એ ચિત્રોથી મેં હસાવી છે દુનિયા.
નિજાનંદમાં મેં બનાવી છે દુનિયા.
દર્દનો પુંજ લઈ હંફાવી છે દુનિયા.
રાતે આંખોથી વહાવી છે દુનિયા.
દિલના કટકાથી સજાવી છે દુનિયા.
રોજ કટોરા ઝેરના લાવી છે દુનિયા.
........................................................
જીવન ખુલ્લું છે મારું છતાં તું વાંચીને ડરી જશે,
અરમાન તારા છે પ્રેમના એ બધા જ મરી જશે.
હાથની લકીરમાં એમ સમાઈ થોડી એ કિસ્મત,
ગયા કંઈક ખૈરખાહ, તું પણ અહીં બળી જશે.
ભાગતી જિંદગીને જીવીને શુ કરશો તમે બધા,
પંચતત્વનો દેહ છે, અંતે પંચતત્વમાં ભળી જશે.
બરબાદી મારી કાયમ રહી, મારા આ જીવનમાં,
કર્યો પરિશ્રમ મેં તનતોડ જીવનમાં એ ગળી જશે.
લખી ગાથા આ જીવનની ખુદ જ નાશ કરું છું,
ગઝલની કિતાબ પસ્તી બની ક્યાંક સળી જશે.
ફરી મૂર્ખ ન બનતા જોઈ સોનાનુ એ સુંદર હરણ,
ફરી સાધુ બનીને આવશે રાવણ તમને છલી જશે.
મનોજ જાણે છે ક્યાં જઈને વીંધાવવાનું છે મારે,
તું ગુલાબ નીચે કંટક ન બિછાવ રસ્તો મળી જશે.
............................................................
લખાય ગયા પછી એ રચના મારી નથી,
ગર્વ એ જ છે હજુ ગઝલને બાળી નથી.
દર્દમાં જો દર્દ મળે તો છલકાઈ છે જામ,
આ વિરાસત એવી છે જ્યાં મળી નથી.
અમુક દ્રશ્ય જોઈ ને આવી જાય આંસુ,
વેદનાની ધારા પણ ખુદા એકધારી નથી.
ચક્ર સીધું છે સમજવામાં સમજાય તો,
અમાસ પછી પૂનમ આવે રાત કાળી નથી.
એમને આપ્યું છું હાસ્ય મને રુદન આપ્યું,
ખાલી હું નથી રહ્યો ને મને હાથતાળી નથી.
રંક હોઈ કે તવંગર હોઈ જવું તો પડે છે,
એને બનાવી છે, કાયમ દુનિયા તારી નથી.
"મનોજ" પર એ ખૂબ મહેરબાની કરી જાય,
આપી છે કલમ મને, હાથ મારો ખાલી નથી.
...........................................................
ગોચર, ડરામણી, ઓળાવાળી એ રાત હતી,
બસ વિખુટા થયા એની જ બધી વાત હતી.
પ્રણયના બાગને ખુલવ્યો હતો પાનખરમાં,
વિરાન કરવામાં વસંતની જ ઉલ્કાપાત હતી.
નશીબની રાહમાં ક્યાં સુધી બેસી રહેવું છે?
તું ચાહી ન શક્યો એમને જે હૈયાત હતી.
કઠણ કાળજું કરવાના ઢોંગ બહુ થયા હવે,
એકાંતે તું રડ્યો છું જ્યાં સનમની વાત હતી.
ઊડતી ધૂળ, તપતો આ સૂરજ, કશું ન કરે,
આથી પણ ભયંકર "મનોજની" વાત હતી.
ડૂસકાં, રુદન, વિરહ, વિષાદ કે હોઈ નારાજ,
એ બધું ગયું જે આ બધી દિવાનની વાત હતી.
મનોજ સંતોકી માનસ