આપણે આગળ જોયું કે બધા નીચે પહોંચી રહ્યા હોય છે અને બધા ભેગા થઈને સચી ને કેમ બચાવવી એ પ્લાનિંગમાં હોય છે આ બાજુ ગુંડા લોકો સચી ને દિલ્હીમાં રાખે છે ..અને બીજી સવારે એ લોકો મુંબઈ પહોંચવાના હોય છે. અને ત્યાંથી સચીને લન્ડન લઈ જવાની હોય છે. પણ દિલ્હી પોલીસ એટલી બધી જાગૃત હોય છે કે લોકોને સચિ ના ઠેકાણા ની ખબર પડી જાય છે્. પણ એ લોકો જોવા માગતા હોય છે કે સચી ને ક્યાં લઈ જાય છે એકદમ એમના
પત્તા ખોલતા નથી એ લોકો વોચ રાખે છે .બીજે દિવસે સવારે જ ત્યાંથી નીકાળીને બોમ્બે રવાના થઈ જાય છે આ બાજુ દિલ્હી પોલીસ પણ એ ગુંડાઓનો પીછો કરતી હોય છે .હવે લોકો એમ માનતા હોય છે કે આપણને કોઈ પકડશે નહીં પણ એવું હોતું નથી અને એ લોકો બોમ્બે પહોંચી જાય છે અને એમનું ક્રુઝ પણ નક્કી થઈ જાય છે હવે બરોબર અને જોડે જ દિલ્હી પોલીસની મોટામાં મોટી આઈ એસ ઓફિસર લેડી હોય છે અને એની સાથે એમનું સ્ટાફ પણ હોય છે એ લોકો પણ ક્રુઝમાં બેસી ગયા હોય છે. પણ સચી
ના મનની હાલત તો બહુ જ ખરાબ હોય છે. અને સચીને ધમકી પણ આપી હોય છે કે જો તું કંઈ પણ અવાજ કરીશ તો તારા મમ્મી પપ્પાને ઉડાડી દેવામાં આવશે .સચી ને લાગી રહ્યું હતું કે હું હવે lifetime કદી મારા મમ્મી પપ્પાને કે શેખર ને જોઈ નહી શકું. મારી મમ્મી ના પાડતી છતાં પણ હું આવી અને આટલું બધું સાહસ કરી નાખ્યું એક ઘડી તો સચી ને એમ પણ વિચાર આવ્યો તે આ દરિયામાં એ લોકોનું ધ્યાન ના જાય એમ કૂદી આપઘાત કરી લઉં કેમકે આ લોકો ત્યાં જઈને મારી સાથે શું નહીં કરાવે ?અને ગુનાહિત પ્રવૃત્તિમાં મને જોડી દેશે ? તેનાં મનમાં હવે તોવિચારો આવ્યા કરતા હતા તો આ બાજુ શેખર પણ એક ક્ષણ માટે પણ સચીને ભૂલી નથી શક્યો અને એ સતત એના વિચાર કરતો હોય છે આ બાજુ શ્રીકાતસર આખો ટ્રેકિંગ બધાને લઈને પાછા ફરવાનું નક્કી કરે છે અને સચી ના પપ્પાનીતબિયત સારી થઈ જાય એટલે એ લોકો રિટર્ન થશે પંડ્યા સરઅને શેખર સચીના મમ્મી-પપ્પાની સાથે રોકાય છે તો આ બાજુ દિલ્હી પોલીસ ઓફિસર પણ એના મિશનમાં સક્સેસ થાય છે એને ઘણું બધું consign મળી ગયું હોય છે અને મીડિયા પણ હરકતમાં આવી ગઇ હોય છે એ પણ મનાલીમાં થયેલા સચી ના
ના કિડનેપને પણ હાઇલાઇટ કરે છે અને આ બાજુ નિનીયા પણ ખૂબ દુઃખી હૃદય પાછી ફરે છે હવે એ લોકોને રાહ જોવી રહી!!! બાકી કશું કરી શકે તેમ હતા જ નહીં તો આ બાજુ ક્રુઝમાં સચીને જમવા પૂરતું જ હાથને પગની ખોલતા બાકી એને નીચેના રૂમમાં રાખતા અને એને શું કરું અને શું ના કરવું એની સમજ આપતા બીજું તું કંઈ કામ કરીશ કે ભાગવાની કોશિશ કરીશ તો.... કમશ
આપણે આગળ જોઈ ગયા કે સચી ને લંડન લઈ જવાં માં આવી.
લંડન માં હાઈ ફાઈ 🏨 હોટેલ માં રાખવા માં આવી. એને મેન્ટલ ટર્ચેર કરવા માં આવ્યું. એનો પીછો કરતી હોય છે એ લેડી ઓફિસર પણ ત્યાં જ રુમ રાખી હતી.
પેહલા તો એણે ઇન્ડિયા માં દિલ્હી પોલીસ ને સતત સંપર્ક માં રહી બધી જાણ કરી. દિલ્લી પોલીસ સરકાર ની પરમિશન લઈ ને મિશન ને આખરી તબક્કામાં લઈ જવાં માટે અંજામ આપવા ની શરૂવાત કરી.
દિલ્હી પોલીસ ઓફિસર સચી ના પરિવાર ને મળવા માટે સાદા વેશ માં પોહચી અને થોડી પૂછપરછ કરી ને શેખર નો ફોન નંબર લીધો. ને એની સાથે મુલાકાત ગોઠવી. શેખર તો ગાંડા જેવો થઈ ગયો હતો.. વાળ ના નહિ ઠેકાણાં.. એક વાર તો એ ગભરાઈ ગયો.. કે સચી ના શું સમાચાર હસે?
એ મળવા જાય છે ત્યાં ઓફિસર પાસે તો એ બધું જણાવે છે.. અને સચી ના પરિવાર ને પણ કીધું છે કે સચી જીવે છે.. ટુંક સમયમાં મળી જશે. શેખર ના ખુશી નો પાર નહોતો.. એના ચેહરા પર ખુશી મલકાટ આવી ગયો.
ઓફિસર શેખર ની હેલ્પ માંગે છે કે મને તારા જેવા બાહોશ છોકરા ઓ ની મદદ ની જરૂર પડશે... તું.. તારો મિત્ર વિહાન.. લવ. એમને તું વાત કરી લે ને દિલ્હી આવી જાવ.. ત્યાં તમારે શું કરવાનું છે એ સમજી લો. ઓહ!!!!!
શેખર માટે તો જાણે એક યુધ્ધ માં જતો લડવૈયો.. એવી લાગણી વ્યાપી ગઇ.. ક્રમશ: