સચી - 1 Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સચી - 1

આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.

સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ.
સચી ની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય.
સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ . એટલે સચી અને નિનિયા ની દુનિયા અલગ થઈ. પણ આજના ઈન્ટરનેટ ના જમાનામાં રોજ એ બન્ને ની વાતચીત થતી રહેતી.
નિનિયા એક વાર સચી ને એની મમ્મી જોડે શોપીંગ મોલ માં મળી જાય છે.. અને એ એક પ્રસ્તાવ મુકે છે.
આગળ જોયું કે સચી ની સહેલી મળી જાય છે.નિનિયા સચી ને કહે છે કોલેજ ગૃપ આખો આપડો કલાસ મનાલી જઈ રહ્યુ છે. એડવેન્ચર ટ્રેકીંગ માં. બધાં જ વોટસએપ ગૃપ માં છે પણ તું જ નથી .. હું તારાં ઘરે કહેવા આવવા ની હતી ને તું મળી ગઈ .એડવેન્ચર ટ્રેકીંગ ની વાત સચી ની મમ્મી ને સાંભળતાવેંત જ ધડ દઈ ને ના પાડી દીધી. નિનિયા તો તરત સચી સામે જોઈ ને કશું બોલી જ નહી . સચી જ કંઈ બોલી નહી તો એનું ચૂપ રહેવું જ બહેતર હતું. નિનિયા ને કામ હોવાથી નિકળી ગઈ.
સચી લોકો ઘરે પહોંચ્યા ને એની મમ્મી એ બધી વાત કહેવા લાગી. નિનિયા મળી હતી..... સચી ના પપ્પા સચી નો ચહેરો જોતાં હતાં ને તરત એમણે સચી ને જવા માટે રજા આપી. જે રુપિયા ભરવાના હશે તે પણ ભરી દઈશુ. સચી ની મમ્મી કકળાટ કરતી રહી પણ પપ્પા ની મંજૂરી આગળ કંઈ ચાલ્યુ નહી.
આગળ આપણે જોયું કે સચી ના પપ્પા મંજૂરી આપે છે એડવેન્ચર ટ્રેકીંગ માં.
સચી ના મન ની ખુશી તો સમાતી નહોતી. ખૂબ ખુશી સાથે એ નિનિયા ને જણાવી દે છે . બધું નકકી કરી લે છે કોલેજ ના સર પાસે . આખો કલાસ જ આવતો હતો.
જવાનો દિવસ પણ આવી ગયો .સચી ના મમ્મી પપ્પા મૂકવા આવે છે ..ઘણી બધી સલાહ સૂચના સાથે . સચી ની મમ્મી મને કમને મોકલે છે .એમનું મન ખૂબ ઘભરાતું હોય છે પણ સચી ને હસી ખુશી આવજે કહે છે .
સચી તો નિનિયા સિવાય કોઈ ની સાથે બોલી હોતી નથી કોલેજ માં એટલે અહી પણ તકલીફ પડી રહી હોય છે .ટ્રેન માં પણ એ બુક રીડ કરવાં લાગે છે .. ત્યારે શેખર થી ના રહેવાયું ને એ સચી ની મજાક ઉડાવે છે .શેખર નું ગૃપ પણ .
સચી ને ગુસ્સો આવી જાય છે ત્યા મમ્મી ની શિખામણ યાદ આવે છે ને એ માત્ર હસી નાખે છે એ લોકો ની વાત પર .. કોઈ બીજી વાત નહી.
આની અસર શેખર પર વધું થાય છે કે સચી કેવી સરળ છોકરી છે. બીજું કોઈ હોય તો છંછેડાઈ જાય.
આ બધું ટ્રેન માં બીજા મુસાફરો પણ જોતાં હતાં . એમાં સફર કરી રહ્યા તો એક અંધારી આલમ નો ગુંડો ..ને એના ધ્યાન માં સચી આવી જાય છે . ટ્રેન નું છેલ્લું સ્ટોપ અંબાલા હતું .. ત્યાથી સચી લોકો બસ દ્વારા મનાલી પહોંચવા ના હતાં.
અને એ જ વખતે અંધારી આલમ ના બધાં વડા ઓ ની ત્યા મિટિંગ હતી.
ક્રમશ: