ફીલિંગ્સ@હાર્ટ.કૉમ jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ફીલિંગ્સ@હાર્ટ.કૉમ

બોલ તારે શું કહેવું છે?


તારા ઉપર માઁની જેમ પ્રેમથી ખિજાવું છે,

વાત ન માને મારી ત્યારે ખાલી ખાલી રીસાવું છે,

બચ્ચા બની તારી સાથે ઘર ઘર રમવું છે,

મીઠુ-મીઠુ એંઠુ અધૂરું શબરી જેમ જમવું છે.

બોલ તારે શું કહેવું છે?

તારા અધરો પર મારે ગીત બનીને ગુંજવું છે,

તારી આંખોમાં મારે સપનું બનીને ઉગવું છે,

કોમળતાથી લચી પડેલી ફુલ ડાળી જેમ નમવું છે,

સ્નેહના વરસાદમા તારા અનરાધાર ભીંજાવું છે.

બોલ તારે શું કહેવું છે ?

સવારે પડતી ઓસની જેમ તારા ગાલે ઝમવું છે,

તેં ઓઢેલી ચાદરની જેમ તારી સાથે ચોળાવું છે,

સ્નાન પછી તારા બરડે પાણી જેમ રેલાવું છે,

તારા ઉરપ્રદેશે મારી આંગળીયૉ એ ભમવું છે,

બોલ તારે શું કહેવું છે?

સાંજે ઢળતા સૂરજની જેમ તારા પાલવમાં છૂપાવું છે,

મોર બનીને મેઘલી રાતે તારી સંગે નાચવું છે,

લાગે આગ જ્યારે તારા અંગ અંગને નઁદવું છે,

રોમ રોમ સળગે ત્યારે અંનગ બની રોપાવું છે.

બોલ તારે શું કહેવું છે?

મહેંદી ભર્યા હાથે તારા નામ મારૂ રંગાવું છે,

પાનખર સમ જીવનમાં વસંત બનીને ખિલવું છે,

થોર પર ઉગતા ફૂલની જેમ ક્યારેક તને ગમવું છે,

હદની અંદર અનહદની હદ સુધી તને ચાહવું છે.

બોલ તારે શું કહેવું છે?

બોલને..........



With You..........See You........


તારા ને મારા સબંધને નામ ન આપતી
નામનાં ખાતરથી સબંધનાં કુંડામાં આશાની વેલો ઉગે છે,
ને પછી એનાં પર અપેક્ષાઓનાં ફુલ ખીલે છે.
તુ માવઠાની જેમ વરસતી રહેજે
મારે અષાઢી આભ નથી જોઈતું.....

વધું વરસાદ પડે તો બધુ સડી જાય છે.

મારે સડવું નથી, મારે ગળવું નથી,
તારી સંગે મારે ભળવું નથી,
અળગા રહીને ક્યારેક તારાં ગાલ પર આવતી લાલી કે-
તારી આંખોની જુબાની બનવું છે.

જે માત્ર હું ને તું જ સમજીએ છીએ.

નાં I Miss u....નાં I Like u..... નાં I Love u....કહીશ....

With u .....See u.....

બહું છે મારાં માટે...

કારણ કે-

સમયની સાથે.....
Miss u વાળા મિસ થઈ જાય છે....
Like u વાળા dislike થઈ જાય છે....
ને Love u વાળાનો Love બદલાઇ જાય છે..

સાથે રહી જાય છે...

With u વાળા નો ખભો ને See U વાળા ની આંખો....

જેનો પ્રેમ અનુભવી શકાય છે.... જોઇ શકાય છે.
ન સમજાય મારી વાત તને તો હું શું કરું
દરેક ની પાસે છે ને કોઈનીય પાસે નથી

જીગરને સમજવા જીગર જોઈએ.........

છે???????


Sweet 16


સોળ વરસ ની ઉંમર એવી,
સપનાની લઈ આવે હેલી,
પઁખી બનીને ઉડવા માટે,
થઈ જાતી હું ઘેલી ઘેલી.
સોળ વરસની…..
કમખામાં મારા મોર ટહુકે,
ચોલી થઈ જાતી હવે મેલી,
સખીઓ સઁગે દિલના લાગે,
વાટ હું જોતી એવી તો કોની,
સોળ વરસની….
કોઈના સાથને તરસે મનડું,
રાતે નીંદર થઈ જાતી ચોરી,
લાગણી ફૂટે હૈયે એવી,
લઈ જાયે કોઈ મારી ડોલી,
સોળ વરસની……
કેવી આ મને લાગી લગની,
પારકી લાગે માવતરની ડેલી,
સોળ વરસની ઉંમર એવી…….


સાથ


જિંદગીના સાજ પર આવાઝ તો કરી જુઓ,
સૂર મેળવવા તૈયાર છીએ આલાપતો છેડી જુઓ.

ક્યારનાય ઊભા છો આમ મારી તરફ જોઈને,
સપનામાં પણ હું જ આવીશ બંધ આંખ તો કરી જુઓ.

સાથે મારી ચાલ્યા જ્યારથી છો તમે ચુપચાપ ,
ઘણું બધું બોલીશ હું બે શબ્દ તમેતો બોલી જુઓ.

ઘણાં ઘણું બધું છોડી નથી શકતાં,
શું કહું છોડવા તમને થોડી શરમતો છોડી જુઓ.

આ હાથ લઈ હાથમાં છોડીશના ઉંમરભર,
પણ એકવાર હાથ હાથમાં આપીતો જુઓ.


વસંત

The Indian Valentine's Day


ગરમાળો ને ગુલમહોર ખીલ્યાં છે ગલી ગલી,
આવને સખી આપણે પ્રેમ કરીએ લળી લળી.

કરે છે પ્રેમ તો કહેતી કેમ નથી મને,
રહે છે દૂર કેમ મારાથી ડરી ડરી.

મૌસમ ની જેમ બદલું છું રંગ કબૂલ છે મને,
વસંત મારામાં પણ આવે છે ફરી ફરી.

કૂંપળ થકી કેસુડાની જાણે લાગી વનરાવન માં આગ
કરે છે ખેલ પ્રકૃતિ પણ અવનવા વેશ ધરી ધરી.

લીમડાની કડવાશમાં કોયલની મીઠી કૂહુ કૂહુ
યાદ અપાવે છે તારી ઘડી ઘડી.

કેસુડો મહોરી જઁગલ દેશે ભરી ભરી
વસંત આવી છે પ્રેમના વાયરા લઈ લઈ.


લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય


લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય,
એક રાતમા જ છોકરી સ્ત્રી બની જાય.

જે રૂમ મા એ રોજ ખુલ્લી કિતાબ થઈ ફરતી,
એ મર્યાદાની લાયબ્રેરી મા કેદ થઈ જાય.

કૉલેજ થી ઘર દુર હતુ પણ એટલું નહીં,
કે એનું જ ઘર એનાં માટે વિદેશ બની જાય.

લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય….

ચંચળતા,બિન્દાસપણું, ને માસુમિયત ચહેરાની,
ગંભીરતા નાં માસ્કમા ખબર નહીં ક્યાં લપાઈ જાય.

છોકરી માંથી વહુ ને વહુ માંથી સાસુ છતાં સ્ત્રીને ન સમજાય
પુરુષ પહેલાં કેમ કરી સ્ત્રી જ સ્ત્રીની દૂશમન બની જાય.

લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય……

ઢીંગલી,કચુકા,પગથિયાં ને પાંચીકા,
સપ્તપદી ની સાથે રમકડાં બદલાઇ જાય.

બાળપણ મા ઘરગત્તા રમતા ખબર ન્હોતી,
ઘર-ઘર રમતા બાળપણ ખોવાઇ જાય.

લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય,
એક રાતમાં જ છોકરી સ્ત્રી બની જાય.

લગ્ન શબ્દ કેવો કમાલ કરી જાય,


ઘર

ઘર,

ઘર એટ્લે ઈંટ પત્થર ને રેતી નહીં

ઘર એટલે પ્રેમનું પાણી ને લાગણીનો સિમેન્ટ

હૂંફ ની ઈંટો ને રીસપેકટ ની રેતી

વ્હાલનાં RCC થી ઘરની ઇમારત ચણાય.

ઘર એટ્લે પ્રસંગો ની હેલી,

ઘર એટ્લે સંબંધોની સરવાણી,

જ્યાં શાંતિનાં નામનું તોરણ બધાંય,

જયાં સુખ ને સમૃદ્ધિ નાં સાથિયા પુરાય,

જ્યાં સહકાર નાં ઉંબરેથી દુઃખ પાછું વળી જાય.

ઘર એટ્લે હું કે તું નહીંતારું કે મારું નહીં,

આપણા સૌનું સ્વર્ગ.

-જીગર બુંદેલા