ટ્રુથ બિહાઇન્ડ લવ - 45 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 45

ટ્રુથ બીહાઇન્ડ લવ - 45
સ્તુતિને હોસ્પીટલમાં પથારીમાં જે રીતે નિર્જીવ જેવી બેભાન અવસ્થામાં જોઇ શ્રૃતિ અને સ્તવનથી રહેવાયું નહીં બંન્ને જણાંની આંખમાં જળ ઉભરાયાં. શ્રૃતિથી તો ચીસજ નંખાઇ ગઇ. સ્તુતિનેતો કોઇ જાણે-ભાન વિના એમજ પડી હતી. ડોક્ટરે કહ્યું બધીજ લેટેસ્ટ સારવાર ચાલુ છે નિશ્ચિંત રહો. પણ એમ ઠાલા આશ્વાસનથી થોડું મન સ્વસ્થ થાય ?
સ્તવને સ્તુતિની હાલત જોઇ એનાં ચહેરાં પર ના કોઇ ભાવ ના તાણ હતી પરંતુ કોઇ રહસ્ય અકબંધ હતું. સ્તવને હળવેથી સ્તુતિનો હાથ હાથમાં લીધો. સ્તુતિનો હાથ હાથમાં જ લેતાં જાણે હાથમાં ઉષ્મા અનુભવી.. હાથનાં હાથ મળ્યો જાણે જીવમાં જીવ મળ્યો. ઉષ્માની આપલે થઇ અધુરી રેખાઓ મળી ગઇ. સ્તવનની આંખો ભીની થઇ હૃદયનાં ધબકારમાં ગતિ થઇ અને સ્તુતિની આંખો ફરકી.. સ્તવન વધુ આસ્થા સાથે હાથની ઉષ્મા આપી રહ્યો.
પરંતુ નિરાશા વ્યાપી. આંખો ફરીથી પાછી શાંત થઇ ગઇ. સ્તવને હાથને હલાવ્યો દબાવ્યો પણ કોઇ જ પ્રતિભાવના આવ્યો ડોક્ટરે કહ્યું "પ્લીઝ તમે પેશન્ટને જરૂરી આરામ લેવાદો માથામાં વધુ ઇજા પહોચી છે એને સતત આરામની જરૂર છે અને હું સમજી શકું છું કે લાગણી ઘણીવાર દવાથી વધુ કામ કરે છે પરંતુ પેશન્ટને થોડો સમય આપો એ જરૂર ભાનમાં આવી જશે તમે બહાર આવો અને ડોક્ટરની વિનંતીથી શ્રૃતિ-સ્તવન અને સિધ્ધાર્થ બધાંજ બહાર આવી ગયાં.
બહાર આવીને સ્તવને ડોક્ટરને હાથ જોડીને કહ્યું "સર જે કરવુ પડે એ કરો... મારી સ્તુતિને ભાનમાં લાવી સાવ સ્વસ્થ કરી આપો હું તમારી પાસે ભીખ માંગુ છું અને એનાથી ધુસ્કે ધુસ્કે રડી પડાયું.
શ્રૃતિએ રડતાં રડતાં સ્તવનને સાત્વન આપતાં એટલુ જ બોલાયું "જીજુ જીજુ પ્લીઝ.. દી..ને સારું જ થઇ જશે એમ આપણાંથી વધુ નારાજ ના રહી શકે.. નથી સમજાતું કે દી.. એ આમ કેમ કર્યું.
સિધ્ધાર્થના કાન સરવા થયાં એનાંથી પૂછાઇ ગયું કેમ ? એણે શું કર્યું ? તમને શું ખબર છે ?
સ્તવને ડોક્ટરને કહ્યું "હું પોલીસ ઇન્કવાયરી અને એમની સાથેની બધી ફોર્માલીટી પતાવી -વિગત આપીને આપની પાસે પાછો આવું છું પછી બધી વાત કરું હું બધું જ જાણું અને સિધ્ધાર્થને કહ્યું "સર મારી ફેવર કરો મને મદદ કરો અને મને બધી જ ડીટેઇલ્સ આપો કે મારી સ્તુતિ સાથે શું થયું છે ? મને ખૂબજ ચિંતા થાય છે. મારે બધુ જાણવું છે.
ડોક્ટરે કહ્યું હમણાં પેશન્ટને બધી દવાઓ આપવાનો સમય થઇ ગયો છે અને અમે બધીજ એની સ્થિતિ જ્યારે દાખલ થઇ ત્યારથી જે કંઇ હતું અને રીપોર્ટ હતાં એ સિધ્ધાર્થ સરને કહ્યાં છે પછી શાંતિથી આવો આખી ફાઇલ તમને મળી જશે. અને જતાં પહેલાં અહીં પેશન્ટની બધીજ માહિતી તમારાં એડ્રેસ ફોન ડીટેઇલ્સ અને બાકીની ફોર્માલીટી પતાવશો. અત્યાર સુધી પેશનન્ટ અંગે અમને કંઇ ખબર જ નહોતી.
સ્તવને કહ્યું "શ્યોર સર, અને પછી હું અહીજ છું એમ કહીને સિધ્ધાર્થનાં કહેવાં પ્રમાણે એલોકો સિધ્ધાર્થ સાથે પાછાં પોલીસસ્ટેશન આવી ગયાં.
સિધ્ધાર્થે પહેલાં સ્તવન અને શ્રૃતિને પાણી અપાવ્યું થોડાં સ્વસ્થ થવાં દીધાં પછી પહેલેથી જ વાત ચાલુ કરી કે એમની પાસે હોટલ પરથી માહિતી આવી અને અમે ત્યાં ગયાં સ્તુતિની સ્થિતિ-પહેરવેશ - એનાં પર થયેલા હુમલો બધીજ વાત સંક્ષિપ્તમાં કર્યા પછી ક્યું "આ છોકરી ખૂબજ હિંમતવાળી હશે એટલે જ એણે હુમલાખોરોનો બહાદુરીથી સામનો કર્યો છે એમને સરન્ડર નથી થઇ એ સ્પષ્ટ જણાઇ આવે છે.
એનાં પર શારીરિક કે એની લાજ લૂંટવા માટે હુમલો થયો છે અને એમાં એકથી વધુ શખ્સ હોય એવી શક્યતા વધુ છે. પોતાની લાજ સાચવવા એણે ઉપરથી કૂદકો માર્યો કે કોઇએ એને ફેંકી દીધી ખબર નથી પડી તપાસ કરતાં વધુ માહિતી મળશે.
હું તમને બધી જ માહિંતી રજેરજ આપીશ પણ આ તમારી ફીયાન્સી હોટલમાં આવી કેમ હતી ? કોને મળવા ? અને બંન્ને વચ્ચે એવું શું બની ગયું કે આટલે વાત પહોંચી ? એવાં ક્યાં માણસોનાં સંપર્કમાં આવી કે જાત બચાવવી પડી ?
સ્તવનનાં ચહેરાં સામે જોયાં કર્યું. સ્તવન થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો "સર આ બધી જ વાત મારાં માટે પણ ખૂબ આશ્ચર્ય જગાવે છે. મને આ વિશે કંઇ જ માહિતી નથી આ ઘટનાં બાબતે જેટલું તમે જાણો છો એટલું જ હું જાણું છું બીજું હું બેગ્લોર ભણી રહ્યો છું. મને જાણ થઇ કે સ્તુતિ લાપતા છે ? એટલે હું પહેલી ફલાઇટ પકડી અહીં પાછો આવી ગયો.
સિધ્ધાર્થે શ્રૃતિ સામે જોઇ કહ્યું "તમે કેમ એવું કીધું કે દીદીએ કેમ આવું કર્યું ખબર ના પડી ? અને તમારી દીદી અને તમે લોકો શું કામ કરો છો ? તમારાં સંબંધી સગાવહાલા કે મિત્રમાં એવું કોઇ સાથે છે ? અથવા કોઇ ઇર્ષ્યા, ઝગડો અનબન કે હરિફાઇ ? શું કારણ છે ? પ્હેલાં તો તમે જે ઉલ્લેખ કરેલો કે દીદીએ આમ ? આગળ સિધ્ધાર્થે પૂછે પહેલાં શ્રૃતિએ કહ્યું "સર મારી દીદી મારાં પાપાને એમની ઓફીસમાં હેલ્પ કરે છે. મારાં પાપા હમણાં VRS લઇને એમની ઓફિસ અમારા અંધેરી એરીયામાં જ ખોલી છે. દીદી એમને મદદ કરે છે. હું પણ સાથે જ છું પણ મેં ડીજીટલ માર્કેટીંગ નું ભણ્યાં દી.. ઓફીસમાં અને મેં હમણાં એક ટ્રાવેલ કંપની જોઇન્ટ કરી છે એની ટ્રેઇનીંગ લીધી. અને ટ્રેઇનીંગ પુરી થયાં પછી હું દોડધામથી થાકી હતી અને એક દિવસ આરામ કરતી રહી એજ દિવસે આવું બન્યું..
સ્તવન અને સિધ્ધાર્થ બંન્ને ધ્યાનથી સાંભળી રહેલાં સિધ્ધાર્થ પૂછે પહેલાં સ્તવને પૂછ્યું "પછી ? પછી શું થયું ?શ્રૃતિએ કહ્યું "એ દિવસે ? સૂઇ જ રહેલી એ દિવસ શનિવાર હતો અને બીજે દિવસે રવિવાર હતો એટલે બે દિવસ આરામ કરીને આગળ કામ કરવાની હતી. હું સૂઇ રહેલી એ દરમ્યાનની કોઇ વાત મને નથી ખબર.
"દીદી સવારે વ્હેલી ઉઠી તૈયાર થઇને મારો ડ્રેસ પહેરી.... મારો ફોન લઇ એનો ફોન સ્વીચ ઓફ કરી મારી પાસે મૂકી મારી મોમને એવું કહીને નીકળેલી કે સ્તવનનું કોઇ કામ છે પતાવીને આવું છું. બસ બધાં આટલું જ જાણે છે.
સિધ્ધાર્થે શંકાની નજરે સ્તવન સામે જોયું સ્તવનને આશ્ચર્ય થયું સ્તવનને પણ આશ્ચર્ય થયું એનાથી બોલી પડાયું મારુ કોઇ કામ ? છેલ્લા 3 દિવસથી મારો મોબાઇલ પડી જવાથી બંધ હતો. સર્વિસસેન્ટરમાં રીપેરમાં આપેલો અને માંડમાંડ મેં બધાનો સંપર્ક કરેલો. ના શ્રૃતિનો ફોન લાગે ના સ્તુતિનો.. આજે મને કંઇ જ સમજાતું નથી કે આ બધું શું થઇ ગયું છે આતો જાણે કોઇ ચક્રવ્યૂહ...
સિધ્ધાર્થને પણ કંઇ સમજાતું નહોતું. "આ બધાં વચ્ચે શું ગરબડ છે ? કાંઇ સમજાતું નથી એણે શ્રૃતિને પૂછ્યું તમારો ફોન લઇ ગઇ ? સ્તવનને કામની કંઇ ખબર નથી અને સ્તવનનું કામ પતાવી આવું છું એમ કીધું ? શું કોયડો છે ? આવું તો કહ્યું કામ છે કે આ છોકરી બધાંને અંધારામાં રાખી આવુ જોખમ વાળુ પગલું ભરે છે સાથે એનો ફોન તને આપી તારો ફોન લઇને જાય છે ?
કંઇ જ સમજાતું નથી.. સિધ્ધાર્થે જરા સખત અવાજે શ્રૃતિ -સ્તવનને કહ્યું "જે કંઇ વાત હોય સાચી કહેજો મને આમાં કંઇ સમજાતું નથી કોઇ બીજી વાત કે ષડયંત્રની ગંધ આવે છે. આતો આ છોકરીનાં જીવન મરણનો સવાલ આવે છે ? તમે લોકો અહીં મગરનાં આંસુ તો નથી પાડી રહ્યાં ને ?
સ્તવને કહ્યું "સર તમે આ શું બોલો છો ? અમે એવાં માણસો નથી અમે સાદા સીંધાં મધ્યમ વર્ગનાં માણસો છીએ આ મારી ફીયાન્સી છે અને ખૂબજ પ્રેમ કરીએ છીએ એકબીજા વિનાં રહી શકીએ એમ નથી, મારી સ્તુતિએ આવું પગલું કેમ ભર્યું? અહી હોટલમાં કેમ આવી? અમારે માટે પણ રહસ્ય છે સર, ખોટા આળ મૂકી અમારી વેદના પીડામાં વધારો ના કરશો.
સિધ્ધાર્થ થોડીવાર શાંત રહ્યો પછી શ્રૃતિ અને સ્તવન બંન્ને તરફ ટગર ટગર જોયાં પછી બોલ્યો. કંઇ એવું તો નથી ને.. આ સ્તુતિની બેન શ્રૃતિ અસ્સલ એનાં જેવી જ લાગે છે.. સ્તુતિ જોડે કંઇ અણબનાવ અને આની સાથે કોઇ ખાસ લગાવ.. આ બધાંજ પાછળ કારણ બની નથી ગયું ને ?
સ્તવન તો બધવાઇને સિધ્ધાર્થ અને શ્રૃતિ સામે જોઇ રહ્યો.
વધુ આવતા અંકે --- પ્રકરણ-46