Sambandhni santakukdi books and stories free download online pdf in Gujarati

સંબંધની સંતાકૂકડી


ત્રણ વરસ વીતી ગયા હતાં. સૌમ્ય ને મળે , કે એના ફોન મેસેજ મેળવે પણ.મૃદંગા સૌમ્યને અને તેનાં સ્પર્શને ભૂલી તો નહોતી શકી.  કોલેજ માં સાથે ભણતાં ત્યાં સુધી રોજ મળવાનું થતું અને પછી માસ્ટર ભલે અલગ વિષયમાં કર્યું પણ યુનિવર્સિટી એક એટલે સાથે આવવું જવું અને થોડો સમય ક્લાસમાંથી ગાપચી મારીને કેંન્ટીન માં મળી લેતાં. ભલે યુનિવર્સિટીની કેંન્ટીન સાવ સાદી હતી પણ સમોસા અને ચાનો સંતોષ સાથે હતાં તો અનેરો હતો. પાંચ વર્ષ સતત રોજ મળતાં.  છેલ્લો દિવસ મૃદંગા ને આજે પણ યાદ છે. ખૂબ રડી હતી. સૌમ્ય હવે તો ક્યારે મળીશું. મૃદંગા ની સાથે સૌમ્ય પણ આંખમાં છુપાયેલા આંસુ ને રોકવાના અથાક પ્રયત્નો પછી પણ રોકી નહોતો શક્યો. ત્યારે ક્યાં એવા ફોન કે સોશ્યલ મીડિયાના જમાના હતાં કે દૂર હોઈએ તો પણ નજીક નો અનુભવ થઈ શકે. એક લેન્ડ લાઈન જેમાં વાત કરવાં કોઈ પ્રાઈવસી જ ન મળે.

              સૌમ્ય ની નોકરી લાગી ગઈ હતી. મૃદંગા પણ મિત્રના ક્લાસમાં ટ્યુશન ભણાવવા જવાની હતી. સાથે સાથે સરકારી નોકરી માટેની પરિક્ષાની પણ તૈયારી કરતાં હતાં બંને. એટલે એટલો ખ્યાલ હતો કે પહેલાં જેટલું મળવું સરળ ન હતું. સૌમ્ય એ મૃદંગા નો હાથ પકડી કહ્યું મૃદંગા મને સરખી નોકરી મળી જશે એટલે હું મારા માતા પિતા ને તારા ઘરે આપણા લગ્નની વાત લઈ આવવા કહીશ પણ ત્યાં સુધી તું ધીરજ રાખજે. મૃદંગા એ સામે જવાબ આપ્યો તો કે તે તેની રાહ જોશે. પ્રેમ નો સાચી પરખ સાથે રહેવાથી નહીં પરંતુ દૂર રહેવાથી જ થાય છે. બંને પોતાના ભણવા અને નોકરીમાં વ્યસ્ત થઈ ગયાં પરંતુ બીજા કોઈ વ્યક્તિને પોતાની નજીક આવવા દેતા નહીં. જાણે અજાણ્યું બંધન જાતે જ બાંધી લીધેલ. અઠવાડિયામાં બને વચ્ચે એકાદ વખત ફોનમાં વાત થતી પણ તે જો કોઈ આજુ બાજુમાં ન હોય તો નહીં તો તે પણ કેમ છો કેમ નહીં થી જ પૂરી થઈ જતી. સમય જેમ જેમ જતો ગયો તેમ તેમ તે પણ ઓછું થઈ ગયું માસ્ટર પત્યાં પછી બે વર્ષની સખત મેહનત પછી સરકારી  નોકરી માટેની પરિક્ષાની તૈયારી પૂરી થઈ અને પરિક્ષા પણ સુંદર પરિણામ સાથે ત્યારે સૌમ્ય નો ફોન આવેલ મૃદંગા ને અભિનંદન દેવા. સૌમ્ય હજી આ વર્ષ પણ પરિક્ષા ની જ તૈયારી કરતો હતો. UPSC ની પરિક્ષા માટે ની તૈયારી તો સમય માંગી જ લે. ફોન આવ્યો ત્યારે મૃદંગા ને ઘેર બધા હરખ કરવા આવ્યાં હતાં. ફોન પર વાત પણ સંભળાતી ન હતી એટલે મૃદંગા એ જ સામે થી મળવાનો પ્લાન કર્યો. ભલે ને મામલતદાર તરીકે મૃદંગા જોડાઈ રહી હતી પણ છોકરી તરીકે તો એને મર્યાદા રાખવાની હતી એટલે ક્યાં મળવું બહુ વિચારી ફરી તે જ યુનિવર્સિટી ની કેન્ટિન જગ્યા ફાઈનલ કરી. આવતે અઠવાડિયે ૨૮૦ કિલોમીટર દૂર મળેલ પોસ્ટિંગ લેવાનું હતું.
       
                    સૌમ્ય ઘરનાં બહુ જ ઉતાવળ કરે છે લગ્ન માટે એમાં આ નોકરી લાગ્યા પછી તો રોજ કોઈ ને કોઈનું માગું આવ્યા રાખે છે. સૌમ્ય તારી પરિક્ષા ને હજી છ મહિના પછી પરિણામ એક વર્ષ હજી કાઢવું અઘરું છે. તું આ અઠવાડિયા માં જ આવી જા ને. સૌમ્ય એ સમજાવવા પ્રયત્ન કર્યા પણ મૃદંગા એક ની બે ન થઈ કારણ તે પરિસ્થતિ સમજતી હતી. સૌમ્ય એ કહ્યું સારું ચાલ એકાદ દિવસ માં ફોન કરી આવીશું પછી મૃદંગા ને શાંતિ થઈ ગઈ.  એ દિવસ આખો દિવસ સાથે રહ્યાં ને ભવિષ્ય ના શમણામાં સમાઈ ગયાં. ઘરે પહોંચી મૃદંગા ખુશ હતી. બે દિવસ વીતી ગયાં હવે બે જ દિવસ હતાં જવા માટે સૌમ્ય ની રાહ જોયા રાખતી હતી. બે દિવસ માં કેટલાં ફોન અને બે મુરતિયાતો જોવા આવી ગયાં હતાં. પપ્પા સાથે પોતાના લગ્નની ચર્ચા કરવી ત્યારે શક્ય ન બનતું. ભાઈ ભાભી હતાં પણ ત્યાં ગોળ ગોળ જ વાત થઈ શકે. મૃદંગા એ અંતે મમ્મી ને કહ્યું કે એક વખત નોકરી ચાલું થઈ જાય એટલી રાહ જોવા પપ્પા ને વિનંતી કરે. પણ મમ્મી એ કહ્યું કે તારા પપ્પા એ ચોખ્ખું કહ્યું છે આ બે માં થી એક ને ફાઈનલ કરી જ નોકરી માટે બહારગામ જવા દેશે. મૃદંગા એ અંતે સૌમ્ય ના ઘરે ફોન કર્યો સૌમ્ય ના મમ્મી એ ઉપાડ્યો. મૃદંગા એ પોતાની ઓળખાણ સૌમ્ય ની મિત્ર ની બેન તરીકે આપી ને ફોન મૂકી દીધો.

              આજે પારસ ને એના મમ્મી પપ્પા આવવાના છે. તારી સાથે ફરી મિટિંગ કરવી છે. બધું સમુ પાર પડે તો આવતી કાલે મીઠી જીભ કરી લેશું. સગાઈ આવતાં મહિને એટલે અમારી ફરજ પૂરી.મૃદંગાના પપ્પા એ બધા વચ્ચે જ કહી દીધું.  મૃદંગા ને ક્યારેય પોતે માતાપિતા ઉપર બોજ છે એવું લાગ્યું જ ન હતું. ક્યારેય કોઈ ભણતર માં કચાશ નહોતી કરેલ પણ આજે એમ લાગ્યું કે દીકરા દીકરી નો ભેદ તો તેમનાં ઘરમાં પણ છે. તેના ભાઈ ભાભી ના લવ મેરેજ હતાં. તે પણ ભાગીને કરેલ તો પણ માતા પિતા એ સ્વીકારેલ પણ દીકરી તરીકે હમેંશા એક લક્ષ્મણરેખા દોરેલી જ  રાખેલ. તે ઓળંગવાની હિમંત પણ નહોતી થતી. પણ આશા હતી કે સૌમ્ય એના માતાપિતા સાથે આવશે તો એનાં પિતા માની જશે. ભાઈના લગ્નમાં જે સાથ આપેલ તે જોતાં.
સાંજે જો પારસ ના માતાપિતા આવે તે પહેલાં સૌમ્ય આવી જાય તો વાંધો ન આવે વિચારતી હતી ત્યાં જ બેલ વાગી ને દરવાજો ખોલ્યો તો ટપાલી ટપાલ લઈ આવ્યો હતો. ટપાલ લઈ ને દરવાજો બંધ કર્યો જોયું તો પોતાના માટે જ સૌમ્યનો લખેલ કાગળ. દોડીને બીજા રૂમમાં ચાલી ગઈ ને કાગળ વાંચવા નું શરૂ કર્યું.(#MMO)

મારી મૃદંગા

સમજુ છું તું રાહ જોવે છે પણ જ્યાં સુધી હું તારે લાયક ન બનું ત્યાં સુધી હું ક્યાં મોઢે તારા પપ્પા આગળ તારો હાથ માંગુ. મારી પરિસ્થતિ સમજ્જે અને મારી રાહ જોજે.

                              તારો સૌમ્ય
કાગળ વાંચી અવાચક બની ને મૃદંગા ખુરશી પર બેસી ગઈ.

#પ્રેમ_અને_પાપ_બે_અક્ષરની_વાત_ભાગ_૨             

                       ઓફિસ માં બેઠી બેઠી ભૂતકાળ ભ્રમણ કરતી હતી ત્યાં જ મોબાઈલની રીંગ વાગી સામે પારસ હતો. આજે સાંજે ક્યારે આવીશ તે પૂછ્યું અને લીસ્ટ મુજબ જે વસ્તુ નથી મળતી તે ક્યાં થી લેવી તે, પારસ નો અવાજ સાંભળી અચાનક વિચારો ના વમળમાંથી  બહાર આવી જવાબ આપી દીધાં પણ જેમ દરિયા ની નજીક રહીએ અને થોડાં ભીંજાઈએ તેમ જ સૌમ્યના વિચાર ના વરસાદ માં ભીંજાયેલ મૃદંગા ફરી વર્તમાન માં આવી ગઈ. ફાઈલ અને કોમ્પ્યુટર માં માથું નાખી કામ કરવા લાગી પણ મગજ અને મન તો ત્યાં જ હતાં. આજ થી ૧૭ વર્ષ પહેલાં નું વિચારી ને ધ્રુજારી આવી ગઈ હતી. હા જોતા જોતામાં લગ્નને કેટલાં વર્ષો ચાલ્યા ગયા. પણ સૌમ્ય સાથે નો પ્રેમ ભૂલાતો ન હતો. પહેલો પ્રેમ હતો અને પાછો એ પ્રેમ તાજો થયો હતો. એટલે જે ધૂળ જામેલી તે પણ ખરી ગઈ હતી. હા સૌમ્ય નો કાગળ આજ થી ૧૯ વર્ષ પહેલાં આવેલ ત્યારે તો મૃદંગા ને સમજાયું જ ન હતું કે શું કરવું અને કોઈ જ વિચારો કર્યા વગર પપ્પા એ કહ્યું એટલે પારસ સાથે મીઠી જીભ કરી લીધી. વિચાર્યું કે લગ્ન પહેલાં કોઈ રસ્તો કાઢશે. નોકરી ચાલુ થઈ ,  સૌમ્ય સાથે સંપર્ક કરવાના પ્રયત્ન પણ ચાલું રાખ્યા. સગાઈ પણ થઈ ગઈ. લગ્નની તારીખો પણ કાઢવાની વાતો શરૂ થઈ ગઈ. પારસ બહુ જ સરસ રીતે મળતો કોઈ ખોટ કાઢવી અઘરી થાય એમ હતી પણ પ્રેમ તો થાય નહીં. એક વર્ષ પછી ની તારીખ પણ આવી ગઈ હતી. કારણ નોકરી ને વરસ થાય પછી બદલી થઈ શકે એટલે એટલો સમય જરૂરી હતો બાકી તેના પપ્પા નું ચાલે તો કાલે જ પરણાવી દે.

                      વરસ સુધી માં તો સૌમ્ય પણ નોકરી એ લાગી જશે એમ વિચારી ને ફરી રોજિંદા જીવનમાં ગોઠવાય ગઈ મૃદંગા , આ તરફ સૌમ્ય પુર જોશ માં પરિક્ષા ની તૈયારી શરૂ કરી દીધી હતી. તેને મૃદંગા ની સગાઈ ની જાણ થઈ ગઈ હતી પણ તેને પણ થયેલ કે લગ્ન તો નથી જ થયા એટલે કોઈ વાંધો નહીં એક વખત UPSC ની પરિક્ષા પાસ કરી લેશે એટલે હોદો જોઈ આપો આપ જ મૃદંગા નો હાથ મળી જશે. આમ પણ પારસ તો એક એન્જીન્યર જ હતો એ પણ ક્લાસ 2 ઓફિસર જ હતો. આમ વિચારતા દિવસો વિતતા ગયા એમ જ  મહિનાઓ અને લગ્ન નજીક આવવા લાગ્યા. સૌમ્ય એ પરિક્ષા તો પાસ કરી દીધી હતી પણ કોઈ કારણોસર પોસ્ટ આપવાના હતાં ત્યાં કોઈએ સ્ટે લઈ લીધો હતો. હવે સૌમ્ય માગું લઈ ક્યાં મોઢે જાય એમ વિચારી ને તે ચૂપ રહ્યો. આ તરફ લગ્નની ખરીદી શરૂ થઈ ગઈ હતી અને એક મહિના પછી લગ્ન હતાં. મૃદંગા એ સંજોગોનો સ્વીકાર કરી લીધો હતો. એમ જ પંદર વર્ષ વિતી ગયાં. ક્યારેક સૌમ્ય યાદ આવે કે પહેલો પ્રેમ યાદ આવે તો એકલી રોઈ લેતી પણ ક્યારેય પારસ સાથે અન્યાય થાય એવું વર્તન કર્યું ન હતું. ફરી વિચારમાંથી  કામમાં વળગી.

          ત્રણ વર્ષ પહેલાં ની વાત છે. મેડમ આજે સાંજે નવા કલેકટર સાહેબની સાથે મિટિંગ છે. મૃદંગા જે પ્રમોશન મેળવીને જિલ્લા વિકાસ અધિકારી બની ગઈ હતી. તે જિલ્લા માં નવા કલેકટર આવ્યા હતાં સૌમિલ શાહ જેમની સાથે મિટિંગ માટે 4 વાગે કલેકટર ઓફિસ પહોંચી. મિટિંગ હોલ માં બેઠી તે એકલી જ હતી નવાઇ લાગી કે આવું કેમ ?  પણ પછી થયું કે કદાચ આમની કામ કરવાની પદ્ધતિ આવી જ હશે.  મેડમ બેસો સાહેબ આવે છે તમારી ચા ખાંડ વગરની સાથે સમોસા ,  મૃદંગા  નવાઇ લાગી કે યુનિવર્સિટી મૂક્યા પછી ચા બંધ જ કરી કોફી ચાલું કરી દીધી હતી. સમોસા તો ખાધા જ ન હતાં. આવું કોમ્બિનેશન પણ જોગાનુજોગ સમજી તેણે નાં પાડવી વ્યાજબી ન લાગી. કલેકટર સાહેબ ની રાહ જોવ લાગી. અચાનક દરવાજો ખૂલ્યો અને મૃદંગા ફ્ટ દઈ ઉભી થઇ ને પાછળ ફરી ત્યાં તો સૌમ્ય તે જ સૌમ્ય જેને ભૂલવા છતાં ક્યારેય ભુલી ન હતી. સૌમિલ નામ હતું તો ? સૌમ્ય એ દરવાજો બંધ કર્યો. મૃદંગા બહુ ન વિચાર હું જ સૌમિલ છું મારું નામ લિવિંગ માં સૌમિલ જ છે સૌમ્ય તો મમ્મી ના ગમ્યું હતું તો પહેલે થી તે જ કહેતી પછી તે જ નામ થઈ ગયું હતું. મૃદંગા અવાક જ હતી. ઑફિસમાં કેમ કરી ને ભેટી ને રોવે ઈચ્છા તો ધ્રુસકે ધ્રુસકે રડવા ની હતી. બસ કંઈ વિચાર્યા વગર તેણે દરવાજો ખોલ્યો અને ગાડી તરફ દોટ મૂકી. ઘરે ગઈ અને રૂમ બંધ કરી ને જોર જોર થી રડી પડી જાણે વર્ષો જે મગજમાં સંગ્રહ કરેલ તે બંધ તૂટી ગયો. ફોનની રીંગ વાગી ઉપાડ્યો તો સામે સૌમ્ય  સાંભળ મૃદંગા મને આમ સજા ન આપ તું મને મળીશ તો ખરી ને હું સૌમિલ તરીકે નહિ સૌમ્ય તરીકે મળવાની વાત કરું છું. તું રડે છે એવું ન કર પ્લીઝ આવતી કાલે આપણે ટુર માં જવું છે તું મારી સાથે ગાડીમાં આવજે તને તારા દરેક સવાલના જવાબ આપીશ. તે રાત તબિયત સારી નથી કહી રૂમમાં થી બહાર જ ન આવી અને પારસ પણ તાલીમ લેવા બહાર ગયો હતો એટલે ત્રણ ચાર દિવસ એકલી જ હતી.  રાત જાગી કાઢી , પણ કામ તો કરવું જ રહ્યું સવારે ૯ વાગે સૌમ્ય ગાડી લઈ ને આવી ગયો હતો. મૃદંગા બેસી ત્યાં જ સૌમ્ય એ હાથ પકડી ને માફી માંગી ને પોતાની પરિસ્થતિ સમજાવવા પ્રયાસ કર્યા પણ મૃદંગા કંઈ જ નહોતી સાંભળતી બસ સૌમ્ય ને જોયા જ કરતી હતી. કેટલી સાચી ખોટી વાતો સૌમ્ય ની સાચી માનીને જે છે તે પરિસ્થતિ નો સ્વીકાર કરવા સિવાય રસ્તો નથી તેવું વિચાર્યું. (#MMO)

                         રાત્રે સાથે જમશું? સૌમ્ય એ સવાલ કર્યો, હા નાની અસમંજશ વચ્ચે મૃદંગા એ હા પાડી ને સૌમ્ય એ તેમનાં કુક ને સૂચનાઓ આપવા માંડી. ફોન પત્યો મૃદંગા ના હાવભાવ સમજી જાતે જ જવાબ આપી દિધો કે લગ્ન તો કર્યા હતાં પણ રેખા નામ હતું પણ હું તેમાં તને શોધતો અંતે અમે છૂટાં પડી ગયાં. રાત્રે ડિનર પતાવી થોડું વધુ બેસવાનો આગ્રહ મૃદંગાને  અને તે રાત્રે બને ને ખ્યાલ જ ન રહ્યો ને ક્યારે પ્રેમને ફરી તાજો કરી ને એક થઈ ગયા. સવારે સૌમ્ય ઉઠ્યો ત્યારે મૃદંગા ચાલી ગઈ હતી. ફોન કરવા ફોન ઉપાડ્યો ત્યાં મેસેજ વાંચ્યો કે
સૌમ્ય પ્રેમ તો તને જ કરું છું પણ ...... બસ અધૂરો મેસેજ. તે આખો દિવસ કંઈ જ વિચાર નહીં બસ શૂન્યમનસ્ક બની ગયેલ બન્ને સાંજે મૃદંગા ને ફોન આવ્યો કે બદલી નો ઓર્ડર નીકળ્યો છે તાત્કાલિક જોઈન જ કરવાનું છે પછી ત્રણ વર્ષ વીતી ગયાં હતાં ફરી સૌમ્ય સાથે કોઈ જ કોન્ટેક્ટ જ ન હતો. બે દિવસ માં સૌમ્ય ને પામી ગયેલ મૃદંગા એ ક્યારેય પ્રયત્ન પણ ન કર્યા. હવે તે સમજી ગયેલ કે સૌમ્ય ને તો આદત જ છે છોડવાની. સૌમ્ય એ બદલી કરાવી હતી કારણ તેનાં અને મૃદંગા ના સંબંધ મૃદંગા ના સુખી જીવનમાં દુઃખ નો દરિયો બનવા નહોતો માંગતો એટલે તે જ દિવસે તેણે આ નિર્ણય લીધો હતો. પ્રેમ તો કરતાં હતાં અને તે બંને માં રહેશે જ પણ....
    

                   મેડમ જશું ઘરે , મૃદંગાનો ડ્રાયવર દરવાજે થી જ બોલ્યો અને મૃદંગા ને યાદ આવ્યું કે આજે તેનો દીકરો આવવાનો હતો સ્ટડી માટે બહાર રહેતો હતો. ઘરે પહોંચી ફ્રેશ થઈ રસોડા તરફ ગઈ દીકરાને ભાવતા ભોજન બનાવ્યા. પારસ દીકરાને લઈ ને આવવાનો હતો. બેલ વાગી એવી જ દોડી મૃદંગા દરવાજામાંજ  દીકરા સૌમ્ય ને ભેટી પડી.

#સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED