Jaane-ajaane - 40 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (40)

નવાં સૂરજની રાહમાં કૌશલ અને રેવા બંને માત્ર આકાશ તરફ જોતાં રહ્યાં. ઘણાં સમય પછી એક સકારાત્મક પહેલ પ્રસરી રહી . અને જોતજોતામાં સવાર થઈ ગઈ. આ સવાર કેટલી નવી શરૂઆત લઈ આવશે તે સમય આધારીત હતું.

ઘણાં દિવસો પછી એક જોઈતી સવાર પડી. સૂર્યની કિરણોમાં એક અનુભવાય તેવી ગરમાહટ હતી. રેવા એકંદરે ખુશ હતી. મનોબળથી એટલી સક્ષમ હતી કે ઘરની બહાર પગ મુકી શકે. અને પ્રકૃતિ કે અન્ય કોઈપણની સામે આંખથી આંખ પરોવી વાત કરી શકે. બીજી તરફ કૌશલ માટે પણ મહત્વની સવાર બની ચુકી હતી. પોતાની વાતોથી કંઈક તો અસર થયો હશે અને કદાચ રેવા પોતાનાં જુનાં વ્યવહારમાં પાછી આવી હશે તેમ વિચારી તેને મળવાની આતુરતા હતી. કૌશલ ફટાફટ તૈયાર થઈ રેવાને મળવા પોતાનાં ઘેરથી નિકળ્યો. રેવાનાં ઘરની તદ્દન બહાર પણ થોડે દૂર તેની રાહમાં ઉભો રહ્યો. પાંચ મિનિટ, દસ મિનિટ, અડધો કલાક થવાં આવ્યો હતો. પણ રેવા દેખાયી નહીં. કૌશલનું મોંઢું ઉદાસીમાં પડી ગયું. અને પોતાનાં રોજીંદા કાર્ય માટે આગળ વધવા અને રેવાનાં પિતાને શોધવાનાં અધૂરાં કામને પુરું કરવાની રાહમાં વધવાં લાગ્યો. પણ તેનું મન કચવાતું હતું. કૌશલે પહેલીવાર પોતાનું મન કોઈકની સામે ખુલ્લું કરી મુક્યું હતું. અને તેની કદર રેવાને હશે કે નહીં!.. તે વિચારમાં તેનો જીવ અડધો થવાં લાગ્યો. ધીમેથી પોતાનાં પગ પાછાં કરતાં ત્યાથી જવાની શરૂઆત સાથે જ દરવાજો ખુલ્યો. રેવા સામે હતી. કૌશલની નજર આગળ તેનાં મનનો દરેક જવાબ મળી ગયો. રેવાએ કૌશલને જોઈ વધારે આશ્ચર્ય ના બતાવ્યું. જાણે રેવા જાણતી હતી કે પોતાનાં દરેક પગલે તે કૌશલને પોતાની સામે જ જોશે. પોતાનાં પક્ષમાં અને પોતાની મદદ કરતાં જ જોશે. રેવાનાં ચહેરાં પર એક મુસ્કાન આવી અને પલક શરમથી નીચી થઈ.

કૌશલ અને રેવા એકબીજા તરફ પગલાં ભરવાં લાગ્યાં. અને નજીક આવી કૌશલ બોલ્યો " બસ એ જ જોવાં આવ્યો હતો કે તું ઠીક છે કે નહીં!.." " તો શું લાગે છે? " રેવાએ વળતરમાં પુછ્યું. કૌશલે રેવાને પોતાની તરફ ખેંચતા કહ્યું " કોઈકનો અસર લાગે છે. " રેવાએ ધીમેથી શરમાતાં પોતાની ડોક નીચી કરી. ધીમે ધીમે ગેરસમજ ઓછી થવાં લાગી હતી. એટલામાં કૌશલે કોઈ કામથી બહાર જવાં કહ્યું. એટલે રેવાએ તરત પુછ્યું " ક્યાં જાય છે?... અને કેમ?" કૌશલે સાચી વાત જણાવી નહીં. " બસ એટલું સમજી લે કે જો મારું કામ થઈ ગયું તો સૌથી વધારે તું જ ખુશ હોઈશ. " રેવાએ હસીને કહ્યું " તારી દરેક સફળતા માટે હું જ સૌથી વધારે ખુશ હોઈશ. " ધીમાં પગે, વગર અવાજે એક નવો સંબંધ સિંચાઈ રહ્યો હતો. કૌશલ જવાં લાગ્યો ત્યાં રેવા કશું બોલતાં અટકાયી. આ જોઈ કૌશલે પુછ્યું " કશું બોલવું છે?... " રેવાએ નકારમાં માથું ધુણાવ્યું. પછી ધીમેથી કહ્યું " જલદી આવજે. " કૌશલ પર જતાવેલો રેવાનો હક્ક તેને સીધો મનમાં ઉતરી રહ્યો. વર્ષો સુધી મળેલી એકલતા પછી રેવાનો સાથ અત્યંત મીઠો લાગતો હતો.

કૌશલ ત્યાંથી ચાલ્યો ગયો. રેવા પણ પહેલાની માફક પોતાનાં કામે પરોવાઈ ગઈ. પણ રેવાનાં જીવનમાં નિયતિ ના પગલાં ક્યાંય સારાં નહતાં. તેમ આજે પણ એક પગલું નિયતિનું મુકાય રહ્યું હતું. એક અણધાર્યા પગલાં જણાય રહ્યાં હતાં. રેવા ખુશ હતી, પોતાનાં વિચારોમાં હતી અથવાતો એમ કહેવાય કે કૌશલનાં વિચારોમાં હતી. આજે પહેલીવાર તેને પોતાની એકલતાનો અનુભવ નહતો થતો. તે જાણતી હતી કે કૌશલ તેની સાથે પડખે ને પડખે ઉભો રહેશે. આજે પહેલીવાર તેને પોતાનો પરિવાર કે પરિચય યાદ ના હોવાં પર દુઃખ નહતું. પણ કોઇકનું આગમન એ ગામમાં થઈ ચુક્યું હતું. જે રેવાની જિંદગી પલટી શકતું હતું. મહા પ્રયત્ને વસાવેલો સંબંધો તોડાવી શકતું હતું. બસ બીક હતી તો એની કે રેવાનું તે વ્યક્તિ સાથે સામનો ના થાય. પણ રેવા હોય કે નિયતિ જીવનનાં લખાયેલાં લેખ ભોગવવાં જ રહ્યાં.

કૌશલ તો ત્યાંથી ચાલ્યો ગયો પણ તેને શોધતાં શોધતાં બે શહેરી લોકો પહોંચ્યા. કૌશલ વિશે પુછતાં પુછતાં તે દાદીમાંને મળ્યાં. દાદીમાં એ તેમનાં આવવાનાં કારણ વિશે પુછતાં જાણવાં મળ્યું કે તે ભરતકામ અને જળદોશી ભરેલાં કાપડ બનાવતાં વ્યક્તિને શોધે છે. હા.... તે બીજું કોઈ નહીં પણ સાક્ષી હતી. અને તેની સાથે આવેલો વ્યક્તિ કે જેની સાથે તેનું લગ્ન થવાનું હતું તે.... રોહન....

રોહન અને સાક્ષી આવી તો ગયાં પણ તેમને કોઈ ભાન નહતું કે નિયતિ તેમની આસપાસ જ હતી. જેને તેઓ મૃત સમજતાં હતાં તે પોતાનું ભાન ભૂલી એ જ ગામમાં વસતી હતી. નિયતિ ના સદ્દભાગ્ય કહો કે રેવાનું દુર્ભાગ્ય કે તે સમયે રેવા દાદીમાં પાસે નહતી. દાદીમાં એ સાક્ષીને કહ્યું " બેટાં જે વ્યક્તિને તું શોધે છે તે હું જ છું. હું બનાવું છું તેવાં કાપડ. અને રહી વાત કૌશલની તો તે હમણાં ઘેર નથી. સાંજ પછી મળશે. "
સાક્ષીએ કહ્યું " વાંધો નહીં દાદીમાં તમારું જ કામ છે. આ તો કૌશલે તમારું નામ કહ્યું હતું એટલે પહેલાં તેને શોધતી હતી. "

દાદીમાં તેમને પોતાની સાથે લઈ ગયાં. કાપડ મૂકેલાં ભંડારમાં તે સમયે રેવા હાજર નહતી. એક એક કરીને દરેક વસ્તુ બતાવતાં ગયાં. પણ સાક્ષીને તેમાંથી કોઈ વસ્તુ પસંદ ના આવી. પણ દાદીમાંનું કામ તેને પ્રભાવીત કરી ગયું. એટલે સાક્ષીએ તેમને પોતાની મરજી મુજબનું કામ કરી આપવાં કહ્યું. પાંચ- છ દિવસના સમયની માંગ સાથે દાદીમાંએ કામ હાથ ધર્યું. હવે તો સાક્ષીનું ગામમાં આવવા જવાનું કારણ હતું. પણ ત્યારની સ્થિતિ શું હશે જ્યારે રોહન અને રેવાનો સામનો થશે!... તે વિચારવાનું કામ કુદરતનું હતું.
આજે તો સાક્ષી અને રોહન ત્યાંથી ચાલ્યાં ગયાં અને રેવા સાથે મુલાકાત ના થઈ. ના રેવા કંઈ જાણતી હતી કે ના કૌશલ. દાદીમાં પણ સત્યથી અજાણ અને સાક્ષી- રોહન પણ અજાણ. જોતજોતામાં રાત પડી અને આજે પણ કૌશલ ખાલી હાથે પાછો ફર્યો. થાકેલાં પાકેલા કૌશલનું મન તો રેવાને જોવાં માત્રથી ખુશ થઈ જતું. પણ આજે થોડી વધારે મોડી રાત થઈ હતી એટલે રેવાને જોવાનું મળ્યું નહીં. બીજે દિવસે સવાર પડતાં જ રેવા કૌશલનાં ઘેર પહોચી. જેવો જ કૌશલે દરવાજો ખોલ્યો કે તરત રેવા સામે મળી. કૌશલને તો પોતાની આંખે વિશ્વાસ જ નહતો. " તું આજે પણ જતો રહે તે પહેલાં મળવાં આવવું પડે ને... એટલે આવી ગઈ...." રેવાએ થોડું તર્કમાં કહ્યું. કૌશલને રેવાની આંખોમાં ઘણી ના કહલી વાતો દેખાતી હતી. જાણે કહી રહી હતી કે આજે કંઈ પણ ના જઈશ.... એટલે કૌશલે તરત કહ્યું " આજે હું ઘેર જ છું. આજે મારું કામ માત્ર તારું મગજ ખાવાનું છે!...." " હા... તારાંમાં તો છે નહીં એટલે મારાંથી જ કામ ચલાવજે! " રેવાનાં વળતર જવાબથી બંનેમાં વાતોનો જમાવટ થઈ ગઈ અને આખરે સવાર ખુશનુમા બની ગઈ. પણ બંનેને નહતી ખબર કે તેમની ખુશી વધારે સમયની મહેમાન નથી .

અચાનક સાક્ષી અને રોહન દાદીમાંને ઘેર પહોચી ગયાં. રેવા તે સમયે કૌશલ સાથે હતી એટલે ઘરમાં તેમણે રેવાને જોઈ નહીં. સાક્ષીએ કહ્યું " દાદીમાં કાલે તમને થોડું વધારે વસ્તુ કહેવાનું રહી ગયું એટલે આજે આવી ગયાં. " " વાંધો નહીં બેટાં. સારું થયું આવી ગયાં. હું તો કહું છું કામ તમેં તમારી આંખોથી જોવો તો સારું. રોજ આવીને બેસજો. .....બાકી તને ખબર તને જોઈ મને મારી દિકરી દેખાય છે. તે પણ તારાં જેવી જ દેખાય છે. " દાદીમાં એ મનની વાત કહી. સાક્ષીને નિયતિ યાદ આવી ગઈ અને પુછ્યું " તમારી દિકરી?... ક્યાં છે એ?..." ઘરમાં તે દેખાયી નહીં એટલે દાદીમાં એ કહ્યુ " આવી જશે થોડીવારમાં. " દાદીમાં અને સાક્ષીની વાતો ચાલવા લાગી એટલામાં રેવા તેનાં ઘેર પહોચી. બહાર પડેલું રોહનનું બાઈક જોઈ તેનું મન ગભરાવા લાગ્યું. એ લાલ બાઈક જ્યાંથી નિયતિનાં જીવનનાં એક અછૂટ ભાગની શરૂઆત થઈ હતી. રેવાનું મન કોઈક ખૂણે તે બાઈકને ઓળખતું હતું. પણ યાદ નહતું આવતું. ગભરાતાં ગભરાતાં તે બાઈકની નજીક પહોંચી તેની પર હાથ મૂકવા લાગી. જેવો જ હાથ બાઈકને અડક્યો કે તરત તેનાં ધબકારા વધી ગયાં અને અચાનક હાથ ઉપર ઉચકાય ગયો. આંખે અંધારાં આવવા લાગ્યાં અને ચક્કર આવી ગયાં. જ્યારે જ્યારે રેવાનાં જીવન પર નિયતિનાં પડછાયા પડ્યાં હતાં ત્યારે ત્યારે તેને આવી હાલતનો સામનો કરવો પડ્યો હતો. અને આજે ફરી એ જ વસ્તુ બની રહી હતી. હાલત બગડવા લાગી એટલે રેવાને થયું કે જો હું આવી હાલતે દાદીમાં સામે જઈશ તો તે ચિંતામાં મુકાશે એટલે રેવા ત્યાંથી ચાલી ઘરની બહાર થોડે દુર આવેલાં ઝાડની પાછળ જઈ બેસી ગઈ. એટલામાં રોહન બહાર નિકળ્યો. આસપાસ નજર ફેરવવા લાગ્યો. ખબર નહીં શું શોધતો હતો!...

શું તેણે રેવાને જોઈ લીધી હતી? શું નિયતિ સાથેે રેવાનો અંત પણ નજીક હતો?.....


ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED