Tapori ek music star books and stories free download online pdf in Gujarati

ટપોરી એક મ્યૂઝિક સ્ટાર

એક યુવાન હાથ માં ગિટાર લઈ શૂરીલા અવાજે હિન્દી ફિલ્મ સોંગ ગાઈ રહ્યો હતો. ગરીબ હતો એટલે કોઇકે જૂનું ગિટાર આપી દીધું હતું તે આજે તેને આજીવિકા નું સાધન બની ગયું હતું. તેનો દેખાવ એક ટપોરી જેવો લાગતો હતો એટલે ઘણા તેને ટપોરી કહી બોલાવતા. અનાથ હતો એટલે રહેવાનું કોઈ ઠેકાણુ ન હતું પણ હમણાં એક vip સોસાયટી ની પાસે એક નાની ઝૂંપડી બનાવી રહેતો. આ વિસ્તાર તેને રહેવા અને ખાવા પીવા માટે મળી રહેતું એટલે યોગ્ય લાગ્યું. ત્યાં બાજુમાં આવેલું બસ સ્ટેન્ડ પર તેનો સુરીલો અવાજ થી ગિટાર સાથે સોંગ ગાઈ લોકોને મનોરંજન કરાવતો લોકો તેને બે પાંચ રૂપિયા આપતા. બસ આ એક ટપોરી કલાકાર ની લાઇફ હતી.

તે સોસાયટીના ફલેટમાં રહેતી માનસી કૉલેજ જવાનું મોડું થઈ ગયું ફટાફટ ત્યાર થઈ કાર ની ચાવી લઇ નીચે આવી. જોયું તો કાર ને પંક્ચર હતી. ઉતાવળ એટલે હતી કે શું કરવું તે ખબર ન પડી તે ચાલવા લાગી ને આગળના બસ સ્ટેન્ડ પાસે ઊભી રહી બસની રાહ જોવા લાગી. એક મોડું થયું હતું ને ઉપર થી તેની બસ આવતી ન હતી એટલે માનસી અકળાવવા લાગી. ત્યાં ટપોરી આવી ગીત ગાવા લાગ્યો તે આજે ગમ વાળા ગીત ગાઈ રહ્યો હતો. આ ગીત સાંભળીને માનસી ને તેની પર ગૂંચ્છો આવ્યો ને એક દસ ની નોટ પર્સ માંથી કાઢીને તેની માથે ફેંકી કહ્યું દૂર જા....

ઓ મૅડમ..... હું ભિખારી નથી હો. લોકોને ગમે છે મારું ગાવું એટલે મને હાથમાં પૈસા આપે છે નહીં કે તમારી જેમ આમ ફેંકી ને.

અરે. ઓ..... દૂર જા અહીંથી મારે તારા સોંગ નથી સાંભળવા ને જોતો ખરો તારો આ વેહ (કપડા). કેટલી દુર્ગંધ આવે છે. અહીં થી ચાલ્યો જા નહીં તો પોલીસ ને બોલાવું છું.

ઓ.... મૅડમ પોલીસ ની ધમકી મને ન આપો ખુદ પોલીસ મારી પાસે કામ કરાવે છે. હું મ્યૂઝિક ગાયક તો છું સાથે ટપોરી પણ છું.. ટપોરી એટલે 'સીધો સાદો ગુંડો '

ત્યાં બસ આવી. માનસી કહેતી ગઈ હું જોઈ લઈશ હવે તું અહીં કેમ ગાઈશ.

ઓ મૅડમ મારી વાત સાંભળતા જાવ. મને મારી ઓકાત પર આવવા મજબૂર ન કરો નહીં તો જોયા જેવી થાશે. સીધા સાથે સીધો છું ને......

માનસી તેની ફ્રેન્ડ્સ સાથે ફિલ્મ જોઈ રાત્રે એક વાગ્યે પોતાની કાર એકલી ઘરે આવી રહી હતી. રસ્તામાં તેને પાંચ બાઇક સવાર કાર ઊભી રખાવે છે. બાઇક આડી રાખી હોવાથી માનસી કાર આગળ ચલાવી  શકતી નથી. તેણે કાર નો કાચ ખોલી બધાને હટી જવાનું કહ્યું પણ તેઓ તેનો ઇરાદા પર મક્કમ હતા એટલે ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા ને વિલાસ ને છેડતી કરવા લાગ્યા.

તે સમયે થાય છે આપણા ટપોરી ની એન્ટ્રી તે એક ઝુંપડ પટ્ટી માં પ્રોગ્રામ કરી બીજાની બાઇક લઇ આવી રહ્યો હતો. તે આ જોઈ ગયો એટલે પેલા બાઇક સવાર ને કહ્યું અહીં થી દૂર જાવ નહીં તો તમારી ખેર નથી. પેલા બધા તેની સામે જોયું તેમાંથી એક બોલ્યો આતો ટપોરી ભાઈ છે ભાગો અહીંથી. બધા બાઇક સવાર ત્યાં થી ભાગી છૂટયા.

માનસી એ તેનું સામુ જોયું. તું...!!!
અરે ઓ મૅડમ હું...
થેંક યુ હો કહી કાર સ્ટાર્ટ કરી.
થેન્ક યુ નો કહેવાનું હોય મૅડમ તમે જાવ.

એક મિનિટ.... હું કાર લઈને જઈશ તો ફરી તે મારો પીછો કરશે તો..?  ગંભીર થઈ માનસી એ પૂછયું.

મૅડમ તમે મારી પાછળ પાછળ આવો હું તમને તમારા ઘર સુધી મુકી જાવ છું.

માનસી ઘરે પહોંચી બેડ પર સૂઈ જઈ ટપોરી વિશે વિચારવા લાગી.

લાગે ગુંડા જેવો ટપોરી પણ અંદરથી બહુ દયાળુ છે. માણસ ની મદદ જ ઉત્તમ ચારિત્ર્ય બતાવી જાય છે. માફી માંગવા માટે માનસી સવાર ની રાહ જોતી સૂઈ ગઈ.

સવારે કાર હતી તો પણ તે બસ સ્ટેન્ડ બાજુ ચાલી. ત્યાં ટપોરી હાથ માં ગિટાર લઈ શૂરીલા અવાજે હિન્દી ફિલ્મ સોંગ ગાઈ રહ્યો. ત્યાં પાસે જઈ માનસી ઊભી રહી. માનસી ને જોઈ ટપોરી એ ગાવાનું બંધ કરી તેની સામુ જોયું.

મૅડમ તમે અહીં..?
હા.. હું... તારો આભાર માનવા માટે આવી છું. ને સોરી પણ કહેવા આવી છું.

ટપોરી તેને માફ કરી દે છે. પણ માનસી તેને સાથે કોફી પીવા કહે છે. ટપોરી હા પાડે છે ને બંને કોફી પીવા કોફી શોપ માં ગયા. ત્યાં ટપોરી ની વાત થી પ્રભાવિત થઈ ને તેનું ગીત અને સંગીત સાંભળવા માટે ઉત્સુકતા બતાવી. માનસી તેને ઘરે આવવા આમંત્રણ આપ્યું.

બીજે દિવસે ટપોરી ઘરે ન આવતા માનસી તેને મળી.
મેં તને ઘરે આવવાનું કહ્યું તું, 
તું કેમ ન આવ્યો.?

અરે મૅડમ તમે રહ્યા પૈસાદાર હું રહ્યો ગરીબ અને મારા કપડા તો જુઓ કેટલા ગંદા છે તો હું કહી રીતે આવું.

માનસી તેને કાર માં બેસાડી ઘરે લઈ ગઈ ને તેને તેના ભાઇના કપડા આપ્યા ને ન્હાઈ ને બદલવાનું કહ્યું. તે દસ મિનિટમાં ત્યાર થઈ માનસી સામે આવી ઊભો રહી ગયો. થોડી વાર તો માનસી તેને નિહાળતી રહી. પછી પાસે બેસી ને તેનું મ્યૂઝિક અને સોંગ સાંભળું. તેના વિશે જાણ્યું તો તે બાર પાસ કર્યું હતું. એટલે માનસી તેને કોલેજ કરવા માટે પૂછયું. તેણે ના કહી 
"પણ હું છું ને " આ સાંભળી ટપોરી હા પાડે છે ને માનસી તેનું નામ ટપોરી ને બદલી પારસ રાખે છે.

સવારે માનસી કોલેજ મા પારસ ના નામ પર એડમીશન લે છે. એડમીશન તરત મળી જાય છે કારણ કે માનસી ના પાપા કૉલેજ નાં ટ્રસ્ટી હોય છે.

કૉલેજ પારસ ને કારણે ઘણી પ્રોબ્લેમ આવે છે તેની બધી ફ્રેન્ડ્સ પારસ ને કારણે તેની સાથે બોલવાનું બંધ કરી દે છે. પણ માનસી તેની સામુ ન જોતા પારસ ની કારકિર્દી તરફ વધુ ધ્યાન આપે છે.

પારસ એક વર્ષ મા એકદમ સીધો છોકરો થઈ ઉભરી આવે છે. તે હવે કૉલેજ માં તેનું હુન્નર બતાવે છે. કૉલેજ નાં સ્ટેજ પ્રોગ્રામ મા ખુબ સરસ પર્ફોર્મન્સ કરે છે. ને આખી કૉલેજ તેની દિવાની થઈ જાય છે. પારસ તેના મ્યુઝિક પર વધુ ધ્યાન આપી રહ્યો હતો તે સ્ટાર બનવા માંગતો હતો એટલે તે ખૂબ મહેનત કરે છે તે સમયે પારસ માનસી સાથે ખૂબ ઓછો મળે છે. ત્યારે માનસી ને લાગે છે તે મને ઈગનોર કરે છે. તે પણ હવે પારસ સામે જોવાનું પણ બંધ કરી દે છે.

પારસ કૉલેજ ની છોકરીઓ ઉપર મ્યુઝિક સ્ટાર ની ઈમેજ બનાવી છે એટલે પેલા ઈગનોર કરતી છોકરીઓ આજે તેની પાછળ પાછળ ફરે છે. ત્યાંરે માનસી નું દિલ હર્ટ થાય છે. છતાં પણ તે પારસ ને એક શબ્દ કહેતી નથી.

કૉલેજ માં એક મ્યુઝિક ટૂર્નામેન્ટ રાખવામાં આવે છે. તેના પારસ પણ ભાગ લે છે. બહારથી કલાકારો પણ પર્ફોર્મન્સ કરવાના હોય છે. પારસે તેના માટે ખૂબ મહેનત કરી હતી.

સ્ટેજ પર બધા પર્ફોર્મન્સ કરે છે પછી પારસ નો વારો આવે છે. પારસ દિલજાન થી પર્ફોર્મન્સ કરે છે. પર્ફોર્મન્સ જોઈ જોનારા બધા પ્રેક્ષકો ટાળી ના ગળગળાટ થી વધાવી લે છે. ત્યાં પારસ માઈક હાથમાં લઈ એક શબ્દ બોલે છે.

હું અહીં પહોંચ્યો તેની બદોલત છે માનસી.

માનસી આઈ લવ યુ.

આ સાંભળી માનસી સ્ટેજ પર જઈ પારસ ને ગળે વળગી જાય છે.
ફરી પ્રેક્ષકો ઉભા થઈ ટાળી નોં ગળગળાટ થયો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED