આર્યરિધ્ધી - ૬ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૬

રિધ્ધી બીજા દિવસે સવારે થોડી મોડી જાગી. આજે કોઈ જગ્યાએ જવાનું ન હતું એટલે તેને કોઈ ચિંતા ન હતી. તે વીસ મિનિટ માં નાહી ને તૈયાર થઈ ગઈ. તેણે ઘળીયાળ માં જોયું તો સાડા આઠ વાગ્યા હતા.

રિધ્ધી એ વિચાર્યું કે હવે મોડું થઇ ગયું છે એટલે તેણે કોફી હાઉસ માં જઈને જ નાસ્તો કરી લેવો જોઈએ. એટલે તે થોડી વાર પછી કૉફી હાઉસ માં પહોંચી ત્યારે ખૂબ ઓછા લોકો છૂટા છવાયા બેઠેલા હતા. અચાનક તેની નજર આર્યવર્ધન પર પડી. 

આર્યવર્ધન વેઈટર ને તેનો ઓર્ડર આપી રહ્યો હતો એટલે રિધ્ધી ઝડપથી તેની પાસે પહોંચી ગઈ અને આર્યવર્ધન પૂછ્યું કે હું અહીં બેસી શકું ? આર્યવર્ધને થોડો અચકાતા હા પાડી.

રિધ્ધી આર્યવર્ધન પાસે બેસી ગઈ એટલે વેઈટર તેની પાસે આવ્યો એટલે રિધ્ધી એ કોલ્ડ કૉફી અને સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો. વેઈટર ના ગયા પછી રિધ્ધી એ આર્યવર્ધન ને Good Morning કહ્યું. એટલે આર્યવર્ધને તેની સામે હસી ને Good Morning કહ્યું  પછી તેના ફોન પર કોઈની સાથે વાત કરવા લાગ્યો.

થોડી વાર માં વેઈટર આવી ને તેમનો ઓર્ડર કરેલો નાસ્તો મૂકી ગયો. એટલે રિધ્ધી તરત એ સેન્ડવીચ ખાવા લાગી પણ આર્યવર્ધન થોડી વાર પછી કોફી પી લીધા પછી ઝડપથી નાસ્તો કર્યો અને ત્યાં થી નીકળી ગયો પણ તેણે રિધ્ધી સાથે વાત ના કરી.

રિધ્ધી ને આર્યવર્ધને તેની તરફ ધ્યાન ના આપ્યું તે ગમ્યું નહીં. એટલે રિધ્ધી પાછી તેના રૂમ માં આવી ગઈ પણ તેને આમ કેમ લાગી રહ્યું હતું તે સમજાયું નહીં.

           *****************************
બીજી તરફ રિધ્ધી ના કાકા ની તબિયત હવે થોડી સારી થઈ ગઈ હતી. રિધ્ધી ની એક ફ્રેન્ડ એલીના તેના દાદી ને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે એ જ હોસ્પિટલ માં લાવી હતી જ્યાં રિધ્ધી ના કાકા ને દાખલ કરવામાં આવ્યા હતા.

એલીના એ પાર્થ ને હોસ્પિટલ ના રીસેપ્શન પર જોયો. એટલે તેણે પાર્થ ને હોસ્પિટલમાં આવવા નું કારણ પૂછ્યું ત્યારે પાર્થે જણાવ્યું કે તેના કાકા ને હોસ્પિટલ માં એડમિટ કર્યા છે. પાર્થ ની વાત સાંભળીને ને એલીના તેના દાદી ને ઘરે મુકીને પાછી હોસ્પિટલ માં આવી.

રિધ્ધી ના કાકા નિમેશભાઈ હવે સ્વસ્થ થઈ ગયા હતા. એટલે એલીના એ તેમની ખબર પૂછી. ત્યાર બાદ પાર્થે તેના કાકા  નિમેષભાઈ ને પૂછ્યું કે આર્યવર્ધન કોણ છે? તમે તેને કઈ રીતે ઓળખો છો ?

નિમેષભાઇ એ એક લાંબો શ્વાસ લેતાં કહેવા નું શરૂ કર્યું કે પાર્થ ના પિતા અને મારા ભાઈ વિપુલભાઈ આઇબી ના હાઈ રેન્કિંગ ઓફિસર હતા. તેમણે ભારત ના ઘણા ઉધોગપતિઓ અને નેતાઓ નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું કે જેઓ ખોટા કામ કરી રહ્યા હતા.

વિપુલભાઈ એ ઘણા એવા મિશન પર ગયા હતા જેમાં તેઓ મરતાં મરતાં બચ્યા હતા. અને તેમના દરેક મિશન તેમનો એક સિનિયર ઓફિસર અને તેમનો જીગરી દોસ્ત તેમની સાથે રહેતો હતો. તેનું નામ વર્ધમાન હતું. વર્ધમાને ઘણી તેનો જીવ જોખમમાં મૂકી ને વિપુલભાઈ નો જીવ બચાવ્યો હતો.

આઇબી ના તમામ એજન્ટ ને વિપુલ અને વર્ધમાન ની દોસ્તી ની મિશાલ અપાતી હતી. વર્ધમાન અને વિપુલ જાતે જ એવું મિશન માંગતાં કે જેને પાર પાડવું ખૂબ જ મુશ્કેલ હોય અને તેઓ એ મિશન પૂર્ણ કરી બતાવતા.

તે બંને એ વીસ વર્ષ ની ઉંમરે આઇબી જોઈન કર્યું હતું અને ફક્ત છ વર્ષ ના જ ગાળા માં તેઓ એક પછી એક બઢતી મેળવીને આઇબી જોઈન ડિરેક્ટર ના આસિસ્ટન્ટ બની ગયા.

આ સમય ગાળા દરમિયાન તેમની મુલાકાત આઇબી ની એજન્ટ ટ્રેનિંગ ડીપાર્ટમેન્ટ ની બે સિનસિયર ઓફિસર એજન્ટ આર્યા અને એજન્ટ મૈત્રી સાથે થઈ. તેમની આ મુલાકાત પ્રેમ માં પરિણમી અને પછી વર્ધમાને આર્યા સાથે અને વિપુલે મૈત્રી સાથે લગ્ન કરી લીધા.

જેમ વિપુલ અને વર્ધમાન જીગરી મિત્રો હતા તેમ આર્યા અને મૈત્રી એકબીજા ની ખાસ સહેલીઓ હતી. આઇબી ના જે પણ નવા એજન્ટ ને ટ્રેનિંગ માટે તેમની પાસે મોકલવા માં આવતો હતો તે એજન્ટ ને ખૂબ જ ઝડપથી તૈયાર કરી દેવા ની ખૂબી તેમની પાસે હતી.

આર્યા અને મૈત્રી ને તેમની પ્રેગ્નન્સી વખતે એક જ જગ્યાએ એડમિટ કર્યા હતા ત્યારે આર્યા એ એક છોકરા ને જન્મ આપ્યો તે છોકરા નું નામ આર્યા એ પોતાનું અને તેમના પતિ નું નામ જોડી ને આર્યવર્ધન રાખ્યું હતું અને મૈત્રી એ તેમના પતિ ની સહમતિ થી તેનું નામ રિધ્ધી રાખ્યું હતું.

એ દિવસ વિપુલ અને વર્ધમાન માટે તેમની અત્યાર સુધી ની જિંદગી નો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો. બંને એ એકબીજા ને અભિનંદન આપ્યા.

ત્યાં જ પાર્થે તેના કાકા ને અટકાવી ને પૂછ્યું કે આર્યા અને વર્ધમાન નો જે દીકરો આર્યવર્ધન હતો તે અત્યારે મારી દીદી સાથે છે ? 

ત્યારે નિમેશભાઈ એ હા પાડી એટલે પાર્થે તેમને ફરીથી પૂછ્યું તમને કઈ રીતે ખબર પડી આ આર્યવર્ધન એ જ વર્ધમાન નો દીકરો છે ? ત્યારે નિમેશભાઈ એ જણાવ્યું કે તેમણે વર્ધમાન ને જોયા હતા અને આર્યવર્ધન નો ચહેરો બિલકુલ વર્ધમાન ને મળતો આવે છે. તેના આધારે તેમને ખબર પડી આ આર્યવર્ધન વર્ધમાન નો દીકરો છે.

પછી રિધ્ધી ના કાકી દૃષ્ટિબેને નિમેશભાઈ ને પાણી પીવા માટે આપ્યું. પાણી પી લીધા પછી નિમેશભાઈ એ આગળ કહ્યું કે લગ્ન બાદ હવે વર્ધમાન અને વિપુલ જયારે કોઈ મિશન પર જતાં ત્યારે તેઓ જો શક્ય હોય તો એકબીજા ને બદલે તેમની વાઈફ ને સાથે લઈ જતાં. પણ તેમને ખ્યાલ પણ નહોતો કે તેમની આ બાબત ગંભીર પરિણામ લાવવા ની હતી.

મિત્રો આશા રાખું છું કે આ ભાગ તમને પસંદ આવશે. હવે આર્યવર્ધન અને રિધ્ધી ના રહસ્યો ખુલવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વાર્તા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. હવે થોડા ભાગ માં વાર્તા નો અંત આવશે.

આર્યરિધ્ધી નો આ ભાગ તમને કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો. આ સિવાય મારી બીજી નોવેલ મેઘના અને મારા સપનાની હકીકત શકો છો.

- અવિચલ પંચાલ