Aryariddhi books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી

મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે.

રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી થઇ હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ન હતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું.

તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ?

રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો

તે જ્યારે માધ્યમિક શાળા માં અભ્યાસ કરતી હતી ત્યારે તે સ્મિત ના સંપર્ક માં આવી.સ્મિત તેની શાળા નો હોશિયાર વિધાર્થી હતો. તે શાળા ની કોઈ પણ પ્રકાર ની પ્રવૃત્તિ માં હંમેશા આગળ રહેતો.પછી તે કોઈ સ્પર્ધા હોય કે કોઈ ની મદદ કરવા ની હોય.સ્મિત અને રિધ્ધિ એક જ ક્લાસ માં અભ્યાસ કરતા હતા.એક વાર તેમના ક્લાસ ના વિધાર્થીઓ શાળા ના મેદાન માં રમત રમતા હતા ત્યારે રિધ્ધિ ને પગે થોડી ઇજા થઇ.તેના થી ચાલી શકાતું ન હતું.ત્યારે સ્મિત તેને ટેકો આપીને શાળા ના મેડિકલ રૂમ માં લઇ ગયો. ત્યાં રિધ્ધિ ના પગ ની ઇજા સ્મિતે સાફ કરી ને દવા લગાડીને પાટો બાંધી આપ્યો.

થોડી વાર પછી સ્કૂલ છૂટી ગઈ.રિધ્ધિ ઘરે ગઈ પણ આજે તેને શુ કરવું તેની ખબર પડતી ન હતી.તેને આજે એક અલગ પ્રકાર ની લાગણી નો અનુભવ થઇ રહ્યો હતો.

છે

બીજા દિવસે રિધ્ધિ સ્કૂલ માં ગઈ ત્યારે તેને સ્મિત જોવા ન મળ્યો.તે એક વીક સુધી સુધી સ્કૂલમાં આવ્યો નહિ

એટલે પછી હવે રિધ્ધિએ તેના પર ધ્યાન આપ્યું નહિ

સ્મિત જે દિવસ સ્કૂલમાં આવવાનો હતો તે દિવસે તે સ્કૂલ માં થોડો વહેલો આવ્યો કારણ કે તે આજે રિધ્ધિને પ્રપોઝ કરવા

માંગતો હતો.એટલે એક વીક થી રિધ્ધિ નો પીછો કરતો હતો તેથી એક વીક સુધી સ્કૂલમાં આવ્યો ન હતો.તેને ખબર હતી કે

રિધ્ધિ દરરોજ સ્કૂલમાં વહેલી આવે છે.

એટલે તે સીધો કલાસ માં જઈને તેનું બેગ તેની જગ્યા પર મૂક્યું અને રિધ્ધિ તરફ જોયું રિધ્ધિ એ વખતે એનું હોમવર્ક કરતી હતી

તે સમયે કલાસ માં રિધ્ધિ અને તેના સિવાય કોઈ ન હતું એટલે સ્મિત વધુ ખાતરી કરવા માટે કલાસ ની બહાર જોઈ લીધું તો

બહાર પણ કોઈ ન હતું.

હવે તે તરત રિધ્ધિ પાસે ગયો અને રિધ્ધિ ને પ્રપોઝ કર્યું અને રિધ્ધિને પોતાની સાથે ફ્રેન્ડશિપ કરવા માટે પૂછ્યું.રિધ્ધિ તેની

વાત સાંભળી ને ચોકી ગઈ.તે વિચારી પણ નહોતી શકતી કે તેની સ્કૂલનો ટોપર સ્ટુડન્ટ,સ્કૂલ નો ncc કેપ્ટન તેને આ રીતે

પ્રપોઝ કરશે

તે સ્મિત ને હા કહેવા જતી હતી કે તરત જાગી ગઈ અને તેને પછી ખબર પડી કે તે અત્યાર સુધી સપનું જોતી હતી અને તે ગુજરાત કે ઇન્ડિયા માં નહિ પણ ન્યૂ યોર્ક માં હતી.

રિધ્ધિ જાગી ને ઘડિયાળ માં જોવે છે તો ઘડિયાળ માં 7 વાગતા હતા.આજે રવિવારે એને કોઈ પણ કામ ની ઉતાવળ ન હતી.
રિધ્ધી એ એક અમેરિકન સીટીઝન હતી પરંતુ તેના માતાપિતા મૂળ ગુજરાતી અમેરિકન હતા.રિધ્ધી એ
ન્યૂ યોર્ક સ્ટેટ ના એક જાણીતા વિસ્તાર ન્યૂયોર્ક સીટી માં રહેતી હતી.

હવે તે શાંતિ નાહવાની પ્રક્રિયા પૂરી કરીને પોતાના માટે કૉફી અને ટોસ્ટ લઈ ને ડાઈનિગ ટેબલ પર બેસે છે.અને તેને આવેલું સપનું યાદ કરે છે અને વિચાર કરે છે કે કદાચ આ સપનું સાચું હોત તો કેટલું સારું?

પણ પાછું તેને યાદ આવે છે કે એ સપનું યાદ કરીને બેસી રહેશે તો તેનું પ્રોજેક્ટ અધુરૂં રહેશે તો સોમવારે તેને ફરી થી કલાસની બહાર કાઢી મુકાશે

રિધ્ધિ તરત તેનું અધૂરું કામ પૂરું કરવામાં લાગી જાય છે.રિધ્ધિ ના પરિવાર માં રિધ્ધી અને તેનો ભાઈ હોય છે.તેમના માતા-પિતા નું મૃત્યુ એક કાર અકસ્માતમાં થયું હતું

રિધ્ધી જ્યારે 18 વર્ષ ની હતી ત્યારે તેના માતા-પિતા નો અકસ્માત થયો હતો. તેમના મૃત્યુ બાદ પણ રિધ્ધિ પોતાના પર દુઃખ હાનિ થવા દીધું નહી.ખૂબ મહેનત કરીને તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

પરંતુ જ્યારે રિધ્ધી ના માતા પિતા નું અવસાન થયું ત્યારે રિધ્ધી અને તેના ભાઈ ની સંભાળ તેના કાકા-કાકીએ રાખી હતી. રિધ્ધી ને તેમના માટે માતાપિતા કરતાં પણ વિશેષ માન હતું.

રિધ્ધી ના માતા પિતા એ તેના કાકા-કાકીની મુશ્કેલ સમય માં મદદ કરી હતી.એટલે તે રિધ્ધી અને તેના ભાઇ ની પોતાના બાળકો ની જેમ રાખતાં હતા.

માટે જ્યારે રિધ્ધીનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું પછી રિધ્ધી લગ્ન કરી લેવા માંગતી હતી જેથી તે પોતે કાકા-કાકી ને બોજ રૂપ ના લાગે.

પરંતુ જયારે રિધ્ધી એ તેના કાકા-કાકીને લગ્ન ની વાત કરી ત્યારે તેમણે રિધ્ધી ને તરત લગ્ન ની ના પાડી અને તેને આગળ ભણવા માટે સમજાવી.રિધ્ધી ખૂબ જ ખુશ થઈ તે પોતાને ભાગ્યશાળી માનવા લાગી.

હવે તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ન્યુ યોર્ક ની એક સારામાં સારી યુનિવર્સીટી માં એડમિશન માટે ફોર્મ ભરી દીધું.અને એક અઠવાડિયા માં તેને એડમિશન લેટર પણ મણી ગયો.

જેની સાથે હવે રિધ્ધીના જીવન ની એક નવી શરૂઆત થવાની હતી.

રિધ્ધી એ ન્યૂયોર્ક ની City University of New York માં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એપ્લાય કર્યું હતું. રિધ્ધી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં ડેટા એનાલિસિસ પર ગ્રેજ્યુએશન કર્યું હતું.

હવે તેને અહીં City University of New York માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર માસ્ટર્સ કરવાનું છે.પણ આ ડિગ્રી ની સ્ટડી તેણે અહીં હોસ્ટેલમાં રહી ને કરવી પડે તેમ હતું.કારણ કે આ કોલેજ તેના ઘર થી ઘણે દૂર હતી.

રિધ્ધી ને મળેલ એડમિશન લેટર ની તારીખ આવી ગઈ ત્યાં સુધી રિધ્ધી કોલેજ માં ના ગઇ એટલે તેનાં કાકાએ તેને કોલેજમાં ન જવાનું કરણ પૂછ્યું તો રિધ્ધી એ તેનાં કાકા ને જણાવ્યું કે કોલેજ ઘર થી દુર છે એટલે હું ઘરે થી કોલેજમાં આવનજાવન નહી થઈ શકે.

એટલે મારે જો એ કોલેજ માં સ્ટડી કરવી હશે તો મારે કોલેજ ની હોસ્ટેલમાં રહેવું પડશે.રિધ્ધી ની વાત સાંભળી લીધાં પછી રિધ્ધી ના કાકા એ રિધ્ધી ને સમજાવી કે જો તે અત્યારે આ કોલેજ માં એડમિશન નહીં લે તો કદાચ તેને બીજી કોલેજ માં આટલી જલ્દી એડમિશન નહીં મળે.

એટલે તે અત્યારે આ કોલેજ માં એડમિશન ની પ્રક્રિયા પૂર્ણ કરી ને કોલેજ માં જવાનું શરૂ કરી દે જેથી તેનો અભ્યાસ ન બગડે. આમ કાકા ની સમજાવટ પછી રિધ્ધી કોલેજમાં જવા માટે તૈયાર થાય છે.

પછી તે તેના બધા ડોક્યુમેન્ટસ અને યુનિવર્સિટી માંથી મળેલ એડમિશન લેટર લઈ ને તેના કાકા ની કાર જાતે ડ્રાઇવ કરીને કોલેજ માં જાય છ.એક કલાક સુધી કાર ડ્રાઈવ કર્યા બાદ રિધ્ધી કોલેજમાં પહોંચે છે.

રિધ્ધી કોલેજ માં ગયા પછી યુનિવર્સિટી ના રીસેપ્શન પર જઇ તેનું નામ નોંધાવે છે ત્યાર બાદ યુનિવર્સિટી ના કાર્યાલય માં જઈ ને તેના ડોક્યુમેન્ટ અને એડમિશન લેટર જમા કરાવી ને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તે પ્રિન્સિપાલ ની ઓફિસ માં જાય છે.

રિધ્ધી પ્રિન્સિપાલ ની ઓફિસ માં જઈ ને તેને યુનિવર્સિટી તરફથી મળેલ સ્કોરશિપ નો લેટર અને સર્ટિફિકેટ ની કોપી આપે છે. પ્રિન્સિપાલ રિધ્ધી ના સર્ટિફિકેટ જોઈ ને ખૂશ થાય છે અને રિધ્ધી ને કોંગ્રેચ્યુલેટ કરે છે.

આ યુનિવર્સિટી નો નિયમ મુજબ જે પણ સ્ટુડન્ટ ને સ્કોલરશીપ મળી હોય તે સ્ટુડન્ટ તેના સ્કોલરશિપ નો લેટર અને સર્ટિફિકેટ સીધા પ્રિન્સિપાલ પાસે જમા કરવા હતા.તેથી રિધ્ધી તેના સ્કોલરશિપ ના ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલ પાસે જમા કરાવ્યા.

વધુ આગળ ના ભાગ માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED