Swarthi sagpan books and stories free download online pdf in Gujarati

સ્વાર્થી સગપણ...


બે ભાઈઓ ની એક બહેન એટલે લાડ કોડ થી ઉછેર , છોકરી હોવા છતાં ક્યારેય છોકરી છે તેવો અહેસાસ પણ નહીં, માતા પિતા એ પણ હંમેશા ત્રણેય ભાઈ બહેન ને સરખી જ સમજણ અને સરખું જ બધું આપેલ . દીક્ષા સૌથી નાની હતી બે ભાઈઓ પછી લગભગ પાંચેક વર્ષે જન્મેલ એટલે લાડલી હતી અને દીકરી એટલે તો વહાલ નો દરિયો એટલે બધાં એમજ હાથ ઉપર રાખતાં. હાથ મૂકે તે વસ્તુ હાજર, ક્યાંય પણ જવું હોય તો એક ભાઈ તો સેવા માં ખડે પગે હાજર હોય. જો કે દીક્ષા પણ સમજુ હતી ઘરની પરિસ્થતિ સમજી ને જ માંગણી કરતી હાઇસ્કુલ માં હતી ત્યારે જ રેવાબેન એટલે કે દીક્ષા ના મમ્મી ને ગર્ભાશય માં તકલીફ થઈ અને તે ઓપરેશન કરાવવું પડ્યું ત્યાર થી ઘર સંભાળવાનું પણ શીખી ગયેલ. રોળવાઈ જાય એટલી રસોઈ પણ શીખી લીધેલ. ભલે બંને ભાઈ બહારના કામમાં મદદ કરતાં પણ જે સમાજમાં તેઓ રહેતાં હતાં ત્યાં સ્ત્રી અને પુરુષો માટે કાર્ય કરવાનું લીસ્ટ જ અલગ હતું. જો કોઈ પુરુષ સાવરણી હાથમાં જાલી કચરો વાળે કે પોતાના ઘરમાં રહેલ સ્ત્રી પછી તે મા, પત્નિ , બહેન ભાભી કોઈ પણ ને કપડાં સૂકવવામાં મદદ કરે, કે ઘરના કોઈ પણ કામમાં મદદ કરે તો તેને બાયલો કહી જ સંબોધવામાં આવતો. એટલે દીક્ષા ને નાની , લાડકી બધું હોવા છતાં કોઈ જ મદદ મળતી નહીં.

આ ત્રણ મહિના જે રેવા બેન ને સંપૂર્ણ આરામ માટે ના હતાં તેમાં દીક્ષા તૈયાર થઈ ગઈ હતી. નવમાં માં હતી એટલે ઘરકામ પતાવી ભણવા બેસી જતી હતી. પહેલેથી જ તેની ઈચ્છા ડોકટર થવાની હતી . તે બાબતે તે સિરિયસ પણ હતી. આટલું ઘરમાં તકલીફ હોવા છતાં દરેક પરિક્ષા માં પહેલો જ નંબર લાવતી હતી. બસ ફાઈનલ પરિક્ષા નું પરિણામ આવ્યું નાનો ભાઈ કોલેજ માં હતો તો તેને એટીકેટી આવી જ્યારે આટલું કામ અને બધું અસ્તવ્યસ્ત છતાં દિશા એ સ્કૂલમાં ટોપ કર્યું હતું. ભરત ભાઈ ની એક નાનકડી એવી સ્ટેશનરીની દુકાન હતી. પણ દુકાન બે ત્રણ સ્કુલ ની નજીક હોવાથી સારી ચાલતી હતી. રાત્રે જમવાનું પત્યું પછી ભાઈના પરિણામ બાબતે ભરતભાઈ ખૂબ ખિજાયા. દીક્ષા એ પોતાનું પરિણામ બતાવ્યું. તો સાઈડમાં મૂકી ફરી ભાઈને જ ખિજાવા લાગ્યા નાનો એટલે આમ દીક્ષા થી મોટો ભાઈ પરાગ તો કંઈ સાંભળ્યા વગર બાઈક ની ચાવી લઇ નીકળી જ ગયો. આમ પણ પરાગ ને ગુસ્સો નાક ઉપર જ રહેતો અને ભરતભાઈ અને પરાગને બહુ બનતું પણ નહીં નાની નાની બાબત પર ચકમક થતી રહેતી. મોટો ભાઈ જયેશ સમજુ હતો કોલેજ પૂરી કરી પપ્પા ના ધંધા માં મદદરૂપ થવા દુકાને બેસતો અને માર્કેટિંગ નું સંભાળતો. પરાગ ને દુકાન માં થોડો સમય કાઢી આવવા ઘણી વખત કહ્યું પણ તે પોતાના મિત્રો માં થી જ ઊંચો ન આવતો. રેવા બેને ભરતભાઈ ને કહ્યું કે દીક્ષા ના સ્કૂલમાં થી પહેલાં આવ્યા ના કારણે સન્માન રાખવામાં આવ્યું છે. ભરત ભાઈ એ બહુ ધ્યાન ન દીધું હશે છે જ હોંશિયાર અને દીકરીઓ હોય હોંશિયાર તો પણ તેને કલેકટર કે દાક્તર થોડી બનાવવાની હોય. બસ પોતાના બાળકોને સરસ ભણતર અને ગણતર આપી શકે એટલું ભણી લે એટલે ઘણું. દિક્ષા તે રાતે ખૂબ રોઈ કે સ્ત્રી તરીકે જન્મી તે અપરાધ કર્યો? પણ રોતા રોતા સુઈ ગઈ અને આંસુની સાથે સપનાઓ પણ સુકાય ગયાં.

જોત જોતામાં ચાર વર્ષ વિતિ ગયા. કોલેજ ના બીજા વર્ષમાં હતી દીક્ષા દશમામાં 95% આવ્યા હોવા છતાં ફરજિયાત કોમર્સ લીધું અને કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જયેશ ભાઈના લગ્ન થઈ ગયાં હતાં અને મયુરી ભાભી ને અને દીક્ષાને બેન થી વિશેષ બનતું હતું. એક વર્ષ લગ્ન ને થયું હતું ત્યાં ખબર નહીં ભરતભાઈ એ ફ્લેટ ની ચાવી આપી ભાઈ ભાભી ને અલગ કરી દીધાં હતાં. અત્યારે તો ભત્રીજી પણ દોઢ વર્ષની થઈ ગઈ હતી. બસ રોજીંદુ જીવન ચાલતું અઠવાડિયે એક દિવસ પૂરો પરિવાર સાથે જમતાં. ફરી તે દિવસ ની રાહ જોવાતી હતી. તે રવિવારે દીક્ષા સવારે જ મોનાને લઈ આવી હતી આવું ઘણી વખત બનતું પછી સાંજે સાથે ભોજન લઇ ભાઈ ભાભી સાથે લઈ જતાં. આજે પણ જયેશ અને મયુરી બને તેનાં સ્કુટર માં આવતાં હતાં ત્યાં રોંગ સાઇડથી આવતાં ટ્રકે અડફેટે લેતાં મયુરી નું તો ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું અને જયેશ ને હોસ્પિટલ લઈ જઈ રહ્યાં હતાં ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતું.(#MMO) આ દિવસે દીક્ષાના જીવનને હલાવી નાખ્યું હતું. અચાનક આ સમાચાર સાંભળી ભરત ભાઇ ને પણ આઘાતમાં હાર્ટ એટેક આવ્યો અને તે પણ પેરેલાઇઝ થઈ ગયાં. પરાગ પોતાની જવાબદારી માં થી ભાગવા બહાર ભણવા જતો રહ્યો.

માતા, પિતા નાનકડી મોના અને સાથે દુકાનની જવાબદારી દીક્ષાના માથે આવી ગઈ. જે દુકાનમાં ક્યારેય મદદ માટે પપ્પા એ પગ મુકવા નહોતો દીધો તે સંભાળવાનો વારો આવી ગયો. રાતો રાત પિતા ના દીકરી માટે ના વિચારો બદલાઈ ગયાં કારણ જરૂરિયાત જ એવી ઉભી થઈ કે દીકરી ને શું કરાય ન કરાય બધું જ અભેરાઈ એ ચડી ગયું.... દીકરી દીકરા સમાન બની ગઈ.
#સ્વાર્થી_સગપણ_છેલ્લો_ભાગ

બે ભાઈ ઓ ની એક બહેન દીક્ષા ને કોલેજ સાથે એટલી જવાબદારી આવી ગઈ હતી કે ક્યાં ડોકટર બનવાનું સપનું જોતી હતી. ક્યાં દુકાન માં જવું પડે છે. રોજ નું સ્કેડ્યુલ જ એટલું ફિક્સ રહેતું કે દીક્ષાને પોતાના માટે સમય જ ન રહેતો. સવારે વહેલી ઉઠી ઘરનું કામ કરતી રસોઈ કરતી , મોના માટે ની તૈયારી કરતી પપ્પા ને નવડાવવા, કારણ રેવા બેન બધું જ પહોંચી ન શકે નાનકડું બાળક અને સાથે લકવાગ્રસ્ત પતિ એટલે દીક્ષા થી બનતું બધું કરી ને જતી. આવક ચાલુ રહે તે માટે દુકાન પણ ચાલુ રાખવી જ પડે એટલે અડધી કોલેજ ભરી રોજ દુકાન પર જતી. બપોરે જમી ફરી ઘરનું કામ પટાવી ને મોનાને સાથે લઈ ને દુકાન જતી. મોના ધીમે ધીમે મોટી થઈ રહી હતી તેની સ્કુલ પણ શરૂ કરવાની હતી. ભરત ભાઈ ને ફિઝીયોથેરાપી થી હાથ પગમાં હલનચલન પણ વધી હતી. વર્ષે તે દુકાન નો ગલ્લો સંભાળી શકે તેટલાં ફીટ પણ થઈ ગયાં હતાં. પરાગ પણ પોતાનો અભ્યાસ પૂરો કરી આવી ગયો હતો. પણ તેને તો નોકરી મળી ગઈ હતી. તો ફરી તે જ્યાં નોકરી હતી ત્યાં ચાલ્યો જવાનો હતો. ભરતભાઈ એ કેટલું કહ્યું કે દુકાન તું સંભાળી લે તો દીક્ષા ના લગ્નનું વિચારીએ. તે પહેલાં તારા લગ્ન પણ કરાવી દઈએ તો મોના ને અમે બંને સચવાઈ જઈએ. પરાગે લાચાર માતા પિતા અને બહેન ભત્રીજી નો જરા પણ વિચાર ન કર્યો અને એક ધડાકે કહી દીધું કે લગ્ન હજી બે વર્ષ પછી જ કરીશ અને પછી હું તો ભાઇ ભાભી વાળા ફ્લેટ માં જ રહેવા જતો રહીશ. મારી વહુ કંઈ કોઈ ની સેવા કરવા અહીં નથી આવવાની. ભરતભાઈ એક શબ્દ ન બોલ્યા અને રેવા બેન પણ પરાગ ને કહી જ ન શક્યા કંઈ. દીક્ષા એ સ્વીકારી લીધું કે તેની જ જવાબદારી છે.

કોલેજ પૂરી થઈ ગઈ હતી. ઈચ્છા તો ઘણી માસ્ટર કરવાની પણ હતી. ઘરની પરિસ્થતિ સામે ઈચ્છા એ ઈચ્છા મૃત્યુ જ લઈ લીધું. આ એક વાત માં નહીં આવું ડગલે ને પગલે થતું હતું. જે માતા પિતા માટે તેણે આટલો ત્યાગ કર્યો તેણે ભાઈ ભાભી ના એક્સીડન્ટ મૃત્યુ પછી કહી દીધું કે તારે અમને મમ્મી પપ્પા કહી ન બોલાવવા દાદા દાદી જ કહે જેથી નાનકડી મોનાને તકલીફ ન થાય. બધાની તકલીફો જોતાં જોતાં પોતાની દરેક તકલીફ ને નજરઅંદાજ કરવાની આવડત તો આવી જ ગઈ હતી. કોલેજના છેલ્લા દિવસે રોહન કે જે દીક્ષા નો ખાસ મિત્ર હતો તેણે લગ્ન માટે પ્રપોઝ કર્યું અને દીક્ષા એ સેજ પણ સમય ન લેતાં ના પાડી દીધી. દીક્ષા એ નક્કી કરી જ લીધું હતું કે જિંદગી જેટલી પરિક્ષા લે ભલે લે હું ક્યારેય મારી ફરજો સામે થી નહીં હટું. દુકાન માં હવે પહેલાં જેવી ઘરાકી રહેતી નહીં એટલે સાથે ટ્યુશન લેવાના શરૂ કર્યા. આમને આમ ત્રણ વર્ષ ફરી વીતી ગયા. પરાગ પરણી ગયો અને આવતા ની સાથે ભાભી એ શું વાત કરી હશે કે પરાગ અચાનક દુકાને આવવા લાગ્યો અને ભરતભાઈ ને આરામ કરો દુકાન હું સંભાળીશ કહી ઘરે બેસાડી દીધા. ભરતભાઈ પણ રાજી થઈ ઘરે બેસી ગયા.

દીક્ષા સવાર થી રાત સુધી નોકરી ટ્યુશન અને મોનામાં એટલી વ્યસ્ત રહેતી ક્યાં કઈ રમત રમાઈ રહી હતી ખબર જ ન પડી. દુકાનની જે થોડીક પણ આવક આવતી હતી તે પણ ઓછી થતાં થતાં બંધ જ થઈ ગઈ. જ્યારે રૂપિયા માંગવામાં આવતાં તો પરાગ દુકાન લોસમાં જાઈ છે કે પોતાનો કોઈ ખર્ચો ગણાવી દેતો હતો. એક દિવસ અચાનક ભરતભાઈ ને એટેક આવ્યો ગેસ સમજી ઘરમાં જ સારવાર કરી અને ભરતભાઈ ગુજરી ગયા. મોના અને રેવા બેન ની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ અને થોડા વખત થી તો જે જવાબદારી રૂપે થતું હતું તે તો દીક્ષાની ફરજમાં આવે તેવું માની ને વિચિત્રજ વર્તન રેવાબેન અને ભરત ભાઈ નું થઈ ગયું હતું. લગ્ન માટે માંગા આવતાં તો કોઈ ને કોઈ ખોટ કાઢી ઘર સુધી આવવા જ નહોતા દેતાં જો કે દીક્ષા એ તો સંસાર માં રહી દીક્ષા જ કેટલાં સમય થી ધારણ કરેલ હતી. દિવસો મહિનાઓ વર્ષો વીતતા ગયા. મોના ને પરણાવવાની વાતો થવા લાગી દીક્ષા એ જ સુંદર ઘર અને વર શોધી તેને પરણાવી મોના પણ માસ્ટર નું ભણી લીધું હતું. લગ્ન થયાં તેવાં જ મોનાના રંગ ઢંગ બદલાઈ ગયાં. એક સમય તો એવો આવ્યો કે પોતાનો હિસ્સો માંગી લીધો.

દીક્ષા પાસે તો કંઈ હતું જ નહી નોકરી કરી કમાતી હતી તે રોજિંદા ખર્ચા માં અને જે થોડી સેવિંગ હતી તે લગ્નમાં વાપરી નાખી હતી. ભરત ભાઈ પણ દુકાન ની પાવર ઓફ એટર્ની પરાગ ના નામે મકાન રેવા બેન ના નામે અને ફ્લેટ જ્યાં પરાગ રહેતો હતો તે મોનાના નામે કરતાં ગયાં હતાં. દીક્ષા તો દીકરી હતી તેને કોઈ જ ભાગ થોડો અપાય. એવું vichaarel સાથે જે તે સમયે બોલ્યાં પણ હતાં.(MMO) મોના એ તે જ પ્રોપર્ટી માટે માથાકૂટ શરૂ કરી જ્યાં પરાગ રહેતો હતો તે ખાલી કરાવવાની વાત કરી અથવા ભાડું આપે ત્યાં સુધી ની હલકી વાત કરી દીધી. અંતે ઘર ખાલી કરાવી પરાગ અને તેની વહુ અને દીકરાને રેવા બેન અને દીક્ષા રહેતાં હતાં ત્યાં ઉપર એક રૂમ માં રહેવા બોલાવ્યા.

બસ પછી શરૂ થયું ભાભી નું રાજકારણ રેવા બેન ને પોતાની સાઈડ કરી લીધાં અને દીક્ષા ને એકલી કરી દીધી. કામ થી લઇ ઘરમાં રૂપિયા લાવવા તો ખરું જ પણ નાની મોટી જરૂરિયાત બધાની દીક્ષા એ જ પૂરી કરવાની જો ન પૂરી થાય તો ઘરમાં મહાભારત રચાય...દીક્ષા ને ક્યાંય થી કોઈ નો સાથ જ ન મળ્યો. જાણે બધાને ડૂબતાં બચાવવામાં પોતે ડૂબી ગઈ. ઘણી વખત વિચારતી કે તેનો શું વાંક એક દીકરી છે એટલે ... અંતે એક દિવસ દીક્ષા એ દિક્ષા લેવાનું નક્કી કર્યું. શ્રી રામ કૃષ્ણ પરમહંસ મિશનની અનુયાયી તો પહેલે થી હતી જ બસ હવે જેટલું જીવન હતું તે તેમનાં શરણ માં વિતાવવા બેલુર મઠ ચાલી નીકળી.....

#સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED