આપણે આગળ જોયું કે સચી ની નજર અચાનક પર્વત ની ટોચ પર કંઈક હિલચાલ ચાલી રહી હોય એવો ભાસ થાય છે . એ શેખર ને એ ક્ષણ માંથી દૂર નહતી કરવાં માંગતી જેમાં એ નાના બાળક ની જેમ એનું જીવન ખુલ્લુ મુકી રહયો હતો. .. એ જ સચી ની મોટી ભૂલ હતી એવું કહી શકાય..
સચી થાકી હોય છે ચાલીને તો એ બેસી જાય છે .. શેખર અચાનક જ સચી નો હાથ પકડી લે છે ને સચી ને કહે છે કે.. તું મારી જીવનસંગીની બને તો .. મને સાચવી લે જે સચી ..કેમકે મારું કહેવાય એવું આ દુનિયા માં કોઈ નથી. હા નિનિયા મારી ખૂબ સારી દોસ્ત છે અને વિહાન મારો જીગરી છે. બસ તને દિલ થી ચાહી છે .. બસ તું જવાબ હા માં આપે એવું હું ઈચ્છું.
સચી ના ધબકારા તેજ થઈ ગયા જયારે શેખરે તેનો હાથ પકડયો. અચાનક કંઈક ઝણઝણી થઈ હોય એવું થયું. બે મિનિટ તો શું બોલવું એ પણ ખબર ના પડી ..
પણ સચી એમ નબળી પડે એવી નહોતી તરત જ શેખર ને કહે છે મારે થોડો સમય જોઈશે. મારે હજી ખુદ ને ઓળખવા ની છે કે ખરેખર મારે મારી જીંદગી માં શું મેળવવું છે . એના માટે તારે મને સમય આપવો પડશે.
શેખર ને તો એમ જ હતું કે આજે જ બધું નકકી થઈ જાય પણ એવું ના થયું.. એ છીછરા વિચાર નો નહતો એણે સચી ને સાચાં દિલ થી પ્રેમ કરયો હતો તો હા પાડે છે સચીને. મને મંજૂર છે.
આ બધી વાત ચાલતી હોય છે ને અચાનક જ એ લોકો ની સામે જ કેટલાક ઓળા દેખાય છે.
ક્રમશ :
આગળ આપણે જોયું કે ...... સચી ની સામે કેટલાક ઓળા દેખાય છે.
સચી અને શેખર કંઈ સમજે એ પહેલાં જ પેલાં હટાકટા ઓળા એ બંને ને પકડવા લાગે છે . સચી એ ચાલાકી થી શેખર ને ધકકો મારે છે જે બાજુ થી એ લોકો આવ્યા હોય છે ... શેખર ગબડી ને નીચે સરકે છે .આ બાજુ સચી માં હિંમત આવી જાય છે ને એ લોકો પર બરફ નાખે છે ..પેલાં લોકો ને ખબર જ ના પડી કે આ છોકરી આટલી હિંમત બતાવશે. હવે એ લોકો ઈશારાથી વાત કરી ને સચીને બેભાન કરવાનું નક્કી કરી લે છે અને એમ જ કર્યુ.
આ બાજુ શેખર ગબડતો ગબડતો નીચે આવે છે. એ સચી ના મન ને સમજી જાય છે કે એણે મને કેમ અહી ધકકો માર્યો .. જેથી એ કેમ્પસ ના બધાં ની મદદ લઈ શકે.
સચી ને લઈને એ ગુંડાઓ એમની ગુફા માં સંતાડી દે છે.
એ ગુંડા ઓ ને સૂચના હતી કે આપણી ગુફા ની રડાર માં જે લોકો આવે એને ઠાર કરવાં કોઈપણ જાતના અવાજ વગર. પણ સચી જોડે ઝપાઝપી માં એ લોકો ને થયું આ છોકરી છે એને મારવી નથી.
સચી અત્યારે બેહોશ પડી હતી એમની કોટડી માં ને શેખર હવે કેમ્પ સુધી પહોચવા આવ્યો હતો.
આ બાજુ સચી ની મમ્મી ની બેચેની વધી જાય છે ને એ મનાલી ની ટીકીટ કરાવી લે છે સાથે સચી ના પપ્પાને પણ . દિલ્લી સુધી ફલાઈટ માં અને ત્યાથી પર્સનલ કાર કરી મનાલી જવું એવું નકકી થઈ જાય છે.
સચી ઘરે થી ટ્રેકીંગ માં નિકળી ને ચોથો દિવસ હોય છે કાલે પાંચ દિવસ થશે . આટલું એકલાં કદી સચી વગર રહ્યા નહતા તો એમને ચિંતા થાય એ વ્યાજબી હતું. સચી ની મમ્મી ને કોઈ અમંગળ થવાનાં સંકેત મળતાં હતાં. બીજી સવારે એ લોકો મનાલી જવા નિકળે છે. ...
ક્રમશ: