યાર્સાગુમ્બા ની શોધ - ૭ Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર્સાગુમ્બા ની શોધ - ૭

ક્રમશ:

થોડીવાર પછી પ્રાચીએ બિસ્વાસને બીજ લાવવાની વાત જણાવી દીધી.બિસ્વાસને આ થોડું અજુગતું લાગ્યું, પણ પોતે પ્રેમમાં હોવાથી તેને ના ન પાડી શક્યો. તે પણ સાથે આવવા તૈયાર થયો. સુઝેને તેને બીજ લાવવાની પ્રક્રિયા ઝીણવટપૂર્વક સમજાવી. હવે દરેક જણ વિચારી રહ્યું હતું કે પથ્થરોની આ હારમાળા કેવી રીતે પાર કરવી. બિસ્વાસ નું દિમાગ ઝડપથી કામે લાગી ગયું.


બિસ્વાસ : રુકો....મેરે પાસ એક આઈડિયા હૈ....!


સુઝેન : ક્યાં....?


બિસ્વાસ : આપ લોગ યહી પર રુકો...મેં ઔર લુસા અભી આતે હૈ....!


તે અને લુસા કેમ્પ પર પાછા જઇ રહ્યા હતા. એકતો બિસ્વાસનો સામાન લેવાનો હતો, અને બીજું ત્યાં પહોંચી તેમણે કેમ્પમાં લોકો દ્વારા છોડી ગયેલી વસ્તુઓ ( રસ્સી, એરોગન, હવા ભરીને ચલાવી શકાય તેવી હોડી, હેડટોર્ચ હેલ્મેટ,તેમજ ખાવાનો સામાન ) ઉંચકી લીધી. એક કલાકમાં તેઓ પાછા આવી ગયા. બધા લોકો તેમની જ રાહ જોઈ રહ્યા હતા.


બિસ્વાસે એરોગનની મદદથી એક મોટા પથ્થર પર ઉભા રહી બીજા દૂરના એક મોટા અને ઉંચા પથ્થર પર નિશાન લગાવ્યું. એરો સાથે મજબૂત રસ્સી બંધાયેલી હતી. જેવું તેણે ટ્રીગર દબાવ્યું, કે રસ્સી સાથે એરો બીજા પથ્થર પર જઈને તેમાં ખૂંતી ગયું. તેણે આ તરફ પણ રસ્સીને મજબૂત બાંધી દીધી. હવે તેમની પાસે એક રસ્સીનો સહારો હતો. બધા તેના આઈડિયાથી ખુશ થઈ ગયા. દરેક જણે થોડો- થોડો સામાન પોતાના હાથમાં લઈ લીધો. અને રસ્સીને પકડીને પથ્થરોની ભૂલ- ભુલૈયા પાર કરી લીધી.


આગળ જતા " કૂંભુ નદી " (૫૩૮૦ મીટર - ૧૭૭૦૦ ફુટ ) આવી. હવે તેને પાર કરવાની હતી.અત્યારે શિયાળો હોવાથી સખત ઠંડી હતી. નદીનું લેયર ઠંડીથી થીજી બરફ થઈ ગયું હતું. પણ કોઈક જગ્યાએ ગાબડાં પણ હતા. આથી જો ચાલતી વખતે પગ ગાબડામાં પડે તો નદીના ઠંડા પાણીમાં પડવાના ચાન્સીસ હતા. બિસ્વાસે પોતાની સ્કીસ્ટીક ને બંને સાઈડ પર રાખી સામાન તેની ઉપર મૂકી દીધો, અને તેની સાથે એક રસ્સી બાંધી દીધી. જેથી તેને ઢસડીને લઈ જઇ શકાય, અને ઉંચકવો ન પડે.ધીરે-ધીરે તેઓ આગળ ચાલવા લાગ્યા.


પહેલી વખત પ્રાચીને બિસ્વાસની બુદ્ધિ પર માન થઈ આવ્યું. તે પાછળ ચાલતા-ચાલતા તેને જોવા લાગી. અને ધ્યાન ચુકી ગઈ. એક પોલાણમાં તેનો પગ પડવાથી સીધી પાણીમાં જઇ ને પડી. બધાએ તેને ઉપર ખેંચી. તેમણે જોયું કે એક જ જગ્યાએ બધાના ઉભા રહેવાથી ક્રેક( તિરાડ )પડવાની ચાલુ થઈ ગઈ હતી. જેટલી બને તેટલી સ્પીડથી તેઓએ ભાગવાનું શરુ કર્યું. કારણકે જો ક્રેક તેમની નજીક પહોંચી જાય તો તેઓ પાણીમાં પડવાના હતા. આથી બીજી પરવા કર્યા વગર ભગવા જ લાગ્યા. મુશ્કેલીથી તેઓ બીજા છેડે પહોંચી શક્યા.અલબત્ત આ થોડું જોખમી હતું, પણ રોમાંચકારી પણ હતું. કિનારે પહોંચી બધા હસવા લાગ્યા.


પ્રાચી નદીના પાણીમાં પડવાથી ધ્રુજી રહી હતી. ઠંડી જાણે તેના શરીરમાં પ્રવેશી ગઈ હતી. તેઓ એક પહાડી પર ચડ્યા. તે બહુ ઊંચી તો ન હતી, પણ ત્યાંથી એક કિલોમીટર ચાલી તેમણે " કૂંભુ આઈસ ફોલ " પાર કરવાનો હતો.પહાડી પર તેમણે થોડીવાર આરામ કરવાનું નક્કી કર્યું. આમપણ દરેક જણ થાકી ગયો હતો.

સુઝેન : તો પ્રાચી કૈસા લગ રહા હૈ....?!


પ્રાચી : બહોત મુશ્કિલ હૈ....!


સુઝેન : યે તો સિર્ફ ટ્રેલર હૈ....અભી તો બહોત પ્રોબ્લેમ્સ આયેંગે...!


પ્રાચી તો તેના મોઢેથી આવી વાત સાંભળીને ગભરાઈ જ ગઈ. પોતે આમપણ કોઈ દિવસ આવા મુશ્કેલ સફરે આવી ન હતી. તેમજ તે અમદાવાદ જેવા ગરમ શહેરમાં રહી હતી. અહીંનું અચાનક ઠંડુ વાતાવરણ તે સહન કરી સકતી ન હતી. ગરમાગરમ ચા મળી જાય તો શરીરને હૂંફ મળે...!. તેના કહેવાથી અમ્બરિસ ચા બનાવવામાં લાગી ગયો. સુઝેન પોતાની આદત પ્રમાણે લુસા સાથે મસ્તી કરવા લાગી. બિસ્વાસ અને ભોલા આગળ રસ્તોનો જાયજો લેવા ગયા હતા. અભીરથ સામાનને બરાબર ગોઠવી રહ્યો હતો, જેથી ઉંચકવમાં સરળતા રહે. પ્રાચી એ જોયું તો હજુ પણ સિગ્નલ આવી રહ્યા હતા. સુઝેને તેને બેસ કેમ્પ નજીક હોવાની જાણકારી આપી. તેમજ એ પણ કહ્યું કે હવે પછી કદાચ સિગ્નલ નહિ મળે. આથી પ્રાચીએ છેલ્લી વાર તેની મમ્મીને ફોન કર્યો. મમ્મી સાથે ઔપચારિક વાત કરીને પછી આગળ બોલી,

પ્રાચી : મમ્મી...હું ૫- ૬ દિવસ કોલ નહિ કરું...!


મમ્મી : શું થયું બેટા...તું ઠીક તો છે ને...?!


પ્રાચી : એવું કશું નથી...બસ એક્ષામ છે...જો હું ફોન કરીશ તો પપ્પાની યાદ આવશે...અને એક્ષામમાં પ્રોપર ધ્યાન નહિ આપી શકું...!


તેની મમ્મીને આ કારણ વ્યાજબી લાગ્યું.


મમ્મી : બેટા તું ચિંતા ન કર...તું બરાબર એક્ષામમાં ધ્યાન આપજે...ચાર-પાંચ દિવસની જ તો વાત છે...હું તારા પપ્પા ને સમજાવી દઈશ.


તેની મમ્મીએ બીજી જાણકારી પણ આપી.


મમ્મી : મંગલેશ્વરજી તારા પપ્પાની તબિયત ચેક કરવા આવ્યા હતા, અને જલ્દી સારું થઈ જશે તેવું કહી રહ્યા હતા.


પ્રાચીને મંગલેશ્વરજી પર માન થઈ આવ્યું. આમપણ તેના સિવાય કોઈ જાણતું ન હતું કે પ્રાચી ક્યાં ગઈ છે...!


ત્યારબાદ તેણે પોતાના પપ્પા આનંદજી સાથે વાત કરી, અને ધ્યાન રાખ્યું કે તેમને ખબર ન પડી જાય. પોતાની ફ્રેન્ડ સીમાને પણ તેણે વોટ્સઅપ મેસેજ કરી દીધો કે પોતે ૧૦ દિવસ સુધી નહી આવે અને એક્ષામ નથી આપવાની. ભારે હૃદયે તેણે ફોન મુક્યો.


ત્યારબાદ ૨ કપ ચા પીધા પછી પણ તેની ઠંડી ઉડી રહી ન હતી.


સુઝેન તો લુસાની બાહોમાં ભરાઈ ગઈ હતી. તેણે પ્રાચીને ઠંડી ઉડાડવાની સલાહ આપી


સુઝેન : ઇસસે ઠંડ નહિ જાયેગી...કિસીકી બાહો મેં ચલી જાઓ....!


તેનો ઈસરો બિસ્વાસ તરફ હતો. પ્રાચી હસવા લાગી.

બીજા લોકો દારૂનું થોડું સેવન કરી રહ્યા હતા. જેથી ઠંડી સામે રક્ષણ મળે. થોડીવાર પછી બિસ્વાસ અને ભોલા પણ આવી ગયા. તેઓએ આગળનો રસ્તો સાફ હોવાનું જણાવ્યું. બધાએ આરામ કરી લીધો હોવાથી આગળ ચાલવાનું નક્કી કર્યું. ચાલતા-ચાલતા અચાનક પ્રાચીને જે વિચાર આવ્યો તેનાથી તે ગભરાઈ જ ગઈ.


આગળ પોખરાની પહાડી પર તેને જે ખરાબ અનુભવ થયો હતો, તેને જોતા તે દરેક જણને શકની નજરથી જોઈ રહી હતી. ગ્રુપમાં માત્ર ભોલા જ હતો, જેને તે ઓળખતી હતી. બાકી બધાતો તેના માટે એક રીતે તો અજનબી જ હતા. તેણે દરેક જણનું નિરીક્ષણ કરવાનું શરુ કરી દીધું.

૧) અમ્બરિસ તો પૈસા માટે આવ્યો હતો....અને તે ભોલાનો દુરનો સગો હતો,આથી તેનાથી કોઈ ખતરો ન હતો.


૨) અભીરથ પોતાના ભાઈની તલાસ માટે આવ્યો હતો. તેના ચહેરા પર ઉત્સાહ કરતા ચિંતા વધુ હતી. તે બેચેન જણાતો હતો.


૩) સૌથી વધુ અચરજ પમાડે તેવું કેરેક્ટર પ્રોફેસર જગનું હતું. કોઈ તેમને ઓળખતું ન હતું. પોતે ભોલાના કહેવાથી કેમ આવવા તૈયાર થયા હતા તે પણ તેને સમજાતું ન હતું. તેઓએ ગ્રુપમાં હજુ સુધી કોઈની સાથે પ્રોપર વાત પણ કરી ન હતી. તેની બેગમાં એક ડબ્બો હતો, જેને તેઓ બહુ ધ્યાનથી સાચવીને લઈ જઇ રહ્યા હતા. તે ડબ્બામાં શું હશે અને કેમ તેઓએ બધાને બતાવ્યુ નહિ...તેનો વિચાર તેના દિમાગ માં ઘુમવા લાગ્યો.


૪) બિસ્વાસ તો પોતાના માટે આવ્યો હતો, આથી તેની પર શક કરવાનો કોઈ મતલબ ન હતો. પણ હજુસુધી તેની સાથે પ્રાચીએ ખુલીને વાત પણ કરી ન હતી. પોતે નેપાળી હતો કે ભારતીય તેજ સમજાતું ન હતું.


૫) સુઝેન પણ અચાનક કેમ આવવા રાજી થઈ ગઈ હતી,તે તેને સમજાતું ન હતું. પોતે આમપણ પૈસા માટે આવું પહેલા કરી ચુકી હતી. આથી હોઈ શકે કે બીજ મળ્યા પછી તે દગો આપે...!


૬) લુસાનું કેરેક્ટર પણ તેને ચિંતા પમાડે તેવું હતું. લુસા ઘણોજ હેન્ડસમ હતો. તેને સુઝેન કરતા તો ઘણી સારી છોકરી મળી જાય તેવો તે હતો. તો માત્ર સુઝેનના કહેવાથી તે આવવા તૈયાર થયો, તે વાત સમજાતી ન હતી. વળી તેની પાસે એક આધુનિક ઘડીયાળ હતી. તેમાં સમય ની સાથે દિશા,ટેમ્પરેચર,તેમજ ઘણી વસ્તુઓ હતી. તેમજ એક સિગ્નલ હતું,જે (બીપ-બીપ નો અવાજ ) વારંવાર વાગી રહ્યું હતું, અને કોઈ દિશા તરફ જવાનો ઈસારો બતાવી રહ્યું હતું. સુઝેન તેની ઘડિયાળ ક્યારનીય માંગી રહી હતી,પણ તે આપી રહ્યો ન હતો. તે તેના પિતાની નિશાની હતી,તેવું તેણે કહ્યું હતું. ચહેરા પરથી તો તે એકદમ અમીર લાગતો હતો, આથી તેની પર શક કરવાનો કોઈ મતલબ ન હતો.


એવું પણ બની શકે કે બીજ હાથમાં આવી જાય પછી કોઈની પણ નિયત ખરાબ થઈ જાય. કારણકે બીજની કિંમત એક લાખ રૂપિયા એક નંગ દીઠ હતી. તેણે બને તેટલી સાવચેતી રાખવાનું નક્કી કર્યું.


અત્યારે સાંજના પાંચ વાગવા આવ્યા હતા. જેટલું બને તેટલી ઝડપથી તેમને આઈસ ફોલ પર પહોંચવું જરૂરી હતું. પણ એક જૂની કહેવત મુજબ " મુસીબત ક્યારેય પૂછીને આવતી નથી " મુજબ રસ્તામાં જ વાતાવરણ ચેન્જ થવા લાગ્યું. કુદરત સામે ઇન્સાન કેટલો વામળો છે,તે દેખાઈ આવતું હતું. એક મિનિટ પહેલાનું સાફ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. વરસાદ ચાલુ થઈ ગયો હતો, અને સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો હતો. એક ડગલું પણ ચાલવું ભારે પડી રહ્યું હતું.


દરેક જણે પોતાના રેઇનકોટ પહેરી લીધા. અને એક ઘેરાવ બનીને ઉભા રહી ગયા. જ્યાં સુધી વરસાદ ન થોભાય ત્યાં સુધી આગળ વધવું લગભગ અશક્ય હતું. આમપણ રસ્તો પણ દેખાતો ન હતો....!..ચારો તરફ લગભગ અંધારું છવાયું હતું.

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૮ માં)


ક્રમશ: