KING - POWER OF EMPIRE - 4 (S-2) A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 4 (S-2)

( આગળના ભાગમાં જોયું કે બાદશાહ બીજું કોઈ નહીં પણ જગન્નાથ હોય છે અને તે સુલતાન સાથે સમાધાન કરે છે કારણ કે એમનો એક દુશ્મન આ તક નો લાભ ઉઠાવી રહ્યો હોય છે, બીજી તરફ કમિશ્નર પણ જાણે છે કે પાટીલ દિગ્વિજય સિંહ ને માહિતી આપે છે પણ પાટીલ ને ખબર ન હતી કે દિગ્વિજયસિંહ અને કમિશનર પહેલા થી બધું જાણતા હતા અને આ તેનો એક પ્લાન છે )

દિગ્વિજય સિંહ કમિશ્નર આર.એમ.પુરોહિત ની ઓફિસમાં જાય છે અને કમિશ્નર તેને બેસવા કહે છે.

“દિગ્વિજય તું જાણે છે કે છેલ્લા બે વર્ષમાં શું હાલત ઉભી થઈ છે ” કમિશ્નરે। કહ્યું

“જાણું છું સર, છેલ્લા બે વર્ષ નો ક્રાઈમ રેટ અત્યાર સુધી ની ઈતિહાસ માં સૌથી ઉપર છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“આ ડેવિલ આઈ ને કારણે થયું છે એ હું જાણું છું પણ આને ચલાવી કોણ રહ્યું છે? ” કમિશ્નરે કહ્યું

“સર આ બધા પાછળ એક જ વ્યક્તિ છે પણ તે કયારેય સામે નથી આવતો, પ્યાદો ઓ ને આગળ રાખી ને ગેમ રમી રહ્યો છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“કોણ છે???? ” કમિશ્નરે આંખો ઝીણી કરતાં કહ્યું

“ડેવિલ, આ ડેવિલ આઈ પાછળ નું શૈતાની માઈન્ડ ” દિગ્વિજય સિંહે કહ્યું

“બીજું શું જાણવા મળ્યું??? ” કમિશ્નરે ખુરશી થોડી આગળ લાવતા કહ્યું

“સર ડેવિલ કોણ છે એ તેના માટે કામ કરનાર લોકો ને પણ ખબર નથી, આપણા દેશમાં જેટલા લોકોનાં હાથમાં આ ડેવિલ આઈ નું ટેટું છે એ લોકો ને અલગ કરી એ તો એક નવો દેશ બની જશે ” દિગ્વિજય સિંહે કહ્યું

“ઓહહ, આ તો આખું એમ્પાયર બનાવી ને બેઠો છે ” કમિશ્નરે કપાળે હાથ મૂકતાં કહ્યું

“સર આના વિશે આપણે બધું જાણી નથી શકયા, પણ જેટલું હું જાણી શકયો એટલું મેં જાણવાની કોશિશ કરી છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“તો શું જાણવા મળ્યું? ” કમિશ્નરે કહ્યું

“સર, ડેવિલ આ દુનિયા ના કયાં ખૂણામાં છે એ કોઈ નથી જાણતું, પણ મુંબઈ અને આપણા દેશમાં તેનાં બધા ગેરકાનૂની કામો માટે તેણે માણસો રાખ્યા છે. બાદશાહ વિશે તો તમે જાણતા હશો??? ” દિગ્વિજય સિંહે કહ્યું

“હા, પેલો ગેંગસ્ટર, કંઈક 6-7 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો, મારા ખ્યાલ પ્રમાણે એનો આપણાં પોલીસ રેકોર્ડ મા ફોટો પણ છે ” કમિશ્નરે કહ્યું

“સર જે મૃત્યુ પામ્યો એ બાદશાહ ન હતો ” દિગ્વિજય સિંહે રહસ્ય ખોલતાં કહ્યું

“શું???? તો કોણ હતો???? ” કમિશ્નરે આશ્ચર્ય સાથે કહ્યું

“સર એ બાદશાહ નું એક પ્યાદું હતું જેને બાદશાહ દુનિયા ની સામે લાવ્યો એક નકલી બાદશાહ બનાવી ને અને પોતાને સુરક્ષિત કર્યો, આપણ ને થયું કે એ મરી ગયો પણ એ હજી જીવે છે અને આ દેશમાં ડેવિલ ના એમ્પાયર નો સૌથી મજબૂત પાયો આ બાદશહ જ છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“મતલબ આ બાદશાહ જ છે જે છેલ્લા બે વર્ષ થી.... ” કમિશ્રરે કહ્યું

“નહીં સર એ એકલો નથી ” દિગ્વિજય સિંહે કહ્યું

“તો કોણ છે એની સાથે બીજું??? ” કમિશ્રરે આંખો ઝીણી કરતાં કહ્યું

“સર તમે જૂની વાડી નું નામ તો સાંભળ્યું છે? ” દિગ્વિજય સિંહે કહ્યું

“હા, ઘણાં નાના મોટા ધંધા થાય છે ત્યાં, એક વસ્તી છે આખી મુંબઈ ની એ વિસ્તાર ” કમિશ્રરે કહ્યું

“સર એ જૂની વાડી નો ભગવાન કહેવાતો સુલતાન - એ બીજો પાયો છે ડેવિલ ના એમ્પાયર નો ” દિગ્વિજય સિંહે કહ્યું

“સુલતાન, એના વિરુદ્ધ તો કેટલાંય કેસ છે ” કમિશ્રરે કહ્યું

“પણ સર એના વિરુદ્ધ સબૂત એક પણ નથી, આ બંને જ છે જે ડેવિલ ના બધા કામો ને અંઝામ આપી રહ્યાં છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“બે વર્ષ પહેલાં જે બનાવ બન્યા હતા તેનું શું? ” કમિશ્રરે કહ્યું

“સર આ પણ બાદશાહ અને સુલતાન ને કારણે થયું છે, એ બંને વચ્ચે થોડા અણબનાવ હતા, જેથી બાદશાહ એ સુલતાન ના લોકો ને માર્યો અને તેના કારણે સુલતાન એ આર.જે.મિશ્રા સાથે હાથ મિલાવ્યો, સુલતાને આર.જે.મિશ્રા ને એક લાલ ડાયરી આપી જેમાં કેટલીક વાતો સાચી હતી તો કેટલીક ખાલી કહાની હતી, સુલતાન મારા મારફતે બાદશાહ ને મારવા માંગતો હતો પણ એ પહેલા જ બાદશાહ એ રઘુ નામના કોન્ટ્રેક્ટ કિલર દ્રારા કમિશ્નર આાર.જે.મિશ્રા ને જ ખતમ કરી દિધો અને એજ બાદશાહ એ મને મારવા પણ રઘુ ને મોકલ્યો પણ હું બચી ગયો, મેં રઘુ ને પકડયો પણ અફસોસ કે એ મરી ગયો ” દિગ્વિજય સિંહે કહ્યું

“ઓહહ તો આ છે એ કેસ નું રહસ્ય ” કમિશ્રરે કહ્યું

“હા સર પણ કેટલાંક બનાવ હજી બંધબેસતા નથી ” દિગ્વિજય સિંહે કહ્યું

“હવે તો આ લોકો ને હવે તેનાં અંઝામ સુધી પહોંચાડવા પડશે ” કમિશ્રરે કહ્યું

“આટલું સરળ પણ નથી, ડેવિલ ની જેમ બાદશાહ ને પણ આપણે નથી જોયો, સુલતાન ને પકડવો મુશ્કેલ છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“જાણું છું પણ કંઈક તો કરવું પડશે ” કમિશ્રરે ટેબલ પર હાથ પછાડતાં કહ્યું

“સર આપણે સીધા આ લોકો પર કોઈ એકશન નથી લઈ શકતાં ” દિગ્વિજય સિંહે કહ્યું

“તો આપણે આપણાં અંડરકવર એજન્ટ ની મદદ લઈએ ” કમિશ્રરે કહ્યું

“સર હું આ ભૂલ એકવાર કરી ચૂક્યો છું ” દિગ્વિજય સિંહે કહ્યું

“મતલબ? ” કમિશ્રરે એક નેણ ઉંચું કરતાં કહ્યું

“સર મારા સુધી આ બધી માહિતી એક અંડરકવર એજન્ટ દિવાકર પહોંચાડતો હતો, જેણે સુલતાન નો વિશ્વાસ જીત્યો અને તેનો ખાસ આદમી બન્યો હતો ” દિગ્વિજય સિંહે કહ્યું

“તો પછી શું થયું? ” કમિશ્રરે કહ્યું

“કાલ રાત્રે દરીયા કિનારા પર તેની લાશ મળી હતી, એ લોકો ને તેના વિશે જાણ થઈ ગઈ હતી ” દિગ્વિજય સિંહે કહ્યું
“એ લોકોને કંઈ રીતે ખબર પડી? ” કમિશ્રરે કહ્યું

“એતો નથી ખબર પણ તેણે મને જણાવ્યું હતું કે ડેવિલ એ બાદશાહ અને સુલતાન વચ્ચે સમાધાન માટે મુંબઈ ને બે ભાગમાં વહેંચી દીધી હતી, સુલતાન નો પાવર અંદર વધારે છે એટલે તે વિસ્તાર તેના હાથમાં આવ્યો અને તટ વિસ્તાર બાદશાહ ના હાથમાં આવ્યો જેને બધા ગેરકાયદેસર કામો માટે નો એન્ટ્રી ગેટ પણ કહેવામાં આવે છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“આવું કરવા પાછળ નું તેનું કારણ? ” કમિશ્રરે કહ્યું

“સર, દિવાકર મને એ મીટીંગ પછી બધી માહિતી આપવાનો હતો પણ એ જીવતો જ ન રહ્યો, જો એ હોત તો અત્યારે બાદશાહ ના ચહેરા પરથી પણ પડદો ઉઠી ચૂકયો હોત ” દિગ્વિજય સિંહે કહ્યું

“દિગ્વિજય કંઈ પણ કરો પણ હવે આ લોકોને આગળ વધતાં રોકવા પડશે ” કમિશ્રરે કહ્યું

“ઓકે સર, હવે કંઈ પણ થઈ જાય હું આ મિશન ડેવિલ ને તેનાં અંઝામ સુધી પહોંચાડી ને રહીશ ” દિગ્વિજય સિંહે કહ્યું

એ આગળ વાત કરવા જઈ જ રહ્યાં હતા ત્યાં જ પાટીલ અંદર આવ્યો અને કહ્યું, “સર જલ્દી થી કન્ટ્રોલ રૂમ માં આવો ”

“શું થયું??? ” દિગ્વિજય સિંહે ઉભા થતાં કહ્યું

“સર કહેવું મુશ્કેલ છે તેમ જ જોઈ લો ” પાટીલ એ કહ્યું

દિગ્વિજય સિંહ અને કમિશ્નર કન્ટ્રોલ રૂમ તરફ દોડી ગયા.

આ તરફ અર્જુન એરપોર્ટ પર કાર લઈને ઉભો હતો, તેની સાથે બીજી ચાર કરી હતી, બધા ગાર્ડ પણ ત્યાં ઉભા હતા. બધા શૌર્ય ની રાહ જોઈ રહ્યાં હતાં.

ફલાઈટ તો કયારની લેન્ડ ગઈ હતી પણ હજી શૌર્ય બહાર આવ્યો ન હતો, અર્જુન વારંવાર ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો, ત્યાં જ તેની નજર ભીડમાંથી બહાર આવતાં તેનાં ભાઈ S.P. પર પડી. તેને થયું શૌર્ય પણ તેની સાથે જ હશે, તેણે બંને હાથ ઉંચા કરીને હલાવયા અને
S.P. ને બૂમો પાડવા લાગ્યો, S.P. નું ધ્યાન તે તરફ ગયું અને તે અર્જુન તરફ આગળ વધ્યો, નજીક પહોંચતા જ એક ગાર્ડ એ S.P. પાસેથી સામાન લઇને ગાડીમાં મૂકયો, અર્જુન S.P. ને ગળે લાગ્યો, અર્જુન ની આંખો થોડી ભીની થઈ ગઈ. શૌર્ય કયાંય દેખાયો નહીં એેટલે અર્જુન એ આમતેમ નજર ફેરવી પણ શૌર્ય કયાંય ન હતો.

“ભાઈ સર કયાં છે? ” અર્જુન એ કહ્યું

“ઓહ, તું ચિંતા ના કર, એ સમયસર એ જગ્યા પર પહોંચી જશે જયાં તેને પહોંચવાનું છે ” S.P. એ કહ્યું

“પણ ભાઈ....? ” અર્જુન એ કહ્યું

“અર્જુન એ કિંગ છે અને તું જાણે છે એને કંઈ પણ નહીં થાય ” S.P. એ કહ્યું

“ઓકે ભાઈ ” અર્જુન એ કહ્યું

બધા કારમાં બેસી ને ત્યાં થી નીકળી ગયા, પણ અર્જુન ના મનમાં એક જ સવાલ હતો કે આખરે શૌર્ય જતો કયાં રહ્યો, તે બધા એરપોર્ટ પર બહાર ઉભા હતા પણ તેમણે શૌર્ય ને બહાર આવતા જોયો પણ ન હતો, ખરેખર શૌર્ય પાછો આવ્યો હતો કે પછી S.P. ખોટું બોલી રહ્યો હતો.

એકતરફ દિગ્વિજય સિંહ અને કમિશ્નર કન્ટ્રોલ રૂમ તરફ દોડી ગયા હતા એ જોવા કે આખરે શું થઈ રહ્યું છે, બીજી તરફ શૌર્ય ઈન્ડિયા આવ્યો કે નહીં એ વાત પર પશ્રૅ હતો.

વિશાળ જહાજ મધદરિયે જઈ રહ્યું હતું, તેનાં એકદમ આગળનાં ભાગ માં ટોચ પર એક વ્યક્તિ ઉભો હતો, કાળા કલરની પઢાણી પહેરી હતી, આંખોમાં કાળા કલરનો સૂરમા લાગવ્યો હતો, પૂરી હાઈટ, પહાડી શરીર, મજબૂત બાંધો, થોડો લંબગોળ ચહેરો, ખભા સુધી પહોંચે એટલા વાળ અને તેની નજર દૂર દરિયામાં કોઈ કિનારો શોધવા માટે મથી રહી હતી. ત્યાં જ એક વ્યક્તિ ત્યાં આવ્યો અને કહ્યું, “હજૂર, હજી ત્યાં પહોંચતા સમય લાગશે, તમે બે દિવસ આરામ નથી કર્યો, થોડો આરામ કરી લો ”

“આંખોમાં દુનિયા જીતવાનું ખવાબ હોય તો આરામ હરામ છે ” એ વ્યક્તિ એ કહ્યું, તેણે હાથનાં ઈશારા વડે એ વ્યક્તિ ને ત્યાંથી જવા કહ્યું

આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દુબઈ અને અરબનાં દેશોમાં હુકમત કરતો અલી ખાન હતો જેને લોકો નાયક અલી ના નામ થી આેળખતાં હતા, અત્યાર ના સમયમાં ડેવિલ નો સૌથી મોટો દુશ્મનો, કારણ કે ડેવિલ હજી સુધી અરબ ના દેશો સુધી પહોંચી શકયો ન હતો, અને હવે નાયક અલી તેનાં પર હુકમત કરવા આવી રહ્યો હતો.

નાયક અલી હિન્દુસ્તાન પર હુકમત કરવા માંગતો હતો, બાદશાહ અને સુલતાન ને ખતમ કરી ને તે ડેવિલ સુધી પહોંચવા માંગતો હતો, ડેવિલ નાયક અલી ને માત આપવા માંગતો હતો, પણ શૌર્ય ઈન્ડિયા આવ્યો કે નહીં એ હજી સ્પષ્ટ થયું ન હતું, હવે કોણ કોની સામે લડશે એ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. તો બસ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE (S-2) ”