આગળ આપણે જોયું કે સચી કોલેજ ગૃપ સાથે કૂલુ પહોચે છે.....
કૂલુ માં હોલ્ટ લઈ બીજા દિવસે સવારે મનાલી જવા નિકળે છે. સચી એની દુનિયા માં ખોવાયેલી હોય છે.
કુદરત ના સૌંદર્ય નું રસપાન કરતી હોય છે.
બધાં પહેલાં દિવસે સવારે બ્રેકફાસ્ટ કરી એક જગ્યાએ એકઠાં થાય છે ને પ્રોફેસર અને સ્ટાફ આગળ નો કાર્યક્રમ કહે છે .
સૌ પ્રથમ એ બધાં જગત સુખ ગાયત્રી ટેમ્પલ દર્શન કરી પર્વત પર ટ્રેકીંગ કરવાં જવાનું હોય છે.
સચી અને નિનિયા એકબીજા સાથે વાતો કરતાં હોય છે ત્યા જ શેખર આવી જાય છે.. શેખર સચી ને છંછેડવા નો મોકો છોડતો નથી. એ બંને ની નોકજોક ચાલું ...નિનિયા પણ શેખર ના સાથે.. સચી સાચકડી ચિડાઈ જાય છે ને આગળ આગળ એકલી જવા લાગે છે.
આગળ કહ્યુ કે એવાં જ વખતે મનાલીમાં અંધારી આલમ ના ગુંડા ઓની મિટિંગ હોય છે. બધાં જ લોકો અલગ અલગ દેશ .. શહેરમાં થી પહોંચે છે .. કોઈ ને પણ કંઈ ખબર પણ ના પડે એવી વ્યવસ્થા કરાઇ હોય છે. ઉપર બરફના પહાડ અને નીચે ગુફા માં સુંદર હોટલ બનાવી હોય છે. ફાઈવસ્ટાર હોટલ ને પણ ટકકર મારે એવી સગવડ સાથે ની હોટલ બનાવી હોય છે.
બધી જ બાજું થી દરવાજા હોય છે. જયાં મેઈન બોસ હોય છે ત્યા થી કોણ આવે છે ..જાય એ દેખાય છે. બધાં ને લેવાં કાર આવી ગઈ હોય છે.
આટલી પરફેક્ટ વ્યવસ્થા કરાઇ હોય છે. બીજી બાજું દિલ્લી પોલીસ ને પણ બાતમી મળી હોય છે કે અંધારી આલમ ના ગુંડા ઓની મોટાં પાયે મિટિંગ છે.
મોટા પ્રમાણ માં દાણચોરી,, ડૃગસ સપ્લાય થવાનું છે.
દિલધડક અને રોમાંચક સફર જારી છે...
ક્રમશ:
ની મમ્મી ને સચી નો ફોન આવી ગયો હતો કે અમે સુખરુપ પહોંચી ગયા છીએ. અને આજે પણ જતાં પહેલાં સચીએ ફોન પર વાત કરી ને બધું જણાવ્યું હોય છે. સચી ની મમ્મી ને મન માં અમંગળ થવાની અંદર થી આશંકા જાગે છે . સચી ના પપ્પા ને કહે પણ છે કે કેમ મારું મન માનતું નથી. ચલો ને આપણે સચી ને રુબરુ જોઈ આવીએ. સચી ના પપ્પા મજાક ખૂબ કરે છે ને ગુસ્સો પણ કરે છે. છોકરી પહેલીવાર એકલી મજા કરવાં ગઈ છે ને તને આવું બધું સૂઝે છે.
સચી ની મમ્મી ચૂપ થઈ ઈશ્વર ને મનોમન પ્રાથઁના કરે છે. તો પણ એ એમનાં ટ્રાવેલ એજન્ટ પાસે મનાલી ની ટીકીટ કરાવશે એવું નકકી કરી નાખે છે.
આ બાજુ નિનિયા ની હાલાત ખરાબ થઈ રહી હોય છે. પર્વત ચઢતા હવે એ થાકી ગઈ હોય છે. સચી એની પાસે બેસી જાય છે . નિનિયા ને એકલી મૂકી ને આગળ પણ ના જવાય. બધાં એટલાં આગળ નિકળી ગયાં હોય છે કે પાછા જવું મુશ્કેલ બની ગયું હતું.
પ્રોફેસર શ્રીંકાત પણ નિર્ણય કરી લે છે કે આપણે બધાં અહી જ રહીશું કોઈ આગળ જશે નહી . જેટલાં લોકો સાથે છે એ બધાં જોડે જ રહેવાનું . નીચે ઉતરીશું તો પણ જોડે જ. શ્રીકાંત સર બાહોશ અને બહાદૂર હોય છે . એમણે ઘણીવાર આવી રીતે કોલેજ ગૃપ લઈને ટ્રેકીંગ કરેલું હોય છે . પણ આ વખત ની વાત કંઈક જૂદી બની .. વાતાવરણ ખરાબ ..તેજ સૂસવાટા મારતો બરફ નો પવન. અને સાથે તબિયત બગડતાં અડધી ટીમ નીચે ઉતરી ગઈ હોય છે. અને જેટલાં લોકો છે એમને લઈ હવે નીચે ઉતરવું શકય નહોતું .કદાચ રાત પણ પર્વત પર રહેવું પડે.
ક્રમશ: