પુરુષ બોડી શેમિંગનો શિકાર Matangi Mankad Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ બોડી શેમિંગનો શિકાર

#
આમ તો આ વિષય પર પણ લખી ચૂકી છું પણ સ્ત્રીઓના દ્રષ્ટિકોણ થી, પણ સેમ વસ્તુ પુરુષોને પણ લાગુ પડતી હોય છે પણ પુરુષો પોતાની તકલીફ હમેંશા છુપાવવામાં એવા માહિર હોય છે કે પોતાની જાતને પણ આરામથી એ ભરમાવી શકે છે. આમ તો ગઈ કાલ રાત થી આ વિચાર મગજમાં આવતો હતો પણ બે દિવસ પહેલાં એનું બીજ રોપાઈ ગયું હતું જ્યારે "ઊજડા ચમન" જોયું પણ એને પાણી અને ખાતર ગઈ કાલે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની સગાઈ વાળી ટ્વીટથી જે લોકો એ મજાક કરવાનું શરુ કર્યું ત્યારથી થયું.

સ્ત્રીઓને હમેંશા શારીરિક રીતે સુંદરતાના દ્રષ્ટિકોણ થી જ જોવામાં આવે છે. દરેક વ્યક્તિને સુંદર નાજુક નમણી અને ગોરી સ્ત્રી પસંદ પડે છે. એમ પુરુષોમાં પણ તેમણે શારીરિક રીતે થોડા ફેરફારમાં સહન તો કરવું જ પડતું હોય છે. કાનુડો કાળો પણ કામણગારો લાગે છે તો હાર્દિક પંડ્યા માટે આટલો બધો ઉહાપોહ શા માટે? હા સમજી શકાય કે એ એક સેલિબ્રિટી છે એટલે એ બહુ મગજમાં ન લે અને કોઈ પણ જાતના અસર વગર એ પોતાની જિંદગી જીવે પણ સામાન્ય જીવનમાં પણ ઘણાં પુરુષો જે કાળા હોય છે એમને ઘણી જ મજાકમાં પણ અજીબ વાતો સહન કરવું જ પડતી હોય છે. અંધારામાં ન દેખાય કે કોલસા જેવો કાળો એવું જ પુરુષો માં બીજી બોડી શેમીંગ ની મજાક થતી હોય છે તે તેમની ઊંચાઈની બાબતે ભલે ને હસી ને કદાચ લોકો સામે સહન કરી લે છે પણ એ મજાક ની ક્યાંક તો અસર થતી જ હોય છે. વેતિયો, બાઠિયો જેવા કેટલાં નામો થી નવાજવામાં આવે છે. પોતાના આત્મવિશ્વાસમાં અસર થઈ જાય એવું વર્તન લોકો કરતાં હોય છે. એમાં પણ જો પતિ કરતાં પત્નિ થોડી પણ ઊંચી હોય તો તો લોકો જીવવા જ ન દે એટલી મજાક મશ્કરી કરે પણ પુરુષ છે તે થોડી રીએકશન આપી શકે એટલે એણે હસતાં હસતા બધું સ્વીકારવાનું અને જે પછી અસર એમનાં દાંપત્ય જીવન પર પણ પડતું જોવા મળે છે.

આમ જ એક શારીરિક બદલાવ જે આવે છે તે છે વાળ ખરવા અને ટાલ પડવી લગ્ન પછી પડતી ટાલમાં તો બહુ ઉહાપોહ થતો નથી પણ જો આ જ ટાલ લગ્ન પહેલાં પડે તો તે પુરુષના લગ્ન થવામાં પણ કેટકેટલી મુશ્કેલી આવે છે. છોકરો ગમે તેટલો સારો , સેટલ હોય પણ ટાલ હોય તો છોકરી મળવામાં મુશ્કેલી પડે જ. જેમ છોકરી માટે શરીર જાડું હોવું તકલીફ આપે છે જીવનસાથી મેળવવામાં એમ જ ટાલ એ છોકરાવ માટે બહુ જ તકલીફ દાયક રહે છે. શારીરિક બદલાવ જો લગ્ન પછી આવે તો સ્વીકાર્ય હોય છે અને લગ્ન પહેલાં ઇ જ શારીરિક પરિસ્થતિ શરમ નું કારણ બને છે જે ખરેખર ન સમજાય એવી જ વાત છે. (#MMO)

વ્યક્તિ પોતે પોતાના શરીર થી શરમ નથી અનુભવતી તો શા માટે એની આસપાસના લોકો એ એમને એવી પરિસ્થતિમાં મૂકવા જોઈએ કે તેને તકલીફ થાય.
*દિલ કાળું સારું ડીલ (શરીર) કાળું કરતાં.
*વાળ ખરી જાય એ સહ્ય વસ્તુ છે જો વ્યક્તિ માં સમજ ખરી જાય એનાં કરતાં.
*વિચાર ઊંચા હોય તો પછી શરીર નીચું હોય શું ફેર પડે.
*બુદ્ધિ સ્થૂળ ન હોવી જોઈએ શરીર સ્થૂળ હોય તો શું વાંધો.
શારીરિક રીતે જેવા છે એવા લોકો ને સ્વીકારો કારણ શરીર તો બનાવશો એમ બની જ જશે અને એક સમયે નષ્ટ પણ થઈ જશે. મનનું પોષણ તનના પોષણ કરતાં જરૂરી છે.{#માતંગી}