અર્ધ અસત્ય. - 67 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 67

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૭

પ્રવીણ પીઠડીયા

અભયનાં ઈરાદાઓ ખતરનાક હતા. બાપુ અંદર સુધી ખળભળી ગયા. તેમને સમજાઇ ગયું હતું કે અભય એટલી આસાનીથી તેમને છોડશે નહી. અસહ્ય વેદનાથી તેમનો ચહેરો તરડાતો જતો હતો અને એ પીડાથી છૂટકારો મેળવવા માટે જ તેમણે અનંતને ઈન્જેકશન લાવવાનું કહ્યું હતું. એ ઈન્જેકશનમાં ભરેલું પ્રવાહી તેમનું દર્દ ઓછું કરી શકે તેમ હતું. પરંતુ અભય તેમનો ઈરાદો સમજી ગયો હતો અને તેણે અનંતને રોકી લીધો હતો કારણ કે હજું ઘણાં પ્રશ્નો અનૂત્તર હતા જેના જવાબ બાપુ પાસેથી મેળવવાનાં હતા. તે ઈચ્છતો હતો કે બાપુ થોડા વધું તડપે, થોડા વધું રીબાય. આખી જીંદગી જેવી રીતે તેમણે બીજાને રીબાવ્યાં હતા એટલાં જ તેઓ પણ રીબાય. બાપુનાં ચહેરા ઉપર પહેલી વખત દયા, યાચનાનાં ભાવ આવ્યાં. તેમણે કરગરતી નજરોથી અભય સામું જોયું. પણ અભય તેમને સહેજે બક્ષવાનાં મૂડમાં નહોતો.

તેણે બાપુ તરફ એક તિરસ્કાર ભરી નજર નાંખી અને આગળ વધીને પેલી યુવતી નજીક પહોંચ્યો હતો. તેને તાજ્જૂબી થતી હતી કે બાપુ આ કોને ઉઠાવી લાવ્યાં છે! તેણે ખુરશી નજીક પહોંચીને યુવતીનું ઢળેલું માથું ઉંચું કર્યું. તેના ચહેરા ઉપર છવાયેલા વાળ હટાવ્યાં. અને… તેને ધ્રાસ્કો પડયો. એકાએક તેની આંખોમાં દુનિયાભરનું આશ્વર્ય ઉભર્યું. ’માયગોડ, આ તો બંસરી છે.’ તેના ગળામાંથી શબ્દો સર્યા. તેના જીગરમાં ભયાનક ધડબડાટી બોલી ગઇ હતી. બંસરીને આવી હાલતમાં જોવાની તો કલ્પનાં પણ ક્યાંથી હોય તેને. એ અસંભવ હતું. અસંભવ અને અવિશ્વસનિય. તે અહીં હોય જ કઇ રીતે શકે! અને એ પણ બાપુનાં આ ટોર્ચરરૂમમાં! ભયાનક આશ્વર્ય અને આઘાતથી તે દિગ્મૂઢ બની ગયો. બંસરીને છેલ્લે તેણે ભરૂચ પોલીસ સ્ટેશનનાં પ્રાંગણમાં જોઇ હતી. પછી તે ચાલ્યો ગયો હતો. પરંતુ તે અહી કેમ કરતાં પહોંચી અને બાપુનાં સકંજામાં કેવી રીતે ફસાઇ એ અત્યંત વિસ્મયકારક હતું. અભયને ઘડીક તો સમજાયું નહી કે તે શું કરે? ભયાનક અચરજથી બંસરીના ધૂળ મિશ્રિત ઓઘરાળાવાળા ચહેરા સામું તે જોઇ રહ્યો. એકાએક તેને એક ઝબકારો થયો, ક્યાંક બાપુ આને પણ પેલી ભીલ યુવતીઓની જેમ શિકાર માટે તો નહી ઉઠાવી લાવ્યાં હોય ને! તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. એ વિચાર પણ કેટલો ભયાનક હતો. તેના દિમાગમાં કાળઝાળ ક્રોધ જનમ્યો. એકાએક તેને બાપુનો ખાત્મો બોલાવી દેવાનું મન થયું. તેણે ચોક્કસ એવું કર્યું હોત પરંતુ કંઇક વિચારીને તે અટકયો હતો. તેણે આસપાસ નજર ધૂમાવીને પાણીની તલાશ કરી. એ દરમ્યાન અનંત તેની નજદિક આવ્યો હતો.

