને કહ્યું સર આ જે છોકરીનો અંધેરી પો.સ્ટેશનમાં ફોટો બતાવ્યો એ મારી ફીયાન્સી સ્તુતિનો છે અને આ એની બહેન શ્રૃતિ છે આ બંન્ને બહેનો ટવીન્સ છે.
સિધ્ધાર્થે કહ્યું "ઓહ ઓકે એમ વાત છે. એમને જોઇને જ એવું લાગ્યું કે જે છોકરીને મેં દાખલ કરાવી છે ભાનમાં નથી એ સામેથી ચાલતી કેવી રીતે આવી ?
શ્રૃતિએ સાંભળીને તરત જ કહ્યું ભાનમાં નથી ? શું થયું દીદીને ? સર અમને બતાવશો કારણ પ્લીઝ બધી માહિતી આપો કંઇ હોસ્પિટલમાં શું થયું દીદી સાથે ? સ્તવન પણ પૂછવા ગયો એટલે સિધ્ધાર્થે કહ્યું "શાંતિથી બેસો તમને બધું જ જણાવું છું અને તમારી દીદીને હોસ્પીટલમાં દાખલ કરી છે ચિંતા ના કરો અને બધી જ તપાસ પ્રાયોરીટી ધોરણે ચાલુ છે.
સ્તવને કહ્યું "સર કારણ અને ઘરનાઓ પછી જાણીશું. પહેલાં કહેશો સ્તુતિ ક્યાં છે ? કઇ હોસ્પીટલમાં છે ? સિધ્ધાર્થે કહ્યું પણ મારાં ઘણાં પ્રશ્નો છે જે તમારી પાસેથી જવાબ લેવાનાં છે. સિધ્ધાર્થે કહ્યું સવાલ જવાબ બધાંજ પછી પહેલાં સ્તુતિ પાસે જવું છે જણાવો ક્યાં છે ? પછી તમારી પાસે જ બેસી રહીશું બધુ જ જણાવીશું પ્હેલાં ત્યાં જવું છે.
સિધ્ધાર્થે લાગણી અને સમયની નાજુકતા જોઇને કહ્યું "ઓકે ચલો મારી સાથે હું જ તમને લઇ જઊ છું એમ કહીને એ ઉભો થઇ ગયો જતાં જતાં કહ્યું અહીની સીટી હોસ્પીટલમાં જ છે ICU માં છે... ચાલો મને પણ જાણવા મળશે હાલની લેટેસ્ટ સ્થિતિ શું છે ?
સિધ્ધાર્થની જ જીપમાં એ લોકો બેઠાં અને સ્તવનનાં ફોન પર વિનોદભાઇનો ફોન આવ્યોં "દીકરા સ્તવન શું થયું ? ખબર પડી ? કમ્પલેઇન લખાવી ?
સ્તવને કહ્યું "પાપા હાં ખબર પડી ગઇ છે અને સ્તુતિને ઇજા થઇ છે એને હોસ્પીટલમાં દાખલ કરી છે અને જૂહૂ પો.સ્ટેશનથી સિધ્ધાર્થ સર સાથે હોસ્પીટલ જ જઇ રહયાં છીએ. સીટી હોસ્પીટલમાં દાખલ કરી છે પણ તમે ચિંતા કરી દોડાદોડ ના કરશો હું પાછો પછી ફોન કરીશ.
વિનોદભાઇએ કહ્યું "ઓહ મહાદેવ... મહાદેવ.. પણ એને સારું છે ને ? એને શું થયું છે ? ક્યાં હતી ? સ્તવને કહ્યું પાપા આ બધાં જ પ્રશ્નોના જવાબ જ મેળવવા હું સર સાથે જઇ રહ્યો છું તમે ચિંતા ના કરો બધી ભાળ મળી ગઇ છે પછી હું શાંતિથી બધુ જણાવી ને ફોન કરું છું તમે ચિંતા ના કરશો અન્ તમે સ્તુતિનાં ઘરે જજો ? તો કોઇને ચિંતા ના કરે કહેજો પછી શાંતિથી ફોન કરીશ. એમ કહીને એણે ફોન મૂકી દીધો.
સ્તવનનો ફોન પૂરો થાય ત્યાં સુધીમાં તો એ લોકો સીટી હોસ્પીટલ પહોંચી ગયાં. શ્રૃતિ સ્તુતિને જોવાં અધિરી હતી અને બધાં કારણ જાણવાં હતાં. સ્તવનને સ્તુતિનાં હાલ જોવા હતાં એ મનોમન મહાદેવનું નામ લઇ રહેલો અને માં બાબાને પ્રાર્થના કરી રહેલો કે મારી સ્તુતિને કંઇ જ ના થવું જોઇએ અને એની આંખમાંથી આંસુ સરી પડ્યાં.
ચીફ સિધ્ધાર્થ જોયું અને બોલ્યાં કે ભાઇ તમે તો મરદ છો હિંમત રાખો ચાલો આવી ગયું ICU અને સ્તુતિને રાખી હતી એમાં ચંપલ-બુંટ બધુ કાઢી ત્રણે અંદર ગયાં નર્સે ડોક્ટરને જાણ કરી થોડીવારમાં ડોક્ટર પણ ત્યાં દોડી આવ્યાં.
સ્તુતિને બેભાન અવસ્થામાં પડેલી જોઇ શ્રૃતિથી ચીસ નંખાઇ ગઇ.. દી...દી.. અને એ નજીક જાય પ્હેલાં જ નર્સે એને પકડી લીધી. સ્તવનનો સ્તુતિને જોતો જ રહ્યો.
સ્તુતિ સંપૂર્ણ બેભાન અવસ્થામાં પથારી પર પડી હતી એની નાંકમાં અને હાથમાં સોંય ભરાયેલી નળીઓ જ હતી એક બાજુ બોટલ ચઢેલો હતો અને બેડ પાછળનં સ્ક્રીન પર એની શારીરિક સ્થિતિનાં ચાર્ટ અને સ્થિતિ દર્શાવતાં હતાં.
સ્તવને ડોક્ટરને કહ્યું "સર ક્યારે ભાનમાં આવશે કેટલું વાગ્યું છે ? શું વાગ્યું છે ? સર એનો હાથ પકડી શકું ?.
ડોક્ટરે કહ્યું "તમે પછી બહાર આવો ત્યારે બધી વાત કરીશું. સિધ્ધાર્થ સામે જોઇને કહ્યું "સર તમને બધીજ માહિતી આપશે પણ એમને માથામાં ઇજા થઇ છે એટલે એની જ સારવાર ચાલુ છે તમારે ધીરજ રાખવી પડશે અને લેટેસ્ટ ટ્રીટમેન્ટ કરી રહ્યાં છીએ. તમે બહાર આવો.
સ્તવનની રહેવાયુ નહીં એણે સ્તુતિનો હાથ હાથમાં લીધો હળવો સ્પર્શ કરીને પ્રેમ ઉષ્મા આપી અને સ્તુતિની આંખ ફરકી...
વધુ આવતાં અંકે -- પ્રકરણ-45