તમે તમે છો Matangi Mankad Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમે તમે છો

#તમે_તમે_છો
#વાસ્તવિક_રહો
#Be_Original_world_copy_you

મારો આ સ્વભાવ છે હું જેવી ફેસબુકમાં છું એવી જ ફેસ ટુ ફેસ છું. ઘણાં ને એટલે જ હું ગમતી નથી તો ઘણાંને એટલે જ હું પસંદ છું. હું અલગ નથી હું વાસ્તવિક છું. કોઈ પણ સોશ્યલ મીડિયામાં ક્યારેય બંધન બાંધીને મારી જાતને રજૂ કરી નથી કદાચ લોકો માટે હું બહુ જ આખાબોલી હોઈશ પણ એ જ હું લોકોની સામે પણ છું. મને ક્યારેય ચાવવાના જુદા દેખાડવાના જુદા દાંત બનતા આવડ્યું જ નથી. કદાચ એટલે જ મારે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો વાહ વાહ કે હા જિ હા કરતાં આવડતું હોત તો કદાચ મારું જીવન પણ સરળ હોત પણ એ મારું વ્યક્તિત્વ નથી. ઘણી વખત લોકો મને મારા જેવું બનવું કેમ એ પૂછે છે ત્યારે મને જ સવાલ થાય કે હું તો જે રીતે ભગવાને ઘડી છે તેમ જ છું મેં કોઈ મારી જાતને આમ તૈયાર નથી કરી હા જેવી ઘડી છે એવી જ રહેવા નો પ્રયત્ન કરતી રહું છું. તમે જેવા છો તેવા રહી શકો તમે બીજા જેવા બની ન જ શકો.

તમે જેવા છો તેવા જ લોકો સામે આવવું બહુ સહેલું નથી. આપણને એમ થાય કે અઘરું તો અલગ રૂપ ધારણ કરવું હોય કે કશું ન ગમતું હોય તો પણ હસતા મોઢે ગમે છે એવું કહેવું અઘરું નહી?લાગે છે સરળ કે પોતે છો તે જ રહો પણ હોતું નથી સરળ રીયલ બનવું. સહજ બનવું અસહજ બની રહે છે. સરળ લાગતું સરળ હોતું નથી. પણ રસ્તો અઘરો હોય તો જ તમે મંઝિલ મળ્યા બાદની મજા માણી શકો. જેવા છો તેવું રહેવું, જેવું વિચારો છો એ વિચારને વર્તનમાં ઉતારવા સહેલાં નથી હોતાં. ઘણી વખત તમે એકલાં થઈ ગયા હો એવું પણ અનુભવાય કારણ તમે તમારા પોતાનો સ્વભાવ છોડવા ન માંગતા હો, ત્યારે એક સાથે ઘણાં લોકો તમને એકલાં પાડવાનો પ્રયત્ન કરશે. મોટા ભાગના લોકો એમાં સફળ પણ થશે પણ ક્યારેય ગભરાવવું નહીં સિંહ હમેંશા એકલો જ જંગલમાં ફરે ઘેટાંના ટોળા હોય.. તમે ટોળાનો હિસ્સો ન બનો તમે ટોળું ભેગું થાય જેનાં માટે તે બનવાનો પ્રયાસ કરો.

તમે વાસ્તવિક છો તે જાણવા ના થોડા મારા વિચારો નીચે છે.

તમે જે છો તેવા જ દરેક વ્યક્તિ પાસે રજૂ થઈ શકો છો તો તમે તમે છો.
તમારા વિચારો રજૂ કરવા તમારે વિચાર કરવો નથી પડતો તો તમે તમે છો.
તમને ક્યા કહેંગે લોગનો રોગ નથી લાગ્યો તો તમે તમે છો.
તમારે લોકોને આકર્ષવાનો પ્રયાસ નથી કરવો પડતો તો તમે તમે છો.
તમને વાહ વાહ કરનાર કરતાં અરીસો દેખાડનાર ગમે છે તો તમે તમે છો.
જ્યાં દેખાડો છે ત્યાં તમે અદેખા છો તો તમે તમે છો.
તમે તમને પ્રેમ કરો છો તો તમે છો.

મેં અનુભવ્યું છે કે જે પોતે રિયલ હોય છે તે બીજા રિયલ સાથે મિત્રતા જાળવી રાખે છે. કારણ એમને ખ્યાલ હોય છે તમે જેવાં છો તેવા લોકો સામે રહેવું બહું અઘરું હોય છે.

ગૌરાંગ ઠાકર ની સુંદર કવિતા મિત્રતા પર છે પણ અહીં બહોળા અર્થમાં મૂકું છું.

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.

તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.

આ કવિતા ને સરળ ભાષા માં કહું તો ટોળામાં ચાલવું ન ગમે લોકો ને ફોલોવ કરવા ન ગમે વિચારી ને પગલાં લેવા ગમે , પોતે છે તે છે બીજા જેવું થવું ન ગમે. જે મનમાં છે તે જ વર્તનમાં આવશે, એટલે મનને સમજીને મિત્રતા કરવી તમારી મિત્રતા માટે ખોટા સાજ શણગાર નહીં સજાવીએ, જે મને સમજાય છે તે મિત્રતા ને સમજાવવી પડે તો એ મિત્રતા નકામી છે. તને ગમે તે તું કરજે પણ મને ગમે તે મને કરવા દેજે તો જ મિત્રતા રહેશે. કદાચ મિત્રતા માં દૂરી આવી જાય તો મંજૂર છે પણ પાછળ થી બોલી ને કોઈ ના વિશ્વાસ ને ઠેસ પહોંચાડવા નું નહીં ગમે. ટુંકમાં જ્યાં સહન કરી સબંધ સાચવવો પડે એવો સંબંધ લાંબો ટકે નહીં.(#MMO)

કહેવાય છે કે એટલે જ જે રિયલ હોય છે એમને જાજા મિત્રો નથી હોતા.
થોડા પણ અમૂલ્ય સબંધ સાચવવા હોય તો જે છો તે જ રહો. સમય આવે લોકોને ખ્યાલ આવશે અને તમને તમે છો તેમ જ સ્વીકારશે. (#માતંગી)