INSEARCH OF YARSAGUMBA - 4 books and stories free download online pdf in Gujarati

યાર્સાગુમ્બા ની શોધ - ૪

ક્રમશ:

બંનેના મોઢેથી એક સાથે એક જ શબ્દ નીકળ્યો. પ્રાચીની નજર બિસ્વાસ સાથે મળી. તે સ્માઈલ આપી રહ્યો હતો.

પ્રાચી : ભૈયા...કમસે કમ ૧૦૦ કિલો કા વજન ઉઠા શકે ઐસી ચાહિયે...!


બિસ્વાસને પ્રાચી, રસ્સીથી આત્મહત્યા કરવાની હોય તેવું લાગ્યું....!


બિસ્વાસ : રસ્સી આપકો કયો ચાહિયે....?!


પ્રાચી : મરને કે લિયે...!


બિસ્વાસ : અરે...મરે આપકે દુશ્મન....!


પ્રાચી : ઉસ હિસાબ સે તો તુમ્હે મર જાના ચાહિયે....!


બિસ્વાસ : ચલો દુશ્મન હી સહી આપને હમે કુછ તો સમજા....!


દુકાનદાર અંદર સામાન લેવા ગયો હતો.પ્રાચીને એટલું ટોર્ચર લાગી રહ્યું હતું કે તે સામાન લીધા વગર જ ત્યાંથી જતી રહી. બિસ્વાસ મનોમન હસી રહ્યો હતો.


બિસ્વાસ : હાય...ભગવાન ને ફુરસત મેં બનાયા હોગા...!


પ્રાચી પોતાનો સામાન લઈ ભોલાની શોપ પર મૂકી દીધો. કાલે સવારે તેમને " નામચે બજાર " જવાનું હતું. તેણે ઓનલાઇન ટિકિટ બુક કરાવી લીધી. હવે ફક્ત મમ્મી- પપ્પા ને બહાનું બનાવાનું હતું. તે મમ્મી ને મળવા ગઈ. તેઓ બહાર ગયા હતા. તે પોતાના પપ્પા પાસે બેઠી. તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેના પપ્પાએ આંખો ખોલી,

આનંદજી : અરે બેટા...તું ક્યારે આવી ....?


પ્રાચી : પપ્પા...તમે જલ્દી સારા થઈ જશો...!

આનંદજી : બેટા તારો વિશ્વાસ છે તો એવુજ થશે...!

પ્રાચી પોતાના આંસુ ન રોકી શકી. અને આનંદજી ને ભેટી પડી. દરવાજે ઉભેલ તેની મમ્મી પણ બાપ-દીકરી નો સ્નેહ જોઈ ભાવવિભોર થઈ ગઈ.


પ્રાચી : અરે મમ્મી તું આવી ગઈ....!


તેના મમ્મી અંદર આવ્યા.


પ્રાચી : મમ્મી તું કહેતી હતી ને કે મારે એક્ષામ આપવી જોઈએ....તો હું અમદાવાદ જવા માંગુ છું...!


આટલું સાંભળીને તો તેના મમ્મી-પપ્પા બંને ખુશ થઈ ગયા.


શાલિનીજી : બેટા આ તો બહુ સારુ ડિસિઝન છે...તારું વર્ષ પણ નહિ બગડે અને તને આ માહોલથી થોડો છુટકારો પણ મળી જશે.


આટલું સાંભળી પ્રાચી પોતાના રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેના મમ્મી ઉદાસ થઈ ગયા હતા. આશ્રમ માંથી એક કેરટેકર તેમને કહ્યું હતું કે આનંદજી નો ઈલાજ જો એક મહિનામાં પ્રોપર રીતે ન થાય તો તેઓ મૃત્યુ પામશે..!. એક સ્ત્રી માટે એનાથી વધારે દુઃખની સ્થિતિ બીજી શું હોઈ શકે...!

હવે કોઈ ચમત્કાર થવાનો ન હતો. એક મહિના સુધી તેમણે પળપળ તડપવાનું હતું....!

પ્રાચી એ જઈને મંગલેશ્વરજી ને પોતે ગંગાપુર્ણા ના પહાડો પર યાર્સાગુમ્બાના બીજ લેવા જઇ રહી છે, તેની માહિતી આપી. તેમજ ત્યાંસુધી પિતાજી ની તબિયત ન બગડે તેની જવાબદારી પણ સોંપી. મંગલેશ્વરજી પ્રાચીની હિમ્મત જોઈને અવાચક થઈ ગયા. પણ સાથે સાથે ચિંતીત પણ થઈ ગયા. પ્રાચીએ તેમને આ વાત કોઈને પણ ન કરવાની વિનંતી કરી.


બીજા દિવસે પ્રાચી વહેલી ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી ગઈ. ભોલા તેનો ત્યાંજ રાહ જોઈ રહ્યો હતો . ભોલા સાથે બે જણ હતા જે તેમની સાથે હિમાલય પર આવવાના હતા.


૧) અભીરથ : (તે એક ગોરખો હતો.(હટ્ટો- કટ્ટો અને ઉંમર - ૨૮ વર્ષ ) પોતાના ભાઈ અનીરથ ની તલાસ માટે આવી રહ્યો હતો, તે પણ બીજ શોધવા હિમાલય પર ગયો હતો પણ ઘણા દિવસથી પાછો આવ્યો ન હતો. )


૨) અમ્બરિસ :(તે પણ એક ગોરખો હતો.(થોડો નબળો ઉંમર - ૨૫ વર્ષ) ૫૦૦૦૦ રૂપિયા આપવાની શરતે ભોલા એ તેને આવવા માટે તૈયાર કર્યો હતો.તે સીધોસાદો જણાતો હતો.)

પ્રાચી માટે તેને પૈસા આપવાની એક નવી મુસીબત આવી પડી. તેણે એડવાન્સ પેટે તેને ૧૫૦૦૦ રૂપિયા આપ્યા. ખાવાપીવા અને બીજો જરૂરી સામાન નામચે બજાર થી લેવાનો હતો ,આથી પ્લેનમાં વધુ સામાન ન લઈ જવો પડે. તેઓની સફર ની શરૂઆત થઈ. જેમતેમ કરી તેઓ નામચે બજાર પહોંચ્યા. નામચે બજાર એક પર્યટક સ્થળ હતું. દેશ- વિદેશથી લોકો અહીં કુદરતી સૌંદર્ય માણવા આવતા હતા. માઉન્ટ એવરેસ્ટ નું શીખર અહીથી જોઈ શકાતું હતું. ત્યાં પહોંચી તેઓએ આરામ કર્યો. અને જરૂરી સામાન ખરીદ્યો.


બપોર પછી તેઓ સામાન લઈ " ઉત્તુંગ પહાડી " (૩૪૪૦ મીટર - ૧૧૨૯૦ ફુટ ) પહોંચ્યા. વાતાવરણમાં એકદમ ઠંડક હતી. ઉત્તુંગ પહાડ પુરો બરફથી ઘેરાયેલો હતો. વળી તેમની પાસે જે સામાન હતો, તે બહુજ વધારે અને ભારે હતો. પ્રાચીને ભોલા ની ૭- ૮ માણસોની જરૂરિયાત ની વાત હવે સમજાઈ.પહાડી થી પાછળની તરફ નીચે ઉતરીને એક ખીણ પાર કરવાની હતી, ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ ૨૦ કિલોમીટર દૂર હતું. માઉન્ટ એવરેસ્ટ પહેલા " કૂંભુ પહાડ " થી થઈને જવાનું હતું.એક વસ્તુ સારી હતી, કે અહીથી જવાનો રસ્તો અભીરથે જોયો હતો. તે બહુ વર્ષો પહેલા તેના પિતા સાથે અહીથી જ ગંગાપુર્ણા ના પહાડો પર ગયો હતો. તેઓનું ખાનદાની કામ બીજ લાવવાનું અને તેને વેચી પોતાનું ગુજરાન ચલાવાનું હતું. પણ અભીરથ આ કામ ને નફરત કરતો હતો. તેને તો બસ પોતાના ભાઈને પાછો લાવવો હતો. એટલે તે આવવા તૈયાર થયો હતો. આટલો સામાન લઈને ખીણમાં ઉતરવું લગભગ અશક્ય હતું. તેમ છતાં તેઓએ ઉતરવાનું ચાલુ કર્યું . પગ લપસે તો તેઓ બમણી સ્પીડથી નીચે ગબડે અને તેમને સખત ઈજા થાય તેવા ચાન્સીસ હતા. હજુ તો ૧૦૦ ફુટ જેટલું ઉતર્યા હશે કે ઉપર થી પોલીસ ની વીસ્સલ સંભળાઈ. તેઓએ ઉપર આવવું પડ્યું.


પોલીસમેન : યહાં ક્યાં કર રહે હો...?


ભોલા : હમ યહાઁ સે એવરેસ્ટ જાને કે લિયે ઉતર રહે થે...!


પોલીસમેન : તુમ્હે પતા નહિ હૈ...યહાં સે જાના ઇલલીગલ હૈ...!


પોલીસવાળા ના કડક શબ્દોથી બધા ગભરાઈ ગયા. તે બધાને પોલીસ સ્ટેશન લઈ જવાની જીદ કરવા લાગ્યો. મહામુસીબતે તેઓએ પોતે ભુલથી આવી ગયા છે, અને હવે નહિ આવે તેવું પોલીસમેન ને ગળે ઉતાર્યું અને પીછો છોડાવ્યો.

હવે અહીંથી જવાય તેમ ન હતું. આથી " લુકલા" થઈને ટ્રેકિંગ ના બહાને " એવરેસ્ટ બેસ કેમ્પ " સુધી જવાના બહાને ત્યાંથી રસ્તામાં બીજી તરફ ૫ કિલોમીટર ફરીને આવી જવાનો એક રસ્તો બચ્યો હતો. લુકલા અહીંથી ૧૧૦ કિલોમીટર દૂર હતું. આથી એરોપ્લેન થી જવાનો કોઈ મતલબ ન હતો. તેઓએ બસ થી જવાનું નક્કી કર્યું. ચાલતા- ચાલતા તેઓ બસ સ્ટેશન પહોંચ્યા.

ત્યાં પહોંચી તેમણે એક છોકરાને લુકલા જવા માટે પૂછ્યું.

પ્રાચી : એક્સક્યુઝમી...લુકલા જાને કી બસ કબ આયેગી...?!

તે છોકરો ટર્ન થયો અને પ્રાચીએ પોતાનું માથું પકડ્યું. તે બિસ્વાસ હતો.

બિસ્વાસ : ઓહ...થેન્ક ગોડ...તુમ જીન્દા હો...મુજે તો લગા રસ્સી સે લટકકર અપની જાન દે દી હોગી....!


પ્રાચી : રસ્સી તો તુમ લે ગયે થે...મરના તો તુમ્હે ચાહિયે થા ...!


બિસ્વાસ : આપ બોલો તો અભી મર જાતા હું...!


એક તો આજનો દિવસ ખરાબ થયો હતો. બીજું પોલીસ સાથે મગજમારી થઈ હતી. અને ઉપરથી બિસ્વાસ તેને પરેશાન કરી રહ્યો હતો. આથી પ્રાચી ગુસ્સે થઈ ગઈ. તેણે પોતાની બેગ મૂકી,તેમાંથી વોકિંગ સ્ટીક કાઢી અને બિસ્વાસ ને મારવા દોડી. બિસ્વાસ ત્યાંથી ઉભી પૂંછડિયે ભાગ્યો. આ ઘટનાએ દરેક જણ ને પોતાનો થાક ભૂલીને એક નવો જોશ જગાવ્યો . બિસ્વાસ પણ ભાગતા- ભાગતા ભીડમાં ગાયબ થઈ ગયો.પ્રાચીના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી ગઈ.


એક બસ માં બેસી તેઓ લુકલા જવા નીકળ્યા.પુરા રસ્તે બસ ઊંડી-છીછરી ખીણો માંથી પસાર થતી રહી. બરફથી ઢકાયેલી ખીણો, સુર્ય ને ઢાંકતા વાદળો, ચારે તરફ ફેલાયેલી હરીયાળી અને રસ્તાની બંને તરફ ચાલતા લોકો વાતાવરણ ને કંઈક અનેરું બનાવી રહ્યા હતા.સાંજે લુકલા પહોંચી તેમણે એવરેસ્ટ બેસ કેમ્પ પર જવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું.

તેઓ એક ધરમશાળા માં રોકાયા. અહીંથી જવામાં એક નુકસાન એ હતું, કે એક દિવસ બરબાદ થવાનો હતો. અને પ્રાચી પાસે સમય ન હતો. તેણે રાત્રે મોબાઈલ પર મમ્મીને વોટ્સઅપ કોલ કર્યો. આથી તેમને જાણ ન થાય કે પોતે ઇન્ડિયા નહિ , નેપાળ માં જ છે. પોતાના પીતાના ખબર અંતર પૂછ્યા. અને સવારે વહેલા નીકળવાનું હોવાથી ઊંઘવાનું જ મુનાસીબ સમજ્યું.


સવારે વહેલા તેઓ " બિલાફોલ્ડ ઘાટી " પહોંચ્યા. અહીંથી જ ટ્રેકિંગ ની શરૂઆત કરવાની હતી. તેણે જોયું કે ૪૦ - ૪૫ લોકો ટ્રેકિંગ માટે આવ્યા હતા. તેમાં ઘણા ખરા લોકલ તેમજ વિદેશીઓ પણ હતા.તેઓએ એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચવાનું હતું.બેસ કેમ્પ પહોંચવાના બે વિકલ્પ હતા.

૧) નોર્થ ઇસ્ટ થી જવાનું ( ૨ ખીણ, ૧ નદી, અને એક નાનું જંગલ ક્રોસ કરવાનું હતું. )


૨) સાઉથ ઇસ્ટ થી જવાનું ( સપાટ પણ ઉબડ -ખાબડ રસ્તો , જેમાં એક નાની નદી ક્રોસ કરવાની હતી. )


નોર્થ ઇસ્ટ થી જવામાં ૧.૫ દિવસ લાગે તેમ હતો.અને સાઉથ ઇસ્ટ થી જવામાં ૩ દિવસ લાગે તેમ હતા. આમપણ આટલા સામાન સાથે નોર્થ ઇસ્ટ થી જવું લગભગ અશક્ય હતું. તેમછતાં પ્રાચીએ નોર્થ ઇસ્ટ પસંદ કર્યો. તે કેમ્પ ઇન્સ્ટ્રકટર ને મળવા ગઈ, ત્યારે તેને નિરાશા હાથ લાગી. જે પહેલા નોર્થ ઇસ્ટથી ગયા હોય તેમને જ ત્યાંથી જવાની પરમીશન હતી. કારણ કે ખીણ માં પડી ઘણા લોકો લાપતા થઈ ગયા હતા. આથી સરકારે ત્યાંથી જવાનો વિકલ્પ બહુ જ સ્ટ્રીક્ટ કરી દીધો હતો. કમસે કમ ૨૦ લોકો નોર્થ ઇસ્ટ ના રસ્તે થી જવા માટે નીકળ્યા.


પ્રાચી માટે એક બીજી મુસીબત આવી પડી હતી. કેમ્પમાં બિસ્વાસ પણ હતો. તે પણ એવરેસ્ટ પર જવા ટ્રેકિંગ માટે આવ્યો હતો. તેણે પ્રાચી સાથે વાત કરવાની કોશિશ કરી પણ પ્રાચી એ કોઈ જવાબ આપ્યો નહિ. આગળનો રસ્તો તેઓએ ખચ્ચર પર બેસી પસાર કરવાનો હતો. દરેક જણ ખચ્ચર પર બેસી જવા માટે નીકળ્યા. કેમ્પમાં સુઝેન કરીને એક છોકરી હતી. બિસ્વાસ તેને ઓળખતો હતો. લુકલા શહેરમાં જ તેમની મુલાકાત થઈ હતી. તેણે પ્રાચી ને છેડવાની ચાલુ કરી.


બિસ્વાસ : સુઝેન તુમ્હે પતા હૈ...લડકિયાં મેરે પીછે ભાગતી હૈ...!

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૫ માં)


ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED