AryRiddhi - 4 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - 4 અંતિમ ભાગ

 મિત્રો આ વાર્તા ના બધા ભાગ માટે રાહ જોઈ અને તમારા આ વાર્તા બાબતે અભિપ્રાય આપ્યો તે બદલ હું તમારો આભાર માનું છું. આર્યરિધ્ધી ની વાર્તા આટલી સફળ રહેશે એ મેં વિચાર્યું પણ નહોતુ.

પ્રસ્તુત ભાગ આ વાર્તા નો છેલ્લો ભાગ છે. આશા છે તમને આ ભાગ ગમશે.

હવે રિધ્ધી ને અહીં હોસ્ટેલમાં રહેવા આવ્યે એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન કોલેજમાં લેવામાં આવેલી દરેક પરીક્ષા માં રિધ્ધી ટોપ ટેન માં આવી હતી. આ ઉપરાંત તેણે કોલેજ ની ઇતર પ્રવૃત્તિઓ માં પણ ભાગ લીધો હતો.

આ એક વર્ષ માં તે કોલેજ ની સ્ટુડન્ટ કાઉન્સિલ ની લીડર બની ગઈ હતી. આખા વર્ષ દરમિયાન તે દર બે અઠવાડિયે એટલે પંદરેક દિવસે ઘરે જતી ત્યારે તેના કાકી તેને ભાવતી બધી વાનગી ઓ બનાવતા કે પછી બધા બહાર કોઈ હોટેલ માં જમવા જતા.

તે જયારે ઘરે આવતી ત્યારે બધા ખુશ થતાં પણ પાછી જતી ત્યારે દુઃખી થઈ જતાં. પરંતુ જો ક્યારેક રિધ્ધી ઘરે આવી નાં શકે તો તેનો ભાઈ તેને હોસ્ટેલ પર મળવા માટે આવી જતો.

આમ રિધ્ધી હસતાં-ભણતાં પ્રથમ વર્ષ પૂરું કર્યું ત્યારે પહેલાં વર્ષ નું પરિણામ તેણે જેવું ધાર્યું હતું તેવું જ આવ્યું તે આ વખતે ટૉપ ટેન માં નહી પણ ટોપ ફાઈવ માં આવી હતી.

પછી રિધ્ધી નું વેકેશન પડ્યું એટલે તે ટૂર પર નીકળી પડી. તેણે આખા વોશિંગ્ટન ડી.સી. નો ટુર કર્યો. જેમાં તેણે વોશિંગ્ટન સ્મારક, કેપિટલ બિલ્ડીંગ,વ્હાઇટ હાઉસ, લિકન મેમોરિયલ, સ્મિથસોનિયન મ્યુઝિયમ વગેરે જોયું અને એન્જોય પણ કર્યું.

જેવું તેનું વેકેશન પુરું થયું કે તરત કોલેજ માં પાછી જતી રહી. હવે તેનું સેકન્ડ ટર્મ શરૂ થવાનું હતું. આ ટર્મ ફકત દસ મહિના માં પૂરું થવાનું હતું એટલે તેને આ ટર્મ ઉપયોગ થવાનું હોય તેવા બધા પુસ્તકો લાવવાના હતા.

જ્યારે રિધ્ધી ની કોલેજ શરૂ થઈ ત્યારે થી તે નિયમિત હતી તેથી એક દિવસ પ્રિન્સિપાલે તેને અને બીજા 10 વિદ્યાર્થીઓ ને તેમની ઓફિસ માં બોલાવ્યા એટલે પહેલા બધા વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ ગયા પણ રિધ્ધી જરા પણ ગભરાઈ નહિ.

બધા વિદ્યાર્થીઓ જ્યારે પ્રિન્સિપાલ ની ઓફિસ માં ગયા ત્યારે પ્રિન્સિપાલે તેમને જણાવ્યું કે ઇન્ડિયા માં IIM-A  સાથે આપણી કોલેજ નો એક સ્ટુડન્ટ એક્સચેન્જ ના પ્રોગ્રામ હેઠળ એ કોલેજ સ્ટુડન્ટ નું એક ગ્રુપ મોકલવા માટે આપણી કોલેજ માં તમારા કલાસ ના સ્ટુડન્ટની પસંદગી થઈ છે.

તેથી જે પણ વિદ્યાર્થી ની જવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થી આવતી કાલે પ્રિન્સિપાલ પાસે તેમના નામ નોંધાવી દે. થોડી વાર પછી કોલેજ છૂટી જાય છે એટલે રિધ્ધી હોસ્ટેલ પર જઈને તરત તેના કાકાને ફોન કરે છે અને બધી વાત જણાવે છે.

અને પછી તેમને પૂછે છે કે તે જાય કે નહિ. બીજી બાજુ રિધ્ધી ના કાકા IIM-A  અને અમદાવાદ નું નામ સાંભળીને ચોકી જાય છે. તેમના મનમાં એક વાર એમ ઈચ્છા થઈ જાય છે તેઓ રિધ્ધી ને ના પાડી દે પણ તે રિધ્ધી તેની ઈચ્છા પ્રમાણે આગળ વધવા માટે કહે છે.

મિત્રો 
રિધ્ધી ના કાકા IIM-A નું નામ સાંભળીને કેમ ચોંકી ગયા?શું રિધ્ધી IIM-A માં જવા માટે તેનું નામ નોંધાવશે? 

જાણવા માટે આગળ વાંચો

[અત્યાર સુધી આપણે જોયું કે રિધ્ધી નો કોલેજ માં પહેલો દિવસ હોય છે એટલે તે સવારે વહેલા ઉઠે છે અને તે તૈયાર થઈ ને કોલેજ માં જાય છે. આજે તેનો આખો દિવસ સારો જાય છે તેના કલાસ ના બધા વિદ્યાર્થીઓ તેને welcome કરે છે.પહેલા દિવસે બે લેક્ચર પૂર્ણ થયા પછી કોલેજ છૂટી જાય છે એટલે રિધ્ધી રૂમ પર આવે છે.

રિધ્ધી ને કોલેજ માં આવ્યા પછી એક વર્ષ પૂર્ણ થાય છે એ દરમિયાન કોલેજ ની દરેક પરીક્ષા માં રિધ્ધી ટોપ ટેન માં આવી હતી અને આ સાથે જ તે કોલેજ ની બધી ઇતર પ્રવૃત્તિ માં ભાગ લીધો હતો અને તે કોલેજ ની સ્ટુડન્ટ કાઉન્સીલ ની લીડર બની ગઇ હતી.

પહેલા વર્ષ ની છેલ્લી પરીક્ષા માં રિધ્ધી ટોપ ફાઈવ માં આવી હતી. આ આખા વર્ષ દરમિયાન તે દર બે અઠવાડિયા પુરા થયા પછી ઘરે આવતી ત્યારે આખા ઘર માં ખુશી નો માહોલ છવાઈ જતો.

રિધ્ધી નું કોલેજ માં બીજું વર્ષ શરૂ થયું તેના થોડા સમય પછી તેમની કોલેજ ના પ્રિન્સિપાલે સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ ઇન્ડિયા માં IIM-A માં જવા માટે જણાવ્યું.

રિધ્ધી એ વાત તેના કાકા ને જણાવી .ત્યારે રિધ્ધી ના કાકા IIM-A નું નામ સાંભળીને ચોંકી ગયા પણ તેમણે રિધ્ધી ને એની ઈચ્છા મુજબ આગળ વધવા જણાવ્યું.હવે આગળ.] 

રિધ્ધી એ બીજા દિવસે સવારે કોલેજ માં પ્રિન્સિપાલ પાસે જઈ ને તેનું નામ નોંધાવી દીધું પછી પ્રિન્સિપાલે તેને બીજા દિવસે તેનો પાસપોર્ટ અને તેના પિતા પાસે થી એક પરમિશન લેટર પર સિગ્નેચર કરી લાવવા માટે કહ્યું.

પણ પછી રિધ્ધી એ પ્રિન્સિપાલ ને જણાવ્યું કે તે નાની હતી ત્યારે તેના પેરેન્ટ્સ નું એક રોડ અકસ્માત માં અવસાન થયું ત્યાર થી તે તેના કાકા સાથે રહે છે એટલે તેના કાકા એ પરમિશન લેટર પર સિગ્નેચર કરશે.

પ્રિન્સિપાલ ને રિધ્ધી ની વાત સાંભળીને દુઃખ થયું પણ રિધ્ધી ની કોલેજ માં પોપ્યુલારીટી જોઈ ને વધારે ખુશ થયા.કોલેજ છુટી ગયા બાદ રિધ્ધી એ તેના કાકા ને ફોન કરી ને જણાવ્યું કે તેને પરમિશન લેટર પર તેમના સિગ્નેચર ની જરૂર પડશે.

ત્યારે રિધ્ધી ના કાકા એ રિધ્ધી ને જણાવ્યું કે તે ઓફિસ ના કામ થી બહાર ગયેલા છે તેથી બીજા દિવસે સવારે કે બપોરે તેનો ભાઈ અને કાકી તેની હોસ્ટેલ પર આવી મળી લેશે અને પરમિશન લેટર પર સિગ્નેચર પણ કરી આપશે.

બીજા દિવસે રિધ્ધી નો ભાઈ અને કાકી રિધ્ધી ની હોસ્ટેલ પર આવ્યા ત્યારે રિધ્ધી ખૂબ જ ખુશ થઈ ગઈ. આજે રિધ્ધી ને કોલેજ માં રજા હતી એટલે તેણે આખો દિવસ ભાઈ અને કાકી સાથે પસાર કર્યો અને તેના કાકી 
તેના માટે અલગ અલગ નાસ્તો તથા વાનગી ઓ બનાવી લાવ્યા હતા.

પછી જ્યારે સાંજે રિધ્ધી નો ભાઈ અને કાકી પાછા જવા માટે નીકળ્યા ત્યારે રિધ્ધી એ તેમની પાસે પરમિશન લેટર પર સિગ્નેચર કરાવે છે ત્યારે રિધ્ધી નો ભાઈ રિધ્ધી ને રિધ્ધી નો પાસપોર્ટ આપે છે.

બીજા બે દિવસ પછી રિધ્ધી તેની કાકી ના સિગ્નેચર વાળો પરમિશન લેટર અને પાસપોર્ટ કોલેજ ના કાર્યાલય માં જમા કરાવે છે. તેની સાથે બીજા છ વિદ્યાર્થીઓ હોય છે જેમાં ચાર બોયઝ અને બે ગર્લ હોય છે.

અને આખરે એક અઠવાડિયા પછી આખા ગ્રુપ ના બધા મેમ્બર ના પાસપોર્ટ વિઝા અને ફ્લાઇટ ટિકિટ સાથે આવી જાય છે. અને તેમણે બીજા દિવસે સાંજે નીકળવા નું હોય છે.

ત્યારે રિધ્ધી ખૂબ જ ખુશ થાય છે અને આ વાત તેના પરિવાર ને કરે છે અને ત્યારે બધા તેને અભિનંદન પાઠવે છે અને શુભ યાત્રા કહે છે.

રિધ્ધી ની ખુશી નું બીજું કારણ એ હતું કે તેને કોલેજ ના આ ગ્રુપ ની લીડર બનવવા માં આવી હતી. છેવટે આખું ગ્રુપ બીજા દિવસે સાંજે John F. Kennedy International Airport ના બીજા ટરમિનલ પર પહોંચ્યા.

તેમની ફ્લાઇટ નો સમય 8 વાગ્યા નો હતો એટલે બધા એક કલાક સુધી વેઇટિંગ રુમ બેઠા. તેમની ફ્લાઇટ ની  એનાઉન્સમેન્ટ થઈ પછી આખું ગ્રુપ ફ્લાઇટ માં પહોંચ્યુ.

પ્લેન માં સતત વીસ કલાક સુધી ની મુસાફરી પછી રિધ્ધી અને તેનું ગ્રુપ અમદાવાદ ના Sardar Patel International Airport પર પહોંચ્યા. અહીં IIM-A ના ખાસ અધિકારી રિધ્ધી ના ગ્રુપ લેવા માટે આવ્યા હતા.

રિધ્ધી ના ગ્રુપ ને એરપોર્ટ પર થી સીધા હોટેલ પર પહોંચ્યા જ્યાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હોટેલ પર પહોંચ્યા પછી રિધ્ધી એ તેના કાકા ને ફોન કરી ને કહી દીધું.

પછી રિધ્ધી બાથ લેવા માટે ગઈ .અડધો કલાક પછી તે તૈયાર થઈ ને હોટેલ ની રીસેપ્શન પર ફોન કરી ને બ્લેક કૉફી અને હળવો નાસ્તા નો ઓર્ડર આપી ને બાલ્કની માં થી બહાર જોયું.

બહાર નો નજારો ખૂબ સુંદર હતો ચારે તરફ બગીચો હતો તેમાં સુંદર લાલ રંગના ગુલાબ ખીલેલા હતા તેમની સુંદરતા નિહાળવા માં રિધ્ધી ખોવાઈ ગઈ હતી ત્યાં તેના રુમ નો બેલ રણક્યો.

તેણે દરવાજો ખોલી ને તેની કોફી અને નાસ્તો લઇ દરવાજો બંધ કરી દીધો. થોડી વાર માં નાસ્તો કરી ને એક કલાક માં તેણે તેનું કોલેજ પરિચય નું પ્રેઝન્ટેશન બનાવી લીધું.

આજે સાંજે અલગ અલગ દેશની ની કોલેજ માંથી આવેલા વિદ્યાર્થીઓ ની મીટીંગ અને પછી પાર્ટી હતી. સાંજ પડી એટલે એક મીની બસ વિદ્યાર્થીઓ ને લેવા માટે હોટેલ માં આવી ગઈ. બધા વિદ્યાર્થીઓ બસ બેસી ગયા પણ રિધ્ધી થોડી લેટ આવી હતી.

હોટેલ પર થી બસ સીધી IIM-A ના કેમ્પસ માં પહોંચી. ત્યાં થી બધા વિદ્યાર્થીઓ કોન્ફરન્સ રૂમ માં પહોંચ્યા ત્યારે બીજી બધી કોલેજ ના વિદ્યાર્થીઓ આવી ગયા હતા.

ત્યાં થોડી વાર પછી IIM-A ના ચેરમેન આવ્યા બાદ બધી કોલેજ ના વિદ્યાર્થીઓ ના ગ્રુપ લીડરે તેમનો અને તેમની કોલેજ નો પરિચય આપ્યો.એક પછી એક કરતા રિધ્ધી  નો વારો આવ્યો એટલે રિધ્ધી એ તેની કોલેજ અને તેના સાથી વિદ્યાર્થીઓ નો પરિચય આપ્યો.

સૌથી છેલ્લે અમેરિકા ની MIT યુનિવર્સિટી ના ગ્રુપ નો વારો આવ્યો એટલે તેના ગ્રુપ લીડર આર્યવર્ધન નું નામ એનાઉન્સ થયું.

બીજી તરફ આ પ્રોગ્રામ નું બધી ન્યૂઝ ચેનલ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું અને રિધ્ધી ના કાકા આ પ્રસારણ ટીવી પર જોઈ રહ્યા હતા કારણ કે તેમને રિધ્ધી ની ખૂબ જ ચિંતા થતી હતી કારણ કે રિધ્ધી IIM-A માં ગઈ હતી અને જ્યારે તેમણે આર્યવર્ધન નું નામ સાંભળી ને જયારે તેનો ચહેરો જોયો ત્યારે તેમને ચકકર જ આવી ગયા  અને બેભાન થઇ ગયા.

પણ પછી જેવા તે હોંશ માં આવ્યા તે હોસ્પિટલમાં હતા અને તેમણે ભાન આવતા ની સાથે જ કહેવા લાગ્યા કે રિધ્ધી ને પાછી બોલાવી લો આર્યવર્ધન થી રિધ્ધી નું જીવન જોખમમાં માં છે.આ વાત સાંભળીને ને રિધ્ધી નો ભાઈ અને તેના કાકી શોક થઈ ગયા.

મિત્રો
આર્યવર્ધન કોણ હતો? તેનો રિધ્ધી સાથે શું સંબંધ છે?
શા માટે આર્યવર્ધન ના કારણે રિધ્ધી નું જીવન જોખમમાં છે?

આ તમામ સવાલ ના જવાબ જાણવા માટે મારી My Dream Reality ની વાર્તા વાંચો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED