VISHAD YOG- CHAPTER-55 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ - 55

વિષાદયોગ-પ્રકરણ-55

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

પ્રશાંત બરાબરનો ફસાયો હતો. હવેનો સમય તેની યોજનામાં સૌથી અગત્યનો હતો પણ આ કટોકટીના સમયે જ પ્રશાંત નજર કેદ થઇ ગયો હતો. પ્રશાંત ગમે તેમ કરીને તેનો મોબાઇલ મેળવવા માગતો હતો. પ્રશાંતને આમતો પહેલેથી થોડો અંદાજ હતોજ કે કૃપાલસિંહ જેવો સાતિર માણસ એટલો અંદાજ તો કાઢીજ લેશે કે આ કોઇ તેનાજ માણસનું કામ છે એટલે જ તેણે આ કામ માટે નિશીથને પસંદ કર્યો હતો. નિશીથનું તેની સાથે કોઇ કનેક્શન પણ નહોતું અને કામ પત્યા પછી નિશીથને તે બીજી વખત ન મળે તો પણ નિશીથ તેનું કંઇ બગાડી શકે તેમ ન હતો. અને નિશીથ પર નજર રાખવાનું કામ પણ તેણે તેના એક માણસને સોપી દીધુ હતું. આ માણસ નિશીથની બધીજ હિલચાલ પર નજર રાખતો હતો. આ બધુજ ગોઠવવા છતા પ્રશાંતને ક્યાંય ચેન પડતુ નહોતું. તેને ડર હતો કે આમા ક્યાંક કંઇ ઉંધા ચતુ ન થઇ જાય. નિશીથ પર એક માણસ મુક્યો હોવા છતા સતત તેને ટેન્સન રહેતુ હતું. પ્રશાંતનું આ ટેન્સન એકદમ વ્યાજબી હતું કેમકે તેનો માણસ તો ક્યારનો બંદી બની ગયો હતો અને તેને જે જાણકારી મળતી હતી તે બધી જ બીજા નક્કી કરતા હતા. પ્રશાંત આમપણ અત્યારની તેની સીચ્યુએશન નિશીથને કહી શકે એમ નહોતો કેમકે તેણે નિશીથને જે સ્ટોરી કહી હતી તેમા એવુ કહ્યું હતુ કે હું કૃપાલસિંહ અને વિલીથી છુપાતો ફરુ છું. જો નિશીથને ખબર પડી જાય કે પ્રશાંત કૃપાલસિંહનોજ માણસ છે તો પ્રશાંતનો આખો પ્લાન નકામો થઇ જાય. અત્યારે બધાજ પાત્રની હાલત સુડી વચ્ચે સોપારી જેવી હતી. જો પ્રશાંત અહીંજ રહે તો તેના પ્લાનની વાટ લાગી જાય એમ હતી અને જો તે અહીંથી ભાગી જાય કે કંઇ ઉંધુ ચતુ કરે તો કૃપાલસિંહ તેની જિંદગી હરામ કરી નાખે. અત્યારે કૃપાલસિંહની હાલત પણ એવી જ હતી. એકબાજુ તેની જિંદગીની સૌથી અગત્યની વ્યુહરચના અત્યારે ખોરવાઇ ગઇ હતી. અને બીજી બાજુ વિલી ન મળે તો આખી જિદગી જે પણ તેણે કર્યુ છે તે બધા પર પાણી ફરી જાય એમ હતું. કૃપાલસિંહની જિંદગીની બધીજ યોજના અત્યારે વિલીના ભવિષ્ય પર આધારીત હતી. કૃપાલસિંહે આજે સાંજે બધાજ એમ.એલ.એ સાથે બેઠક ગોઠવી હતી જેમા તે લોકોને રુપીયા આપી પક્ષ પલટા માટે સહી લઇ લેવાની હતી. બધાજ એમ.એલ.એના ફોન આવતા હતા પણ કૃપાલસિંહ કોઇનો ફોન ઉંચકી શકે એમ નહોતો. કેમકે હજુ સુધી વિલીનો કોઇ પતો નહોતો અને પૈસાતો હવે હાથમાં આવે એમજ નહોતા. એટલે આખી બાજી પલટાઇ ગઇ હતી. કૃપાલસિંહની જિંદગીની સૌથી મોટી નામોશી થઇ હતી. આખી જિંદગી કૃપાલસિંહે બધાને ચુનો લગાવી પૈસા ભેગા કર્યા હતા પણ આજે આ બધાજ પૈસા એકસાથે જતા રહે તેવી બાજી કોઇ રમી રહ્યું હતું. અત્યારે કૃપાલસિંહ કોઇને સાચી વાત કરી શકે એમ પણ નહોતો અને હાથ પર હાથ રાખી બેસી શકે એમ પણ નહોતો. તે થોડી થોડીવારે કમિશ્નરને ફોન કરી ગાળો આપતો પણ એથી આગળ તે કશું કરી શકે એમ નહોતો.

આ બાજુ વિલીની હાલતતો પહેલેથીજ સુડી વચ્ચે સોપારી જેવી હતી. એકબાજુ તેના પરિવારની જિદગીનો સવાલ હતો તો બીજી બાજુ આખી જિંદગીની કમાણી અને પોતાની જિંદગીનો સવાલ હતો. આવીજ ક્ષણ નિશીથની જિદગીમાં પણ આવી રહી હતી.

બાપુની જીપ હોટલ પરથી નીકળી સૂર્યગઢના રસ્તા પર દોડતી હતી. બાપુએ ડ્રાઇવરને સુચના આપી જીપ ધીમે ચલાવવા કહ્યું. જીપ ચાલતી હતી અને બાપુની એક્સરે જેવી નજર આજુબાજુના રસ્તા પર સ્કેનરની જેમ ફરતી હતી. જીપ આગળ અનાથાશ્રમ પાસેથી પસાર થઇ એટલે બાપુએ જીપને ઊભી રાખવા કહ્યું. જીપ ઊભી રાખતા બાપુ નીચે ઊતર્યા. તેની સાથે ઇ.દવે પણ ઊતર્યા. બાપુએ અનાથાશ્રમ તરફ ઇશારો કરી પુછ્યું “આ શેનુ મકાન છે?”

“અત્યારે તો આ બંધ છે, પણ ભુતકાળમાં અહીં અનાથાશ્રમ હતો. આ અનાથાશ્રમના ટ્રસ્ટી કૃપાલસિંહ જ હતા.” આ સાંભળતાજ બાપુની આંખમાં ચમક આવી. તેણે ડ્રાઇવરને જિપ સાઇડમાં પાર્ક કરવા કહ્યું અને તે અનાથાશ્રમ તરફ આગળ વધ્યા. તેની પાછળ ઇ.દવે પણ ચાલ્યાં. અનાથાશ્રમમાં દાખલ થઇ બાપુએ બધુજ ચેક કર્યુ અને અનાથાશ્રમને ફરતે એક ચક્કર લગાવ્યુ. મેદાનમાં વચ્ચે એક ખાટલો હતો તે પણ તેના ધ્યાનમાં આવ્યું. થોડીવાર બાપુએ અનાથાશ્રમનું નિરીક્ષણ કર્યુ.

“અહીં કોઇ રહેતુ લાગે છે. કદાચ ચોકીદાર હોઇ શકે” બાપુએ દવે સામે જોઇ કહ્યું.

દવેને અંદાજ આવેલો પણ તેણે બાપુનેજ બોલવા દીધા. “હું જો ગુનેગારની જગ્યાએ હોય તો આવી જ કોઇ જગ્યા પસંદ કરુ, જ્યાં વર્ષોથી કોઇ આવતુ ના હોય.” આ સાંભળી દવે એ કહ્યું “પણ આ જગ્યા મુખ્ય રસ્તા પર છે. આવતા જતા બધાનું ધ્યાન અહી જાય.” આ સાંભળી બાપુએ કહ્યું “હા એ વાત છે પણ છતા મને કેમ એવુ લાગે છે કે આ જગ્યા પર કઇક છે.” પછી થોડુ હસીને બાપુ બોલ્યા “આ પોલીસની નોકરી કરીને બધીજ જગ્યા અને વ્યક્તિને શકની નજરે જોવાની આદત પડી ગઇ છે. હવે તો ઘરે પત્ની પણ કહે છે આ તમારુ ઘર છે ક્રાઇમ સીન નથી કે પોલીસની જેમ પુછપરછ કરો છો.” આ સાંભળી દવે પણ હસી પડ્યા અને પછી બંને જીપ તરફ આગળ વધ્યા. તે લોકો જીપમાં બેઠા એટલે ડ્રાઇવરે જીપને સુર્યગઢ તરફ જવા દીધી. બાપુનો શક ખોટો નહોતો તે લોકો ત્યાં પાંચ મિનીટ વધુ રોકાયા હોત તો તેને સુરસિંહ અને વિરમ મળી ગયા હોત. બાપુને એ લોકો સુર્યગઢના રસ્તા પર વળ્યા એ સમયેજ વિરમ અને સુરસિંહ અનાથાશ્રમ પાસે પહોંચ્યા હતા. બાપુનું નસીબ ખરાબ હોય કે પછી નિશીથના ગ્રહો સારા હોય પણ બાપુ આ કેસના ઉકેલની કળીની એકદમ નજીકથી પસાર થઇ ગયા હતા. જીપ સુર્યગઢ તરફ આગળ વધતી હતી અને બાપુની નજર આજુબાજુ ફરતી હતી. અચાનક બાપુએ ડ્રાઇવરને કહ્યું “એક મિનીટ સાઇડમાં ઊભી રાખતો.” આ સાંભળી ડ્રાઇવરે જીપને રોડની બાજુમાં ઊભી રાખી. બાપુ નીચે ઉતર્યા અને જીપની પાછળ તરફ ચાલ્યા હવે દવે પણ કંટાળ્યા હતા છતા તે પણ બાપુની પાછળ ચાલ્યા. થોડા આગળ જતા એક કેડી જેવો રસ્તો ડાબી બાજુ પર જતો હતો. ત્યાં જઇ બાપુ ઊભા રહ્યા. દવે પણ તેની પાછળ ઊભા રહ્યા એટલે બાપુ એ દવેને કેડી પર રહેલ કારના ટાયરના નિશાન તરફ ઇશારો કરતા કહ્યું “આ સીમનો રસ્તો છે અહી ગાડા જતા હોય છે પણ આ ટાયરના નિશાન જુઓ કોઇ કારના છે.” આ સાંભળી દવેએ પુછ્યુ “ તમે એવુ કઇ રીતે કહી શકો કે આ નિશાન કોઇ કારના ટાયરના જ છે?” આ સાંભળી બાપુ નીચે વળ્યા અને ટાયરની છાપમાં રહેલ નકશી બતાવતા કહ્યું “જુઓ આ નકશી. આટલી સરસ નકશી કોઇ મોંઘા ટાયરમાંજ હોઇ શકે અને કોઇ ખેડૂત આટલુ મોંઘુ ટાયર ગાડામાં ન નાખે.” પછી ઊભા થઇ દવે સામે જોઇ બોલ્યાં “મને ખબર છે કે હું વધુ પડતો વિચારી રહ્યો છું પણ ક્યારેક કેશમાં આવી નાની નાની બાબતોજ મહત્વપૂર્ણ સાબીત થતી હોય છે. અને આપણી પાસે તો અત્યારે બીજી કોઇ માહિતી નથી એટલે ટ્રાઇ કરવામાં શું જાય છે?”

બાપુ પાછા ફર્યા અને જીપમાં બેસતા ડ્રાઇવરને કહ્યું “ જીપને પેલી કેડી પર લઇલે.” ડ્રાઇવરે જીપનો યુ ટર્ન લીધો અને પછી કેડી પર જવા દીધી. જેવી જીપ કેડી પર ગઇ એ સાથે જ રસ્તા પર છુપાઇને નજર રાખી રહેલા સમીરે નિશીથને ફોન કરી ત્યાંથી ઝડપથી નીકળી જવા કહ્યું.

જીપ થોડી આગળ ગઇ ત્યાં સામેથી એક કાર આવતી દેખાઇ એ સાથેજ બાપુએ ડ્રાઇવરને કહ્યું આ કારને જવા દેવાની નથી. કારની સામેજ જીપ રાખી દેજે. કાર નજીક આવવા લાગી તેમ બાપુ અને દવે સતર્ક થઇ ગયાં. જેમ જેમ જીપ અને કાર નજીક આવતા ગયા તેમ બંને બાજુ ટેન્સન વધવા લાગ્યું. જીપ હજુ થોડી દૂર હતી ત્યાં કારવાળાએ હાથ ઉંચો કરી જીપ ઊભી રાખવાનો સંકેત આપ્યો આ જોઇ બાપુ અને દવેને એકદમ નવાઇ લાગી. તે લોકોને તો એમ હતુ કે જીપ આડી ઊભી રાખી તેને પકડવો પડશે. પણ આતો પેલા કારવાળાએ સામેથીજ તે લોકોને ઊભા રહેવાનો ઇશારો કર્યો. આ જોઇ દવેએ કહ્યું “બાપુ આ તો સામેથી આપણને ઊભા રાખે છે એટલે ગુનેગાર નહીં હોય.” આ સાંભળી બાપુ હસ્યા અને બોલ્યા “અત્યારના ગુનેગારો પણ બહું સ્માર્ટ થઇ ગયા છે એટલે જલદી કોઇ અભીપ્રાય બાંધી લેવો નહીં.” જીપ અને કાર સામસામે આવતા બાપુ અને દવે નીચે ઊતર્યા અને સામેથી નિશીથ પણ નીચે ઊતર્યો. નીશીથે નીચે ઉતરી બાપુને કહ્યું “આ સૂર્યેશ્વર મહાદેવ કંઇ બાજુ આવ્યું?”

આ સાંભળી બાપુએ કહ્યું “તમે આ બાજુ કેમ આવ્યા છો? સૂર્યેશ્વર તો મુખ્ય રસ્તા પર છે?”

“અરે મે આગળ હાઇવે પર પુછ્યું હતુ તો તેણે કહ્યું કે ગામ આવે તે પહેલા જમણી બાજુ જે રસ્તો આવે તેના પર વળી જજો. પણ અહીં તો ક્યાંય કોઇ મંદીર નથી.”

આ સાંભળી બાપુએ નિશીથની સામે તાકીને જોયું અને બોલ્યા “તમે આ ગામડાના રસ્તા પર ભુલા પડ્યા તે મારા માનવામાં નથી આવતું.” આ સાંભળી નિશીથ હસી પડ્યો અને બોલ્યો “સાચી વાત છે આ ગામડાના રસ્તામાં ભુલો પડ્યો છું તે કહેવામાં પણ શરમ આવે એવુ છે.”

આ સાંભળી બાપુ કંઇ બોલ્યા નહીં એટલે નિશીથે કહ્યું “હવે તમે તો બતાવી દો કે સૂર્યેશ્વર મહાદેવ કઇ રીતે જવાનું છે?”

આ સાંભળી બાપુએ કહ્યું “એ તો પછી બતાવીશ પણ પહેલા અમારે તમારી કારની તલાસી લેવી પડશે?”

આ સાંભળી નિશીથે કહ્યું “શું તલાસી? તમે કોણ છો? અને શું કામ તલાસી લેવી છે?”

આ સાંભળી બાપુએ તેનું આઇ કાર્ડ બતાવતા કહ્યું “તમારે અમને તલાસી લેવા દેવી પડશે?”

“અરે હા તલાસી લઇલો મને કોઇ વાંધો નથી પણ, તમે અહી ખેતરમાં શું શોધો છો?” નિશીથે કારનો દરવાજો ખોલતા કહ્યું.

“એ અમે તમને કહી શકીએ એમ નથી.” બાપુએ કહ્યું અને કોન્સ્ટેબલને ઇશારો કર્યો એટલે બંને તલાસી લેવા લાગ્યાં.”

“તમારું આઇ.ડી કાર્ડ અને લાઇસન્સ મને બતાવો.” બાપુએ નિશીથને કહ્યું.

નિશીથે ખીસ્સામાંથી લાઇસન્સ કાઢ્યુ અને બાપુને આપ્યું એ જોઇ બાપુએ કહ્યું “તમે તો રાજકોટના રહેવાસી છો તો પછી અહીં કેમ આવ્યા છો?” આ સાંભળી નિશીથ હસ્યો અને બોલ્યો “અહીં આગળ એક અનાથાશ્રમ આવેલું છે. મને મારા પપ્પા મમ્મીએ ત્યાંથી દતક લીધો હતો. હું તે અનાથાશ્રમ જોવા અને ત્યાં ડૉનેશન આપવા માટે આવ્યો હતો. પણ અનાથાશ્રમતો બંધ છે. મે હાઇવે પર હોટલમાં પુછ્યુ તો ખબર પડી કે તે તો વર્ષોથી બંધ છે. તે લોકોએ કહ્યું કે અહીં એક પૌરાણીક સૂર્યેશ્વર મહાદેવનું મંદીર છે એટલે તેના દર્શન કરવા જતો હતો. ત્યાં અહી ભુલો પડી ગયો.” નિશીથે અર્ધ સત્ય કહ્યું. પણ આ વાત કરતા તેનો જે કોન્ફીડન્સ હતો તે જોઇ બાપુને લાગ્યુ કે આ યુવાન ગુનેગાર લાગતો નથી. અને આમ પણ આ તો કોઇ સારા ઘરનો યુવાન છે. તે આવા કામમાં ન પડે. ત્યાં સુધીમાં પેલા કોન્સ્ટેબલ પણ તલાસી લઇને બાપુ પાસે આવ્યા અને બોલ્યા “સર આમા કંઇ શંકાસ્પદ નથી.” આ સાંભળી બાપુએ નિશીથને તેનુ લાઇસન્સ પાછુ આપતા કહ્યું “સોરી મિત્ર તને ખોટો હેરાન કર્યો પણ અમારુ કામ જ એવુ છે કે બધા પર શક કરવો પડે છે. ચાલ અમે સૂર્યગઢ તરફ જ જઇએ છીએ અમારી પાછળ આવવા દે. ગામમાં કોઇને પણ પુછીશ એટલે રસ્તો બતાવશે.” આટલુ બોલી બાપુ જીપમાં ગોઠવાયા એટલે ડ્રાઇવરે જીપને ફરી સૂર્યગઢ તરફ જવા દીધી. નિશીથે કારને જીપની પાછળ જવા દીધી. બાપુ જિદગીમાં ક્યારેય વિચાર્યુ નહીં હોય કે તે જે ગુનેગારને શોધી રહ્યા છે તે તેની પાછળ જ આવતો હતો. નિશીથે સમીરને મેસેજ કરી “ઓલ ઓકે” નો સંદેશ આપી દીધો. સૂર્યગઢ પહોંચી બાપુએ નિશીથને હાથ હલાવી બાય કહ્યું અને જીપ રાજ મહેલ તરફ જતી રહી. નિશીથે કારને થોડીવાર ઊભી રાખી અને પછી યુ ટર્ન લઇ કારને ફરીથી આવ્યો હતો તે રસ્તા પર જવા દીધી પણ હવે તેને ત્યા ખેતરમાં જવામાં જોખમ લાગ્યું. બાપુને મળ્યા પછી તેને સમજાઇ ગયું હતું કે આ ઇંસ્પેક્ટર કઇક અલગ પ્રકારનો છે. ફરીથી તેની સામે આવવામાં ભલાઇ નથી. કદાચ તેને શક પડ્યો હોય તો તે મારો પીછો કરે. આ વિચારી નિશીથે સમીરને ફોન કરી કહ્યું “તું મારુ લેપટોપ અને બીજી બધી વસ્તુ ત્યાં ઝાડીમાં છે તે લઇને “હોટલ રંગોલી પાર્ક” પર આવીજા. અને હા એવુ કંઇ લાગે તો બધુ ફેંકી, તું ભાગી આવજે ખોટુ જોખમ લેતો નહીં” આટલુ બોલી નિશીથે ફોન કટ કરી નાખ્યો. પાંચ મિનીટ પછી નિશીથ હોટલ પર તેના રુમમાં પહોંચ્યો અને વિલી સાથે ચાલુ ફોન અનમ્યુટ કર્યો અને બોલ્યો “હા તો મિસ્ટર વિલી. તમને પાંચને બદલે 20 મિનીટ મળી ગઇ બોલો હવે તમારી શી ઇચ્છા છે? હું કહું છું તે કામ કરવું છે કે હું કૃપાલસિંહને ફોન કરું.” તે હજુ વાત કરતો હતો ત્યાં સમીર આવ્યો એટલે તેની પાસેથી લેપટોપ લઇ નિશીથે ચાલુ કર્યુ અને બીજો એક મોબાઇલ કાઢી તેમાંથી કૃપાલસિંહને ફોન લગાવ્યો આ ફોનને સ્પીકર પર કરી તેની પાસે વિલી સાથે વાત થતી હતી તે ફોન એ રીતે રાખ્યોકે વિલી તેની વાત સાંભળી શકે. ફોન લાગતા નિશીથે કહ્યું “હાલો કૃપાલસિંહ, હું તમને વિલીના પરિવારનું સરનામું આપી શકું છું” આ સાંભળતાજ કૃપાલસિંહે કહ્યું “તમે કોણ બોલો છો અને તમને કેમ ખબર કે હું વિલીના પરિવારને શોધુ છું.”

આ સાંભળી નિશીથે કહ્યું “એ વાત જવાદો ચાલો લખો વિલીના પરિવારનું એડ્રેસ. અમદવાદ એસ જી હાઇવે પર.” નિશીથ આટલુ બોલ્યો ત્યાં વિલીએ ચીસ પાડીને કહ્યું “નહી, તું તે રાક્ષસને મારા પરિવાર વિશે નહી કહેતો. હું તું જે કહીશ તે બધુજ કરીશ.” આ સાંભળતાજ નિશીથે કૃપાલસિંહને લગાવેલો ફોન કટ કરી નાખ્યો અને વિલીને કહ્યું “ચાલ હવે રોવા ધોવાનું બંધ કર. હવે મારી પાસે વધુ સમય નથી. ચાલ હું કહું છું તેમ કર. અને સાંભળી લે હવે સહેજ પણ આનાકાની કરી છે તો તારા પરિવારનું સરનામુ આપીજ દઇશ. અને હવે તારી બધીજ લાઇફ લાઇન પુરી થઇ ગઇ છે તે હવે એક પણ ભુલ કરી છે તો તારુ ફેમિલી દુનિયા છોડી દેશે.” આટલુ બોલી નિશીથ થોડુ રોકાયો અને બોલ્યો “ચાલ હવે માત્ર દશ મિનીટનું કામ છે, પછી તું અને હું બંને છુટા. ચાલ તારુ લેપટોપ લઇલે.” નિશીથે આટલુ કહ્યું એ સાથેજ વિલીને સમજાઇ ગયું કે હવે શું થવાનું છે.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED