આર્યરિધ્ધી - 10 અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - 10

આગળના ભાગ માં જોયું કે રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને રિધ્ધી ના પિતા વિપુલ અને આર્યવર્ધન ના પિતા વર્ધમાન વિશે જણાવે છે.

હવે આગળ...
વિપુલ મૈત્રી સાથે તેમનું ઘર છોડી દે છે. અને એ દિવસે સાંજે એક દિવસ માટે હોટેલ માં રોકાણ કરે છે. રાતે વિપુલ રૂમ ના સોફા પર બેસી ને હવે ક્યાં જવું એ વિચારે છે. ત્યારે તેના મનમાં એક વિચાર આવે છે એટલે એ રાત્રે જ વિપુલ માયામી થી ન્યુયોર્ક સીટી ની ત્રણ ટિકિટ બુક કરાવે છે.

પછી સોફા પર થી ઉભા થઇને બેડ તરફ જાય છે ત્યારે જુએ છે કે મૈત્રી રિધ્ધી અને પાર્થ ને સુવડાવી ને પોતે પણ બેઠા બેઠા જ સુઈ ગઈ હતી. એટલે વિપુલ પણ સોફા પર જઇને સુઈ ગયો.

બીજા દિવસે સવારે વિપુલ જલ્દી જાગી ગયો અને ફ્રેશ થઈને મૈત્રી ને પણ જગાડી ને તૈયાર થવા માટે કહ્યું. ત્યારે મૈત્રી એ વિપુલ ને પૂછ્યું કે અત્યારે સવાર સવાર માં આપણે કયા જવાનું છે ? ત્યારે વિપુલ તરત જ કહ્યું કે કયા જવાનું છે એ પછી કહીશ પહેલાં તમે તૈયાર થઈ જાઓ આટલું કહીને વિપુલ રૂમ ની બહાર નીકળી ગયો.

મૈત્રી અત્યાર સુધી સ્વસ્થ લાગી હતી પણ તેનું મન અંદર થી તૂટી ગયું હતું. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની બેસ્ટ ફ્રેન્ડ ને તેણે અચાનક જ આ રીતે છોડી દેવી પડશે. તે પણ એવી પરિસ્થિતિ માં જ્યારે તેમને બંને ને એકબીજા ના સાથ ની સૌથી વધારે જરૂર હતી.

આમ મૈત્રી વિચારો ને ભૂલવા નો પ્રયત્ન કરી રહી હતી ત્યારે જ રિધ્ધી જાગી ગઈ એટલે મૈત્રી એ રિધ્ધી ને ગળે લગાવી દીધી. તે સાથે જ મૈત્રી ની આંખો માં થી આંસુ આવી ગયા. રિધ્ધી એ મૈત્રી ની આંખો માં થી આંસુને લુછી નાખ્યા.

પછી રિધ્ધી એ મૈત્રી ને પૂછયું કે ' મમ્મી તું કેમ રડે છે. '

ત્યારે મૈત્રી એ પોતાની આંખો ફરી થી સાફ કરીને રિધ્ધી ને કહે છે કે 'આર્યા ની યાદ આવતી હતી એટલે.'

રિધ્ધી તરત મૈત્રી ને પૂછે છે કે આપણે પાછા ઘરે ક્યારે જઈશું ? મારે પાસે અંકલ-આંટી જવું છે.

મૈત્રી ફરીથી રિધ્ધી ના માથે હાથ ફેરવી ને પ્રેમ થી કહે છે કે થોડા સમય પછી આપણે બધા એકસાથે અંકલ-આંટી પાસે પાછા જઈશું. પણ અત્યારે તું જલદી તૈયાર થઈ જા. આપણે એક નવી જગ્યાએ રહેવા માટે જવાનું છે.

મૈત્રી ની વાત સાંભળી ને જલ્દી હાથપગ ધોઈ ને તૈયાર થઈ જાય છે પછી મૈત્રી પાર્થ ને તૈયાર કરી દે છે. બીજી બાજુ વિપુલ રૂમ માં થી બહાર નીકળી ને હોટેલ ના બગીચા માં ફરતો હોય છે ત્યારે જ તેના મોબાઇલ પર એક કોલ આવે છે.

મોબાઈલ ની ડિસ્પ્લે પર નામ જોઈને વિપુલ  ના ચહેરા પર એક હાસ્ય ની રેખા આવી ને જતી રહી. તે કોલ વિપુલ ના  અમેરિકન મિત્ર  બ્રુસ નો હતો.

વિપુલ એ જેવો કોલ રિસીવ કર્યો એટલે તરત જ બ્રુસે વિપુલ ને જણાવ્યું કે વિપુલે તેને જે પ્રમાણે કહ્યું હતું તે બધી વ્યવસ્થા તેણે કરી દીધી છે એટલે હવે વિપુલ ને ત્યાં રહેવા માં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આટલું કહીને બ્રુસ ફોન કટ કરી દે છે. વિપુલ પણ બ્રુસ ની વાત સાંભળીને થોડો રિલેક્સ થાય છે. અને તેના હોટલ ના રૂમ પર પાછો આવે છે.

ત્યારે મૈત્રી એ પાર્થ અને રિધ્ધી ને તૈયાર કરી ને પોતે પણ તૈયાર થઈ ગઈ હતી. આ જોઈ ને એટલે તેની હેન્ડ બેગ લઈ ને મૈત્રી ને હોટેલ ના પાર્કિંગ લોટ માં આવવા નું કહીને રૂમની બહાર નીકળી જાય છે.

થોડી વાર પછી હોટેલ નો વેઈટર રુમ માં આવી ને તેમની બેગ્સ લઈ જાય છે એટલે મૈત્રી પણ પાર્કિંગ લોટ માં જાય છે. ત્યાં સુધી માં વિપુલ હોટેલ ના રીસેપ્શન પર જઈને ચેક આઉટ કરી ને પાર્કિંગ માં આ આવે છે.

પછી તે ચારે એરપોર્ટ તરફ જવા માટે નીકળે છે. તેઓ એરપોર્ટ પર જવાના આખા રસ્તા પર મૈત્રી વિપુલ ને બે થી ત્રણ વખત પૂછે છે કે આપણે કયા જવાનું છે ? પણ વિપુલ મૈત્રી ની વાત નો કોઈ પણ જવાબ આપતો નથી. એટલે મૈત્રી ચિંતા થાય છે કે વિપુલ પાછા ભારત જવાનું નક્કી નથી કર્યું ને ?

બ્રુસ ને વિપુલ કઈ રીતે ઓળખતો હતો ? અને વિપુલ ન્યુયોર્ક શા માટે જતો હતો ? મૈત્રી ને જ્યારે ખબર પડશે કે તેઓ ન્યૂયોર્ક જવાના છે ત્યારે તે શું કરશે ?

જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...