મારોના ..વર્ના ? વર્ના કોરોના !!!
આપણે ત્યાં નાગપાંચમ આવે છે , નાગની પુજા થાય છે , નાગ દેવતા ગણાય છે ! આપણે ત્યાં નાગમાથી બિઝનેસ કરવાવાળા લોકોપણ છે જેને મદારી કહેવામા આવે છે ! જે લોકોને નાગ બતાવી , મોરલી વગાડી , નાગને ડોલાવી , નાના-મોટા સહુ ને રાજીકરીને 5 પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. નાગદેવતાને પણ આની સામે કોઈ વાંધો હોય તેવું લાગતું નથી ! નાગદેવતા ઉલ્ટુ મદારી ને જાણે આમથી-તેમ ડોલીને સપોટ કરતાં ન હોય ? તેવું આ ખેલ જોયા પછી આપણને લાગે છે ! ટુંકમાં નાગ એક ખતરનાક ઝેરી હોવા છતાં ... આપણને આપણી સંસ્કૃતિ મુજબ તેની ઉપર પ્રેમ છે ! લગાવ છે ! હુફ છે ! આત્મીયતા છે ! આપણાં દેવોનાદેવ મહાદેવ તેમને ગળામાં લઈને ફરે છે ! તેની સાથે મિત્રની જેમ આખો દિવસ રહે છે ! એટલું જ નહીં પરંતુ તેનું મહા ભયંકર ઝેર અમૃતની જેમ પી જાય છે , છતાં પણ આ ઝેર મહાદેવનું કાઇપણ બગાડી શકતુ નથી અથવા તો બગાડવા માંગતુ જ નથી , એવું લાગ્યા વગર રહેતું નથી !. ખેતર , વાડીઓમાં હાલતા સર્પ નીકળે છે , આ વાડીઓ , ખેતરો સર્પોનું રહેઠાણ જ હોય છે . કારણકે તેને ત્યાં પોતાનો ખોરાક - ઉંદર , દેડકા વગેરે મળી રહે છે . આ ઉંદરડાઓ ખેતરનો ખુબજ મોટો પાક ખાઈ જાય છે ને ખેડૂતોને ખુબજ મોટું નુકસાન કરાવે છે . આવા સંજોગોમાં સર્પદેવતા ખેડૂતોના મિત્ર તરીકેની ફરજ બજાવે છે !
સર્પો ખુબજ ઝેરી હોવા છતાં ભારતમાં તેઓને ખુબજ માન-પાન મળે છે . સામે સર્પો પણ પોતાની મર્યાદા સમજીને લોકોને ઉપયોગી એવા કાર્યો કરે છે . આ એક કુદરતની- પર્યાવરણની અજાયબી છે ! આપણાં વડવાઓએ કુદરતની આ ખૂબસુરત અજાયબીને સમજી છે ! માણી છે ! તેનું દેવતા તરીકે પુજન કરીને બિરદાવી પણ છે !
જ્યારે આપણો પડોસી દેશ ચીન જાણેકે પૃથ્વી ઉપર બીજો કોઈ ખોરાક જ ન હોય તેમ સર્પો પર તુટી પડે છે !
સારી સારી હોટલોમાં સર્પોના સુપ , સલાડ મળે છે ! હદ તો ત્યારે થાય છે જ્યારે આ જ સર્પોને આ લોકો જીવતે જીવ આખા ને આખા શેકીને ખાય જાય છે , રાક્ષશી વૃતિથી ! આપણા ભારતમાં 7 વર્ષનો બાળક પણ સમજે છે કે આ એક દેવતાનું રૂપ છે ! છોકરાઓ પાછા સર્પોની વાર્તા ના પણ એક્ષ્પર્ટ હોય છે ટુંકમાં તેને પણ એટલી ખબર હોય છે કે સર્પને મારવાથી સર્પિણી તેનો બદલો અચુક લે છે ! આપણાં હિન્દી ફિલ્મોમાં પણ નાગીન ને બદલો લેતી બતાવવામાં આવે છે ! જે ખુબજ સુંદર સ્ત્રી બનીને પોતાના પતિ નો (સર્પ નો) બદલો લે છે ! આ છે આપણી સંસ્કૃતિ અને સામે ? સામે છે, ડ્રેગન સંસ્કૃતિ ! જે સાપને મિત્ર ની જગ્યાએ પોતાનો ખોરાક સમજે છે !
આવા લાખો-કરોડો સર્પ- સર્પિણી ને આ ચપટા લોકો અત્યાર સુધી ઓહિયાં કરી ગયા છે , જેનું બદલા સ્વરૂપે ફળ તેઓને જ કોરોના સ્વરૂપે મળી રહ્યું છે ! આશા છે કે આ ભયંકર બનાવ પછી આપણને મદારીઓનો દેશ કહેવાવાળું વિશ્વ આપણને સારી રીતે સમજી શકશે ! નહીં સમજે તો પછી આ મહાદેવ મિત્ર સર્પ દેવતાઓ વગર યુદ્ધે આવા દેશોને ઓહિયાં કરી જશે , એવા દિવસો જરાપણ દૂર દેખાતા નથી . કારણકે આ બાબતમાં આ સર્પદેવતાઓને તેના પરમ મિત્ર દેવાધિદેવ મહાદેવનો પૂરેપુરો સપોટ છે !ત્રીજું વિશ્વયુદ્ધ દેશ-દેશ વચ્ચે નહીં પરંતુ પર્યાવરણ વિરોધીદેશો તથા પ્રકૃતિ વચ્ચે ખેલાય તેવી પુરી સંભાવનાનો અણસાર આવા બનાવ પછી મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ! અને આ યુદ્ધ જો ખેલાયુને તો પ્રકૃતિની સામે આવા દેશોના જૈવિક, રાસાયણિક કે પછી અણું શસ્ત્રો સુરસુરિયા જેવા સાબિત થશે એ પણ દીવા જેવી સ્પષ્ટ વાત છે ! એટલે જ આ નિર્દોષ જીવો આપણને વિનવણી કરી રહ્યા છે --- પ્લીઝ અમોને મારોમાં , મારોમાં , મારોમાં વર્ના ? વર્ના કોરોના , કોરોના, કોરોના ! આજથી જ સમજી જાવ તો ખુબ સારુ !!!
બોલો નમ: પાર્વતી પતિ હર હર મહાદેવ હર ! ૐ નમ: શિવાય ! સહું ને જય ગુરુદેવ , જયશ્રી કૃષ્ણ ,
જય શ્રી રામ અને જય શ્રી સ્વામિનારાયાણ .
મારો આ આર્ટીકલ પૃથ્વીપરના સમગ્ર પર્યાવરણ પ્રેમી--- માતાઓ , ભાઈઓ- બહેનો , બાળકો , અને વડીલોને હ્રદયપૂર્વક સમર્પિત છે !
ભોગી ભોગોને ભોગવતો નથી.......
ભોગો જ ભોગીને ભોગવી જાય છે !
અસ્તુ.
લિ. બિપિન આઇ ભોજાણી (લઘુ વાર્તા તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી ( મિકેનિકલ એંજીનિયર)