“આ યુવતીને તું ઓળખે છે?” અનંતે પૂછયું. અભયનાં ચહેરા ઉપર જે પ્રકારનાં ભાવો ઉભર્યા હતા એ સ્પષ્ટ ચાડી ખાતાં હતા કે તે આ યુવતીને બહું સારી રીતે જાણે છે.

“હાં, એ બંસરી છે. એક ન્યૂઝ રિપોર્ટર. હું ભરૂચ ગયો હતો ત્યારે ત્યાં મને મળી હતી. બસ, આટલી જ અમારી ઓળખાણ છે. પ્લીઝ, અહી પાણી હોય તો શોધી લાવ ને.” અભય બોલ્યો એટલે અનંત કમરામાં ખાંખાખોળા કરીને પાણીની બોતલ શોધી લાવ્યો. અભયે તેમાથી પાણી લઇને બંસરીનાં ચહેરા ઉપર છાલક મારી. બંસરી ઈન્જેકશનનાં હેવી ડોઝની અસર હેઠળ હતી. પાણીની છાલકથી તે થોડી સળવળી જરૂર હતી પરંતુ તેની ઉપર બેહોશીની અસર એટલી ગહેરી છવાયેલી હતી કે તેની આંખો ખૂલી નહોતી. અભય તેની નજીક સર્યો અને ગાલ થપથવાનીને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી. તેણે તેને ઘણાં સાદ પણ પાડયાં પરંતુ બંસરીની ઉપર તેની કોઇ જ અસર થઇ નહી. આખરે અભયે તેને થોડીવાર માટે એમ જ છોડી દેવાનું નક્કી કર્યું કારણ કે સૌથી પહેલાં બાપુ સાથે ઘણી બધી ચોખવટ કરવાની હતી. તે ફરીથી બાપુની સન્મૂખ આવ્યો.

@@@

“પૃથ્વીસિંહજી ક્યાં છે બાપુ? તમે એમની સાથે શું કર્યું હતું?” તેણે સમય બગાડયાં વગર સીધો જ પ્રશ્ન પૂછયો. જોરદાર ઝટકો લાગ્યો વિષ્ણુંબાપુને. તેમણે ગરદન ઉઠાવી અને અભય તરફ જોયું. એ નજરોમાં ભારોભાર ઉપહાસ ભરેલો હતો. અભય સમજી ગયો કે બાપુ એટલી આસાનીથી બોલશે નહી. તે બાપુની થોડોક વધું નજીક સરક્યો અને અનંતે મૂકેલાં ટેબલની ધારે ટેકો દઇને ઉભો રહ્યો. પછી વેધક નજરોથી તેણે બાપુની લાલચોળ થઇ ઉઠેલી આંખોમાં ઝાંકયું. “જવાબ નહી આપો તો તકલીફ તમને જ થશે.” ખતરનાક અંદાજમાં તે બોલ્યો અને હળવેક રહીને તેણે પોતાનો હાથ બાપુનાં ભાંગેલા પગ ઉપર મૂકયો. થથરી ઉઠયા બાપુ. તેમને અભયની આંખોમાં શયતાન નાંચતો દેખાયો. પગ ઉપર હાથ મૂકીને તે તેમના ઉપર માનસિક દબાણ ઉભું કરવા માંગતો હતો એ બાપુને સમજાયું.

“છોકરાં, તું ભિંત ભૂલ્યો છે. તને શું લાગે છે, તારી આવી બાલિશ ચેષ્ઠાથી હું ડરી જઇશ. અરે તું જાણતો નથી કે કોની સાથે અત્યારે તું ભીડાઇ રહ્યો છે. તારાં જેવાં તો કેટલાંય મગતરાઓને મેં મારી હથેળીઓ વચ્ચે દબાવીને મસળી નાંખ્યાં છે.” ગર્જી ઉઠયાં બાપુ. તેમની અંદર સમાયેલો અહંમ્ ચોટિલ થયો હતો. એક નાદાન બાળક જેવો યુવાન તેમનાં અહંકારને લલકારતો હતો એ તેમનાથી સહન થયું નહી.

“જેવી રીતે તમે પેલી ભીલ કન્યાઓને મસળી નાંખી હતી એવી જ રીતે ને બાપુ?” અભયનો અવાજ એકાએક બદલાઇ ગયો. તેણે કાળઝાળ નજરોથી બાપુ સામું જોયું. એ નજરોમાં આગ સળગતી હતી. ભયાનક આશ્વર્યથી સ્તબ્ધ બની ગયા બાપુ. એકાએક તેમને અંતરસ ઉપડી અને ગળામાં જાણે કંઇક આવીને સવલાયું હોય એમ તેમનો શ્વાસ રૂંધાયો.

“તું… તું… એ વાત… ક્યાંથી… જાણે… છે?” તેમનો અવાજ થોથવાઇ ગયો હતો. ભીલ યુવતીઓનો કિસ્સો તો વર્ષો જૂનો હતો. એ અભય કેવી રીતે જાણતો હોઇ શકે!

“ભીલ કન્યાઓ, કઇ ભીલ કન્યાઓ અભય. તું કોની વાત કરે છે?” અનંત એકાએક જ વચ્ચે બોલી ઉઠયો. તે ચોંકયો હતો. અહીં ચાલતાં વાર્તાલાપમાં તેને કંઇ સમજ પડતી નહોતી.

“એ તું બાપુને જ કેમ નથી પૂછી લેતો?” અભય પણ ગાંજયો જાય એમ નહોતો. તેણે બાપુને બરાબરનાં ભિંસમાં લીધા હતા. બાપુને સમજ નહોતી પડતી કે તે શું રિએકશન આપે. તેમના મગજ શૂન્યતા છવાઇ ગઇ હતી. તો બીજી તરફ અનંતે અપાર વિસ્મયથી મોટાબાપુનાં ચહેરા સામું એવી રીતે જોયું જાણે તે પોતાના પ્રશ્નનો જવાબ માંગતો હોય. કમરામાં થોડીવાર પૂરતી સ્તબ્ધ શાંતી પથરાઇ ગઇ.

“કેમ શાંત થઇ ગયા બાપુ? તમે જે ભયંકર અપરાધ આચર્યો હતો એ કબૂલતાં તમારી જીભ નથી ઉપડતી? કે પછી હજૂય એ બાબતે અજાણ્યાં બની રહેવું છે?” અભય એક પછી એક શબ્દોનાં બાણથી બાપુને ઘાયલ કરતો હતો. “ચાલો હું જ જણાવી દઉં કે તમે રાજગઢમાં શું શું કર્યું છે. કમસેકમ તમે એ સાંભળી તો શકશો જ. તો સાંભળો.” અભયે અદબ વાળી અને એક ઉંડો શ્વાસ પોતાની છાતીમાં ભર્યો. પછી તેણે વૈદેહીબા પાસેથી… દેવા પાસેથી… કબિલાનાં મૂખિયા પાસેથી જે કહાની સાંભળી હતી એ અનંતને કહેવાની શરૂ કરી. એક એવી કહાની જે રાજગઢનાં કલંકિત ભૂતકાળને ઉજાગર કરતી હતી.

અભયનાં એક એક શબ્દે અનંતની રૂહ કાંપતી રહી. તેનું રોમ રોમ ધ્રૂજી ઉઠયું. તેની રગોમાં દોડતાં લોહીમાં ભયાનક આક્રોશ ભળ્યો. અભયનાં મોઢેથી નિકળતાં શબ્દો તેની છાતી ઉપર કોઇ વજ્રાઘાતની જેમ પડઘાતાં હતા. લગભગ અડધી કલાક સુધી તે ભયાનક આવેગથી ધ્રૂજતો ઉભો રહ્યો હતો. તે માની નહોતો શકતો કે રાજગઢનાં રાજ-પરિવારનો મોભી આટલો ક્રૂર, સનકી અને વ્યભિચારી હોઇ શકે! અરે તેણે સાત સાત માસૂમ યુવતીઓ સાથે બર્બરતાં પૂર્વક બળાત્કાર આચર્યો હતો અને પછી તેમને રીબાવી રીબાવીને બેરહમીથી મારી નાંખી હતી. એ અપરાધમાં તેના નાના ભાઈઓ પણ સાથે હતા એ સાંભળીને તો અનંતને શરમથી ત્યાં જ મરી જવાનું મન થયું. રાજગઢમાં જે કંઇપણ થયું એ કોઇ નાનોસૂનો અપરાધ નહોતો. એના માટે તો તેમને જન્મો-જન્મ ફાંસીનાં માંચડે લટકાવો તોય ઓછી સજા ગણાય. સખ્ખત ધ્રૂણાથી તે બાપુને તાકી રહ્યો. બાપુ એ નજરોનું તેજ જીરવી શકયાં નહોતાં અને તેમણે પોતાની નજરો નીચી ઢાળી લીધી હતી. પોતાનાં જ કરતૂતો સાંભળીને તેમનાં જીગરમાં પણ દાવાનળ સળગી ઉઠયો હતો. હજું હમણાં થોડીવાર પહેલાં જ તેઓ પોતાની પત્ની કુસુમદેવીને ગોળીએથી ઉડાવીને આવ્યાં હતા. કુસુમદેવીની યાદ આવતાં જ તેમનું મન ધિક્કાર ભાવનાઓથી ઉભરાઇ ગયું. તેમના મન ઉપર એકાએક ફરી પાછો શૈતાન સવાર થયો.

“હાં… હાં… મેં જ એ બધાને માર્યા છે. બોલો શું કરી લેશો? અને… સાત શું કામ, હજું તેમાં બે વ્યક્તિને ઉમેરી દો. નહી.. નહી… બે નહી… ત્રણ. યસ્સ, ત્રણ વ્યક્તિઓ. એક દિલિપસિંહ, બીજો મયુરસિંહ અને ત્રીજા મારાં બાપુ પૃથ્વીસિંહ. હા.. હા.. હા.. હા…” ભયંકર અવાજે ગર્જના કરતાં હોય એમ બાપુ પાગલની જે હસવા લાગ્યાં. તેમની આંખોનાં ડોળામાં અચાનક કોઇ પિચાસી ચમક ઉભરી આવી. અભય અને અનંત બન્ને સ્તબ્ધ બની ગયાં. સાત ભીલ યુવતીઓને બાપુએ અત્યંત બર્બરતાથી મૃત્યુંને ઘાટ ઉતારી હતી એ અભયને ખબર હતી પરંતુ પોતાનાં જ સગ્ગા ભાઈઓને અને પિતા પૃથ્વીસિંહજીને પણ તેણે જ મારી નાંખ્યાં છે એનો સહેજે અંદાજ નહોતો. એકાએક જ પૃથ્વીસિંહજીનું રહસ્ય સૂલઝી ગયું હતું. અનંતે તેને જે કામ સોંપ્યું હતું એ પાર પડયું હતું. પરંતુ એ તેમણે કેવી રીતે કર્યું હતું એ જાણવાનું બાકી હતું.

“તમે માર્યાં છે બધાને? પણ શું કામ, કેવી રીતે? મને વિશ્વાસ નથી આવતો.”

“મેં માર્યાં છે… મેં માર્યાં… બધાને મેં જ માર્યાં છે… બોલો શું કરી લેશો. અને હજું મારીશ. પહેલાં તમારાં બન્નેનાં ટૂકડાઓ કરીશ અને પછી પેલી યુવતીને તડપાવી તડપાવીને મારીશ. કોઇ મને રોકી નહી શકે. હા.. હા.. હા.. હા…” બાપુને જાણે હિસ્ટિરિયા ઉપડયો હોય એમ તેઓ કોઇ અલગ જ દુનિયામાં પહોંચી ગયાં હતા. અભય એ જ તો ઈચ્છતો હતો.

“દિલિપસિંહ અને મયુરસિંહને તમે માર્યાં છે? પણ તેઓ તો કોઇ બિમારીમાં મૃત્યુંને ભેંટયાં હતા ને?” ભયંકર આઘાતથી તેણે પૂછયું.

“એ હરામખોરો મને બ્લેકમેઇલ કરતાં હતા. તેઓ મને જોઇ ગયાં હતા એટલે ન છૂટકે મારે તેમને સાથે રાખવા પડયાં હતા. પછી તેમને યુવતીઓનો ચસકો લાગી ગયો હતો અને યુવતીઓ ન મળે તો મને જ ધમકીઓ આપતાં હતા. એમનાથી છૂટકારો મેળવવા માટે એક વર્ષ સુધી મેં તેમના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું. એ ઝેરની અસર ધીરે-ધીરે માણસને ખતમ કરી નાખે છે. એવું જ તેમની સાથે પણ બન્યું હતું અને કોઇને ખબર સુધ્ધા પડી નહોતી. હા..હા..હા..હા. હજું સાંભળવું છે તમારે કે મેં એવું શું કામ કર્યું હતું? તો સાંભળો છોકરાંઓ.” બાપુનું દિમાગ ફાટ-ફાટ થતું હતું. તે પોતાનો આપો ખોઇ બેઠા હતા અને બેફામ બોલતાં જતાં હતા. “મારી જેમ એ હરામખોરોની ઔરતો પણ તેમને બિલકુલ ભાવ નહોતી આપતી. ઉપરથી લગ્ન થયાં ત્યારથી તે બન્ને ખબર નહી કઈ બિમારી સાથે લઇને આવી હતી કે હજું છોકરાં થાય એ પહેલાં જ તેઓ ઉકલી ગઇ હતી. બરાબર એ અરસામાં જ બન્ને ભાઇઓ મારાં ગળે વળગ્યાં હતા. મારે એ કરવું નહોતું, મારે તેમને મારવાં નહોતાં. પરંતુ તેઓ મારો જ ભાંડો ફોડી દેવાની ધમકીઓ આપવા લાગ્યાં હતા એટલે મે તેમને ખતમ કરી નાંખ્યાં.”

“અને પૃથ્વીસિંહજીને કેમ માર્યાં?” અભયે વચ્ચેથી જ વાત કાપીને પૂછી લીધું.

@@@

કુસુમદેવીએ આખરી શ્વાસ લીધો અને તેમની ગરદન વૈદેહીસિંહનાં ખોળામાં ઢળી પડી. તેમના પેટમાંથી એટલું બધું લોહી વહી ગયું હતું કે તેમના બચવાનાં કોઇ ચાન્સ જ નહોતો. વૈદેહીદેવી ફાટી આંખે સ્તબ્ધ બનીને તેમને જોઇ રહ્યાં. ઘણીવાર સુધી તેઓ એમ જ બેસી રહ્યાં અને પછી એકાએક ઉભા થઇને વિષ્ણુંબાપુની હવેલીનાં દાદરા ઉતરીને બહાર પ્રાંગણમાં આવ્યાં. તેને ખબર હતી કે વિષ્ણુંબાપુ અત્યારે ક્યાં હશે. તેઓ એ દિશામાં નીકળી પડયાં.

(ક્રમશઃ)