Lajja ni vaat books and stories free download online pdf in Gujarati

લજ્જા ની વાત

#લજ્જાની_વાત
રાહિલ આજે સવાર થી થોડો અસ્વસ્થ હતો. લજ્જા મને ચા બનાવી દે અને હા એમાં થોડીક સૂંઠ નાખજે. રાહિલ તો ઉઠી ને કંઈ જ ન બન્યું હોય તેમ સામાન્ય થઈ ગયો. લજ્જા રસોડામાં જ હતી સવારે નાસ્તો અને ટિફિન બનાવવાનું હોય. લજ્જા રસોડામાં થી બહાર આવ્યા વગર જ જવાબ આપ્યો કે હા તું બ્રશ કર ત્યાં તૈયાર થઈ જ જશે. હવે તો લજ્જા ને આદત પડી ગઈ હતી આમ જ જીવવાની. રાહિલ અને લજ્જા ના લગ્ન ને ત્રણ વર્ષ થયાં છે. રાહિલ એક મોટી કંપની માં HR manager ની પોસ્ટ સંભાળતો હતો અને લજ્જા શહેર ના નંબર વન કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરતી હતી. બહુ જ સરસ રીતે લગ્ન જીવન ચાલી રહ્યું હતું લગ્નને છ મહિના થયા હશે એમાં બે મહિના તો લજ્જા પિયર પરિક્ષા દેવા રોકાણી હતી. એક મહિનો સાસુ સસરા સાથે રહેલ અને શરૂઆત ના મહિનામાં ફરવા જવાનું ને બધા ને ઘરે આવવા જવા માં ક્યાં સમય પસાર થયો ખબર જ ન પડી. હા લજ્જા એ તે નોટિસ કરેલ કે ઉઠી ને ચા તૈયાર જોઈ અને રાહિલ ની નાનામાં નાની આદતો અને વસ્તુ ગોઠવી હોય તેનાં સ્થાન થી ફેરવાઈ નહી. રાહિલ ત્યારે ગુસ્સો કરતો. એક દિવસ લજ્જા ને કોલેજ થી મોડું થયું આવવાનું , બે દિવસ પછી રાહિલ નો જન્મદિવસ હતો એટલે ગિફ્ટ લેવા ચાલી ગઈ હતી. જો કે રાહિલ તો રોજ સાંજે આઠ વાગ્યા પછી જ આવતો એટલે લજ્જા ને થયું કે ત્યાં સુધી માં તો પહોંચી જ જશે. રાહિલ અને લજ્જા ના લવ મેરેજ હતાં એક જ કોલેજ માં ભણતા એટલે એક બીજા ની સાથે ખાસ્સો સમય સાથે હતાં. લજ્જા જાણતી હતી કે રાહિલ ગરમ મગજનો છે. પણ પ્રેમ થી સમજાવો તો તે સમજી જતો હતો. રાહિલ માટે તેની ગમતી બ્રાન્ડેડ ઘડિયાલ લઈ ઘરે પહોંચી. ચાવી બન્ને પાસે રહેતી એટલે બહુ કોઈ ને તકલીફ પડતી નહીં . ચાવી થી દરવાજો ખોલી અંદર આવી તો જોયું કે રાહિલ સોફા ઉપર બેઠો હતો. ઓહ્ તું આવી ગયો લે મને કહેવું તું હું મોડું ન કરત. રાહિલ ને ઓફિસ માં બોસ સાથે નાનકડી એવી ચકમક થઈ હતી. માટે આજે તે વહેલો આવી ગયો. લજ્જા એ પૂછ્યું ભેગો જ રાહુલ પોતાનું વાસ્તવિક રૂપ દેખાડ્યું અને મોડી કેમ આવી તે ઉપર ખાસ્સુ બોલ્યો. ત્યાં સુધી કે ખબર છે તું તારા કોઈ મિત્ર સાથે જ ફરતી હોય છે વગેરે વગેરે. લજ્જા રસોડામાં ચાલી ગઈ રસોઈ કરવા રાહિલ ગુસ્સા માં હોય તો બોલવાનું બંધ કરી અંદર જ પોતાની સફાઈ ગળી જતી. તેને થતું કે તે શા માટે જવાબ આપે પણ દર વખત જેવું હતું નહીં આજનો ગુસ્સો કંઇક અલગ જ હતો. છતાં લજ્જા એ મૌન રહેવાનું જ પસંદ કર્યું અને રસોઈ કરવા લાગી. રસોઈ માં હાથ ચાલતાં હતાં પણ મગજ અને મન કામ નહોતું કરતું થયું કે સવારથી હું પણ નીકળી હોઉં થાકી પાકી મને કોલેજ ના ટેન્શન હોય તો હું તો આમ વર્તન નથી કરતી. જમવાનું બની ગયું પણ શું કેવું કંઈ નહીં એક ઘરેડ માં સ્ત્રી તો અન્નપૂર્ણા છે એટલે એની ફરજમાં આવે પતિ ને જમાડવો પુલાવ બનાવ્યો હતો. પણ મૂડ ન હોવાને કારણે તેણી ને જમવું ન હતું . રાહિલ જમવા બેઠો ત્યારે એક વખત પણ પૂછ્યું નહીં કે કેમ નથી જમવું ટીવી જોતાં જોતાં જમી લીધું પ્લેટ પણ ન મૂકી. લજ્જા ને થયું કે આટલું તો કરી શકે. એટલે જ બે મહિના પહેલાં રાહિલ ને કહેલ કે રાહિલ મને આ નોકરી નથી કરવી પણ સુંદર ભવિષ્ય નું બહાનું આપી સમજાવી લીધી. રાહિલ આવ્યો તે પહેલાં તો સૂઈ ગયેલ લજ્જા ને રાહિલે ઉઠાડી કારણ તેની જાતીય સુખ ભોગવવાની ઇચ્છા જાગૃત થઈ હતી. લજ્જા ની ઈચ્છા , થાક કે નીંદર ને નજરઅંદાઝ કરી રાહિલે પોતાની ભૂખ સંતોષી સૂઈ ગયો. લજ્જા ને કયાંય સુધી નીંદર જ ન આવી. આવું પહેલી વખત ન્હોતું થયું . જ્યારે સેક્સ માટે ની ઈચ્છા નથી તેમ કહે એટલે રાહિલ શ્લોક બોલે

કાર્યેષુ દાસી; કર્મેષુ મંત્રી,
ભોજેષુ માતા, શયનેષુ રંભા
રૃપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી
શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.

અરે તું તો મારી રંભા છે ને પછી અઠવાડિયામાં એકાદ વખત લજ્જા ની ઈચ્છા હોય બાકી ના ચાર પાંચ દિવસ તો તે બળાત્કાર નો જ ભોગ બનતી. પતિ પત્નિ વચ્ચે ના સંબંધ માં આ શબ્દ ન આવવો જોઈએ પણ અફસોસ દર બે સ્ત્રી છોડી એક સ્ત્રી બળાત્કાર નો જ ભોગ બનતી હોય છે. શ્લોક ભલે આજ થી હજારો વર્ષ પહેલાં લખાયેલો હતો પણ તેમાં બદલાવ આવ્યો નથી ઊલટાનું શ્લોકના નામે ઈમોશનલ બ્લેક મેઇલ ચાલું થાય છે.
થોડા દિવસ ફરી સામાન્ય ચાલ્યું પણ એક દિવસ તબિયત સારી ન હોવાથી લજ્જા એ કોલેજ થી રજા લીધી અને ઘરે રહી. જો કે સ્ત્રી માટે ઘરે રહી રજા મળે એવું તો બનતું જ નથી. તેમ લજ્જા ને ઘરના કામ દેખાય તબિયત સારી ન હોવા છતાં ખૂબ બધાં કામ કર્યા કારણ રાહિલ ને ઘરમાં સહેજ પણ ઘૂળ દેખાય તે ગમતું ન હતું. સાંજે રાહુલ આવ્યો તબિયત નું પૂછવાનું દૂર રહ્યું સાથે કોઈ મિત્ર ને લાવ્યો હતો. અને આજે દારૂ ની મંડળી જામવાની હતી. લજ્જા ને નાસ્તા, બરફ ને ગ્લાસ નું કહ્યું અને કહ્યું કે તેનો મિત્ર પણ જમી ને જશે. લજ્જા શું બોલે બહારની વ્યક્તિ સામે, ચૂપચાપ ફરી મૌન નો માહત્મ્ય યાદ કરી કામે વળગી. થોડી થોડી વારે રાહિલ ના ઓર્ડર હોય બરફ આપ પાપડ શેકી દે વગેરે , રસોઈ સાથે બાર એટેંડર નું કામ કરતી હોય તેવું લાગ્યું . પ્રોગ્રામ પત્યો જમવાનું શરૂ થયું આજે મીઠું શાકમાં ભૂલી ગઈ રાહિલ વારે વારે બોલાવતો હતો તેમાં નાખ્યું કે નહિ નાખ્યું અને રાહિલ નો પહેલો કોળિયો ચાખ્યા સાથે જ ગુસ્સા માં આવ્યો બહારના સામે બહુ જ ખરાબ રીતે વર્તન કર્યું એટલે લજ્જા ની આંખમાં આંસું આવી ગયાં આમ તો રાહિલ ના ગુસ્સા સામે મૌન નું હથિયાર વાપરતી આજે ભાંગી પડી અને લજ્જા ને રડતી જોઈ રાહિલ નો ગુસ્સો વધ્યો અને ખબર નહીં નશાનો રાક્ષસ કે ગુસ્સો તેના ઉપર ચડ્યો કે લજ્જા ના વાળ પકડી ને ન રોવાનું કહ્યું. લજ્જા ને આવું પહેલી વખત થયેલ એટલે શું રીએકશન આપવું સમજાયું જ નહીં પેલો મિત્ર વચ્ચે પડયો તો રાહિલ શાંત થયો છતાં લજ્જા ને ખુબ મારી લજ્જા રડતાં રડતાં રસોડા માં ચાલી ગઈ.
તે રાત્રે રાહિલ નો મિત્ર ગયાં પછી રાહિલ લજ્જા પાસે આવ્યો અને ગુસ્સો ન કરવો જોઈ કહ્યો પણ સાથે વાંક લજ્જા નો જ છે તેવું કહ્યું. લજ્જા માટે ગુસ્સો સહ્ય હતો હવે આ હિંસા સહન કેમ કરવી તે વિચારી તેણે બીજે દિવસે મમ્મી ને ફોન કર્યો બધી જ વાત જણાવી તો મમ્મી એ જાણે સામાન્ય વાત હોય તેમ કહી દીધું કે બેટા પુરુષો ના મગજ ગરમ હોય આપણે સંભાળવાનું. લજ્જા ને થયું હવે નહીં થાય પણ રાહિલ ને આદત જ પડી ગઈ હતી દર બે ચાર દિવસે જગડા કરે વાતમાં કોઈ દમ ન હોય ક્યારેક કપડાં ની ઈસ્ત્રી સરખી ન થઈ હોય કે ક્યારેક રાહિલે મુકેલ તેની ફાઈલ ન મળતી હોય રાહિલ નો ગુસ્સો કાબૂ બહાર જતો રહેતો અને લજ્જા ને મારતો એક દિવસ તો હદ જ થઈ ગઈ રાહિલે તેનાં હાથમાં હતું તે રિમોટ નો ઘા કર્યો અને લજ્જા ના માથા પર વાગ્યું. બીજે દિવસે કોલેજ માં બધાને ખોટું બોલી કે બાથરૂમ માં પડી ગઈ. સ્ત્રી તો સહનશકિત ની દેવી છે તેને સ્ત્રી રહેવા જ નથી દીધી. દેવી દેવી કહી તેના પર થતાં અત્યાચારોને અવગણવામાં આવ્યા છે. ગઈ રાત્રે પણ રાહિલ ના ગુસ્સા ની ભોગ બનેલ લજ્જા ... (#MMO) લજ્જા જેવી ભણેલ ગણેલ છોકરી સમાજના ડર થી અને માતા પિતાનો સપોર્ટ ન હોવાથી સહન કરે છે. ક્યારેક તો રાહિલ ના સ્વભાવમાં બદલાવ આવશે તે વિચારી ને પણ બદલાવ નથી આવતો હા ત્રાસ સહન કરવાની ટેવ પડી જાય છે.

#તમે લજ્જા હોત તો તમે શું કરત કૉમેન્ટ માં કહેશો???

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED