પોસ્ટમેન એક દરવાજા પાસે ઊભો રહી કહ્યું. " ટપાલ આવી છે લઈ લો " ત્યાં રૂમની અંદર થી કોઈ છોકરી નો અવાજ સંભળાયો હું આવું છું. પોસ્ટમેન તો પાંચ મિનિટ ઊભો રહ્યો તો પણ કોઈ ન આવ્યું એટલે ફરીથી કહ્યું અરે.... ઘરની અંદર કોઈ હોય તો ટપાલ લઈ લો.
દરવાજાની અંદરથી ફરી અવાજ આવ્યો પોસ્ટમેન સાહેબ દરવાજા પાસે કાગળ રાખી દો હું લઈ લઈશ.
પોસ્ટમેન કહ્યું કાગળમાં સહી કરવી પડશે એટલે હું ઊભો છું તમે જલ્દી આવી જાવ.
દસ મિનિટ થઈ એટલે અંદર નો દરવાજો ખુલ્યો પોસ્ટમેન સાહેબે જોયું તો એક અપંગ છોકરી હતી. જેમના બંને પગ ન હતા.
પોસ્ટમેન તેને ટપાલ આપી તેની સહી લઈ નીકળી ગયો. ફરી પાંચ દિવસ થયા એટલે પોસ્ટમેન આવી તેને ટપાલ આપી ગયો. અઠવાડિયામાં એકાદ વખત આવવાનું થતું પોસ્ટમેન બહાર ઊભો રહી સાદ કરતો ને તે છોકરીની રાહ જોતો ને જ્યારે બહાર આવે એટલે તેને આપી નીકળી જતો
એક દિવસ તે છોકરીએ પોસ્ટમેન ને પગમાં ચંપલ વગર જોઈ ગઈ આમ પણ દિવાળી નજીક આવી રહી હતી એટલે તેને થયું લાવ ને પોસ્ટમેન આટલી સેવા કરે છે તો તેને એક ભેટ આપું. તે તરત પોસ્ટમેન ના પાડેલા પગલાંનુ માપ લીધું ને તે કાગળ પર લખ્યું ને તે ચિત્ર પણ બનાવી દીધું. પછીના દિવસે પાડોશમાં રહેતી મહિલાને માપ અને પૈસા આપ્યા તેને કહ્યું તમે આ માપ પ્રમાણે ચંપલ લેતા આવજો. તે પાડોશી મહિલા ચંપલ લેતી આવી.
તે સમયે એક રિવાજ હતો જ્યારે પણ પોસ્ટમેન દિવાળી પર ઘરે ઘરે આવે એટલે તેને કોઈ ને કોઈ ભેટ આપવી પડતી. તેની સેવાથી ખુશ થઈ તેને ભેટ આપતા કોઈ ન પહોંચી શકે તેમ ન હોય તો તે પોસ્ટમેન ખાલી ઘરે થી પ્રસાદ કે આશીર્વાદ લઈ નીકળી જતાં.
આજે દિવાળી હતી પોસ્ટમેન ગામના બધા ઘરે થી ભેટ લેતો આવતો ત્યાં તે અપંગ છોકરીનું મકાન આવ્યું. તેની પાસે કોઈ ભેટ ની અપેક્ષા તો ન હતી પણ મનમાં થયું તને મળતો જાવ.
પોસ્ટમેન દરવાજો ખખડાવી સાદ પડ્યો બેટી ઓ બેટી...
કોણ....?
હું પોસ્ટમેન.
અંદર થી અવાજ સંભળાયો હું આવી...
તે છોકરી હાથમાં ભેટ લઈ બહાર આવી.
તેણે પોસ્ટમેન ના હાથમાં મૂકી કહ્યું લો સાહેબ આ તમારી દિવાળીની ભેટ.
પોસ્ટમેન બોલ્યા દીકરી તું મારી દીકરી સમાન છે. હું તારી ભેટ ન લઈ શકું.
બહું આજીજી કરી એટલે પોસ્ટમેન દીકરીની ભેટ લીધી.
દીકરીએ કહ્યું સાહેબ તમે આ ભેટ ઘરે જઈને ખોલજો.
પોસ્ટમેન તો ઘર તરફ નીકળી પડ્યા.
ઘરે પહોંચી પોસ્ટમેને ભેટ ખોલી ને જોયું તો અંદર ચંપલ હતા. પોસ્ટમેન સાહેબ દંગ રહી ગયા. તે વિચારવા લાગ્યા અપંગ દીકરી જો આટલું આપતી હોય તો મારે પણ તેને કઈ આપવું જોઈએ. તે તો સાવ ગરીબ અને લાચાર છે છતાં કેટલો ઉદાર જીવ છે. આ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ એમ વિચારી પોસ્ટમેન આંસુ આવી ગયા.
દિવાળી તો જતી રહી તે છોકરીને ત્યાં હવે કોઈ બીજો પોસ્ટમેન આવી ટપાલ દેવા લાગ્યો. પહેલી વાર તો પોસ્ટમેન ને ન કહ્યું પણ જ્યારે બીજી વાર આવ્યા એટલે કહ્યું પેલા પોસ્ટમેન સાહેબ આવતા હતા તે કેમ નથી આવતા.?
બીજા પોસ્ટમેન સાહેબે કહ્યું તેની બદલી બીજે ગામ થઈ ગઈ છે તે હવે અહીં નોકરી ન કરી શકે.
નિરાશ થઈ તે છોકરી બોલી સારુ સાહેબ.
દિવાળી નજીક આવી એટલે પોસ્ટમેન સાહેબ તેમની ભેટ લેવા પેલી છોકરીના દરવાજે ઊભા રહી સાદ કર્યો "બેટી ઓ બેટી"
અવાજ જાણીતો લાગતા તે છોકરી બહાર આવી. જોયું તો પેલા પોસ્ટમેન સાહેબ હતા.
હરખ માં આવી બોલી સાહેબ તમે...!!!
એક વર્ષ પછી...
પાસે જઈ દીકરી પર હાથ મૂકી બોલ્યા. બેટી તારી આપેલી ભેટ થી મને નવી રાહ મળી. પણ આ ભેટ થી મને તારી સામે આવવા હું ત્યાર થઈ ન શક્યો એટલે મેં બાજુમાં નોકરી કરવા લાગ્યો.
જવા દે દીકરી હવે હું અહીં ફરીથી આ ગામમાં નોકરી કરીશ. અને જો આજે હું તારા માટે ભેટ લાવ્યો છું. દીકરી જ્યારે ખોલીને જોવે છે તો તેમાં પ્લાસ્ટિક ના પગ હતા. પગ જોઈ છોકરી ખુશ થઈ ગઈ.
પોસ્ટમેન તેને પ્લાસ્ટિક ના પગ પહેરાવી ઊભી કરી ત્યાં તે રડતી રડતી પોસ્ટમેન સાહેબને ભેટી પડી.
જીત ગજ્જર