#સુપર_૩૦
મોડી છું જોવામાં પણ હવે જ્યારે દીકરો ૧૦માં માં હોય ત્યારે ચાલું દિવસે તો શક્ય જ નથી મૂવી જોવું એમાં આ શિક્ષણ પધ્ધતિમાં ભણાવે ઓછું પરિક્ષા વધુ લીધે રાખે. સુપર ૩૦ જોયું અરે આવા પિકચર બધાને ફરજિયાત દેખાડવા જ જોઈએ. ક્યાંક વાંચ્યું હતું કે ગુજરાતમાં ટેક્સ ફ્રી થયું ૨૦૦ રૂપિયા ની ટિકિટ તો તો પણ હતી જો કે પેસા વસૂલ પિકચર હતું.
ના હું કોઈ રિવ્યૂ નહી આપુ ન તો પિકચર ના નેગેટિવ પોઇન્ટ ની વાતો કરીશ, ડાયરેક્ટશન થી એક્ટિંગ સુધી આપણને બહુ ખ્યાલ ન આવે હા એટલી ખબર પડે કે આખા પિકચર માં ક્યારેય એમ ન થયું કે મોબાઈલ ચેક કરું કે આ પતે તો સારું. પિકચર સત્ય ઘટના પર આધરિત છે એટલે કદાચ સ્ટોરી કહી દઉં તો પણ કોઈ વાંધો નહીં પણ ના એ નહી કહું. પિકચરાઇઝેશન સામાન્ય છે પણ પિકચર નથી. હું વાત કરીશ મને ક્યાં ક્યાં પિકચર અડી ગયું કે મને આ પિકચર માં શું ગમ્યું.
ઘણાં મુદ્દા છે.
(૧) આખા પિકચર નો જે મહત્વ નો મુદ્દો કે જરૂરી નથી કે રાજા નો દીકરો જ રાજા બને સમય બદલાઈ રહ્યો છે. જે વધુ લાયક વ્યક્તિ જ જે તે પદ મેળવશે. ઘણાં અંશે એવું થવા લાગ્યું છે.
(૨) ફરી ધગશ, લગન અને સમર્પણ ની વાત પિકચર માં દેખાડવામાં આવી છે.
(૩) એક જ માર્ક ના ફરક ની વાત કરવામાં આવી છે એટલે કે સામાન્ય જીવનમાં એક સેકન્ડ જેમાં કેટલાય અકસ્માત બચી જાય કે થઈ જાય
(૪) ગુમાવવાનું ન હોય ત્યારે કોઈ પણ પરિક્ષા આપવામાં ડરવું જોઈ એ નહીં તે વાત કરવામાં આવી છે. ક્યાંય પણ પ્રયત્ન પર અસર થવી જોઈએ નહિ.
(૫) મોટા મોટા આવિષ્કાર એક જરૂરીયાત ના કારણે થયાં છે. જો તમારી પાસે બધું જ હોય તો તમારે કોઈ વસ્તુ મેળવવાની લાલસા થતી જ નથી અને જ્યાં સુધી લાલચ ન જાગે ત્યાં સુધી કોઈ પણ રિસ્ક લેવા ની ઈચ્છા જ ન ઉદભવે.
(૬) જ્ઞાન મેળવવા કે હોંશિયાર સાબિત થવા અંગ્રેજી જાણવું જરૂરી નથી. જ્ઞાન કોઈ એક ભાષા નું મોહતાજ નથી.
(૭) જ્યાં સુધી તમારું અપમાન નહી થાય ત્યાં સુધી તમે તમારા સ્વમાન માટે કોઈ કાર્ય નહીં જ કરો.
(૮) સવાલ કરવા બહુ જ જરૂરી છે જેટલાં સવાલ તમારા મનમાં આવશે એટલાં જવાબ શોધવાની ઈચ્છા વધુ જાગશે.
(૯) રૂપિયા કે હોદો જ સર્વસ્વ નથી
(૧૦) એક નાનકડી ઘટના તમારા જીવનમાં મહત્વનો બદલાવ લાવી શકે છે.
આનંદ સર જેવા શિક્ષક અને બદલાવ લાવનાર કેળવણીકાર ઘણાં જ છે જે રૂપિયા હોદો કંઈ નથી ઈચ્છતા બસ પોતે જે ગુમાવ્યું તે બીજા ન ગુમાવે તે માટે દિવસ રાત કામ કરે છે. ૧૯૯૭ માં આ વ્યક્તિ એ ગણિત માં રામાનુજ ની પરીક્ષામાં ગોલ્ડ મેડલ મેળવ્યું નાણાકીય સહાય ન મળતાં તે કેમ્બ્રિજ ભણવા ન જઈ શક્યા. આવી કેટલી વાતો વચ્ચે ૨૦૦૨ થી તે ૩૦ બાળકો ને આઇઆઇટી ની પરિક્ષા માટે તૈયાર કરે છે જે હજી તે જ જગ્યા એ ચાલું છે. આમ તો ગણિત અને હિસાબ કિતાબ મારે ૩૬ નો આંકડો મને આવડે જ નહીં. ગણિત તો જીવનમાં દરેક સ્તર પર જરૂરી છે તે આ પિકચર પર થી સમજાયું (#MMO) ટુંકમાં આ પિકચર જોવુ જ જોઈએ શિક્ષકે ખાસ વિદ્યાર્થી એ પણ ખાસ એ દરેક વ્યક્તિ એ જેમણે જીવનમાં ક્યારેક કંઇક ગુમાવ્યું છે તેમણે જોવી જ જોઈએ.