Romance books and stories free download online pdf in Gujarati

રોમાંસ

એક હોટલમાં મોહિત પ્રવેશ્યો ત્યાં તેણે રૂમ બૂક કરી. ત્યારે સવાર નો ટાઈમ હતો એટલે નીચે આવી હોટલમાં ચા લઈ એક ટેબલ પર બેસ્યો ત્યાં તેની નજર ફરસાણ ની દુકાન પર પડી સરસ ફાફડી બની રહી હતી ને એક ખૂબ સુંદર અવાજ વાળી છોકરી પેલા ફરસાણ વાળા સાથે વાત કરી રહી હતી. મોહિત તો તેના અવાજ સાંભળવા મા મોહિત થઈ ગયો. પણ તે છોકરી નો ચહેરો જોઈ ન શક્યો ત્યાં તો તે નીકળી ગઈ. મોહિત ચા પીને તેના હોટલ રૂમમાં જઈ ફ્રેશ થઈ જે કંપની ની મુલાકાત લેવાની હતી ત્યાં જવા નીકળ્યો.

બીજે દિવસે ફરી મોહિત ચા પી રહ્યો હતો ત્યાં મીઠો અવાજ સંભળાયો ઓ ભાઈ જરાક ઉતાવળ કરી ને મને મારી ફાફડી આપી દો. તે કહી બીજી વાતો કરવા લાગી. મોહિત ની નજર ચા પર હતી પણ કાન તે છોકરી ના અવાજ પર હતા. ચા પીને મોહિતે પાછું વળી ને જોયું તો તે નીકળી ગઈ હતી. મોહિતને તેં અવાજ તેને મોહિત કરી દીધો. હજી તો સવાર થઈ છે ત્યાં આવનારી સવાર વીસે વિચારવા લાગ્યા કે જલ્દી સવાર પડે ને હું તેનો અવાજ સાંભળુ.

ફરી સવાર થઈ તેના ટાઇમ થી પાંચ મિનિટ વહેલો ઊઠીને તે ફરસાણ નાં કાઉન્ટર પાસે બેસી ધીરે ધીરે ચા પીવા લાગ્યો ત્યાં તે છોકરી કાઉન્ટર પર આવી એટલે મોહિત ઊભો થઈ કાઉન્ટર પર ફાફડી નો ઓર્ડર આપ્યો. મોહિત ત્યાં ઊભો રહી તે છોકરી નો મીઠો અવાજ સાંભળવા લાગ્યો. ફાફડી ત્યાર થઈ એટલે તે ભાઈએ પેલા મોહિત ને આપી એટલે તે છોકરી બોલી પેલા હું આવી ને તેને કેમ તમે આપી. પાસે રહેલી ફાફડી મોહિતે પેલી છોકરી ને આપી. તેણે લીધી ત્યાં પેલા ફરસાણ વાળા ભાઈ બોલ્યા સાહેબ તમે વહેલા આવી બેસ્યા તમારી ચા પણ ઠરી ગઈ તો પણ તમે તેને કેમ આપી. મોહિતે જવાબ આપ્યો હું તો થોડા દિવસ રહીશ પણ આ છોકરી તમારી રેગ્યુલર કસ્ટમર છે એટલે. તે છોકરી મોહિત સામે જોઈ થેન્ક યુ કહી નીકળી ગઈ.

ફરી સવાર થઈ મોહિત તે ટેબલ પર ચા પી રહ્યો હતો ત્યાં તે છોકરી કાઉન્ટર પર બે મિનિટ ઉભી રહી ને મોહિત પાસે આવી. પેલા સોરી કહ્યું ને પછી ફાફડી આપી ને તેની સામે બેસી ગઈ એટલે મોહિતે એક ચા નોં ઓર્ડર કર્યો. ચા ની તેણે ના પાડી પણ મોહિત નો આગ્રહ થી તે બેઠી. મોહિતે પૂછયું શું કરે તું?. હું ડીગ્રી કરી રહી છું ને સામે રહેલું મકાનમાં મારી ફ્રેન્ડ સાથે રહુ છું. તમે? હું રહું છું બહાર પણ એક કંપની ની મુલાકાતે આવ્યો છું. મારે મોડું થાય છે ઓકે બાય કહી નીકળી ગઈ.

તે છોકરી સવારે કાઉન્ટર પાસે આવી તેણે જોયું તો મોહિત નહીં એટલે તે ભાઈ ને પૂછયું તે કેમ નથી ત્યાં મોહિત આવ્યો હું અહીં છું આવો ચા પીએ. બને ચા પીવા લાગ્યા. મોહિત તેનું નામ પૂછયું. 
હું અપેક્ષા તમે.
હું મોહિત. 
ખૂબ સરસ તમને મળીને આનંદ થયો પણ આજ ની ચા મારા તરફ થી કેમકે હું વહેલી આવી છું. ઓકે સારું તું બિલ પે કરજે. અપેક્ષા પૂછ્યું કેટલા દિવસ રહેવાના છો. મારું હજી નક્કી નથી કામ પૂરું થાય એટલે નિકળીશ. કેમ પૂછયું. પછી તમારી સાથે ચા પીવા નહીં મળે ને. હા હા ત્યાં બંને હસવા લાગ્યા. 

અપેક્ષા બોલી તમારી પાસે લેપટોપ છે મારે થોડુ ઈન્સટોલેસન કરવું છે તમે કરી આપશો. ઓકે લેપટોપ લાવ જો એટલે કરી આપીશ. પણ તમે સાંજે મારી રૂમ પર આવો તો સારું. ઓકે તું કહે છે ને તો આવીશ પણ એક ચા થાશે. ઓકે તમારી ચા પાકી સાંજે આવજો કહી નીકળી ગઈ.

મોહિત સાંજ થવા ની રાહ જોઈ રહ્યો હતો ને નક્કી કર્યું કે સાંજે તેની રૂમ પર જાવ એટલે તેનો અવાજ રેકોર્ડ કરી લવ. સાંજ થઈ એટલે મોહિત લેપટોપ લઈ તેની રૂમ પર ગયો. દરવાજો ખોલ્યો ત્યાં અપેક્ષા અને તેની ફ્રેન્ડ મસ્તી કરી રહ્યા હતા. મોહિત બસ જોઈ રહ્યો હતો. થોડી વાર તો તેને ખબર ન રહી કે મોહિત આવ્યો છે. પછી ખબર પડી એટલે બધું સરખું કરી બેડ પર બેસવાનું ક્હ્યું ને અપેક્ષાએ પાણી આપ્યું. 

અપેક્ષાએ મોહિત વીસે વાત તેની ફ્રેન્ડ ને કહી હતી એટલે તેની ફ્રેન્ડ વાતો કરવા લાગી. 
શું કરો છો, 
ક્યાં રહો છો, 
મેરેજ થયા કે નહીં, 
ગર્લફ્રેંડ છે કે નહીં, 
એક સાથે આટલા સવાલ સાંભળીને તો મોહિત બોલી પણ ન શક્યો. એક્સક્યુઝ મી હું ઇન્ટરવ્યૂ દેવા નથી આવ્યો હો. હા પણ મારી ફ્રેન્ડ ખાતર તો લેવું પડશે. આ સાંભળીને અપેક્ષા તેની બંને ફ્રેન્ડ ને બાજુના રૂમમાં પકડી ને પૂરી આવે છે. અપેક્ષા મોહિત ને સોરી કહ્યું મારી ફ્રેન્ડ બોલી ગઈ એટલે. ત્યાં અવાજ આવ્યો અમે નથી જોઈ રહ્યા તું તારે મોહિત ને પટાવ. મોહિત તમે તેનું ખોટું ન લગાડતાં તે તો પાગલ છે. આ લેપટોપ છે મારું તમે તેમાં જરૂરી નાંખી દો હું ચા બનાવી લવ. બંને મોડે સુધી લેપટોપ પર કામ કર્યું ને વાતો કરતા કરતા મોહિત ને ઊંઘ આવી ગઈ. અપેક્ષા એ તને સરખી રીતે સુવાડી ને તેનો મોબાઇલ જોયો તો રેકોર્ડિંગ સાલું હતું તે બંધ કરી નીચે સૂઈ ગઈ.

સવારે મોહિત જાગ્યો ત્યાં અપેક્ષાએ ગુડ મોર્નિંગ કહ્યું ને ચા પીવડાવી ને પૂછયું તમે રેકોર્ડીંગ કેમ કર્યું અમારું. એક વાત કહું અપેક્ષા મને તારો અવાજ ખુબ ગમે છે એટલે. એવું છે એમ. તો તો કોઈ વાંધો નહીં મને સાંભળતાં રહો. ઓકે અપેક્ષા હું જાવ મારે મોડું થશે. ભલે પણ સાંજે આવશો ચા પીવા. ઓકે જરૂર થી. મોહિત આવજો હોં તમે.

સાંજે મોહિત અપેક્ષા ના રૂમે ગયો. અપેક્ષા લેપટોપ પર કામ કરી રહી હતી એક્દમ શાંતિ હતી એટલે મોહિતે કેમ આટલી શાંતિ. મારી ફ્રેન્ડ તેના ઘરે ગઈ છે. હું એકલી છું. પેલા ચા પીછો ને.? ના ચા નથી પીવી પણ તું જમી ન હોય તેમ મને કેમ લાગે છે. હા... ભૂખ ન હતી એટલે ન જમી. મોહિત ફોન પર પીઝા ઓર્ડર કર્યો. ને લેપટોપ તો એક બાજુ રહ્યું ને વાતું મા મશગુલ થઈ ગયા. મોહિત તો બસ અપેક્ષા ની સામુ જ જોઈ રહ્યો તેનો અવાજ માં ખોવાઈ ગયો. અપેક્ષા ને ખબર પડી કે મોહિત ખોવાઈ ગયો છે મારા મા એટલે મોહિત ના કપાળ પર એક કિસ કરી. ત્યાં તો મોહિત પડી ગયો લાગ્યું આ તે શું મને સપને પણ ખ્યાલ ન હતો કે તે મને કિસ કરશે. મોહિત બેઠો થઈ અપેક્ષા નો ગાલ ખેશી એક ચીપટી ભરી એટલે અપેક્ષાએ મોહિત ના મોં પર હાથ રાખી ધક્કો માર્યો. મોહિત ખોટે ખોટો  પડી ગયો પછી અપેક્ષા ઊભો કરી તેના ખોળા માં બેસાડી વાલ કરવા લાગી ને બંને એક બીજાની આંખો માં ખોવાઈ ગયા.

ત્યાં દરવાજા નો બેલ સંભળાયો એટલે અપેક્ષા હોશ માં આવી ને દરવાજો ખોલ્યો ત્યાં પીઝા ડિલિવરી બોય હતો. પીઝા લઈ દરવાજો બંધ કર્યો ને બેડ પર બંને સામ સામે બેસી પીઝા જોઈ રહ્યા. મોહિતે પીઝા નો એક ટુકડો કરી અપેક્ષા ને ખવડાવો તો અપેક્ષાએ પણ મોહિત ને ખવડાવો આમ સામ સામે એક બીજા સાવ શાંતિ થી પ્રેમ ની લાગણી થી ખવડાવી રહ્યા હતા. શું પ્રેમ હતો નજર એક બીજાની આંખો માં ને, હાથ થી એક બીજાને ખવડાવવું. એક નાના એવા પીઝા મા તો ખાવામાં બે કલાક કરી. પછી પાણી પીધું ને મીઠી વાતો કરવા લાગ્યા. મોહિત અપેક્ષા ની સાવ નજીક તેના ચહેરા પાસે ચહેરો રાખી તેના હોઠ જોઈ જોઈ રહ્યો હતો પછી ખબર નહીં મોહિતે તેની ડોક પકડી ને લીપ થી લીપ કિસ કરવા લાગ્યો. અપેક્ષા પણ તેનો સાથ આપવા લાગી ને કિસ કરતા કરતા એક બીજા આલિંગન માં લઈ સૂઈ ગયા.

સવારે મોહિત જાગ્યો પણ અપેક્ષા તેને છોડતી નથી. મોહિતે કહ્યું અપેક્ષા મને જવા દે મારે મોડું થાય છે. હું તારા માટે સાંજે ગુડ ન્યૂઝ લાવીશ ત્યારે અપેક્ષા એક કિસ કરી તેને જવા દે છે. અપેક્ષા સાંજ ની રાહ જોઈ રહી હતી. મોહિત આવ્યો એટલે અપેક્ષા સીધી ગળે વળગી ને બોલી મારી ગુડ ન્યૂઝ. તો સાંભળ આજ થી આ સિટી પણ મારું ને તું પણ. મેં મારી જોબ અહીં શિફ્ટ કરી લીધી છે. અપેક્ષા મોહિત ને ગળે વળગી ગઈ ને બોલી આઇ લવ યુ.. 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED