થાર મરૂસ્થળ (ભાગ-૧૭) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૧૭)


ભય માણસને મુત્યું તરફની દિશાનું બતાવે છે.જીવનમાં ગમે તેવું પરિસ્થિતિ આવે ડરવું જોયે નહીં.

લી.કલ્પેશ દિયોરા.

પણ અહીં આ જગ્યા પર જ આપડે રહેશું.આ પગથિયાં પર જ આપડે સવાર સુધી બેસીને સવારે તપાસ કરી શું કે અહીં કહી છે તો નહીં ને.એ પછી આપડે આગળ જાશું.

*****************

નહિ જીગર આવી જગ્યા પર રેહવું હિતવાહક નથી.અહીં કઈ પણ થઈ શકે છે.સિસકારા મારતી રેતીની આંધી આ રેગીસ્તાનમાં ગમે ત્યારે આવી શકે છે.

હા, હું જાણું છું મિલન પણ તમને કોઈને આ અંધારામાં આનાથી સારી જગ્યા કઈ આજુબાજુમાં દેખાય રહી છે.આજુબાજુ જોઈને કોઈ કહી બોલ્યું નહીં એક પછી એક બધા પગથિયાં પર બેસી ગયા.આમ પણ આજ બધાજ થાકી ગયા હતા.

મિલન મને લાગે છે કે આ એક ગુફા છે.પહેલાના રાજા મહારાજ આવી ગુફાઓ રેગીસ્તાનમાં બનાવીને
અહીં સોનું મેકવા માટે આવતા હતા.એવું નથી માધવી કે કોઈ રાજા મહારાજા જ આવી ગુફાઓ બનાવતા અહીં રેગીસ્તાનમાં રેહવા માટે લૂંટારાઓ પણ આવી ગુફાઓ બનાવતા એ દિશા પર કોઈ જઈ શકતું નહિ.એ જગ્યા પર જવામાં એ લૂંટારાઓ પાસે રેગીસ્તાનમાં એ વખતમાં નકશાઓ હતા.અને તે રજે રજની જાણકારી રાખતા હતા કે આ રેગીસ્તાનમાં શું થઈ રહ્યું છે.

કવિતા અને માધવી તમે બંને હવે બોલવાનું બંધ કરો.
આજુબાજુના અવાજ અમને સાંભળવાદો નહીં તો રેતીની આંધી આવી જશે ખબર પણ નહીં રે.અને રહી બીજી વાત તમે શાંતિથી આંખ બંધ કરી અવાજ સાભળો અહીં આસપાસ જ ભયાનક અવાજ આવી રહ્યા છે.કોઈ સ્ત્રી પર બળાત્કાર થતો હોઈ
અને તે રાડા રાડ પાડી રહી હોઈ એવા અવાજ દૂરથી આવી રહ્યા છે.

હા,કિશન હું પણ આ અવાજ સાંભળી રહ્યો છું.મને લાગે છે કે આ જગ્યા પર કોઈ આવી શકતું નહિ હોઈ
ફક્ત આ જગ્યાનો કોઈ જાણકાર હોઈ તે જ આવી શકતો હશે.અહીં નજીકમાં જ ભયાનક ચારેય બાજુથી અવાજ આવી રહ્યા છે.

હું તો એમ કહું છું આપડે હવે આ રસ્તે આગળ નથી જવું કોઈ બીજો રસ્તો શોધવો પડશે.આગળ જવામાં મને અત્યારે જ ડર લાગી રહ્યો છે.આપડે અત્યારે જે રસ્તે આવિયા છીયે તે રસ્તે ફરી પાછા વળી જવું જોઈએ.

માધવી આ ભયાનક રેગીસ્તાનમાં આપણા માંથી કોઈને ખબર નથી કે આપડે કઈ બાજુ જઈ રહિયા છીયે.અને કોઈને એ પણ ખબર નથી કે આગળ જતાં કોઈ ગામ આવશે કે નહીં.પણ નક્કી આપડે એક એવી જગ્યા એ અત્યારે આવી ગયા છીએ કે આ જગ્યા સૌથી ભયાનક છે.અગાવની રાત્રીએ રેગીસ્તાનમાં આવા ભયાનક અવાજ મેં ક્યારેય સાંભળીયા નથી.સવાર થતા જ આપડે જલ્દી અહીં થી નીકળી જશું.

નહિ મહેશ આ પગથિયાં નીચે શું છે એ જોયા વગર આપડે આગળ જવાનું નથી.એવું પણ બને કે આપણને આ રેગીસ્તાનમાં રાહત માટે તે જગ્યા પરથી કંઈક મળી પણ જાય.

જીગરની વાત સાથે હું સહમત છું.આપણે આ પગથિયાં નીચે જોવું જોઈએ કે અહીં શું છે.શાયદ હજુ પણ ચાર પાંચ દિવસ કોઈ ગામ ન મળે અને અહીંથી કોઈ એવી વસ્તુઓ આપણાને મળી રહે તો આગળ જવામાં તકલીફ ન થાય.હું અહી સોનું લઈ જવાની વાત નથી કહી રહ્યો.આપણાં માટે કોઈ સારી વસ્તું નીકળે અને આ રેગીસ્તાનમાં થોડી રાહત મળે તે માટે હું કહી રહ્યો છું.ઓકે તો આપડે સવારે આ જગ્યા પર જોઈને જશું કે અહીં શું છે.તે પહેલાં નહિ.બધા એ "હા' માં માથું ધુણાવ્યું.

આ રેગીસ્તાનમાં ચાર દિવસ થઇ ગયા હતા.બધાના શરીર અને ચહેરા રેગીસ્તાના બળબળતા તાપમાં તપીને કાળા મશ જેવા થઈ ગયા હતા.વધારે પડતા તાપને લીધી મહેશ અને જીગર અને સોનલના શરીર પર પરપોટા જેવા ફોદલા પડી ગયા હતા.મિલનના પગમાં કાંટો વાગવાથી સવારથી લોહી વહી જતું હતું.બધાના પગના તળિયા આ બળબળતા તાપથી ટેવાય ગયા હતા.પગ જાણે રેગીસ્તાની રેતીમાં જ ચાલવા માટે ઈશ્વર બનાવયા હોઈ એવું લાગી રહ્યું હતું.સોનલનું શરીર હવે કામ આપી રહ્યું ન હતું.તો પણ તે હિંમત હારી ન હતી.તે બધાની સાથે ધીમે ધીમે ચાલતી હતી.બધાને એક જ લક્ષ હતું કે આ ભયાનક રેગીસ્તાનમાં માંથી બહાર કેવી રીતે નીકળવું.અને તે માટે બધા પુરેપૂરો પ્રયાસ કરી રહ્યા હતા.

સવારના ચાર વાગી ગયા હતા બધાને જલ્દી પગથિયાંની નીચે જોવું હતું કે એની નીચે એવી તો શું વસ્તું છે.જે આપણને જોવા આકર્ષિત કરી રહી છે.
કંઈક તો એવી વસ્તુ મળશે જ.જીગર અને મિલન થોડું અંજવાળું થતા ફરી એ સ્ત્રીની મુર્તિ પાસે આવિયા પગથિયાં સામે જોઇને ફરી ત્યાંથી રેતી લેવાનું શરૂ કર્યુ.પણ એક પછી એક પગથિયું આવી જતું હતું.

મિલન મને લાગે છે કે અહીં કહી નહિ હોઈ પગથિયાં છીવાય.આપણે આગળ કોઈ ગામ મળી જાય તેની શોધ કરવી જોઈએ.આમ પણ હવે સવાર પડી ગઈ છે.આપડે આગળ ચાલીશું નહીં તો આજની રાત પણ આપડે અહીં જ રહેવી પડશે.

કવિતા તારી વાત સાથે હું સહમત છું.પણ આ જીગર અને મિલન બંને માની નથી રહ્યા એક પછી એક પગથિયાં પરથી રેતી લઇ રહ્યા છે.અને એક પગથિયાં પછી એક પગથિયું આવતું જાય છે.

મહેશ અમારી બંને ઉપર તમે બધા થોડીવાર વિશ્વાસ રાખો જો સવારના સાત સુધીમાં કહી નહીં મળે તો આપડે અહીંથી આગળ જવાનો રસ્તો પસંદ કરશું.

ધીમે ધીમેં એક પછી એક પગથિયાં આવે જતા હતા.સવારના સાત વાગી ગયા જીગર અને મિલન બંને હવે થાકી ગયા હતા.બંનેને લાગી રહ્યું હતું કે અમારી મહેનત નિષ્ફળ ગઈ.મને લાગે છે કે અહીં હવે કહી નહીં હોઈ આપડે આગળ વધવું જોઈએ.હા, મિલન હું પણ એ જ વિચારી રહયો છું.થોડીઘણી શક્તિ છે એ પણ આપડે વેસ્ટ કરી નાખશું.

જીગર અને મિલન બંને ઉભા થઇને પગથિયાંની ઉપર આવિયા.ચાલો હવે આપડે આગળ વધીએ અહીં કઈ હોઈ એવું લાગતું નથી.અમને દેખાય પણ નથી રહ્યું એક પછી એક પગથિયાં આવી રહ્યા છે.

એ તો અમે કીધું જ હતું પણ તમે બંને એ અમારી વાત પર ધ્યાન જ ન દીધું.પણ જે થયું તે આપડે હવે આગળ વધવું જોઈએ.બધાએ એક સાથે આગળ જવાનો રસ્તો પસંદ કર્યો.પણ કવિતા હજુ તે સ્ત્રીની મૂર્તિને નિહાળી રહી હતી.નક્કી અહીં કહી તો છે જ.

તમે બધા અહીં આવો આ સ્ત્રીની મૂર્તિને આ જગ્યાએથી થોડીદૂર કરવી છે.કવિતા તું ગાંડી તો નથી થઈ ગઈ ને?નહીં તમે મારી મદદ કરો.મને લાગે છે કે આ પગથિયાં કોઈને લોભાવા માટે અહીં મુંકયા હોઈ એવું લાગે છે.આ પગથિયાં જોઈને મૂર્તિ તરફ કોઈનું ધ્યાન ન જાય તે માટે કોઈ ચતુર માણસે આ રચના કરી હોઈ એવું મને લાગી રહ્યું છે.

કવિતા તું મજાક કરે છો...!!!નહિ કવિતાની વાત માનવી પડે તેમ છે.આપડે એક વાર તે સ્ત્રીની મૂર્તિને થોડી એકબાજુ લઈને તપાસ કરવી જોઈએ.ત્યાં કોઈ
વસ્તું હોઈ શકે છે.મૂર્તિ થોડી વજનદાર છે પણ આપડે આંઠ લોકો છીએ આપડે તે કરી શકીએ.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)