આપણે આગળ જોયું કે સચી ના મમ્મી પપ્પા મનાલી જવા નિકળી ગયા હોય છે.....
આ બાજુ શેખર ગબડતો ગબડતો નીચે આવે છે એ ફટાફટ દોડીને હાફળો ફાફળો કેમ્પ સુધી આવે છે. બધાં ચિંતા થી બન્ને ની રાહ જોતાં હોય છે . વિહાન ખૂબ જ પસ્તાવો કરતો હોય છે કે મે કેમ કીધું ?? ને શું થયું હશે ? શેખર કેમ હજુ સુધી સચી ને લઈને આવ્યો નહી? નિનિયા ને તો આ બધી કંઈ જ ખબર હોતી નથી કેમકે એને દવા આપી હોય છે તો એ ઊંઘતી હોય છે.
શેખર ને જોઈ ને દરેક ના મન માં કંઈક અમંગળ થયું છે એવી ખબર એના ચહેરા પર થી ખ્યાલ આવી જાય છે. શ્રીકાંત સર આવી પરિસ્થિતિ માં પણ ર-વસથ રહી શકયા અને શેખર ને પાસે બેસાડીને પાણી પિવડાવે છે. માથે હાથ મુકે છે .
થોડીવાર પછી શેખરને પૂછ્યું કે શું થયું ? સચી કયાં છે?
શેખરે આખી ઘટના નજર સામે જ હોય એવી રીતે કહી દીધી. હવે બધાં ના મન માં ફફડાટ શરું થયો લવ એ કહયું સચી નું કિડનેપ થયું છે .. પણ શું કામ ? સચી શું નુકશાન પહોચાડવાની હતી?
તો રુહી બોલી કે આવા બરફ ના પર્વત પર કોણ રહેતું હશે? કદાચ કોઈ હવસખોર હોય શકે? ને એમ કરીને રડવા લાગે છે ..સચી હેમખેમ સહીસલામત પાછી આવી જાય. બધાં ના મન માં જે આવ્યુ એ બોલતાં ગયાં ને હવે બધાં ની નજર શ્રીકાંત સર પર મીટ માંડી રહી..
સરે બોલવાનું શરું કર્યુ .. જે ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ છે આપણે સાથે ઈશ્વર ની પ્રાથઁના કરીએ ને આનો રસ્તો શોધવામાં આપણને મદદ કરે.
બધાં એ ભેગા મળીને સચી માટે પ્રાથઁના કરી , નમાઝ પઢી ને હવે આગળ શું કરવું એનું પ્લાનિંગ કર્યુ. શ્રીકાંત સર ની માનસિકતા જોઈને સૌને એમનાં માટે માન થઈ આવ્યુ ને એક આશા જન્મી કે સચી જરુર પાછી ફરશે.
હવે સરે પ્લાનિંગ માં .. કહયું આપણા માંથી અડધાં લોકો કાલે સવારે બધી છોકરીઓને લઈને નીચે ઉતરી જશે . નીચે ઉતરી હોટલ પર મુકીને છોકરાં ની ટીમ મનાલી પોલીસસ્ટેશન જશે અને ત્યા સચી કેવી રીતે કિડનેપ થઈ એ લખાવશે.
અત્યારે જ સચી ની પાછળ જવું જોઈએ પણ અંહી પણ છોકરીઓને એકલી મુકી રિસ્ક લઈ શકાય નહી. મારું અહીં રહેવું જરુરી છે પણ સચી ની શોધખોળ માં હાલ જ જવું પડે ..સવાર સુધી માં તો શું નું શું થઈ જાય?
બોલો શું કરવું છે? કોણ અત્યારે સચી ની શોધખોળ માં જશે? અને તમારા બધાની સહમતિ થી હું અહીં રવ કે સચી ને શોધવા જવ? ફટાફટ નિર્ણય લો.
શેખરે કીધું સર હું સચી ની શોધમાં જઈશ એવું નકકી કરે છે એને કોણ સાથ આપે છે,,,,,...
ક્રમશ:
આગળ આપણે જોયું કે ...છોકરીઓને લઈને એક ટીમ નીચે ઉતરશે ને અત્યારે જ એક ટીમ સચી ની શોધખોળ માં જશે.
રાત આગળ વધી રહી હોય છે ..શેખર , વિહાન ,લવ અને પંડ્યા સર આ ચાર જણા જરુરી સામાન સાથે આગળ વધે છે. બાકીના બધાં હિંમત ભેગી કરીને સવારે નીચે ઉતરીશું એવું પ્લાનિંગ કરે છે.
પંડયા સર ના દિમાગ માં પાવરફૂલ આઈડિયા આવે છે . એ લોકો ચાર જણા વિચાર વિમઁશ કરે છે.સર બધી વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે કોણે કયો રોલ ભજવવો એ કહે છે. બસ એક વિશ્વાસ સાથે ઉપર ચઢવાનું શરું કરે છે.
શેખર ના મન ની હાલત ખૂબ ખરાબ હતી.હવે જો સચી એને નહી મળે તો એકપળ પણ રહી નહી શકે ..સતત સચી મળી જાય એની યાચના ઈશ્વર પાસે કરતો રહયો.
આ બાજુ સચી ને ભાન આવે છે ને સામે જોવે છે તો દૂર બે જણા એની ચોકી કરવા ઉભા હોય છે ..એમાંનો એક ચહેરો સચી ઓળખી જાય છે. સચી ને ટ્રેન માં અથડાયો હોય છે એ જ આ તો.
સચી આંખો બંધ કરીને જાણે ભાન માં ના આવી હોય એમ જ રહે છે જેથી એ લોકો ની હિલચાલ ખબર પડે.એને સૌથી પહેલો વિચાર એના મમ્મી પપ્પા નો આવે છે કે એ લોકો મારી ચિંતા કરશે .. શેખર પહોંચી ગયો હશે કેમ્પ સુધી કે એ પણ પકડાઈ ગયો હશે ? નિનિયા ને કેવું હશે? આ લોકો કોણ હશે? પર્વત નીચે ગુફા જેવાં માં મને શું કામ લાવ્યા હશે?? હું કેવી રીતે અંહીયા થી બહાર નિકળીશ ??? નિકળી શકીશ કે કેમ ??
સચી આંખો બંધ કરી ને રડી રહી ..
ક્રમશ: