Truth Behind Love - 43 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 43

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-43
અનસુયાબહેન અને શ્રૃતિ બંન્ને વાત કરી રહેલાં અને વિનોદાબહેન ત્યાં પહોચી ગયાં. અને એમનાં મોઢે સ્તુતિ હજી આવી નથી ફોન સ્વીચ ઓફ આવે છે. સ્તવન સાથે નથી બધુ સાંબળીને ચિંતામાં પડી ગયાં પરતું થોડી સ્વસ્થતાં જાળવીને બોલ્યાં અનસુયાબેન તમે કેમ ચિંતા કરો છો ? બધુ સારું વિચારોને... એનાં ફોનની બેટરી ઉતરી ગઇ હશે. ફોન પડી ગયો હોય કઈ પણ થઇ શકે છે અને મુંબઇની ભીડ-ટ્રાફીક અહીં કેટલી અગવડ છે. થોડી ધીરજ રાખો સૌ સારાં વાના થશે કંઇ જ અમંગળ ના વિચારો પ્લીઝ સ્તવન આવે છે ને સારું થયું અત્યારે એની જરૂર જ છે.
વિનોદાબહેન એમને આશ્વાસન આપીને પાછા વિનોદભાઈ પાસે આવી ગયાં. વિનોદભાઇએ ઇશારામાં પૂછ્યું "શું થયું શું ગરબડ છે ? એમણે ઇશારામાં જ જવાબ આપતાં કહ્યું" પછી વાત પોતે કંઇ જવાબ ના આપ્યો પણ વિનોદાબહેનને પણ હૃદયમાં જાણે કંઇ અમંગળ નહીં થયું હોય કે એવી ચિંતા થવા માંડી.
ત્યાંજ રૂમનાં ટીવીમાં ન્યૂઝ લાઇન ફરતી હતી કે શહેરની પ્રખ્યાત પંચતારક હોટલમાં એક અજાણી યુવતી પૂલ સાઇડ કાફે પાસે બેભાન અવસ્થામાં પડેલી મળી અને એણે ઉપરથી જમ્પ માર્યો કે કોઇએ ફેકી હજી જાણમાં નથી આવ્યુ પોલીસ એની તપાસ કરી રહી છે. નીચે લાઇન ફરતી હતી પણ દ્રશ્ય સાથે મેઇન ન્યૂઝમાં બતાવતાં નહોતાં ટીવી મ્યુટ હતું કારણ કે પ્રણવભાઇ સૂતાં હતાં.
કોઇનું ધ્યાન હતું નહીં બધાં ચિંતામાં પડી ગયાં હતાં. શ્રૃતિનું અચાનક ધ્યાન ટીવી તરફ ગયું અને એણે નીચેની લાઇન વાંચી એને થયું કંઇ આ દી..તો નથી ને. પાછો વિચાર કર્યો નારે દી.. ફાઇવસ્ટારમાં શા માટે જાય ? એણે ધ્યાન દોરવાનું બંધ કરીને ઊંડા વિચારોમાં પડી ગઇ એની પાસે એનો ફોન નહોતો એને ખૂબ અકળામણ થઇ રહી હતી દી. એ આમ કેમ કર્યું હશે ? કેમ ? મારાં નવા કામનાં મેસેજ ફોન આવતાં હશે ?
શ્રૃતિ ઊંડા ઊડા વિચારોમાં પડી ગઇ એને થયું કે હું દી…નાં ફોનથી મારી કંપનીનાં નંબર સર્ચ કરું કે મારો ફોન ચોરાઇ ગયો છે મને આ નંબર પર મેસેજ મોકલે જ્યાં સુધી ફોન અને સીમ બીજા ના લઊં... પછી થયું ના પહેલાં દી.. ના સમાચાર આવે પછી વાત.
****************
આખી રાત વીતી ગઇ સવાર પડવાં આવી સ્તુતિની કોઇ ખબર નહોતી કોઇ પત્તો નહોતો જડતો બધાં હવે ખૂબજ ચિંતામાં મૂકાયાં. શ્રૃતિ અને અનસૂયાબ્હેનની આંખો સૂકાતી નહોતી બંન્ને જણાં ખૂબ રડી રહેલાં. જુવાનજોધ છોકરી સવારથી ગયેલી આખી રાત વીતી ગઇ બીજી સવાર થઇ હજી આવી નહોતી.
વિનોદભાઇએ અમારે બધી જ વાત જાણી તો વિનોદાબહેનને ખખડાવી કહ્યું મને સમયસર કહેવાતું નથી આપણી સ્તુતિ ક્યાં છે. તપાસ કરવા માટે બધે ફોન કરત. હવે પોલીસમાં જ કમ્પ્લેઇન લખાવવી પડશે. સ્તવનનો ફોન આવી ગયો છે રસ્તામાં જ છે. અને એ આવે એટલે આગળ વિચારીએ શું કરવું છે. પ્રણવભાઇને હમણાં કંઇ જણાવશો નહીં. જરૂર પડે તો ડોક્ટર સાથે વાત કરીને કહેજો. માથામાં ઇજા છે ભલે કોઇ ગંભીર ઘા નથી છતાં....
અનસૂયાબહેને કહ્યું "મારાં ઉપર આભ ટૂટી પડ્યું છે મને સમજ જ નથી પડી રહી કે હું શું કરું ? મારી સ્તુતિ ક્યાં હશે ? કેવી દશામાં હશે કોઇએ એને... મારાથી આવા અમંગળ વિચારો પણ નથી આવવા દેવા. હે મહાદેવ જ્યાં હોય ત્યાં મારી સ્તુતિની રક્ષા કરજો.. અને સ્તવનનું આગમન થયું.
સ્તવને આવીને પાપાની તબીયત પૂછી અને બહાર આવ્યો તો વિનોદભાઇએ કહ્યું "મને પણ આ લોકોએ મોડી રાત્રે બધુ કીધુ જ્યારે મોડી રાત સુધી સ્તુતિ આવી નહી.
સ્તવને કહ્યું પણ મને નથી ખબર થયું છે શું ? સ્તુતિ ક્યાં, ક્યારે ગઇ ? કેમ ગઇ ? હજી નથી આવી અને એનો નહીં અને શ્રૃતિનો ફોન લઇને કેમ ગઇ ? એવું કરવા પાછળનું કારણ શું ? મને આ સસ્પેન્સ નથી સમજાતું અને એણે શ્રૃતિની સામે જોયું.
શ્રૃતિએ કહ્યું "જીજૂ મને કંઇ જ જાણ નથી કે દી.. એ આમ કેમ કર્યું ! હૂં તો ટ્રેઇનીંગ પતી તે પછી આખો દિવસ આરામનાં મૂડમાં જ હતી ઘરની બહાર નથી નીકળી સૂઇ રહેલી અને હું તો જ્યારે મંગુ ઘરે પાપાનાં એકસીડેન્ટની વાત કરવા આવી ત્યારે ઉઠી અને આવાં સમાચારે ફોન ઘરે ભૂલેલી એમજ દવાખાને આવવા નીકળી સામે મોમ મળી અમે બંન્ને અહીં હોસ્પીટલ આવ્યા. મારો ફોન લઇને ગઇ છે જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે ખબર પડે છે અમને એમ હું અહીથી ઘરે ગઇ ત્યારે મેં ફોન મારાં રૂમમાં બેડ પાસે જોયેલો. અમારાં બંન્નેનાં મોબાઇલ મોડલ, રંગ બધુ જ સરખું છે ખબર જ ના પડે કોનો ફોન છે મારો કે દી.. નો ? મેં ફોન ચાલુ કર્યા પછી ખબર પડી કે આ દીદીનો ફોન છે... એ કેમ મારો ફોન લઇ ગઇ ? કેમ એનો સ્વીચ ઓફ કરી મૂકી ગઇ મને કંઇ જ ખબર નથી એમ કહેતી એ ખૂબ જ ધુસ્કે ધુસ્કે રડવા લાગી.
સ્તવન પણ ઊંડા વિચારમાં પડી ગયો. આ શું છે ? શ્રૃતિ અને સ્તુતિ વચ્ચે કાંઇ વાત હોય તો... જ્યારે સ્તુતિ આખાં દિવસ રાતની પાછી નથી આવી ત્યારે તો કહી દેને... આ નથી સમજાતું. સ્તવને શ્રૃતિને આશ્વાસન આપતાં કહ્યું "તું શાંત થઇ જા પ્લીઝ અને સ્વસ્થ થા. તો આપણે આગળ સાચું વિચારી શકીએ કે હવે ક્યાં તપાસ કરવી.
સ્તવનને એકદમ પ્રશ્ન સ્ફૂર્યો... શ્રૃતિ... તારી કોઇ ફ્રેન્ડ સ્તુતિ સાથે સંપર્કમાં હતી ? વચ્ચે એ લોકોનુ કાંઇ... મને થાય છે તારી ફ્રેન્ડસને પૂછી જોને કે એ લોકોનાં કોઇનાં સંપર્કમાં ગઇ કાલે હતી ? કોઇએ કંઇ ખબર છે ?
શ્રૃતિ કહે મને ક્યારનાં વિચાર આવ્યાં છે ગઇકાલથી પણ હું અહીંથી નીકળી ના શકી અને એ બધાનાં મોબાઇલ નંબર મારાં મોબાઇલમાં કોઇનાં નંબર મને યાદ નથી.. ઓહ હા હા દી..નાં મોબાઇલમાં હશે ને ? કેમ મારી બુધ્ધિ ના ચાલી એણે તરતજ સ્તુતિમાં ફોનમાં સર્ચ કર્યું અને એણે પહેલો જ ફોન અનારને કર્યો.
આટલી સવારે સ્તુતિનો ફોન જોઇને અનારને ખૂબજ આશ્ચર્ય થયું એણે તરત જ ફોન ઉપાડ્યો. હાં હાં દીદી બોલો કેમ આટલી સવારે ? શું થયું ? શ્રૃતિએ કહ્યું અનાર હું શ્રૃતિ બોલું છું આ ફોન દીદીનો છે મારો ખોવાયો છે પણ દી… તારી સાથે કાલે સંર્પકમાં હતી ?
અનારે કહ્યું "કેમ શું થયું ના ગઇકાલે અમારે કોઇ જ વાત નથી થઇ પણ થયું શું દીદી ક્યાં છે ?
શ્રૃતિએ કહ્યું "અનાર બોલતાં બોલતાં ડુસ્કુ નંખાઇ ગયું. દી.. ગઇ કાલે સવારથી ક્યાંક કામે જઇ આવું છું કહીને ગઇ છે હજી આવી નથી અને મારો ફોન એની પાસે છે એનો મારી પાસે મૂકી ગઇ છે.
અનારને થડકો પડ્યો મનમાં ક્યાંક મેં શ્રૃતિ માટે વાત કરી હતી એ લોકોનાં... ના ના સ્તુતિ શા માટે જાય ? એણે વિચાર ખંખેરીને કહ્યું "ના મારે કોઇ સંપર્ક નથી હું તો થોડા દિવસ પહેલા આઇ મીન બે દિવસ પહેલાં દી..ને ઓફીસે મળવા આવી હતી. પછી અમારે વાત જ નથી થઇ. અનારે…
શ્રૃતિએ કહ્યું "બે દિવસ પહેલાં અમારી ઓફીસે કેમ ? અનારે કહ્યું "એ બધી શાંતિથી વાત અત્યારે એમને શોધવાની વાત વિચાર પ્લીઝ હું તારાં ઘરે હમણાં આવું છું એમ કહીને ફોન મૂકી દીધો. શ્રૃતિ વિચારોમાં પડી ગઇ.
સ્તવને પૂછ્યું "શું કીધું ? એણે કહ્યું બે દિવસ પહેલાં ઓફીસે મળ્યાં હતાં પછી નથી મળ્યાં નથી ફોન થયો. અને શ્રૃતિએ બીજી ફ્રેન્ડસ ને પણ ફોન કર્યા બધાએ ના પાડી ઉપરથી મારે બધાને જવાબ આપવાં પડ્યાં.
*************
પ્રણવભાઇને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી તો વિનોદભાઇ વનોદાબેન અને અનસૂયાબેન એમને ઘરે લઇ જવાની વ્યવસ્થામાં પડ્યાં અને સ્તવન ત્થા શ્રૃતિ સીધાં અંધેરી પોલીસ સ્ટેશન પહોચ્યાં.
પોલીસ સ્ટેશન પહોચીને સ્તવન પોલીસ ઇન્સપેક્ટર પાસે પહોચ્યા અને ફરિયાદ લખાવવા માટે આવ્યો છું કહ્યું પેલાએ બેસવા કહ્યું "થોડીવાર બીજા કામ પતાવીને પછી સ્તવન સામે જોયું. સ્તવનને ખૂબ અકળામણ હતી કે મને બેસાડી રાખી બીજા કામ કરે છે.
સર ઇમરજન્સી છે મીસીંગ કમ્પેલેઇન છે.. પેલાએ કહ્યું બોલો શું કમ્પ્લેઇન છે ? સ્તવને કહ્યું મારી ફીયાન્સી ગઇકાલે સવારે ઘરેથી કામ માટે નીકળી હતી. આજ સવાર સુધી ઘરે નથી આવી અને એનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. પ્લીઝ સર તપાસ તાત્કાલીક ચાલુ કરાવો.
ઇન્સપેકટરે કહ્યું "એમની બધીજ ડીટેઇલ્સ લાવ્યાં છો ? એમનો ફોટો ? આઇડી વિગેરે ? સ્તવને કહ્યું હાં સર બધું જ લાવ્યા છીએ. સ્તવને સ્તુતિનો ફોટો આપ્યો અને નામ-ઊંમર - સરનામું કામ બધુ જ લખાવ્યુ અને ઇન્સપેક્ટર ફોટો જોઇને થોડીવાર વિચારમાં પડી ગયો અને સ્તવને સામે જોયુ.
વધુ આવતાં અંકે -- પ્રકરણ-44

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED