આર્યરિધ્ધી - ૩૬ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૩૬



ત્રણ કલાક પછી ભૂમિ અને ક્રિસ્ટલ બંને એ પેલેસ પર પહોંચી ગયા જ્યાં રિધ્ધી અને મેગના હતા. ક્રિસ્ટલ કાર માંથી નીચે ઉતરી. તેણે ગાઉન પહેર્યું હતું એટલે તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. એટલે ભૂમિ એ તેનો હાથ પકડયો ત્યાર બાદ બંને એકસાથે ચાલવા લાગ્યા. ક્રિસ્ટલ ના બીજા હાથમાં હજી પણ આર્યવર્ધને આપેલી બ્રિફકેસ હતી.

ક્રિસ્ટલ ચાલતી વખતે પેલેસ ની સુંદરતા જોવામાં વ્યસ્ત હતી. પેલેસ ના મધ્ય ભાગમાં આવેલા ગુંબજ નીચે પહોંચ્યા બાદ ત્યાં રહેલી ચાર લિફ્ટ માંથી એક લિફ્ટ માં ભૂમિ ક્રિસ્ટલ ને લઈ ગઈ. લિફ્ટમાં ગયા પછી ક્રિસ્ટલે ભૂમિ ને પૂછ્યું, તું મને અહીં શા માટે લઈને આવી છે ? ભૂમિ ક્રિસ્ટલ તરફ જોયા વગર બોલી, થોડી વારમાં તને ખબર પડી જશે. આ સાંભળીને ક્રિસ્ટલ કઈ બોલી નહીં.

થોડી વાર પછી લિફ્ટ અટકી ગઈ એ સાથે ક્રિસ્ટલ અને ભૂમિ પેલેસ ના સેકન્ડ લાસ્ટ ફ્લોર પર પહોંચી ગયા. ભૂમિ અને ક્રિસ્ટલ બંને લિફ્ટમાં થી બહાર આવ્યા. ભૂમિ અને ક્રિસ્ટલ જ્યાં ઉભા હતા ત્યાં થી એક અલગ અલગ રૂમનો એક વિંગ હતો. ભૂમિ ક્રિસ્ટલ ને જમણી બાજુ આવેલા બીજા નંબર ના રૂમ આગળ લઈ ગઈ અને રૂમ નો દરવાજો નોક કર્યો.

તે રૂમ નૉ દરવાજો ખુલ્યો એટલે ક્રિસ્ટલ સરપ્રાઈઝ થઈ ગઈ. દરવાજો ખોલનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રિધ્ધી હતી. ક્રિસ્ટલ બ્રિફકેસ હાથમાં થી છોડીને રિધ્ધી ને ગળે વળગી પડી. ભૂમિ આ જોઈને મુશકુરાઈ ને પાછી જતી રહી. રિધ્ધી ક્રિસ્ટલ ને રૂમ માં લઇ ગઈ. ક્રિસ્ટલે રિધ્ધી ને પૂછ્યું, તું આ જગ્યાએ કેવી રીતે આવી ગઈ ? અને શા માટે આવી ?

જવાબ માં રિધ્ધી એ આર્યવર્ધન દ્વારા તેના બેહોશ કરવા માં ત્યાર થી અત્યાર સુધી બનેલી તમામ ઘટનાઓ જણાવી દીધી. ક્રિસ્ટલ રિધ્ધી ની વાત શાંતિ થી સાંભળી રહી.

બીજી બાજુ રાજવર્ધને મેઘના તેમના રૂમ માં બેસી ને વાતો કરી રહ્યા હતા. અચાનક મેઘના હસી પડી એટલે રાજવર્ધને મેઘના ને હસવાનું કારણ પૂછ્યું. મેઘના એ કહ્યું, મને આપણી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. જ્યારે મેં તને પહેલી વખત જોયો ત્યારે તું કલાસ માં લેટ આવ્યો હતો અને તને કોઈ ખાલી જગ્યા ન મળી ત્યારે તું મારી બેન્ચ પર આવી ને બેઠો હતો.

આ સાંભળી ને રાજવર્ધને મેઘના ની આંખો માં જોયું. મેઘના ની આંખો તેને ખુલ્લું આમંત્રણ આપી રહી હતી. એટલે રાજવર્ધને મેઘના ની સોનેરી ઝુલ્ફો ને ખભા પર થી પાછળ બાજુએ હટાવી અને મેઘના ની ગરદન પર હળવું ચુંબન કર્યું ત્યાર તેનો સિલસિલો આગળ વધે તે પહેલાં જ દરવાજો નોક થયો. એટલે મેઘના તરત ઉભી ગઇ અને દરવાજો ખોલ્યો. તો જોયું કે ભૂમિ દરવાજા પર ઉભી હતી.

ભૂમિ ને જોઈ રાજવર્ધન પોતાની જગ્યા પર થી ઉભો થઇ ને દરવાજા પાસે આવ્યો અને બોલ્યો, ભૂમિ તને ખોટા સમયે ખોટી જગ્યા પર આવી જવાની આદત પડી ગઈ છે. આ સાંભળી ને ભૂમિ હસી પડી. પછી તેણે કહ્યું , તમારો રોમેન્સ પૂરો થઈ ગયો હોય તો કઈ બોલું. મેઘના બોલી, હા બોલને શું કહેવું છે ? ભૂમિ રાજવર્ધન તરફ જોતાં બોલી, ક્રિસ્ટલ અહીં આવી ગઈ છે અને તે અત્યારે રિધ્ધી ની સાથે રિધ્ધી ના રૂમ માં છે.

આ સાંભળી રાજવર્ધન ઉત્સાહ માં આવી ગયો. તે ઝડપથી રિધ્ધી ના રૂમ તરફ ચાલવા લાગ્યો. ભૂમિ અને મેઘના તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડી વાર પછી તેઓ રિધ્ધી ના રુમ પાસે પહોંચી ગયા. જ્યાં એક નવું રહસ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું.