Yarsagumba ni shodh - 1 books and stories free download online pdf in Gujarati

યાર્સાગુમ્બા ની શોધ - ૧

પ્રસ્તાવના

આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ , દગો કે મજબુરી....વગેરેની

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની પડોથી ઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...!

અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર રહેલા દરેક જણ પોતાની પાસે રહેલી બરફકુહાડીને ખોસીને પોતાને ઢસડાતા રોકી લે છે .તે છોકરી(સુઝેન ) પર્વતના ઢોળાવથી નીચે લટકી જાય છે. અને જોર-જોરથી ચીસો પાડે છે...!


સુઝેન : બચાઓ...પ્લીસ...સમબડી હેલ્પ મી.....!


તેની ઉપર રહેલો બીજો સાથી તેને બચાવવા આવે છે...!

તેનો સાથી : નીચે મત દેખના સુઝેન...અપના હાથ દો મુજે....!


તે તેને જણાવે છે કે ફિકર ન કરે પોતે તેને બચાવી લેશે..! હજુ જેવો તે સુઝેનને હાથ આપવા જાય છે,તે પહેલા સુઝેનનો હાથ છટકી જાય છે, અને તે હજારો ફુટ ઉંડી ખાઈમાં પડે છે. તેની આખરી ચીખ વાતાવરણ ને દહેલાવી મૂકે છે...!


(ફ્લેશબેક)

આજથી પંદર દિવસ પહેલા પ્રાચી શુકલા પોતાના પપ્પા(આનંદ શુકલા - ઉંમર- ૪૮ વર્ષ) અને માતા ( શાલિની શુકલા- ઉંમર- ૪૫ વર્ષ) સાથે નેપાળના લલિતપુર શહેરના " વેદાંત આયુર્વેદ આશ્રમ " માં આવી હોય છે. લલિતપુરના મુખ્ય વિસ્તાર ગણાતા ગોદાવરી રોડ પર તે સ્થિત હતો.

અહીં તે પોતાના પિતા આનંદજી ના ઉપચાર માટે આવી હોય છે. આનંદજીને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય છે. દુનિયાની ઘણી હોસ્પિટલો તેમજ મોટા અને અનુભવી ડોક્ટરોને પ્રાચીએ પોતાના પિતા માટે કન્સલ્ટ કર્યા હતા. પણ આખરે એક જ જવાબ મળ્યો હતો કે હવે તેઓ લાસ્ટ સ્ટેજ માં છે, અને તેમનો ઈલાજ શક્ય નથી...!. પણ પ્રાચી હાર માનવા તૈયાર ન હતી. તેણે કશેકથી સાંભળ્યું હતું, કે પુરી દુનિયામાં કોઈપણ કેન્સરને લગતો રોગ થયો હોય,તેનો ઈલાજ વેદાંત આશ્રમમાં શક્ય છે..! આથી તે પોતાના પિતાને લઈને અહી આવી હતી .

આશ્રમમાં તેને સારો રૂમ મળી ગયો હતો. ત્યાંનું વાતાવરણ એકદમ શાંત,તાજગીભર્યું અને આહલાદક હતું. તેના પિતાને પણ સારું લાગી રહ્યું હતું. આથી તે ખુશ હતી...!

આનંદજી : બેટા...બસ થયું હવે...કેટલા મહિનાઓથી મારા ઈલાજ માટે ભટકી રહી છે...!...હવે બસ કર...!


પ્રાચી ચૂપ જ રહી.


શાલિનીજી : બેટા તારી હાલત તો જો...!...કેટલી દુબળી થઈ ગઈ છે...!...કેટલાયે મહિનાઓથી તે તારી એક્ષામ નથી આપી...!...અમારા માટે તું તારું કેરીયર શું કામ બરબાદ કરે છે...?!


પ્રાચી " એમ.બી.એ " નું ભણી રહી હતી. ઇન્ડિયાની સૌથી પ્રતિષ્ઠિત એમ.બી.એ ઇન્સ્ટિટ્યૂટ " આઈ. આઈ. એમ " ની એન્ટ્રન્સ એક્ષામમાં તે પ્રથમ આવી હતી. અમદાવાદ બ્રાન્ચમાં તે અભ્યાસ કરી રહી હતી. અમદાવાદ બ્રાન્ચમાં એડમીશન મેળવવું બહુજ અઘરું હતું. પહેલેથી જ પ્રાચી ભણવામાં અતિ હોશિયાર અને ઇન્ટેલીજન્ટ હતી. આથી તે શક્ય બન્યું હતું...!. છેલ્લા એક વર્ષથી તે પોતાના પિતાના ઈલાજ માટે આમતેમ ભટકતી રહેતી હોવાથી એક્ષામ આપવાનું ટાળી રહી હતી. પોતાની મમ્મીની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ.

પ્રાચી : તું ચૂપ રે મમ્મી....તને કશી ખબર ન પડે....!...શું પપ્પાની હેલ્થ કરતા એક્ષામ વધુ ઇમ્પોર્ટન્ટ છે...?!


મમ્મી : પણ બેટા મારી વાત તો સાંભળ....!


પ્રાચી : નથી સાંભળવી તારી વાત...હવે પછી મારી સામે એક્ષામ નું નામ ન લેતી....!


આટલું બોલી તે ગુસ્સામાં રુમમાંથી બહાર નીકળી ગઈ. બહાર આવતા જ તેની આંખોના ખૂણામાં છુપાયેલા આંસુએ બહાર આવવાનો ભરપુર પ્રયાસ કર્યો, અને પ્રાચી પણ તેને રોકી ન શકી. મમ્મીની વાત કરતા પોતે તેના પપ્પા માટે કઈ કરી સકતી ન હતી, તેનું દુઃખ વધારે હતું..!. આમપણ નાનપણથી પપ્પાએ તેને ખુબ લાડકોડથી ઉછેરી હતી. મમ્મીની દરેક ડાન્ટ , ગુસ્સા અને મારથી તેને બચાવી હતી. પપ્પા ની તે પ્રિંસેસ હતી...!


આશ્રમ બહુ મોટો હતો. તેમાં નાના-મોટા ઘણા કોટેજો હતા. ઊંચા અને ઘટાદાર વૃક્ષથી તે ઘેરાયેલો હતો. તેની પાછળની તરફ ખીણ હતી. તેની આગળની સાઈડ ઘણી જાગ્યા ખાલી હતી.તેમાં એક સુંદર બગીચો હતો. આશ્રમમાં આગળ ચાલતા-ચાલતા તેને ઘણા કેન્સરના દર્દીઓ,તેમના સાગા-સંબંધીઓ તેમજ કેરટેકરો દેખાયા. તેમને જોઈને પ્રાચી ને થોડી તસ્સલી થતી કે પોતે એકલી નથી. યોગી "શંકરાચાર્યજી" આશ્રમના સ્થાપક અને મેઇન ગુરુ હતા. તેઓ તો હંમેશા બહાર રહેતા. બીજા એક ગુરુ " મેહરામજી " આશ્રમનો કાર્યભાળ સંભાળતા. અને દર્દીઓનો ઈલાજ અને ઉપચાર ની તમામ બાબતો યોગી " મંગલેશ્વરજી " ઉપર રહેતી. તેઓ દર્દીઓને સાજા કરવામાં કોઈ કસર ન રાખતા. તેમનો સ્વભાવ,બોલી અને ગમ્મતથી જ દર્દીઓ જોશમાં આવી જતા. છેલ્લા કેટલાયે વર્ષોથી તેઓ નિસ્વાર્થ ભાવે પોતાનું કામ કરી રહ્યા હતા.પોતે ભણેલ પણ બહુ હતા. પોતાની તબીબી ની પ્રેક્ટિસ છોડી તેઓ આ કામમાં જોડાયા હતા...!

પ્રાચી એ આજે પોતાની ફાઈલ તેમને બતાવી હતી. અને દશ મિનિટ પછી તે તેમને ઓફિસમાં મળવાની હતી. તે તેમની ઓફિસ પર જ જઇ રહી હતી. ત્યાંજ મુંબઈથી લીલાવતી હોસ્પિટલથી ડોક્ટર પાઠક નો ફોન આવ્યો..!.

ડો. પાઠક : હેલો પ્રાચી...હાવ આર યુ...કેવું છે પપ્પા ને ?


પ્રાચી : હેલો...સર...હી ઇસ ફાઈન...!


ડો. પાઠક : જો પ્રાચી...તું મારી દીકરી જેવી છે...તે બહુ જીદ કરી એટલે મેં તને જવા દીધી...પણ સાચું કહું તો પપ્પાનો હવે ઈલાજ શક્ય નથી...!


પ્રાચી કઈ બોલી નહિ.


ડો. પાઠક : બેટા...તેમનું કેન્સર (મેટાસ્ટેટિક ) હવે મૈન ગ્રંથિઓથી આગળ વધીને હાડકાઓમાં ફેલાઈ ગયું છે. તેના માટે કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી.આથી તેમનો ઈલાજ શક્ય નથી...!


પ્રાચી હજુ પણ કઈ બોલી રહી ન હતી.


ડો. પાઠક : હલો...પ્રાચી તું સાંભળે છે...!


પ્રાચી : સર હું તમને પછી કોલ કરું...!


આટલું બોલી તેણે ફોન મૂકી દીધો. આજે મંગલેશ્વરજીને મળીને જરૂર કોઈ ચમત્કાર થશે એવી તેને આશા હતી. આથી તે ખુબ જોશમાં હતી.


સમય કરતા વહેલા તે તેમની ઓફિસમાં પહોંચી ગઈ. છેલ્લા ત્રણ દિવસથી પ્રાચીને તેમની સાથે એક આત્મીયતા બંધાઈ ગઈ હતી.


મંગલેશ્વરજી : અરે પ્રાચી બેટા...આઓ...આઓ...મેં તુમ્હારી હી વેઇટ કર રહા થા...!


પ્રાચીએ તેમના આશીર્વાદ લીધા. તેઓ મંદ હસ્યા...!


મંગલેશ્વરજી : (મનમાં ) અચ્છે સંસ્કાર હૈ...!...મેને દેખા...તુમ્હારે પાપા કી તબિયત મેં થોડા સુધાર આયા હૈ...!


પ્રાચી આટલું સાંભળતા તો ખુશ થઈ ગઈ. પોતે રાહ જ જોઈ રહી હતી, કે તેઓ કંઈક આગળ બોલે...!

મંગલેશ્વરજી : પર સચ કહું તો યે કાફી નહિ હૈ...ઉનકા રોગ અબ કાફી આગે બઢ ચુકા હૈ...શાયદ અબ ૨૦ - ૨૫ દિન...!

આટલું બોલતા તેઓ ચૂપ થઈ ગયા. અને આટલું સાંભળતા તો પ્રાચી પોક મુકીને જોરજોરથી રડવા લાગી. આ શબ્દો તેની આખરી આશા હતી. જે હવે તુટી ગઈ હતી. તે રડતા-રડતા જમીન પર પડી ગઈ. મંગલેશ્વરજીએ તેને સંભાળી...!


મંગલેશ્વરજી : અપને આપ કો સંભાલો બેટી....પ્રકૃતિ કે નિયમ હૈ...એક દિન તો હમ સબ કો જાના હૈ...!


પ્રાચી હીબકા ભરવા લાગી. ઘણા સમય સુધી તે જયારે રડતી જ રહી ,ત્યારે મંગલેશ્વરજીથી તેનું દુઃખ જોવાયું નહિ, અને તેઓ બોલ્યા...


મંગલેશ્વરજી : એક ઉપાય હૈ...ઉન્હેં બચાને કા...!


આટલું સાંભળતા તો પ્રાચીની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેના આંસુ ગાયબ થઈ ગયા અને એક જોશ સાથે તે ઉભી થઈ ગઈ.


પ્રાચી : વોહ ક્યાં હૈ ગુરુજી...?


મંગલેશ્વરજી : યાર્સાગુમ્બા કે બીજ....!


પ્રાચી : યાર્સાગુમ્બા કે બીજ...વોહ ક્યાં હૈ...?!...આપ બતાઈએ કહા સે લાના હૈ...મેં મંગવાતી હું....!

મંગલેશ્વરજી : વોહ ઇતના આસાન નહિ હૈ...આટલું બોલી તેમણે યાર્સાગુમ્બા ની વાત કહેવાની ચાલુ કરી....!


યાર્સાગુમ્બા એક ટાઈપ નો કીડો હોય છે, જે જમીનમાં થાય છે. ઠંડી હવાથી બનેલ ફુગ જયારે તેની પર લાગે છે ત્યારે તે મરવા લાગે છે. ધીમે-ધીમે તે ફુગ તેના શરીરમાં પ્રવેશ કરે છે, અને તેનું માથું ફાડી ને બહાર આવે છે. ઘણા દિવસો પછી તે ફૂગની વૃદ્ધિથી તે જમીન માંથી નીકળી બહાર આવે છે. અને એક લાંબુ બીજ બને છે. તેને રોગીના શરીર પર લગાવવાથી તેમાં રહેલી ફુગ, શરીરમાં રહેલા રોગની ગ્રંથિઓ ને ખતમ કરી નાખે છે. અને માણસ નો ઈલાજ શક્ય બને છે...!


પ્રાચી : તો ગુરુજી..ઉસે મંગવા દીજીયે...જો ભી ખર્ચા આયે મુજે પરવા નહિ...!


મંગલેશ્વરજી : હૈ તો વોહ બહુત હી મહેંગા...એક બીજ કી કિંમત એક લાખ રૂપિયા હૈ....કમસે કમ ૮-૧૦ ચાહિયે...!


પ્રાચીએ વિચાર્યું કે તેમાં કમસે કમ ૧૦ લાખ નો ખર્ચો થશે. તેટલા પૈસા તો તેની પાસે હતા પણ નહિ. આટલા મહિનાઓથી પોતાના પપ્પા નો ઈલાજ કરાવતી હોવાથી બધી બચતો ખતમ થઈ ગઈ હતી. તેણે પોતાનું ઘર ગીરવે મુકવાનું નક્કી કર્યું. કારણ કે પપ્પા ના ઈલાજ સામે તેની કોઈ કિંમત ન હતી...!


પ્રાચી : પૈસો કી કોઈ પ્રોબ્લેમ નહિ હૈ...આપ વોહ બીજ મંગવાઈએ ગુરુજી...!


મંગલેશ્વરજીનું મોઢું પડી ગયું. તેઓ ઉદાસ થઈ ગયા.

મંગલેશ્વરજી : સવાલ પૈસો કા નહિ હૈ....વોહ બીજ અબ યહાં મિલતે હી નહીં...!


આટલું બોલી તેમણે પ્રાચી ને સમજાવ્યું કે હવે અહીંના લોકલ લોકો તે બીજ લાવીને એક ઇન્ટરનેશનલ સ્મગલર " જયપાલ " ને વેંચે છે. કારણ કે જયપાલ તેની વધુ કિંમત આપે છે. જયપાલ એક ખતરનાક ક્રિમિનલ છે. કેટલાયે મર્ડરનો તેની પર આરોપ છે. આટલું સાંભળતા તો પ્રાચી ના રૂઆંટા ઉભા થઈ ગયા....!

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૨ માં)


ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED