Shayar no prem books and stories free download online pdf in Gujarati

શાયર નો પ્રેમ

કલ્પના ના ફોન પર ટેક્સ મેસેજ આવ્યો ટીન ટીન... 

યાદ કરું છું દિન રાત હું,
તને મારા દિલમાં, 
તું મળી જઈશ એ રાહમા, 
હજી જીવી રહ્યો તારી યાદમાં. 

કલ્પના ફોન આવેલો મેસેજ વાંચ્યો. ખૂબ સુંદર સાયરી વાંચી વિચારો માં ખોવાઈ ગઈ. કોણ હસે... 
ત્યાં ફરી મેસેજ આવ્યો. 

રહું છું હું તારા દિલ માં તું જરા ખોલી તો જો, 
આજ પણ ધડકી રહ્યો છું તારા શ્વાસ માં. 

કલ્પના ફરી વિચાર કરવા લાગી કોણ હસે આવો આંશિક જે સાયરી થી ઈજહાર કરે છે.

કલ્પના એ તેને મેસેજ કર્યો. 
હે આંશિક, 
નામ તો કહે,? 
ગામ તો કહે.? 

નામ મારું આંશિક છે રહું છું તારા દિલમાં, 
દિલનો દરવાજો ખોલીને તો જો હું દેખાઈસ. 

કલ્પના ફરી મેસેજ કર્યો. હા હા ખબર છે. ભલે તમે કોઈના દિલમાં રહેતા હોય પણ અત્યારે તો મારી પાસે સમય નથી વાત કરવાની. 
બાય

આંખો દિવસ કલ્પના જોબ પર હતી સાંજ સુધીમાં તો ચાર પાંચ મેસેજ આવી ગયા હતા. સાંજે કલ્પનાએ તે બધા રોમાન્ટિક મેસેજ  વાંચ્યા.

હર ઘડી તું યાદ આવે છે જરા નજર ફેરવી ને તો જો,
આ દુનિયામાં એક હું છું દીવાનો તારો, જરા આ તારા આંશિક ને ક્યારેક યાદ તો કર.

કલ્પના એ મેસેજ કર્યો તું મને કેમ ઓળખે છે? 
નીડર હોય તો સામે આવીને વાત કર, આમ સાયરી થી વાત ન કર. 
હું પણ જોવ તું છે કઈ ચીજ.

હું છું આંશિક તારો જરા યાદ તો કર તે સુનહેરી પળો ને.
હજી પણ તારા કાનમાં ગુંજી રહી છે આ સાયર ની સાયરી.

કલ્પનાએ તે નંબર ટ્રુકોલર માં જોયો તો નામ હતું સાયર. પછી તે નંબર પર કોલ કરી જોયું તો તે રીસીવ થતો ન હતો. કલ્પના એ તેની ફ્રેન્ડ સાથે વાત કરી ને આ નંબર વીસે જાણવાની કોશિશ કરી પણ નિષ્ફળતા મળી. કૉલેજ નાં તેનાં બધાં ફ્રેન્ડ યાદ કરી જોયા પણ તેમાંથી તેને સાયર કોઈ લાગ્યું નહીં. એટલે તેને મેસેજ કર્યો. હું તને મળવા માંગુ છું.

રીપ્લાઈ આવ્યો.
નજર આંગળ થી પડદો હટાવી તો જો,
રોજ ની જેમ આજે પણ તારી સામે જ ઊભો છું.

કલ્પનાએ લાસ્ટ મેસેજ કર્યો.
આ મારો લાસ્ટ મેસેજ છે હવે હું રીપ્લાઈ નહીં આપું હું કાલે દુબઈ જઈ રહી છું.

ત્યાં મેસેજ દ્વારા એડ્રેસ આવ્યું 
અક્ષરધામ સોસાયટી
રૂમ નંબર 302

હવે મિસ કલ્પ્ના તું મને મળી શકે છે.

કલ્પના બીજે દિવસે તે એડ્રેસ પર જઈ દરવાજા નો બેલ વગાડયો.
દરવાજો ખુલતા જ કલ્પના બોલી 
જીતેન તું.!!!!! 

કલ્પના પેલા તું અંદર આવ. 
બંને સોફા પર બેસી વાતો કરવા લાગ્યા.
જીતેન તું સાયર ક્યારથી બની ગયો, ને શું કરે છે તું, ક્યાં હતો આટલા દિવસ....

બસ બસ એક સાથે બધાં જવાબ આપું છું.
કૉલેજ માં તને જોઈ ને સાયરી લખતા શીખી ગયો. મારા મા હિંમત ન હતી તને પ્રપોઝ કરવાની આમ કૉલેજ તો પૂરી થઈ પણ તું મારા જીવનમાં હજી અધૂરી રહી ગઈ. પછી હું જોબ પર લાગી ગયો. તું જે કંપની મા જોબ કરે છે ત્યાં હું જોબ કરું છું પણ હું દુર હોય એટલે તું મને જોઈ ન શકતી હતી. 

અરે જીતેન એક વાર તો ખાલી મેસેજ માં કહ્યું હોત હું તને પ્રેમ કરું છું તો આટલા દિવસ આપણે બંને ને એક બીજાની રાહ ન જોવી પડત. હું પણ તને કૉલેજ માં પ્રેમ કરતી હતી પણ હું ચાહતી હતી કે તું મને પ્રપોઝ કરે. સારું જવા દે.
હવે પ્રપોઝ કરે છે કે હું ઘરે જાવ.

પ્રેમ કરું છું આજે તમે,
હજી પણ હિંમત નથી મારામાં,
આવી ને ગળે વળગી જા એટલે,
થઈ જાસે પ્રેમ નો એકરાર.

બને ગળે વળગી પ્રેમનો એકરાર કર્યો. 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED