લવ ની ભવાઈ - 19 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 19


સૌથી પહેલા તો લવ ની ભવાઈ ને જે પ્રેમ આપ્યો છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ...

લવ ની ભવાઈ ના છેલ્લા ભાગમાં ઘણા લોકોનો પ્રતિભાવ સારો આવ્યો અને ઘણાનો ખરાબ.પણ મને ગમ્યું કે લોકો એ પોતપોતાના વિચારશક્તિ મુજબ પોતાનો કિંમતી સમય ફાળવીને પ્રતિભાવ આપ્યો...

લવ ની ભવાઈ એ આજ ના સમય માં બનતી ઘટનાઓને આધારે છે, આજના પ્રેમ વિશે છે. આજે જેમ જેમ ડિજિટલ યુગ બનતો જાય છે તેમ તેમ પ્રેમ પણ ડિજિટલ થતો જાય છે પણ કહી નહીં આપણે મૂળ વાત પર આવીએ...

લવ ની ભવાઈ એ કાલ્પનિક નહીં પણ સાચી સ્ટોરી છે અને હા આવી સ્ટોરી ઘણા સાથે બનતી હોય છે અથવા તો બનેલી હશે..કેમ કે આજ ના સમયમાં ક્યારે કોણ બદલી જાય છે એ ના કહી શકાય...

એક છોકરો કે છોકરી એક બીજાના મન માં શુ વિચારે છે , એક બીજા શુ વિચારે છે એ જાણવું સહેલું નથી. કેમ કે આજે વારંવાર એક બીજા ના મન બદલાય છે , વિચારો બદલાય છે, પસંદ નાપસંદ બદલાય છે...

ઘણા લોકોના મેસેજ આવ્યા અને એમાંથી બધામાં એક કોમન પ્રશ્ન હતો કે અવની એ શું કર્યું , કેમ લાસ્ટમાં નીલ ને છોડી દીધો , કારણ શું હતું વગેરે વગેરે.....

મિત્રો....ઘણી વાર લાઈફમાં અમુક વાતો કારણ વગર ની બનતી હોય છે અને ઘણી વાતોમાં કારણ મળતું નથી..
અવની એ નીલ ને છોડ્યો એ અવનીનો નિર્ણય છે. પ્રેમ આઝાદી માંગે છે ગુલામી નહીં..અને એવું જરૂરી તો નથી જ કે દરેક લવ સ્ટોરીનો હેપી એન્ડીંગ જ થાય..

આજે એક નહીં લાખો લવ સ્ટોરીઓ અધુરી રહી જાય છે. એ પછી નાત જાતના લીધે હોય , પરંપરાના લીધે હોય કે કોઈ ત્રીજા ના આવવાના કારણે હોય....પ્રેમ પૂરો નથી થતો...

પ્રેમએ કોઈ વ્યક્તિ ને બાંધતી નથી પણ છૂટ થી જીવવાની હિંમત આપે છે.. પ્રેમ બલિદાન નહીં પણ બીજા વ્યક્તિની ખુશી માંગે છે. અવની એ જે કર્યું હોય એ કદાચ આપણી નજરમાં ખોટું હશે પણ એની નજરે એ સો ટકા સાચું હશે. એ પોતાના રીતે બધી વાત માં સાચી હશે..પણ કહેવાય ને સાહેબ કે વ્યક્તિ એનું જ સાચું માને છે જેનુ દિલ તૂટ્યું છે..
ઘણી વાર કોઈ વ્યક્તિએ લીધેલ એક ખરાબ કદમ કદાચ બીજા માટે સારું હોય છે....સો આ લવ સ્ટોરી માં એવું જ છે નીલ પોતાની રીતે સાચો હતો અને અવની એની રીતે...
ઘણી વાર કારણ ના જાણવામાં પણ એક કારણ હોય છે...
પ્રેમ કોઈ દિવસ પૂરો ન થાય.. પૂરો થાય તો બસ વ્યક્તિની જરૂરિયાત....

મિત્રો... જો તમે તમારા પ્રેમ ને પ્રેમ કરતા હોય તો એ પ્રેમ ને આઝાદ રાખો... ના કે ગુલામીમાં..
એને જે કરવુ છે એ કરવા દો , એના મન મુજબ રહેવા દો..
કારણ કે જ્યારે એક બીજા ને છોડવાની વાત આવે છે ત્યારે એ જ વાત પેહલા આવે છે કે..
તું મને બાંધી ને રાખે છે ,
તું જે કહે એમ મારે કરવું પડે છે,
તારું કહ્યું જ મારે કરવું પડે છે,
મારે જ બધુ કરવું પડે છે,
તે કઈ મારા માટે કર્યું જ નથી..
વગેરે વગેરે...

ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એટલો જ છે કે પ્રેમ ને આઝાદી આપો... જો તમારું છે તો તમારું જ રહેશે અને નહીં હોય તો તમારું નહીં જ થાય....

સારું મિત્રો..... તમે જે લવ ની ભવાઈ ને એટલી બધી પસંદ કરી એ માટે આપ સૌનો ખુબ ખુબ ખુબ જ ધન્યવાદ.. મારી પાસે શબ્દો નથી કે તમને કેમ Thank U કહું પણ એટલું તો જરૂર કહીશ કે તમે બધા મારા લાઈફ ના અમૂલ્ય વ્યક્તિ છો...અને હા એ લોકો ને big big sorry કે ઘણી વાર હું મેસેજ ના રીપ્લાય નથી આપી શકતો એ માટે....

ઘણા વ્યક્તિઓના મેસેજ માં એવું લખ્યું હતું કે લવ ની ભવાઈ માં હેપી એન્ડીંગ થશે પણ ના થયું અને અમને દુઃખ થયું... પણ ....

મિત્રો.... ઘણી વાર અધૂરા પ્રેમમાં પણ મઝા છે..જે તમને તમારા પુરા પ્રેમની કદર કરાવે છે..

બસ છેલ્લે એટલું જ કહીશ કે
પ્રેમમાં સૌથી મેઈન વસ્તુ છે એક બીજા ને ટાઈમ આપવો..
તો બસ એક બીજા માટે કશું ના કરી શકો તો કહી નહિ પણ ટાઈમ આપવાનું ના ભૂલતા...
સપનાઓ તો ઘણા હશે પણ તમને ચાહનારું વ્યક્તિ જ સાથે નહીં હોય તો એ સપના કશું નથી..
માટે જેટલો સમય સપનાઓ પુરા કરવા માટે વાપરો છે એટલો જ સમય પ્રેમ ને જાળવી રાખવા માટે આપો....

THANK YoU......