યાર્સાગુમ્બા ની શોધ - ૧૫ Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર્સાગુમ્બા ની શોધ - ૧૫

ક્રમશ:

બિસ્વાસે પોતાનું માથું પકડી લીધું.


બિસ્વાસ : પ્રોફેસર આપ ભી ઇસકે સાથ મીલે હુએ હૈ....!


લુસા આગળ આવ્યો અને હસવા લાગ્યો.


લુસા : યહી તો લુસા કી ગેમ હૈ....!....તું બહોત દેર સે સમજા....!


તે પ્રાચી તરફ ફર્યો અને બોલ્યો....


લુસા : તુજે જાનના થા ને કે ઇસ ડબ્બે મેં ક્યાં હૈ....?!...પ્રોફેસર, ઇસે ડબ્બા ખોલકે દિખાઓ....!


પ્રોફેસરે પ્રાચીને છોડી દીધી. અને ડબ્બો ખોલ્યો. તેની અંદર જોઈને પ્રાચીને ઉલ્ટી કરવાનું મન થઈ ગયું. અંદર બે ગંદી અને ઉબકા ચડે તેવી મકડીઓ હતી. તેઓ બહાર આવવા માટે પ્રયાસો કરી રહી હતી. ત્રણમાંથી એક મકડી ને મારી તેને માસમાં ભેળવી તેમણે બિસ્વાસને ખવડાવી હતી. તેનું ઝેર ચડવાથી બિસ્વાસને પેટમાં લોચા વળી રહ્યા હતા...!

લુસા : યે જહરીલી મકડી ખાકે તું જ્યાદા સે જ્યાદા ૩ ઘંટે જિંદા રહેગા બસ...!


પ્રાચી ટેન્શનમાં આવી ગઈ. પ્રોફેસરે લુસાના કાનમાં કંઈક કહ્યું અને તે ખુશ થઈ ગયો.


લુસા : ચલ અભી ભી તેરે પાસ ૩ ઘંટે હૈ....તુજસે થોડા કામ કરવા લેતે હૈ...!


આટલું બોલી તેણે હવા ભરવાથી ફૂલે તેવી બોટ કાઢી. પ્રાચીની મદદથી તેમાં હવા ભરી. રૉન્ગબક નદીનું પાણી અત્યારે થીજ્યું ન હતું. અને વહી રહ્યું હતું. તેઓ બોટમાં બેઠા અને બીજી તરફ જવા માટે નીકળ્યા. નદીની બીજી તરફ રૉન્ગબક પહાડ હતો. બિસ્વાસને પણ તેમણે સાથે લીધો. પ્રાચીના ગળે ચાકુ રાખી બિસ્વાસ પાસે હલેસા મરાવી તેઓ નદીની બીજી તરફ પહોંચ્યા. બિસ્વાસની હાલત બહુ જ ખરાબ હતી. રૉન્ગબક નો પહાડ (૪૯૮૦ મીટર - ૧૬૩૩૪ ફુટ )બહુ ઊંચો ન હતો. પણ માનો એક ટાઈપની દીવાલ હતી...!. તેને ક્રોસ કરવી બહુજ મુશ્કેલ હતી.


લુસાએ બિસ્વાને ગમે તેમ કરીને ઉપર જઈ રસ્સી બાંધવાનો ઓર્ડર આપ્યો. એરોગન તેમની પાસે ન હતી, આથી ઉપર બીજી રીતે જવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. બિસ્વાસને પેટમાં સખત દુખાવો થઈ રહ્યો હતો. પ્રાચી માટે પોતાના પિતાની જાન બચાવવા કરતા પોતાની અને બિસ્વાસની જાન કેવી રીતે બચાવવી તે ચિંતાનો વિષય હતો...!. ગમે તે રીતે બિસ્વાસ ઉપર ચડ્યો. દરેક જ્ગ્યાયે તેણે રસ્સી બાંધી જેથી બાકીના લોકો ઉપર આવી શકે...!


લુસાએ પહેલા બિસ્વાસને નીચે બોલાવ્યો પછી પ્રોફેસર જગને અને વચ્ચે પ્રાચીને રાખી પછી પોતે ચડવા માંડ્યો. બિસ્વાસ કઈ કરી શકે તેમ ન હતો, કારણ કે હજુ પણ પ્રાચી તેના કબજામાં હતી. થોડીવાર પછી તેઓ ઉપર આવી ગયા. ત્યારબાદ બિસ્વાસે ઉપર ચડવાનું શરુ કર્યું. હજુ જેવો તે વચ્ચે પેહોચ્યો ત્યાં ઉપરથી લુસાએ રસ્સી છોડી દીધી. બિસ્વાસ સીધો નદીના ઠંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને ગાયબ થઈ ગયો....!


લુસા : અલવિદા....બિસ્વાસ....!


પ્રાચી લગભગ બેહોશ થઈ ગઈ. તેમણે પ્રાચીને ઉપાડી અને આગળ ચાલવા લાગ્યા.


આ તરફ ઓફિસર અનમુલ હેલિકોપ્ટરમાં સવારના પ્રાચીને શોધવા નીકળી ગયા હતા. તેઓએ પ્રાચીએ છેલ્લે જ્યાંથી કોલ કર્યો હતો, તે જગ્યા શોધી કાઢી હતી. સુઝેનના બાંધેલા કપડાં પરથી તેઓ આગળ વધી રહ્યા હતા...!


પ્રાચી હોશમાં આવી ત્યારે લુસાએ તેને નીચે ઉતારી. પાણીમાં પડવાથી બિસ્વાસની શું હાલત થઈ હશે તે યાદ કરીને તે કંપી ગઈ. પ્રોફેસર જગ ને જોઈને તેને ઘૃણા થવા લાગી...!


(પ્રોફેસર જગ મ્યાનમાર નો એક ભાગેડુ સાઈંટીસ્ટ હતો. કેટલાયે વર્ષોથી તે મકડીઓ પર સંશોધન કરી રહયો હતો. તેણે પોતાના ગેરકાયદેસર પ્રયોગોથી કેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મ્યાનમાર સરકારને ખબર પડતા તે પોતાની જાન બચાવી નેપાળ આવી ગયો હતો. નેપાળમાં પણ તેની ધરપકડ થવાની હોવાથી તે ટ્રેકિંગના બહાને થોડા દિવસ હિમાલય પર આવી રહેવા માંગતો હતો. પોતાને પૈસાની જરૂર હોવાથી તે ગઈકાલે લુસાએ જે ભાગ મળે તેમાંથી ૫૦% આપવાની શરતે તેનો સાથ આપવા તૈયાર થયો હતો.)

ચાલતા-ચાલતા એક પહાડને ક્રોસ કર્યો, ત્યારે તેઓ જે જગ્યા પર પહોંચ્યા તેનો નજારો કંઈક અલગ જ હતો. તે એક નાનો પહાડ હતો . લગભગ ચારે તરફથી તે ઊંચા અને બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલો હતો . લુસાએ મેપ કાઢી જોયું , તો ખબર પડી કે તેઓ ગંગાપુર્ણા ના પહાડ પર ઉભા હતા. તે પહાડ પર બરફનું નામોનિશાન ન હતું. પ્રાચીએ જોયું કે આસપાસના ઊંચા પહાડો અન્નપૂર્ણાના પહાડો હતા. તેઓ ગંગાપુર્ણા પહાડની ચારે તરફ ફેલાયેલા હતા, અને તેનું બરફ,વરસાદ અને વધુ પડતા સૂર્ય પ્રકાશથી રક્ષણ કરી રહ્યા હતા. જયારે કોઈ પહાડ પર આ ત્રણેય વસ્તીઓથી રક્ષણ થાય અને હવામાન એક સરખું રહે તો જ યાર્સાગુમ્બાના બીજ ઉત્પન્ન થાય...!.


જમીન પર યાર્સાગુમ્બાના અસંખ્ય બીજ પડ્યા હતા. સરકારે પણ અહીં સીક્યુરીટી મુકી ન હતી તેના બે કારણ હતા.

૧) અહીં સુધી પહોંચવાનો રસ્તો લગભગ મોતને સામેથી આમંત્રણ આપવા જેવો કપરો અને મુશ્કેલીરૂપ હતો.


૨) જો પબ્લિકને આ જગ્યા વિશે વધુ ખબર પડે તો અહીં આવનારાઓની સંખ્યા વધી જાય. જે મોટાભાગે ચોર-બદમાશો જ હોય.


લુસા અને જગ તો પોતાની બરાફકુહાડી લઈ ખોદવા લાગ્યા. અને બીજ પોતાની થેલીમાં ભરવા લાગ્યા. પ્રાચી પણ બીજ પોતાની થેલીમાં ભરવા લાગી....!


-------------------------------

આ બાજુ ઓફિસર અનમુલ ને આગળ કઈ બાજુ જવું તેની સમજ પડી રહી ન હતી. તેઓ કોઈ સિગ્નલ કે પગલાંઓના નિશાન શોધવા લાગ્યા પણ ધુમ્મ્સને લીધે તે દેખાવા શક્ય ન હતા...!.


-------------------------------

જ્યારે ઘણા બધા બીજ ભેગા થઈ ગયા ત્યારે લુસા પ્રાચી નજીક આવ્યો અને તેના બીજ છીનવી લીધા.


પ્રોફેસર જગ : ઇસસે તો કરોડો રુપે મિલેંગે...!...ચલે....?!

લુસાએ હા પાડી અને જેવા તેઓ આગળ ગયા ત્યાં લુસાએ પોતાની બરફકુહાડી પ્રોફેસર જગના માથા પર ફટકારી. તેઓ નીચે પડી ગયા. તેની બરફકુહાડી લઈને દુર ફેંકી દીધી. તેણે નજીક આવી પ્રોફેસરના હાથમાંથી બીજ ભરેલી થેલી છીનવી લીધી....!


લુસા : તુમ્હારી તો ઉંમર હો ગઈ હૈ...ઇસે લે જા કે તુમ ક્યાં કરોગે....?


તેણે પ્રાચીનું બાવડું પકડ્યું અને તેને જબરદસ્તી પોતાની સાથે લઈ જવા લાગ્યો....!


પ્રોફેસર : મુજે છોડકે મત જાઓ...તુમ અકેલે ૫ દિન કા સફર નહિ કર પાઓગે...!


લુસા પ્રોફેસર તરફ વળ્યો...


લુસા : ઉસકી ફિકર તુમ મત કરો..મેં કંપની કે લિયે ઇસે લે જા રહા હું....રાસ્તે મેં વોહ જંગલ ભી તો આતા હૈ....વહાં ટાઈગર સે બચને કે લિયે કોઈ તો ચાહિયે..!.

લુસા : ઔર વહાં સે સ્કી કરતે હુએ નામચે બજાર પહોચને મે મુજે ૧ દિન ઔર લગેગા....વહાં લોગ મેરા ઇન્તઝાર કર રહે હૈ...!


પછી સુઝેન, અમ્બરિસ અને અભિરથ ને તેણે જ માર્યા છે તે પણ જણાવ્યું. આટલું સાંભળતા પ્રાચીના શરીરમાંથી ભય નું એક લખલખું પસાર થઈ ગયુ....!.

આટલું બોલી તે જવા માટે પાછળ ફર્યો જ હતો ત્યાં પાછળ બિસ્વાસ ઉભો હતો. તેના હાથમાં પ્રોફેસર જગની બરફકુહાડી હતી. લુસા હજુ કોઈ હરકત કરવા જાય તે પહેલા તેણે બરફકુહાડી લુસાની છાતીમાં ખોપી દીધી. લુસા મોટી ચીસ સાથે જમીન પર પછડાયો. અને તરફડવા લાગ્યો....!

પ્રાચી બિસ્વાસને જીવતો જોઈને ભાગતી આવી અને તેને ભેટી પડી .


બિસ્વાસ : યહી સોચ રહા હૈ ના કે મેં જિંદા કૈસે બચ ગયા....!


આટલું બોલી તેણે લુસાને જણાવ્યું કે પોતે જયારે પાણીમાં પડ્યો ત્યારે પાણી પેટમાં જવાથી ઉલ્ટી થઈ ગઈ હતી. અને ઉલ્ટી થતા જ ખાધેલ માસનું ઝેર પણ બહાર નીકળી ગયું હતું. અને તે બચી ગયો હતો. પછી હિંમત ભેગી કરી તે ગમે તે રીતે ઉપર ચઢી તેમની પાછળ અહીં આવી પહોંચ્યો હતો. પછી તે પ્રોફેસર જગ તરફ ફર્યો.


બિસ્વાસ : પ્રોફેસર દેખ લિયા ઇસકા સાથ દેને કા નતીજા...!


લુસા તરફડતા મૃત્યુ પામ્યો. પ્રોફેસર જગ તેને જોઈ રહ્યો. પ્રાચી તેની નજીક આવી ગઈ. તેણે જગનો ડબ્બો છીનવી લીધો,અને તેને ખોલી પ્રોફેસરની છાતી પર ઉંધો મૂકી દીધો.


પ્રાચી : આપકો મકડીઓ સે બહોત પ્યાર હૈ ના ?...તો ઉનકા પ્યાર ભી લીજીયે....!

મકડીઓ પ્રોફેસરના હૃદય પર ડંખ મારવા લાગી. અને તે જોરજોરથી ચીખવા લાગ્યો. થોડીવારમાં તેના ઝેરથી તે મૃત્યુ પામ્યો. પ્રાચી જઈને બિસ્વાસને ભેટી પડી. તેણે યાર્સાગુમ્બાના બીજ ની થેલી પોતાના ખીસામાં મુકી દીધી.


પ્રાચી : અબ વાપસ કૈસે જાયેંગે....!


બિસ્વાસ : તુમ ફિકર કયો કરતી હો...મેં હું ના...!


બંને એકબીજાને જોઈ રહ્યા. ત્યાં આકાશમાં હેલિકોપ્ટરનો અવાજ ગુંજી ઉઠ્યો. હેલિકોપ્ટર તેમની નજીક જ આવી રહ્યું હતું. પ્રાચીએ થેલી છુપાવી દીધી. થોડીવાર પછી તેમાંથી ઓફિસર અનમુલ, દેવેનજી, અને ઓફિસર આહુપથી ઉતર્યા.ઘણીવાર સુધી શોધખોળ કર્યા પછી પણ જયારે પ્રાચીનો કોઈ પતો ન લાગ્યો ત્યારે તેમણે ગંગાપુર્ણા ના પહાડ પર આવવાનું નક્કી કર્યું હતું. આખરે તેમાં તેમને ફાયદો થયો હતો. પ્રાચી અહીજ મોજુદ હતી...!.

પ્રાચીએ દેવેનજીને હેલિકોપ્ટરમાંથી ઉતરતા જોયા અને તે જઈને તેમને ભેટી પડી. તેણે બીજની થેલી ધીરેથી દેવેનજીના કોર્ટના ખીસ્સામાં સરકાવી દીધી. ઓફિસર અનમુલે પ્રાચીની આ હરકત જોઈ લીધી હતી, પણ તેઓ કઈ બોલ્યા નહિ કારણકે તેઓ જાણતા હતા કે પ્રાચી એ બીજ થી પોતાના પપ્પાનો ઈલાજ કરાવવાની હતી.

ઓફિસર આહુપથી એ લુસા અને પ્રોફેસર જગ ની લાશ જોઈને બિસ્વાસ અને પ્રાચીને એક બાજુ કરી દીધા...!.

આહુપથી : દેખો મેં જાનતા હું કે આપ લોગ યહાં યાર્સાગુમ્બા કે લિયે આયે થે...પર ઇસે લે જાના ઇલ્લીગલ હૈ...સો મુજે આપકી તલાસી લેની પડેગી....!


આટલું બોલી તેમણે બિસ્વાસ અને પ્રાચીની તલાસી લીધી. તેમની પાસેથી કશુ ન મળ્યું. પ્રાચી પકડાય ન જાય તે હેતુથી બીજ સાથે લઈ જવાનું નાટક કરવા લાગી...પણ આહુપથી ન માન્યો....!

પછી તેઓ હેલિકોપ્ટરમાં બેસી લલિતપુર જવા નીકળી પડ્યા. દેવેનજી ન હોત તો પ્રાચી માટે તે બીજ લઈ જવા અશક્ય થઈ પડ્યા હોત.

રસ્તામાં પ્રાચી અને બિસ્વાસ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા....!


લલિતપુર પહોંચી પ્રાચીએ તે બીજ દેવેનજી પાસેથી લઈને મંગલેશ્વરજીને આપી દીધા. તેના પપ્પાનો ઈલાજ થવા લાગ્યો.અને તેઓ બહુ ઝડપથી રીકવર થવા લાગ્યા...!.


પ્રાચીએ ખરેખર પોતાના " ડેડીની પ્રિન્સેસ " હોવાનું ફર્જ જાળવી રાખ્યું હતું. તદોપરાંત સફરમાં એક જીવનસાથી પણ મળી ગયો હતો.

-------------------------- સમાપ્ત ---------------------------