યાર્સાગુમ્બા ની શોધ - ૧૩ Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાર્સાગુમ્બા ની શોધ - ૧૩

ક્રમશ:

પ્રાચીને તેને ભેટીને રડવાનું મન થઈ ગયું. પણ પોતે કંટ્રોલ કરી લીધો. તેણે બિસ્વાસ તરફ હાથ લંબાવ્યો.


પ્રાચી : ફ્રેન્ડ્સ.....?!


બદલામાં બિસ્વાસે પણ હાથ મિલાવી અભિવાદન કર્યું. બંનેની આંખોમાં એક અજીબ હરકત થઈ. પ્રાચી પોતાના ટેન્ટ તરફ જવા લાગી. તેણે પાછા ફરીને જોયું ત્યારે બિસ્વાસ બીજી તરફ જોઈને મંદમંદ હસી રહ્યો હતો. આ તેમના પ્રેમની શરૂઆત હતી. અલબત્ત પ્રાચીના પ્રેમની....કારણ બિસ્વાસ તો બહુ પહેલા તેના પ્રેમમાં પડી ગયો હતો....! તે પોતાના ટેન્ટમાં જઈને ઉંઘી ગઈ. પણ આજે તેને ઉંઘ ક્યાં આવવાની હતી. તેને પ્રેમ જો થઈ ગયો હતો...!. મનમાં એક અજીબ ગડમથલ ચાલી રહી હતી..!


દિવસ - ૫

સવારે તેઓ બહુ વહેલા ઉઠી ગયા.કારણકે તેમણે જંગલ પાર કરવાનું હતું. બિસ્વાસે બધાને પોતાની પાસે બોલાવ્યા.


બિસ્વાસ : દેખો, યહાં સે હમે એક કિલોમીટર ચલકે જંગલ પાર કરના હૈ...!


થોડીવાર તે વાત કરવા માટે રોકાયો.


બિસ્વાસ : ઇતને સારે સામાન કે સાથ ચલના પોસ્સીબલ નહિ હૈ...તો જો જરૂરી હૈ વહી સામાન લો....!


લુસા : લગભગ ૨ દિન બાદ હમ યહાઁ વાપસ આ જાયેંગે...!


હવે તેઓ માત્ર ૫ જણ હતા. તેમણે બે દિવસ માટે જોઈતો સામાન લઈ લીધો. આટલા બધા સામાન સાથે આગળ વધવું મુશ્કેલ હતું. કારણ કે ભોલા તો આમપણ તે ઉચકવા માટે અસમર્થ હતો. તેના પગનું દર્દ વધી રહ્યું હતું.


ચાલતા-ચાલતા તેઓ જંગલ સુધી આવી પહોંચ્યા.જંગલના એ છેડે પ્રાચીએ પીળા રૂમાલનો એક ટુકડો બાંધી દીધો. જંગલ આમતો ૨૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. પણ તેમણે માત્ર ૬ કિલોમીટર અંતર કાપી ઉત્તર તરફ બહાર નીકળી જવાનું હતું.


જંગલ ઘટાદાર વૃક્ષ અને ઝાડીઓથી ઘેરાયેલું હતું. તેના વૃક્ષ પણ બહુ ઉંચા હતા. સૂર્યોના કિરણોનું નીચે આવવું મુશ્કેલ થતું હતું. અલબત્ત અમુક જગ્યાએ ખાલી હોવાથી કિરણો જયારે નીચે પડતા તેટલામાં રોશની ફેલાવી દેતા હતા. જમીન પણ ઉબડખાબડ હતી. અને બરફના ચાદરથી ઢંકાયેલી હતી. આથી ચાલવું બહુ મુશ્કેલ હતું.


તેઓ ધીરે-ધીરે આગળ વધી રહ્યા હતા.એક જગ્યાએ જાડ સાથે અથડાવાથી ભોલાના જખમમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તે બહુ જ મુશ્કેલીથી ચાલી રહ્યો હતો. તેઓ એક જગ્યાએ આરામ કરવા માટે રોકાયા. દરેક જણ જાડના ટેકા પાસે બેસીને આરામ કરવા લાગ્યા.


થોડીવાર પછી વાતાવરણમાં થયેલી હરકત તેઓના દિલ દહેલાવી ગઈ. અચાનક એક ટાઈગરનો ઘુરકવાનો અવાજ આવ્યો. તેમના રૂઆંટા ઉભા થઈ ગયા. તેઓ જમીન પર ઉંધા સુઈ ગયા. અને ધીરે-ધીરે આસપાસ જોવા લાગ્યા. તેમણે જોયું તો તેમની પાછળની તરફ ૨૦૦ મીટરના અંતરે એક મહાકાય સફેદ વાઘ (વાઈટ ટાઈગર) જમીન સુંઘતો આવી રહ્યો હતો. તેના શરીરે કાળા પટ્ટાઓ અને પીળો રંગ તો માત્ર ૨૦% હતો, બાકીનું શરીર સફેદ હતું. તેના પંજા મોટા અને નુકીલા હતા. તેના દાંત બહુ ધારદાર હતા. તે એટલો મોટો હતો, કે ચારેયનો કોળીયો કરી જાય તો પણ ભૂખ્યો રહે....!

તેઓ જે જંગલ પાર કરી રહ્યા હતા, તે " બ્રોડલિફ જંગલ " હતું. ત્યાં સફેદ વાઘનો વસવાટ હતો. જંગલ ભૂટાનની બોર્ડર નજીક હતું. ભૂતાનના જંગલોમાંથી ઘણા સફેદવાઘ અહીં આવી વસ્યા હતા. ધીરે-ધીરે વાઘ તેમની નજીક આવી રહ્યો હતો. તેઓ ભાગી શકે તેમ પણ ન હતા, કારણ કે વાઘ તેમના કરતા બમણી સ્પીડથી ભાગી શકે તેમ હતો. હવે શું કરવું તેની કોઈને સમજ પડી રહી ન હતી. પ્રાચી પોતાના ઈશ્વરને યાદ કરવા લાગી....!


ભોલા સમજી ગયો હતો, કે તેના પગમાંથી ટપકતા લોહીને સૂંઘીને તે વાઘ તેમના સુધી પહોંચ્યો હતો. આથી હવે તેનું બચવું મુશ્કેલ હતું. પણ તે સૌથી પહેલો હતો. બાકીના લોકો તેની પાછળ હતા. બિસ્વાસ સૌથી છેલ્લે હતો. આથી જો વાઘ આવે તો પહેલા બિસ્વાસ પર હુમલો કરે તે નક્કી હતું...!


બસ બે ઘડીનો ખેલ હતો. તેણે પોતાના કમરે બંધાયેલો સામાન ખોલી ધીરેથી નીચે મૂકી દીધો.પોતાના ઈશ્વરને યાદ કર્યા, અને પ્રાચી સામે ધીમેથી જોયું....વાઘ હવે માત્ર ૫૦ મીટર બિસ્વાસથી દૂર હતો.


ભોલા : પ્રાચી અપના ખયાલ રખના....!


જવાબમાં પ્રાચીની આંખના ડોળા મોટા થયા અને તે કંઈ રિએકસન આપવા જાય તે પહેલા ભોલા ઉભો થઈ આગળને બદલે પશ્ચિમની તરફ ભાગવા લાગ્યો. વાઘનું ધ્યાન ભટકાવવાનો આજ એક ઉપાય હતો. પશ્ચિમની જમીન પર બરફનું પ્રમાણ બહુ ઓછું હતું. અને તેની પર દોડી શકાય તેવું હતું. ભોલાની આ હરકતથી વાઘનું ધ્યાન તેના તરફ ગયું, અને તે તેની પાછળ દોડ્યો. ભાગતા-ભાગતા ભોલા એક ખાડામાં કૂદ્યો. અને બધાની નજર સામેથી ગાયબ થઈ ગયો. વાઘ પણ તેની પાછળ ખાડામાં કૂદ્યો. દરેક જણ પોતાનો સમાન છોડી જાડ પર ચડવા લાગ્યા...!. આમતો જાડ ઉંચા અને બરફથી ઘેરાયેલા હોવાથી ચડવામાં મુશ્કેલી પડતી હતી,પણ અત્યારે સવાલ પોતાનો જીવ બચાવવાનો હતો, આથી મુશ્કેલ ન હતું. ભોલાની કોઈ ચીખ તેમણે સાંભળી નહિ. લગભગ ૩ કલાક તેમણે જાડ પર જ વિતાવ્યા. પ્રાચીના શરીરમાંથી " કાપો તો લોહી ન નીકળે " તેવી પરિસ્થિતી હતી. પપ્પા માટે શોધવા આવેલ બીજના ચક્કરમાં તેણે ૩ મોત જોઈ લીધા હતા...!


-------------------------------------------------

આ બાજુ શાલિનીજી સવારથી બહુ જ ટેન્શનમાં આવી ગયા હતા. અત્યારે લગભગ બપોરના ૧૨ વાગવા આવ્યા હતા. પ્રાચીના મોબાઈલ પર કોઈ જવાબ કે મેસેજના કોઈ રીપ્લાય મળતા ન હતા. હજુ તો તેઓ રૂમમાંથી બહાર નીકળવા ગયા ત્યાં પ્રાચીની ફ્રેન્ડ સીમાનો કૉલ આવ્યો. તેણે શાલિનીજી સાથે ઔપચારિક વાતો પતાવી.


સીમા : અચ્છા આંટી પ્રાચી ક્યાં છે...?!


તેના મોઢેથી આ શબ્દો સાંભળીને શાલિનીજીના હાથમાંથી મોબાઈલ પડતા બચ્યો. તેઓ પોતાના રુમની બહાર આવ્યા,જેથી આનંદજી સાંભળી ન શકે...!. આજ સવારથીજ આનંદજીની તબિયત વધુ બગડી રહી હતી. તેમની બોડીના ઓર્ગન્સ કામ કરવાના બંધ કરી રહ્યા હતા. હવે કોઈ ચમત્કાર જ તેમને બચાવી શકે તેમ હતો...!


શાલિનીજી : બેટા..આ તું શું બોલે છે...?!....એ તો ત્યાં એક્ષામ અપાવા ઇન્ડિયા આવી છે...!


સીમા : પણ પ્રાચી તો અહીં આવીજ નથી.....!


તેમણે મોટો ધ્રાસ્કો અનુભવ્યો. હવે શું બોલવું તેની તેમને પણ ખબર પડી રહી ન હતી.તેમણે ફોન મુકી દીધો. તેમના મોટાભાઈ એટલે કે પ્રાચીના મામા (દેવેનભાઈ) ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓ તેમના ગળે વળગી રડવા લાગ્યા. અને પ્રાચીની કોઈ ખબર ન મળવાની ચિંતા વ્યક્ત કરી....!

શાલિનીજી : ભાઈ...તો પ્રાચી ક્યાં ગઈ હશે....?


દેવેનજી : શાલિની તું ચિંતા ન કર...હું આવી ગયો છું...તે કોઈ જરૂરી કામથી કસે રોકાઈ ગઈ હશે...!


શાલિનીજી : પણ મને બતાવ્યા વગર તે ક્યાંય જતી નથી....અને ૬ દિવસથી વધુ થઈ ગયા છે...!


આટલું બોલી તેઓ ફરી રડવા લાગ્યા.


દેવેનજી : તું ચિંતા ન કર...હું તેને શોધું છું...તું જીજાજી પાસે રહે....!


મંગલેશ્વરજી પણ અત્યારે બહારગામ હતા. પણ તેમને પૂછવાનું શાલિનીજીને ઉચિત ન લાગ્યું. સૌપ્રથમ દેવેનજી પ્રાચીની ગુમ થવાની ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન ત્યાં નજદીક હતું.


---------------------------------------------------

આ બાજુ તેઓને જાડ પર ઉભા રહ્યાને ૩. ૫ કલાકથી ઉપર થઈ ગયા હતા. પણ વાઘના હુમલાની આશઁકાએ નીચે ઉતરવું હિતાવહ ન હતું. દરેક જણ જાણતું હતું કે ભોલાની શું હાલત થઈ હશે...!. પણ પ્રાચીનું મન તે માનવા તૈયાર ન હતું. વધુ સમય સુધી જાડ પર ઉભા રહેવાનો કોઈ મતલબ ન હતો.


લુસા : અબ હમે ચલના ચાહિયે...!


પ્રાચી : ઔર ભોલાભૈયા....?!


લુસા : ઉસે શાયદ વોહ ટાઇગરને....!


આટલું બોલી તે અટકી ગયો. પ્રાચી રડવા લાગી. તેના અવાજથી લુસા ગુસ્સે થઈ ગયો. કારણકે વાઘ જો આસપાસ હોય અને પ્રાચીનો અવાજ સાંભળી આવી જાય તો તેમના માટે મુશ્કેલી થઈ જાય...!


લુસા : રોના બંધ કરો....!


પ્રાચી તેના ઉપર ગુસ્સે થઈ ગઈ.


પ્રાચી : ભુલો મત....ભોલાભૈયા કી વજહ સે હમ લોગ જિંદા હૈ....વરના વોહ ટાઈગર હમે ખા જાતા...!


તેની વાતમાં સચ્ચાઈ હતી. ભોલાએ પોતાની જીન્દગી દાવ પર લગાડી તેમનો જીવ બચાવ્યો હતો.


પ્રાચી : જબ તક ભોલાભૈયા વાપસ નહિ આ જાતે મેં યહાં સે નહિ જાઉંગી....!


તે જીદ કરવા લાગી. બિસ્વાસ અને પ્રોફેસર જગ પણ તેની સાથે સહમત થયા.


પ્રોફેસર જગ : હમે નીચે જાકે ભોલા કી ખબર લેની ચાહિયે...!


બધા તેની સાથે સહમત થયા. લુસા પાસે કોઈ વિકલ્પ ન હતો. તે બિસ્વાસ સાથે ભોલાને શોધવા જવા માટે તૈયાર થયો. પ્રાચી અને પ્રોફેસર જાડ પર જ રહ્યા. તેઓનો સામાન હજુ નીચે જ પડ્યો હતો. દૂર-દૂરથી સંભળાતો વાઘનો ત્રાડ પાડવાનો અવાજ વાતાવરણને કંપાવી રહ્યો હતો.


----------------------------------------------------

આ તરફ દેવેનજીએ પોલીસ સ્ટેશનમાં પ્રાચીના ૬ દિવસથી ગુમ થવાની ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસ પોતાના કામે લાગી ગઈ હતી. તેમણે બસ અને રેલવે સ્ટેશન ઉપરાંત એરપોર્ટ પર ઈંકવાયરી કરવાનું શરુ કરી દીધું હતું. પ્રાચીનો મોબાઈલ છેલ્લે ક્યાં અને ક્યારે ટ્રેસ થયો હતો તેની વિગત ભેગી કરવા લાગી હતી...!


શાલિનીજી અત્યારે બહુ પરેશાન હતા. કંઈક અજુગતું બનવાનો અંદેશો આવી રહ્યો હતો. તેમણે સવારથી કઈ પણ ખાધુ ન હતું. બસ પ્રાચીની ચિંતા જ તેમને સતાવી રહી હતી. સવારથી આનંદજી પ્રાચી વિશે ઘણી વખત પૂછી ચુક્યા હતા. તેમને જવાબ આપવો પણ હવે મુશ્કેલ થઈ રહ્યો હતો....!


લગભગ એક કલાક પછી પોલીસના એક ઉચ્ચ અધિકારી મિસ્ટર અનમુલ તેમને મળવા આવ્યા. તેઓ મુળ ઇન્ડિયાના વતની હતા. પણ વર્ષો પહેલા અહીં સ્થાયી થયા હતા. ઇન્ડિયનો ને મદદ કરવા તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. દેવેનજી પણ આશ્રમમાં જ હતા.


ઓફિસર અનમુલ : હમને સબ પતા કિયા હૈ...!...ડરને કી કોઈ જરૂરત નહિ હૈ...આપકી ડોટર મિલ જાયેગી...!


તેમની વાત સાંભળીને શાલિનીજી ને થોડી રાહત થઈ.

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૪ માં)


ક્રમશ: