"દો દિલ એક જાન " હતા રોહન અને તુષાર.
બંને નાનપણ પણ થી સાથે ભણ્યા. કૉલેજ પણ સાથે કરી કરી. અભ્યાસ મા તુષાર અવ્વલ હતો જ્યારે રોહન હોશિયાર તો હતો પણ બીજા વિદ્યાર્થીઓ ની મદદ કરવામાં પાછળ રહી ગયો હતો. પણ તેના કામ અને અભ્યાસ થી ખુશ હતો. કૉલેજ માં દોસ્તી ની મિસાલ હતા બંને. બધા તેની દોસ્તી પર ગર્વ કરી રહ્યા હતા.
કૉલેજ પુરી કરી બંને જુદા પડી પોતપોતાની લાઇફ જીવવા લાગ્યા. તુષારે એક નવો બિઝનેસ શરૂ કર્યો જ્યારે રોહને સામાન્ય નોકરી કરવા લાગ્યો. બંને વચ્ચે હવે પહેલાં જેવી દોસ્તી ન રહી. ધીરે ધીરે બંને વચ્ચે ફોન પણ બંધ થઇ ગયો. બને વચ્ચે હતી સ્નેહ,મિત્રતા, મોજ મસ્તી ધીરે ધીરે જમીનમાં દફનાવવા લાગી. હવે યાદ પણ જાણે ખોવાઈ ગઈ તેવું લાગી રહ્યું હતું. વીસ વર્ષ થઈ ગયા હતા બંને છેલ્લે મળ્યા તેને. ક્યાં ક્યાં રહે છે તે પણ ભૂલી ચૂક્યા હતા.
એક દિવસ કોઈ કામ થી રોહનને મોટી સિટી માં જવાનું થયું. કામ પૂરું કરી થોડી ખરીદી કરવા એક શોપીંગ મોલ માં ગયો. બજેટ પ્રમાણે તે ખરીદી કરી રહ્યો હતો. મોલ માંથી બહાર નીકળતા તેના મિત્રને જોયો. તેને જોઈ હાથમાં રહેલી બેગ પડી ગઈ તે મિત્ર પણ રોહન સામે જોઈ રહ્યો. રોહન ને જોઈ પાસે આવી ભેટી પડ્યો. બંને ની આંખોમાં આંસુ આવી ગયા હતા. એકબીજા ના આંસુ લૂછ્યા.
રોહન યાર ક્યાં હતો તું વીસ વર્ષ પછી આપણે મળ્યા તને મારી યાદ પણ ન આવી.??
તુષાર આ એમનમ તો આખો માંથી આંસુ ન આવે. હું બહુ મિસ કરી રહ્યો હતો.
રોહન તું હજી પેલા ની જેમ છે ઇમોશનલ, સીધો સાદો..
સાચી વાત તારી પણ તું ઘણો બદલાઈ ગયો છે.
હા યાર હું બદલાઈ ગયો છું પણ મને દુખ થયું તું મને એકવાર પણ મળવા ન આવ્યો.?
તુષાર તારું એડ્રેસ મેળવી આવ્યો તો હતો પણ તારી બંગલો અને ગાડી જોઈ મારી હિંમત ન ચાલી મળવાની.
હાથ પકડી રોહન ને કહ્યું ચાલ ઘરે.
રોહન તેની સાથે ચાલવા લાગ્યો.
બહાર પડી હતી રોડ્સ રોયલ ની કાર. તે કાર પાર્કિંગ માંથી લાવીને રોહન ને કહ્યું ચાલ બેસ. રોહન તો જોઈ રહ્યો તે આ કાર પહેલી વાર જોઈ રહ્યો. તુષાર બહાર નીકળી રોહન ને કાર માં બેસાડી ઘરે લઈ ગયો.
એક આલિશાન મકાનમાં કાર દાખલ થઈ. રોહન મકાન જોઈ દંગ રહી ગયો.
તુષાર તું આ મકાન મા રહે છે.
હા તું અંદર આવ હું બધું બતાવું તને.
જ્યાં નજર કરે ત્યાં નોકર ચાકર ને કોઈ વસ્તુ ની કમી ન હતી આ મકાનમાં.
હાથ પકડી તુષાર હોલમાં લઈ ગયો ત્યાં ચા નાસ્તો આવી ગયા. બંને ચા પીવા લાગ્યા. તુષારે કહ્યું બોલ રોહન તારી લાઈફ કેવી છે.
બસ સાવ સીધી સાદી છે. એક દીકરો એક દીકરી છે. દીકરી સાસરે છે ને દિકરો વહુ મારી સાથે રહે છે. પત્ની ના પ્રેમ માં લાઇફ પસાર થઈ ગઈ તે ખબર ન પડી. અત્યારે બહુ સરસ અને નોર્મલ લાઇફ છે મારી.
તુ કહે તુષાર..? બહું મોટો માણસ થઈ ગયો છે. તારી લાઇફ તો બેસ્ટ હસે ને. ક્યાં છે ભાભી કે દિકરા.....!!??
તુષાર ચહેરા પડી ગયો હતો કોઈ દુખી વ્યક્તિ વાત કરી રહ્યો તેમ કરવા લાગ્યો.
બધું છે લાઇફ માં પણ સ્નેહ નથી.
દિકરો વહુ usa રહે છે ને તારી ભાભી ઓસ્ટ્રેલિયા. હું એકલો છું. કોઈના સ્નેહ વગર નો.
તુષાર ના આંખમાં આંસુ આવી ગયા ને ફરી રોહન ને ભેટી પડ્યો.
પૈસા હોય તો બધું હોય એવું ન હોય. માણસ સ્નેહ વગર અધૂરો છે.
રોહન તું અહીં રહેવા આવતો રહે. હું તારી સાથે રહેવા માંગુ છું. મારે તારી દોસ્તી ની હુંફ ની જરૂર છે નહીં કે પૈસાની.
આશ્વાસન આપી રોહન કહ્યું ચાલ બધું છોડીને મારી ઘરે ત્યાં બંને સાથે રહીને જીંદગી પસાર કરીશું. મને જેમ મારો પરિવાર સ્નેહ આપે છે તે તને પણ આપશે બસ તું મારી જેવો થઈ જા.
તુષાર ઊભો થઈ રોહન ની બેગ આથી તેના સાદા કપડા પહેરી રોહન સાથે ઘરે ચાલતો થયો.
જીત ગજ્જર