આગળ આપણે જોયું કે સચી ને અલગ અલગ રીતે દિલ્હી પહોંચાડવામાં આવે છે .આ બાજુ સવાર પડતા જ દિલ્હી પોલીસ પણ હરકતમાં આવી જાય છે . ગુફાની અંદર રહેલા શેખર, લવ, પંડ્યા સર પણ ધીંગાણું માં પોતાનો કરતબ દેખાડતા હોય છે. બસ બધા જ પકડાઈ જાય છે .પણ એ લોકોને રહસ્ય ખબર નથી પડતી કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ ના માણસો આપણને કેમ બચાવે છે ્
૩ જણા બહાર આવી અને વિહાન ની રાહ જોતા હોય છે .વિહાનક્યાં ગયો હશે ?એની એ લોકોને ચિંતા થાય છે .આ બાજુ વિહાન કાર પાછળ દોડ્યો હોય છે .પણ એ પહોંચી નહીં વળે
એટલે પાછો આવી જાય છેઅને શેખર ને મળે છે. નોટ કરેલો
કારનો નંબર બતાવે છે.એ લોકો ખરેખર ખૂબ થાકી ગયા હોય છે અને જાણે કંઇ શું કરવું એની ખબર નથી પડતી હતી. ચારે જણા નીચે ઉતરવાનું નક્કી કરે છે .
ચડીને નીચે ઉતરશે અને હોટલ ઉપર પહોંચશે . ---------_-_-_----------- તો બીજી બાજુ સચી ના પપ્પાને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે એમને માઇનોર એટેક આવ્યો હોય છે અને સચી ની મમ્મીની હાલત તો ખૂબ ખરાબ હોય છે
એક તો સચી મળતી નથી અને બીજી બાજુ એના પપ્પા ને આવું !! તો શ્રીકાંત સર સચી પપ્પાને દાખલ કરીને હોસ્પિટલ માંથી પોલીસ સ્ટેશન રિપોર્ટ કરાવવા આવે છે .એફ આઈ આર નોંધવૅ છે અને બધા ચિંતા કરે છે કે શું કરીશું ?અને આ ટ્રેકિંગ ને હવે કેવી રીતે શું કરવું ?ઘરે કેવી રીતે કોને કોને પહોંચાડવા? એવું મનમાં નક્કી કરે છે .તો નિનીયા જ્યારે બધું જાણે છે ત્યારે એને ખૂબ દુઃખ થાય છે અને સચી ના પપ્પાની સેવામાં ખડે પગે હાજર હોય છે .સચી મળી જાય એવી પ્રાર્થના કરે છે. મનોમન એ પોતાની જાતને દોષ આપતી હોય છે કે મારા કહેવાથી જ સચી આવી અને આવું થયું .સચી મળી જાય તો સારું !!!મળીને એને કંઈ થાય નહિ તો સારું!! અને આ બાજુ શેખર પણ એવું જ વિચારતો હોય છે .એ પણ સચીની ખૂબ ચિંતા કરતો હોય છે .એ લોકો બીજા દિવસે નીચે પહોંચે છે અને શ્રીકાતસરને ,પંડયા સરની સાથે બેસીને વાત કરે છે કે શું કરીશું આમને આમ બે દિવસો નીકળી ગયા હોય છે પણ સચી નો કોઈ અતોપતોનથી આ બાજુ દિલ્હી પોલીસ કેવી રીતે આવી?? એવૉ વિચાર શેખરને આવ્યા કરતો હોય છે તો...્્્..઼.઼...઼..઼.઼઼.......઼..............દિલ્હી પોલીસને આ બધી વાતની બાતમી પહેલેથી જ મળી હોય છે અને સચીને જે ટ્રેનમાંથી ઉતરીને અથડાઈ હોય છે જે વ્યક્તિ એ જ ઓફિસર હોય છે આ દાણચોરીના. કેસે હેન્ડલ કરતા હોય છે .એ પણ એકદમ યંગ ઓફિસર હોય છે .અને સતત તેની ટીમ બધા ગુનાહિત પ્રવૃત્તિ માં હોય કે એના જેવા લાગે કે જે આ રીતના ગુનાઇત પ્રવૃત્તિ કરે છે એની પર વોચ રાખતી હોય છે.. જ્યારે ટ્રેનમાં સચી લોકો જતા હતા ત્યારે એક ગુંડો હતો એની પર જ નજર રાખવા માટે ખુદ ઓફિસર પોતે આવ્યા હોય છે. અને એટલે જ એ ગુંડો ભાગી ના જાય઼... ત્યારે સચી જોડે અથડાઈ જાય છે...્્પણ એને ખબર નથી કે લોકો સચી પણ કિડનેપ કરશે? .઼.......્્્્્્્્્્્્્્્્્્્એ જઓફિસર સચીને બચાવવા માટે પાછળ નીકળી જાય છે.
છે અને ખાસ તો બધું જે ડૃગસનો માલ મળ્યો હોય છે એ બધું એમની ટીમને આપીને આવ્યા હોય છે .હજી સુધી એમને મેઈન બોસ મળ્યો હતો નથી .ઘણા ખરા લોકો ભાગી ગયા હોય છે પણ એ લોકોને પકડી પકડીને બે-ત્રણ દિવસમાં લાવશે એવા શપથ લે છે અને..... એ કરશે કેમકે બાહોશ હોય છે .ક્રમશઃ