AryRiddhi - 9 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૯

રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને આર્યવર્ધન અને રિધ્ધિ ના પિતા વિશે જણાવતા આગળ કહે છે  કે 

વર્ધમાને વિપુલ, મૈત્રી અને આર્યા ને થોડા ફોટોગ્રાફ બતાવ્યા. એ ફોટોગ્રાફ જોઈ ને વિપુલ , મૈત્રી અને આર્યા સ્તબ્ધ થઇ ગયા. તેમના પગ નીચે થી જમીન ખસી ગઈ તેવું લાગ્યું.

એ ફોટા વર્ધમાન ના હતા. તે ફોટા માં વર્ધમાન એક ઓફીસ માં ટેબલ પર બેઠો હતો. તેની ખુરશી પાછળ FBI નો લોગો હતો. અને ટેબલ પર વર્ધમાન ના નામ ની નેમ પ્લેટ હતી.

બીજો ફોટાગ્રાફ માં વર્ધમાન FBI ના બીજા ઓફિસરો સાથે હતો. આ બધા ફોટોગ્રાફ જોઈ ને આર્યા,  મૈત્રી અને વિપુલ ખબર પડી ગઈ કે વર્ધમાન એ FBI નો એક મોટો ઓફિસર બની ગયો હતો.

થોડી વાર પછી વર્ધમાન સોફા પર બેઠો અને કહેવાનું શરું કર્યું આપણે જયારે ઇન્ડિયા છોડી ને અહીં આવ્યા તેના પહેલાં જ મેં FBI માં નોકરી માટે એપ્લિકેશન આપી દીધી હતી.

અને ઇન્ડિયા થી આઇબી એક સિનિયર ઓફિસર કે જેમણે ભુતકાળ માં આઇબી અને FBI ના જોઈન્ટ ઓપરેશન માં આઇબી ને રિપ્રેઝન્ટ કરી હતી. તેમણે FBI ને મારા નામ ભલામણ તરીકે કહ્યું.

આપણે અહીં આવ્યા તેના એક મહિના પછી તરત જ હું કામે લાગી ગયો હતો. અને એક વર્ષ પછી આજે જ મને સિનિયર ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું છે.

આમ કહીને વર્ધમાન બધા ને તેનો સિનિયર ઓફિસર તરીકે નો એપોઇન્ટમેન્ટ લેટર બતાવે છે. વર્ધમાન ની વાત સાંભળી ને વિપુલ ખૂબ જ ગુસ્સે થાય છે. અને વર્ધમાન નો એપોઇન્ટમેન્ટ લેટર ફાડી નાખે છે.

અને વર્ધમાન ને કહે છે કે આપણે બંને એ નક્કી કર્યું હતું કે આઇબી ની નોકરી છોડી દીધા પછી આ બધું કામ છોડી દઈશું. તો તું આ બધું શા માટે કરે છે ? 

ત્યારે વર્ધમાન વિપુલ ના પ્રશ્ન નો જવાબ આપતાં કહે છે કે આ બધું હું મારા દેશ માટે કરું છું. મેં જયારે FBI ની નોકરી શરૂ કરી ત્યારે જ મેં ડીલ કરી હતી કે હું FBI ના જે પણ ઓપરેશન સભાળીશ તેની તમામ માહિતી FBI આઇબી ની સાથે શેર કરશે.

તેને કારણે આઇબી ને દેશ અંદર વિદેશી ગુનેગારો દ્વારા થઈ રહેલી ગુનાહિત પ્રવૃત્તિ ઓને રોકવા માં સફળતા મળશે. અને તેનાથી દેશ માં ગુનાખોરી નું પ્રમાણ પણ ઓછું થઈ જશે.

વર્ધમાન ની વાત સાંભળી ને વિપુલ શાંત થઇ જાય છે અને કહે છે કે વર્ધમાન હું તારી દેશ ભક્તિ ની કદર કરું છું પણ હવે હું એ જિંદગી છોડી ચુક્યો છું. અને હું ફરી થી એ બધા નો હિસ્સો બનવા નથી માંગતો અને હવે તારે પણ એ બધું છોડી દેવું જોઇએ.

વિપુલ ની વાત સાંભળ્યા પછી આખા ઓરડામાં શાંતિ છવાઈ જાય છે. થોડી વાર પછી આર્યા વર્ધમાન ને કહે છે કે વિપુલ ની વાત સાચી છે હવે તમારે જાસૂસી નું કામ છોડી દેવું જોઇએ. આખા દેશ ની સુરક્ષા ની જવાબદારી તમારા એકલા ના ખભા પર નથી. એ કામ માટે બીજા ઘણા લોકો છે.

મૈત્રી પણ વર્ધમાન ને કહે છે કે આર્યા સાચું કહી રહી છે વર્ધમાન. હવે તમારે જાસૂસી નું કામ છોડી દેવું જોઈએ.

બધા ની વાત સાંભળીને વર્ધમાન કહે છે તમારા બધા ની વાત સાચી છે પણ હું કઈ પણ છોડવા માંગતો નથી કેમ કે હવે આ બધું મારી આદત બની ગઈ છે અને હું આ આદત છોડી શકું તેમ નથી.

વિપુલ વર્ધમાન ની સામે ખુરસી માં બેસી ને તેની વાત સાંભળી રહ્યો હતો પણ હવે તે ઉભો થઇ ગયો અને એકદમ શાંત થઈ ને વર્ધમાનને કહ્યું કે જો આ જ તારો નિર્ણય હોય તો આપણી દોસ્તી અહીં જ પૂર્ણ કરી દઈએ એ જ સારું રહેશે.

વિપુલ ની વાત સાંભળીને મૈત્રી અને આર્યા ને એક આંચકો જ લાગ્યો. તેઓ વિચારી પણ નહોતી શકતી કે વર્ધમાન અને વિપુલ ની દોસ્તી ક્યારેય તૂટી શકે.

પણ વર્ધમાન સ્વસ્થ હતો તેણે પોતાની જગ્યા પર થી ઉભા થઇને વિપુલ ને કહ્યું કે તું સાચું કહી રહ્યો છે. હવે આ દોસ્તી નો અંત લાવી દેવો જોઈએ. 

વિપુલે આગળ કહ્યું કે તે અને મૈત્રી બંને ઘર છોડી ને જઈ રહ્યા છે અને હવે આપણે ફરી થી ક્યારેય એકબીજાને શોધવા નો પ્રયત્ન નહીં કરીએ.

વર્ધમાન ને કહ્યું ઠીક છે હૂં ભગવાન ને પ્રાર્થના કરીશ કે તું , મૈત્રી અને તારા બાળકો જ્યાં પણ રહે. હંમેશા સ્વસ્થ રહે.

આમ વર્ધમાન સાથે વાત કરી ને વિપુલ તરત જ ઘર માં થી બહાર નીકળી ગયો. રિધ્ધી ખૂબ નાની હતી તે વિપુલ ને ગુસ્સામાં જોઈ ને રડી રહી હતી એટલે તે વિપુલ ની પાછળ ગઈ. મૈત્રી અને આર્યા એ વર્ધમાન પાસે આવી ને કહ્યું કે પ્લીઝ તેમને રોકી લો.

પણ વર્ધમાને ના પાડી. મૈત્રી એ કમને પાર્થ ને ખભે તેડી ને વિપુલ ની કાર માં પાછળ ની સીટ પર બેસી ગઈ. અને તેઓ એ ઘર છોડી ને નીકળી ગયા હતા જ્યાં તેમની યાદગાર પળો વીતી હતી.

પણ તેમને ખબર ન હતી એ યાદો તેમણે એકસાથે વિતાવી હતી તે અંતિમ યાદો હતી. તેઓ એકબીજાને ફરી થી મળી શકવાના નહોતા.

મારી વાંચકમિત્રો ને વિનંતી છે કે જો તમને આ વાર્તા સારી લાગે તો યોગ્ય રેટીંગ આપો અને જો તમે ઓછું રેટીંગ આપો તો તેનું કારણ જરૂર જણાવો તેથી આગળ ના ભાગમાં એ ભૂલ સુધારી શકાય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED