નાલાયક દિકરો Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાલાયક દિકરો

સરળ સ્વભાવ અને સાદગી વાળુ જીવન જીવતા રમેશભાઈ ખેતી કરતા કરતા હવે તેને ત્રણ બાળકો થયા. ધીરે ધીરે તેઓ મોટા થવા લાગ્યા. રમેશભાઈએ છોકરા ને ભણાવવા મા કોઈ કસર બાકી ન રાખી. આખો દિવસ ખેતી મા કામ કરે સાંજે ઘરે આવી છોકરા ને ટ્યુશન કરાવતા તેને શું જરૂર છે તે જાણતા અને બીજે દિવસે લાવી દેતા. 

હવે બે મોટા દીકરા ને શહેરમાં ભણવા મોકલયા  અને નાનો દીકરો હતો તે નાલાયક એટલે ભણવું તેને ગમતું ન હતું. એટલે તે રમેશભાઈ સાથે ખેતી મા મદદ કરવા લાગ્યો. રમેશભાઈ ના બંને મોટા દીકરા એક ડોક્ટર થયો અને બીજો વકીલ થયો. ઉમર થઈ એટલે રમેશભાઈ તેને પરણાવી દીધા. હવે મોટા દીકરાઓ મોટા શહેરમાં તેની સુખી જિંદગી જીવવા લાગ્યા. તો નાના દીકરા ને પણ પરણાવી દીધો આવેલી વહુ ને ગામડું ગમતું ન હતું એટલે ન છુટકે નાના દીકરા ને બાજુના શહેર માં રહેવા જવું પડયું ને ત્યાં તે નાનો ધંધો શરૂ કર્યો. સમય મળે એટલે બાપુજી ની ખબર પૂછતો. પણ રમેશભાઈ તો તેને નાંલાયક જ ગણતા. તેને તો મોટા દીકરા બહું ગમતા. સમય પસાર થવા લાગ્યો.

એક દિવસ રમેશભાઈ શહેરમા ખરીદી કરવા નીકળ્યાં ત્યાં તેમનું એક્સિડન્ટ થઈ જાય છે. ત્યાં કોઈ સારો માણસ એક નજીક ની હૉસ્પિટલમાં દાખલ કરે છે. રમેશભાઈ ને વાગ્યું તું ને ઑપરેશન કરવુ પડે તેમ હતું પણ પાસે પૈસા ન હતા એટલે ડોક્ટર પાસે થો ફોન લઈ પેલા મોટા દીકરાને ફોન કરી બધી વાત કરી પણ તેણે કહ્યું હું ઑપરેશન માં છું હું નહીં આવી શકું ફોન મૂકી દીધો. રમેશભાઈ એ હવે વકીલ દિકરો છે તેને ફોન કર્યો તો તેણે પણ મારે આજે કેસ છે એટલે હું નહીં આવી શકું. હવે રમેશભાઈ હિંમત હારી ગયા. નાનો દીકરો તો નાંલાયક હતો એટલે તેને ફોન કરવા માંગતા ન હતા પણ ડોક્ટર તેને એક વાર ફોન તો કરી જોવાનું કહ્યું એટલે રમેશભાઈએ નાના દીકરા ને ફોન કર્યો નાનો દિકરો બધું સાંભળી ને હું આવ્યો કહી ફોન મૂકી દીધો.

અડધી કલાક થઈ એટલે હૉસ્પિટલમાં આવી ને ડોક્ટર ને કહી દીધું તમે ઑપરેશન કરી નાખો. તે રમેશભાઈ ને મોઢું બતાવી નીકળી ગયો. ડોક્ટર રમેશભાઈનુ ઑપરેશન શરૂ કર્યું. નાનો દિકરો તેની ઘરે જઈ તેનું મકાન સાત લાખ માં વેચી ને હોસ્પિટલમાં પૈસા જમા કરાવી દીધા. રમેશભાઈ નું ઓપરેશન પૂરું થયું એટલે સામે ઊભેલો તેના દીકરા ને પૂછયું બેટા તું પૈસા ક્યાંથી લાવ્યો. પપ્પા આ હોસ્પિટલ સરકારી છે અહીં ફ્રી માં સેવા થાય છે. તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું. રમેશભાઈ ને હજી એમ હતું કે તે નાંલાયક છે. હવે રમેશભાઈ સાજા થઈ ઘરે ગયા.

બે દિવસ થયા એટલે રમેશભાઈ થયું લાવ નાંલાયક ની ઘરે તો જાવ. રમેશભાઈ તેના ઘરે જઈ જોવે છે તો ત્યાં કોઈ બીજું રહેતું હતું એટલે ત્યાં રહેવાસી ને પૂછયું તો જવાબ આપ્યો. તેના બાપુજી બિમાર હતા તેના ઑપરેશન માટે પૈસા ન હતા એટલે આ મકાન વેચી ને ઑપરેશન ના પૈસા ભર્યા હવે તે સામે ભાડાના મકાન મા રહે છે.

રમેશભાઈ ત્યાં તે ઘર ગયા તે નાનું એવું મકાન હતું. દેશી નળિયા હતા. ટુટલ ફાટલ બારી દરવાજા હતા. વાકા વળી ને અંદર ગયા. દિકરો અને વહુ સાથે કામ કરી રહ્યા હતા. આ જોઈ રમેશભાઈ ની આંખમાં આંસુ આવી ગયા ને તેના દીકરા ને ભેટી પડ્યા. નાંલાયક તું જ મારો સાચો દિકરો છે બાકી મોટા તો કેવા ના છે. આજ થી મારી બધી જમીન હું તારા નામે કરું છું. સાલ બેટા ઘરે. 

જીત ગજ્જર