લંડન ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થતાં ક્રિસ્ટલ ની આંખો ખુલી ગઈ. તે ઝડપથી ઉભી થઈ ને ટર્મિનલ તરફ દોડવા લાગી. ક્રિસ્ટલ પાસે કોઈ સામાન હતો નહીં એટલે તેને સિક્યુરિટી ચેકીંગ માં વધારે સમય લાગ્યો નહીં.
ક્રિસ્ટલ બિઝનેસ ક્લાસમાં વિન્ડો સીટ પાસે જઈને બેસી ગઈ. થોડી વારમાં ફ્લાઇટ ટેકઓફ થઈ એટલે ક્રિસ્ટલ આંખો બંધ કરીને ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગઈ ગઈ. જ્યારે તે તેના ફ્રેન્ડ્સ સાથે સ્ટર્જિસ ખાતે બાઇક રેલી માં ગઈ હતી ત્યારે ત્યાં આર્યવર્ધન તેને પહેલી વખત મળ્યો હતો.
સ્ટર્જિસની સૌથી પ્રખ્યાત બાઇક રેસ યોજાઈ ત્યારે ક્રિસ્ટલે આર્યવર્ધન ની સાથે તેમાં ભાગ લીધો હતો. એ રેસમાં આર્યવર્ધન વિજેતા બન્યો અને ક્રિસ્ટલ બીજા નંબરે આવી. ત્યારે તેનો આર્યવર્ધન સાથે પહેલી વાર પ્રત્યક્ષ મુલાકાત થઇ.
સ્ટેજ પર ટ્રોફી લેતી વખતે ક્રિસ્ટલે આર્યવર્ધન ને રેસ જીતવા બદલ કોંગ્રેચ્યુલેશન કહ્યું ત્યારે આર્યવર્ધને પોતે જ્યાં રોકાયો હતો તે હોટેલમાં ક્રિસ્ટલ ને ડિનર માટે ઇનવાઈટ કરી.
અચાનક ઝટકો લાગતા ક્રિસ્ટલ પોતાની સીટ પરથી ઉભી થઇ ગઇ. તેણે જોયું કે તેની ફ્લાઇટ લંડન એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ છે. એટલે ક્રિસ્ટલ ફ્લાઇટમાં થી બહાર આવ્યા પછી એરપોર્ટ ના લોકરરૂમ માં ગઈ.
ત્યાં ગયા પછી ક્રિસ્ટલે આર્યવર્ધને આપેલી લોકર કી બહાર કાઢી. તે કી પર જે લોકર નંબર લખેલો હતો તે નંબર નું લોકર ક્રિસ્ટલે તે કી વડે ખોલ્યું. તે લોકરમાં એક બ્રિફકેસ હતું.
ક્રિસ્ટલે તે બ્રિફકેસ ને ખોલ્યું તો તેને અંદર બે સિરિન્જ સાથે એક પેન દ્રાઈવ અને થોડાક ડાયાગ્રામ હતા. ક્રિસ્ટલે એ ડાયાગ્રામ ને ધ્યાનથી જોયા પણ તેને કઈ સમજાયું નહીં. એટલે તે બધી વસ્તુઓ પાછી બ્રિકફેસમાં મૂકીને બ્રિફકેસ બંધ કરી દીધી. ક્રિસ્ટલ એ બ્રિફકેસ લઈને એરપોર્ટ ના Exit ગેટ પર આવી અને આર્યવર્ધને આપેલા ફોન માં થી મેસેજ માં આવેલો નંબર ડાયલ કાર્યો.
નંબર ડાયલ કર્યા પછી થોડી વાર સુધી સુંદર સંગીત વાગ્યું પછી કોલ કપાઈ ગયો. એટલે ક્રિસ્ટલે ફરીથી તે નંબર પર કોલ કર્યો પણ ફરીથી કોલ લાગ્યો નહિ. ક્રિસ્ટલે વારંવાર કોલ કરવા નો પ્રયત્ન કર્યો પણ કોલ લાગ્યો નહીં એટલે ક્રિસ્ટલ થોડી ગભરાઈ ગઈ કેમકે તે લંડનમાં પહેલી વખત જ આવી હતી એટલે તે અહીં કોઇ ઓળખતી નહોતી. પણ તે બીજું કંઈ કરે તે પહેલાં તેની આગળ એક ટુ સીટર સ્પોર્ટ્સ કાર આવીને ઉભી રહી.
તે કારમાં થી એક સુંદર યુવતી બહાર નીકળી. ફોર્મલ સૂટ માં સજ્જ તે યુવતી ક્રિસ્ટલ પાસે આવી ને શેકહેન્ડ કરતાં બોલી, હાઈ ક્રિસ્ટલ ! આઈ એમ ભૂમિ. આર્યવર્ધન ઇઝ માય ફ્રેન્ડ. યસ્ટર ડે હિઝ ટોક ટુ મી એબાઉટ યુ. ક્રિસ્ટલ કઈ બોલી નહીં પણ ભૂમિ ને બસ જોઈ રહી હતી. એકવાર તો ક્રિસ્ટલને પણ વિચાર આવી ગયો કે ભૂમિ પણ આર્યવર્ધન ની પ્રેમિકા નથી ને ? ભૂમિ એ જોયું ક્રિસ્ટલે તેની વાત સાંભળી નથી.
એટલે તેણે ક્રિસ્ટલ ના ચહેરા આગળ ચપટી વગાડી બોલી, શું વિચારી રહ્યા છો ? ક્રિસ્ટલે કહ્યું કઈ પણ નહીં. ભૂમિ એ આગળ કઇ કહ્યું નહીં. તેણે ક્રિસ્ટલ નો હાથ પકડી ને તેને કાર માં બેસાડી દીધી અને પોતે દ્રાઈવર સીટ પર બેસી ગઈ. કાર સ્ટાર્ટ થયા પછી થોડી વાર માં કાર હવા સાથે વાતો કરવા લાગી.
ક્રિસ્ટલે ભૂમિ ને પૂછયું, તું આર્યવર્ધન ને કઈ રીતે ઓળખે છે ? ભૂમિ ક્રિસ્ટલ નો આ સવાલ સાંભળી ને હસી પડી. ભૂમિ પોતાનું ધ્યાન રસ્તા પર રાખીને બોલી, એ ફક્ત મારો મિત્ર નથી પણ મિત્ર કરતાં વધારે છે. આ વાત સાંભળી ને ક્રિસ્ટલ ને ભરોસો થઈ ગયો કે ચોક્કસ ભૂમિ આર્યવર્ધન ને પ્રેમ કરતી હશે. પરંતુ ભૂમિ આગળ બોલી, આર્યવર્ધન મારો પ્રેમ નથી પણ એક મોટા ભાઈની જેમ છે.
ક્રિસ્ટલ હવે બોલી નહીં એટલે ભૂમિ ને આગળ બોલવું યોગ્ય લાગ્યું નહીં એટલે તે પણ ચૂપ રહી. સતત ત્રણ કલાક સુધી કાર ચાલી રહી હતી એટલે ક્રિસ્ટલ થી રહેવાયું નહીં. તે બોલી હજુ ક્યાં સુધી જવાનું છે ? ભૂમિ શાંતિથી બોલી, હજી બીજા ત્રણ કલાક નો રસ્તો બાકી છે. આ સાંભળીને ક્રિસ્ટલે કાચ ખોલીને બહાર નો નજારો જોવા લાગી. ભૂમિએ થોડી વાર પછી કાર ની છત ખોલી નાખી.
કાર ની છત ખુલી એટલે ક્રિસ્ટલે ભૂમિ તરફ જોયું. ભૂમિ મુશકુરાઈ એટલે ક્રિસ્ટલ ના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. ક્રિસ્ટલ પોતાની સીટ પર ઉભી થઈ ને આસપાસ ના નજરા અને ઠંડી હવા ની મઝા લેવા લાગી. ક્રિસ્ટલ માટે આ અદમ્ય અહેસાસ હતો. ક્રિસ્ટલ વિચારવા લાગી કે રિધ્ધી કેટલી ભાગ્યશાળી છે કે તેને આર્યવર્ધન જેવો પ્રેમ કરનાર વ્યક્તિ મળ્યો છે.એક કલાક પછી તેમની કાર એક નાના શહેરમાં પ્રવેશી.
એટલે ભૂમિ એ એક કલોથ સ્ટોર આગળ કાર બ્રેક કરી. એટલે ક્રિસ્ટલે ભૂમિ ને કાર બ્રેક કરવા નું કારણ પૂછ્યું. એટલે ભૂમિ એ ક્રિસ્ટલ ના કપડાં તરફ પ્રશ્નાર્થ નજર કરી. ક્રિસ્ટલે પોતાના કપડાં જોયા ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ગઈ કાલ થી એક જ કપડાં પહેરેલા છે અને તેની પાસે બીજા કપડાં પણ નથી.
એટલે બંને એકસાથે કાર માં થી ઉતરીને સ્ટોર માં દાખલ થયા. ક્રિસ્ટલ વારાફરતી એક પછી એક અલગ સ્ટાઇલ ના કપડાં જોવા લાગી પણ તેને સમજાઈ નહોતું રહ્યું કે તે ક્યાં કપડા લે. એટલામાં તેના ખભા પર કોઈએ હાથ મુક્યો. એટલે ક્રિસ્ટલે પાછળ ફરીને જોયું તો ભૂમિ હતી. ભૂમિએ તેને એક લોન્ગ ગાઉન ટ્રાય કરવા આપ્યું. એટલે ક્રિસ્ટલ તે ગાઉન લઈને ટ્રાયલ રૂમ માં ગઈ.
ક્રિસ્ટલ ગાઉન પહેરીને બહાર આવી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ભૂમિ એ ક્રિસ્ટલ ના પહેરેલા કપડાંની સાઈઝના બીજા કપડાં ખરીદી લીધા. પછી ભૂમિ એ કાર ને એની મંઝિલ તરફ દોડાવી મૂકી
ક્રિસ્ટલ ને બ્રિફકેસ માં મળેલ પેન્ડરાઈવ માં શું હતું ? આર્યવર્ધને ક્રિસ્ટલ ને લંડન કેમ મોકલી હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી....