યાર્સાગુમ્બા ની શોધ - ૨ Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર્સાગુમ્બા ની શોધ - ૨

ક્રમશ:

આટલું બોલ્યા પછી મંગલેશ્વરજી મૌન રહ્યા.


મંગલેશ્વરજી : અગર કિસી તરહ વોહ બીજ મીલ જાયે તો બાત બન સકતી હૈ...!


આટલું બોલી તેઓ બહાર નીકળી ગયા. પ્રાચી મનોમન વિચારવા લાગી હવે શું કરવું...?. તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને તે નીકળી પડી.

આશ્રમની બહાર આવી રોડ પર ચાલતા-ચાલતા તે એક દુકાને ગઈ. તે દુકાન એક લોકલ નેપાળી ભોલા ની હતી. તેની સાથે પ્રાચીને સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. થોડા દિવસમાં ભોલા પ્રાચીના ફેમીલી સાથે બહુ જ સારી રીતે હળી-મળી ગયો હતો. પ્રાચીએ જઈને સીધું તેને યાર્સાગુમ્બા વિશે પુછી લીધું.યાર્સાગુમ્બા ના બીજ લાવવાની વાત સાંભળીને તેના શરીર માંથી ભયની એક કંપારી છુટી ગઈ. તેણે પ્રાચીને બહુ સમજાવી પણ તે ન માની.

ભોલા : તો ઠીક હૈ...મૈં તુમ્હે વોહ જગહ દિખાઉંગા...પર વહાં ચલ નહિ પાઉંગા...!...મેરી કુછ મજબુરીયા હૈ...!


પ્રાચી : કોઈ બાત નહિ ભોલાભૈયા....!


ભોલા : યહાં સે 70 કિલોમીટર દુર એક જગહ હૈ....ચિતવાન...વહાં બસ સે જાના પડેગા...ફિર વહાંસે હાથીઓ પર બેઠકે ૭ કિલોમીટર જંગલ સે હોતે હુએ નુવાકોટ જાના પડતા હૈ...વહાં સે ૩ કિલોમીટર દુર પોખરા કી પહાડીઓ પર વોહ મીલેગા...!


પ્રાચી : તો ઠીક હૈ...ભોલાભૈયા હમ કલ હી ચલેંગે...!


ભોલા : ઐસા નહિ હોતા પ્રાચી...વોહ બીજ કઈ મહિનોમેં સિર્ફ એક બાર હી મિલતા હૈ...નહિ તો બહોત દિનો તક ઇન્તઝાર કરના પડતા હૈ...!ઔર વહાં ચોર-બદમાશો કા ભી બહોત ખતરા રહેતા હૈ....!


પ્રાચી : યહાં બેઠને સે કુછ હોગા નહિ...હમે વહાં જાકે ચેક કરના ચાહિયે...!


પોતાના પિતા માટે થતી બેચેની અને ચિંતાની લકીરો પ્રાચીના મોઢા પર દેખાઈ રહી હતી.આથી ભોલાએ પણ કાલે જવા માટેનું કહી દીધું. આશ્રમ આવી તેણે પોતાના મમ્મી-પપ્પાને પોતે ૨ દિવસ માટે બીજી હોસ્પિટલની તપાસ કરવા બહાર જાય છે તેવું કહી દીધું...!


બીજા દિવસે તેઓ ચિતવાન જવા માટે નીકળી પડ્યા. ચિતવાન પહોંચી તેઓ હાથીઓ પર બેસી નુવાકોટ જવા માટે નીકળી પડ્યા.રસ્તામાં બે નદીઓ, એક ઘટાદાર જંગલ અને કીચડથી ખદબદ રસ્તો પસાર કર્યો. ત્યારે પ્રાચી ને સમજાયું કે કેમ આવવા-જવા હાથીઓ નો ઉપયોગ થતો હતો. સતત ૪ કલાક સુધી હાથી પર બેસી તેનું શરીર દુખવા લાગ્યું હતું. અંતે તેઓ સાંજે નુવાકોટ પહોંચ્યા.


ભોલા ત્યાંથી પાછો જવા માટે વળી ગયો. આગળ જતા એક નાની બસ્તી આવતી હતી. ત્યાં ભોલાની પ્રેમીકા આભા રહેતી હતી. તેના લગ્ન જબરદસ્તી કરીને તેને ત્યાં રાખવામાં આવી હતી. આભાનો પતિ એક ગુંડો હતો. તેને ભોલા વિશે ખબર પડી ત્યારે તેણે આભાને બહુ માર માર્યો હતો. તેમજ ભોલાને તે બસ્તી માં જવાની પરવાનગી ન હતી. આથી તેણે પ્રાચીને છેક સુધી આવવાની ના પાડી હતી. તેણે કોઈપણ રીતે આભાને મનાવીને પ્રાચીને પોખરાની પહાડી સુધી પહોંચાડવાની આજીજી કરી હતી. બિચારી આભા તેમ કરવા માની પણ ગઈ હતી..!


પ્રાચી એ જોયું કે આભા ખુબસુરત હતી. તેનો ચહેરો ટીપીકલ નેપાળી હતો. પણ તેનામાં ગજબ નું આકર્ષણ હતું. પ્રાચી ત્યાં બધા માટે નવી હતી. જો લોકો તેને જોઈ જાય તો તેની જાન પર પણ ખતરો હતો...!. આભા તેને બધાની નઝરોથી બચાવીને લઈ ગઈ. એ રાત તેણેં આભના ઘરે જ પસાર કરી. રાત્રે તેણે પ્રાચીને પોતાના અને ભોલાની લવસ્ટોરી વિશે અને તેના જુદા થવાની મજબુરી વિશે બતાવ્યું. તેને સાંભળીને પ્રાચીના રૂઆંટા ઉભા થઈ ગયા. પ્રાચીની કિસ્મત સારી હતી કે આભાનો ઘરવાળો બહાર ગયો હતો. પ્રાચીએ પણ પોતાના પપ્પાની તબિયત અને પોતાને શા માટે યાર્સાગુમ્બા ના બીજ જોઈએ છે, તેના વિશે જણાવ્યું. કદાચ પ્રાચી માટે અહીં આવવું શુકનવંતુ સાબિત થયું હતું. તે જ રાત્રે તેમને ખબર પડી કે સવારે યાર્સાગુમ્બાના બીજ મળવાના છે....!

આભા : પ્રાચી તુમ્હે રાત કો હી નિકલના પડેગા...!


પ્રાચી : ઇતની રાત કો....?


આભા : યાર્સાગુમ્બા કે બીજ લાના ગેરકાનુની હૈ...અગર લાતે હુએ પકડી ગઈ તો ૨ સાલ કી સજા હૈ...!...ઔર અગર ગુંડો કે હાથ આ ગઈ તો ઈજ્જત ઔર જાન દોનો સે હાથ ધો બેઠોગી...!


પ્રાચી સાંભળીને ટેન્શનમાં આવી ગઈ. આભા પોતે પણ તેની સાથે જઈ શકે તેમ ન હતી, કારણકે જો તેના પતિને ખબર પડે તો તેનું આવી જ બને....!


આભા : ઉસ પહાડ પર જાને સે પહેલે એક પોલીસચોકી આતી હૈ...વહાં અપના આઈ.ડી.કાર્ડ દિખાકે આગે જાના પડતા હૈ....!

પ્રાચી : ફિર તો વોહ લોગ મુજે પહેચાન લેંગે...!


આભા : ઉસકા ભી એક રાસ્તા હૈ...પોલીસ કે નજરો સે બચકે લોગ રાત કો જંગલ કે રાસ્તે સે ૧૨ કિલોમીટર ચલતે હુએ પીછે કી તરફ સે પહાડી પર પહોચતે હૈ...!...ઉસમેં બહોત ખતરા ભી હૈ...લેકિન ઔર કોઈ ચારા નહિ હૈ...!


પ્રાચી માટે આજ એક ઉપાય હતો. આથી તે જવા માટે તૈયાર થઈ ગઈ. તેણે આભાના કપડાં પહેરી લીધા. અને પોતાનો ચહેરો કપડાં થી ઢાંકી દીધો. આમપણ લોકો પોતાનો આંખ સિવાયનો પુરો ચહેરો ઢાંકીને જ રાખતા હતા. એક તો પોલીસ ઓળખી ન શકે, અને બીજું કાતિલ ઠંડી ના લીધે રક્ષણ મળી રહે. આ પ્રાચી માટે ફાયદાકારક હતું.

રાતના અંધકારમાં તે આભા સાથે જંગલના છેડે ઉભી હતી. કોઈ નજરે પડતું ન હતું.


પ્રાચી : આભા...યહાઁ તો કોઈ દિખાઈ નહિ દે રહા હૈ....!


આભા : અભી સબ આયેંગે...!


થોડીવાર તેઓએ રાહ જોઈ. થોડીવાર પછી ધીરે-ધીરે અંધકારમાં લોકોનું હલનચલન અને પગરવ સંભળાયો.


આભા : જા કે ઉનકે સાથ મીલ જાઓ...ઔર સુનો કિસીસે ભી બાત મત કરના...ઔર ધ્યાન રખના કે કોઈ તુમ્હે પહેચાન ન પાયે...!...મેં તુમ્હારા ઇધર હી ઇંતજાર કરુંગી...!


આભા એક સાથે ઘણુંબધું બોલી ગઈ. પ્રાચી ભગવાનનું નામ લઈ ભીડમાં ભળી ગઈ. કોઈ એક બીજા સાથે વાત કરી રહ્યું ન હતું. તેઓ જંગલના રસ્તે કીચડ માંથી પસાર થઈ પહાડની બીજી બાજુ ૪ કલાક પછી પહોંચી ગયા.સવારના ૬ વાગ્યે તેમણે કામ શરુ કરવાનું હતું. કારણ કે રાતના અંધારામાં બીજ મળવા મુશ્કેલ હતા. અત્યારે રાતના ૩ વાગ્યા હતા. કોઈ પણ રીતે તેણે બીજા ૩ કલાક કાઢવાના હતા. તેણે જોયું કે કમસે કમ ૩૦૦- ૪૦૦ લોકો હતા. દરેક જણ હવે પોતપોતાનું ગ્રુપ બનાવી રહ્યું હતું. પ્રાચી એકલી પડી ગઈ. તે જઈને ફટાફટ એક ઢોળાવ પાછળ છુપાઈ ગઈ. કારણ કે જો ખબર પડે કે તે બહારની વ્યક્તિ છે, તો તેનું આવીજ બને...!

રાતના અંધકારમાં ચારે તરફ શાંતિ છવાલેયી હતી. તેણે જોયું કે પોખરાની પહાડીની ચારે તરફ હિમાલયના બીજા પર્વતોની હારમાળા હતી. તેઓ બરફની ચાદર થી ઢંકાયેલા હતા. ચંદ્રના પ્રકાશમાં તેનો નજારો રમણીય હતો.પહાડી પર બરફનું નામોનિશાન ન હતું. ત્રણ કલાક પછી તેણે જોયું કે પોલીસ ની એક ટીમ હાથીઓ પર બેસી પેટ્રોલીંગ માટે નીકળી હતી. દરેક જણ જમીન પર સુઈ ગયા, જેથી પોલીસ ની નજર તેમની પર ન પડે. જો તેમાંથી એક પણ પકડાય તો બધા માટે મુસીબત થઈ જાય....!

પોલીસની ટીમ થોડીવાર પછી જતી રહી. હવે ૬ પણ વાગવા આવ્યા હતા. ધીરે-ધીરે લોકો જમીન પર ઢસડાતા પહાડી તરફ જવા લાગ્યા. પ્રાચી પણ તેમાં ભળી ગઈ. પહાડી પર પહોંચી લોકો પોતાની કુહાડી લઈ ખોદવા લાગ્યા. જેમ-જેમ બીજ મળતા જાય તેમ પોતાની થેલીમાં નાખવા લાગ્યા. પ્રાચી પણ તે કામમાં લાગી ગઈ. સદનસીબે તેના હાથમાં ઘણા બીજ આવી ગયા. આ કાર્યમાં ૨ કલાક નીકળી ગયા. પોલીસ ની ટીમ પાછી આવવાની તૈયારી જ હતી. ટોળા માંથી એક ઇશારો થતા દરેક જણ ભાગવા લાગ્યા. એક પળમાં તો ત્યાં લોકોનું નામોનિશાન ન હતું. બહુ ઓછા લોકો પાછળ બચ્યા. પ્રાચી પહાડીની બહુ ઉપર પહોંચી ગઈ હતી, આથી તેને ઉતરવામાં વાર લાગી. આભાએ જ તેને પહાડીની ટોચ પર વધુ બીજ મળશે તેવી સુચના આપી હતી. એ ઉતરે તે પહેલા જ પોલીસની ટીમ આવી ગઈ. તેણે પહાડી પર જ છુપાઈ જવું પડ્યું. પોલીસ અડધો કલાક પછી ત્યાંથી ગઈ...!


હવે ફક્ત ૪-૫ લોકો જ ત્યાં બચ્યા હતા. તેઓ નીચે ઉતર્યા ,અને જંગલ તરફ ભાગ્યા. પ્રાચીએ જોયું કે ઉપર પહાડી પર હજુ પણ ત્રણ-ચાર લોકો હતા. તેઓ લગભગ ઝઘડો કરી રહ્યા હતા. પ્રાચીએ પોતાની સાથે ઉભેલા ૪ - ૫ લોકોની સામે જોયું. તેઓએ પોતાના માસ્ક હટાવ્યા. તેમાંથી ૨ લેડીઝ હતી, ૧ વૃદ્ધ અને ૧ છોકરો(ઉ. ૧૨ - ૧૩ વર્ષ) હતો. બીજ ન મળવાની લાચારી તેમના ચહેરા પર સાફ-સાફ દેખાઈ આવતી હતી. તેઓ લગભગ એક જ ફેમીલીના લાગ્યા. પ્રાચી પાસે કમસે કમ ૨૫ - ૩૦ બીજ હતા. તેને દયા આવી ગઈ. તેણે પોતાની થેલી માંથી ૧- ૧ બીજ લઈને દરેક જણ ને આપ્યો. બીજ હાથમાં આવતા તેઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. તેમણે પોતાની થેલીઓ કાઢી અને તેમાં મૂકી દીધા.પ્રાચી તો તેમને જોતી જ રહી ગઈ....!

દરેક જણ પાસે પ્રાચી કરતા વધુ બીજ હતા. તેને આભાની સલાહ યાદ આવીકે કોઈની સાથે વાત ન કરતી, અને પોતાનો ચહેરો ન બતાવવો. હજુ તો તે યાદો માંથી બહાર આવવા ગઈ,તે પહેલા તે નાના છોકરાએ પોતાના હાથમાં રહેલી લાકડી પ્રાચીના માથા પર ફટકારી...!. તે ત્યાંજ ફસડાઈ પડી. તેઓએ પ્રાચીના બધાજ બીજ ચોરી લીધા અને ત્યાંથી પલાયન થઈ ગયા...!. પ્રાચી અર્ધબેભાન અવસ્થામાં તેમને જોતી રહી ગઈ. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો.

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૩ માં)


ક્રમશ: