થાર મરૂસ્થળ (ભાગ-૧૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૧૮)

કવિતા તું મજાક કરે છો...!!!નહિ કવિતાની વાત માનવી પડે તેમ છે.આપડે એક વાર તે સ્ત્રીની મૂર્તિને થોડી એકબાજુ લઈને તપાસ કરવી જોઈએ.ત્યાં કોઈ
વસ્તું હોઈ શકે છે.મૂર્તિ થોડી વજનદાર છે પણ આપડે આંઠ લોકો છીએ આપડે તે કરી શકીએ.

*********************************

આપડે કવિતાની વાત પર વિશ્વાસ કરી એકવાર તપાસ કરવી જોઈએ.ત્યાં કઇ છે તો નહીં ને?
એવું પણ બને કે ત્યાંથી આપણને કોઈ વસ્તું મળી જાય અને આ રેગીસ્તાનમાં આગળ જવા માટે કામ પણ લાગે.

બધા એક સાથે એ સ્ત્રીની મૂર્તિ પાસે આવિયા.એક સાથે બધાએ બળ કરીને એ પથ્થરની મૂર્તિને એકબાજુ કરી.એ પથ્થરની મૂર્તિ એકબાજુ લેતા જ
બધા એકબીજાની સામું જોઈ રહિયા.કવિતાની વાત
ખોટી ન હતી.એ પથ્થરની નીચે જ એક મોટો દરવાજો હતો.પગથિયાં તો માત્ર લોભાવા માટે જ રાખીયા હતાં.

એ દરવાજા પર પણ અલગ અલગ વેશમાં સ્ત્રીના ચિત્ર દોરેલા હતા.જમણી બાજુ અને ડાબી બાજુ એક સરખી એક એક મોટી ચાવી હતી.દરવાજાના નીચે કોઈ સ્ત્રીને પાલખીમાં લઇ જતું હોઈ એવું એક ચિત્ર હતું.બધા એકબીજાની સામે જોઈ રહિયા હતા.

જીગર થોડો નજીક આવી દરવાજાને ખોલવા જતો હતો.મિલને તેને રોક્યો.કેમ શું થયું?દરવાજો ખોલવા માં ધ્યાન રાખવું પડશે.જેમ કવિતા એ કહ્યું કે આ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ બનાવેલ છે,તો દરવાજો ખોલતા ગમે તે થઈ શકે છે.અંદરથી બહાર ગમે તે વસ્તું બહાર આવી શકે છે.

તો આ દરવાજો ખોલવાનો કોઈ ઉપાય?હા,આ કવિતા અને માધવી પાસે જે ચુંદડી છે.એ બંને ચુંદડીને એક એક બાજુ બાંધી દયે.આપડે બધા થોડાદૂર રહીને દરવાજો ખોલીશું.જેમ મિલને કહ્યું તેમ જ બંને બાજુ ચુંદડી બાંધી દીધી.થોડાદુર રહીને દરવાજો ખોલિયો.દરવાજો ખુલતા જ ડમરીઓ ઉડી આજુબાજુ ધુડની ડમરીથી કહી દેખાતું બંધ થઈ ગયું.ઘણા સમયથી આ દરવાજો બંધ હોઈ એવું લાગી રહ્યું હતું.

થોડીવારમાં જ ડમરી ઉડતી બંધ થઈ ગઈ.જીગર દોડી ને તે દરવાજા પાસે ગયો.જેવા બહાર પગથિયાં હતા તેવા જ અંદર પણ પગથિયાં હતા.જીગર દરવાજાની અંદર પગ મુકવાની તૈયારી કરી.ત્યાં જ સામે એક મોટો સાપ દેખાયો.જીગર તે સાપને જોતા જ ડરી ગયો.

શું થયું જીગર કેમ તું ડરીને બહાર આવતો રહ્યો.મિલન આ દરવાજાની અંદર એક મોટો સાપ છે.
તે અંદર નહિ જવા દે.આપણાને.તું અહીં આવી જા હું દરવાજાની અંદર જઈને તપાસ કરું છુ.

નહીં મિલન તારે નથી જવું અને આપડે એની અંદર શું છે,તે જોઈને શું કામ છે.ત્યાં ખજાનો હોઈ તો પણ આપડે અહીંથી લઈ જવાના નથી.આપણા પોતાના શરીરને જ આગળ લઇ જવાની તેવડ નથી આ રેગીસ્તાનમાં અને તમે આ ખજાનાની શોધમાં તમારા મોતને તમે જોખમાં મૂકી રહ્યા છો.

માધવી અહીં ખજાનો હોઈ એવું નથી.અહીં કઈ આપણાને આ રેગીસ્તાનમાં આગળ જવા માટે કોઈ વસ્તું પણ મળી શકે છે.માટે તપાસ કરવી જરૂરી છે.
હું તપાસ કરું છુ.મિલન જેવો દરવાજા પર જાય છે ત્યાં જ પહેલો મોટો સાપ બહાર નિકળિયો અને ડાબી તરફ ચાલી ગયો.બધાને હાશકારો થયો.

મિલન તું ઉભો રહે હું પણ તારી સાથે અંદર આવું છું.તને કઈ થાય તો હું તને મદદ કરીશ.જીગર અને મિલને બંનેએ દરવાજાની અંદર જવાનું નક્કી કર્યું.અમે જ્યાં સુધી બહાર ન આવીએ ત્યાં સુધી તમે અહીં જ રહેજો તમે કોઈ બીજી જગ્યાએ જવાનો પ્રયત્ન કરતા નહિ.

ઓકે અમે અહીંથી દુર નહીં જઈએ.પણ તમે થોડી જ વારમાં આ ગુફા માંથી બહાર આવજો.અમે તમારી અહીં જ ઉભા રહીને રાહ જોશું.મિલન અને જીગર બંને એક પછી એક પગથિયાં ઉતરીને ગુફાની અંદર ગયા.

બધી બાજુ અંધકાર હતો.આજુ બાજુ કહી દેખાય રહ્યું ન હતું.થોડા નજીક જતા ચારેય તરફ કરોળિયાના મોટા મોટા ઝાળા જોવા મળતા હતા.
જીગર આગળ ઘણું અંધારું છે,આગળ જવું હિતવાહક નથી.એ તરફ ગમે તે થઈ શકે છે.મિલન તું ડર નહીં હું આગળ ચાલુ છું.જીગર આગળ અને મિલન પાછળ ગુફામાં આગળ જઈ રહિયા હતા.પણ ગુફામાં આગળ રસ્તો ઘણો હતો.

અચાનક જીગરની સામે એક ઉડતું ઉડતું પક્ષી આવ્યું.જીગર અને મિલને નવાઈ લાગી આવી ગુફામાં કોઈ પક્ષી જીવીત કેવી રીતે રહી શકે.નક્કી આગળ આ ગુફામાં કંઈક તો એવુ તો છે જે આપણને આગળ જવા માટે પ્રેરીત કરી રહયું છે.

સવારના દસ વાગી ગયા તો પણ જીગર અને મિલન ગુફામાંથી બહાર આવિયા નહિ બહાર રહેલ બધાને ચિંતા થવા લાગી કહી થયું તો નહીં હોઈને ગુફાની અંદર આ બંનેને.નહીં તો અત્યાર સુધીમાં બહાર આવી જવા જોઈએ.

કિશની નજર પાછળથી આવતી રેતી તરફ ગઇ.સુસવાટા ભેર પવન તેની તરફ આવી રહ્યો હતો.
કિશને ત્રાડ પાડી પાછળ આંધી આવી રહી છે.જલ્દી આપડે આ દરવાજાને બંધ કરવો પડશે નહીં તો રેગીસ્તાની રેતીથી આ ગુફા ભરાઈ જશે.જીગર અને મિલન બહાર નહિ નીકળી શકે.આપણે ગુફાની શોધી પણ નહીં શકીશું રેતી ઉપર આવી જશે તો.

માધવી કવિતા અને મહેશ બધા જ ડરી ગયા.સુસવાટા ભેર રેતીની આંધી પાછળથી આવી રહી હતી.બધાને શું કરવું તે કઈ સમજણ પડતી ન હતી.પણ કિશન આ દરવાજો બંધ કરી દેશું અને મિલન અને જીગર ઉપર આવશે તો?

માધવી તું સમજવાની કોશીશ કર આપડી પાસે સમય નથી.દરવાજો બંધ કરવો જ પડશે નહીં તો મિલન અને જીગર બહાર કયારેય નહીં નીકળી શકે.
કવિતા અને મહેશ જલ્દી જમણી તરફ ગયા અને બાકી બધા ડાબી બાજુ તરફ રહ્યા બંને બાજુથી દરવાજો ખેંચીને બંધ કર્યો.ત્યાં બળબળતી રેતીની આંધી આવી ચડી બધા જ દરવાજા પાસે એકબીજાને પકડીને બેસી ગયા.જાણે કોઈ નદીનો પ્રવાહ એક તરફી વહી જતો હોઈ એમ રેતી એક જગ્યાએથી બીજી જગ્યા પર જય રહી હતી.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)