Pagal Premi books and stories free download online pdf in Gujarati

પાગલ પ્રેમી

એક બ્લેક કાર રોડ પર પસાર થઈ રહી હતી. રોડ પર કોઈ અવરજવર હતી નહીં, રોડ લાગી રહ્યો હતો સુનસાન. ત્યાં અચાનક રોડ પર એક જાડ પડ્યું હોય તેવું દેખાયું એટલે કાર ઊભી રહી. કાર માંથી એક બ્યુટીફુલ છોકરી ઉતરી. કાર માં બીજું કોઈ હતું નહીં. રોડ પર પડેલું જાડ જોઈ તે છોકરી થોડુ વિચાર્યું કે હવે ઘરે કઈ રીતે જવું. થોડો વિચાર કર્યો પછી તે કાર માં બેસી ને જેવો કાર ટર્ન મારે છે ત્યાં બે બાઇક ત્યાં આવી કાર આડી રાખી દે છે. અચાનક બાઇક આવવાથી તે છોકરી થોડી ડરી ગઈ. પણ તે કાર માંથી ઉતરી નહીં ને કાર ચાલુ રાખી. તે બાઇક સવાર તે કાર પાસે આવી કાર માં બેઠેલી છોકરી ને બહાર આવવાનું કહ્યું પણ તે છોકરી કાર નો દરવાજો ખોલ્યો નહીં. એટલે બાઇક સવાર ગૂંચ્છે થઈ લાકડી વડે કાર નો કાચ તોડી નાંખ્યો એટલે ન છુટકે તે છોકરી કાર માંથી બહાર આવી.

કાર માંથી બહાર આવેલી છોકરી જોઈ બાઇક સવાર એક બીજા સામે જોઈ રહ્યા મન મા વિચાર તો આવ્યો કે બધું મળી જાસે એટલે પહેલા બાઇક સવાર તેની પાસે થી પૈસા ની માંગણી કરે છે. તે છોકરી કાર માંથી પર્સ લઈ તેમાંથી બધા પૈસા આપી દીધા પણ તે બાઇક સવાર ને હજુ સંતોષ ન થતાં તે તેમની સાથે છેડતી કરવા લાગ્યા. તે ચાર હતા એટલે તે છોકરી કઈ કરી શકે તેમ હતી નહીં. થોડી આજીજી કરી પણ આ કોઈ સાંભળે તેવા હતા નહીં.

ત્યાં અચાનક કોઈ બાઇક ની એન્ટ્રી થઈ બાઇક ખબર પડી નહીં ક્યાં થી આવી પણ પેલા બે બદમાશ ને ટક્કર મારી ને બાઇક ઊભી રહી. જાણે કે કોઈ હીરો ની એન્ટ્રી હોય. કોઈ સૈનિક હોય તેમ તેવા કપડાં પહેર્યા હતા, બૉડી પણ જોરદાર દેખાવ રહી હતી. તેને જોઈ તે છોકરી ને થોડી હિંમત આવી એટલે તેને પકડેલા બે બદમાશો ને ધક્કો માર્યો એટલે તે દૂર ભાગ્યા ત્યાં તે યુવાન તે બદમાશો સાથે મારપીટ કરવા લાગ્યો. બે ચાર મુક્કા માર્યા એટલે તેવો ભાગી ગયા.

તે છોકરી પેલા હિરા પાસે જઈ થેંક યુ કહ્યું.
હાય હું રાજવીર તમે ?
હાઈ હું જયશ્રી. ખુબ ખુબ આભાર આપનો. મન બચાવવા બદલ.

રાજવીર : ઈટ્સ ઓકે. પણ હું તમારી પાસેથી કોફી ની ઇચ્છા રહીશ.

જયશ્રી : તે અપેક્ષા મારી પાસે નહી રાખતા હું તમને કોફી નહીં પીવડાવી.

રાજવીર : તો નંબર તો દેતી જા.

જયશ્રી : પાગલ છે તને શરમ નથી આવતી આમ ડાયરેક્ટ નંબર માંગે છે. તારામાં હિંમત હોય તો મારો નંબર મેળવી જો.

રાજવીર : તું જા હું સાંજે કોલ કરું છું.

જ્યાં જયશ્રી નીકળવા ગઈ ત્યાં રાજવીર તેનો ફોન તેના પર્સ મા મૂકી દે છે. ને તે ત્યાં થી નીકળી જાય છે. પાછળથી જયશ્રી કાર ને ટર્ન મારી તે પણ ઘરે નીકળી જાય છે.

સાંજે પર્સ માંથી મોબાઇલ ની રીંગ વાગી એટલે પર્સ ખોલી જોયું તો કોઈ બીજાનો મોબાઇલ હતો. રીસીવ કરી જય શ્રી હાય કોણ ?

રાજવીર : હું રાજવીર તું જયશ્રી ને

જયશ્રી : હા પણ આ ફોન તમારો છે ને ?

રાજવીર : હા તમારી સાથે ફરી મુલાકાત થાય એટલે મેં મારો ફોન તારા પર્સ માં મૂકી દીધો. હવે ક્યારે આપે છે તે બાને તારી સાથે મુલાકાત તો થાશે.

જયશ્રી : તું સાવ પાગલ છે. અત્યારે તો હું નહીં આવી શકું. કાલે તમને ફોન આપી જઈશ. પેલી કોફી શોપ પર.

બીજે દિવસે રાજવીર કોફી શોપ પર જયશ્રી ની રાહ જોઈ રહ્યો હતો ત્યાં થોડી વારમાં જયશ્રી આવે છે ને રાજવીર ના હાથમાં ફોન આપી જેવી નીકાળે છે ત્યાં રાજવીર તેનો હાથ પકડી બેસવાનું કહ્યું.

જયશ્રી : હું અહીં બેસવા નથી આવી કે તારી કોફી પીવા...

રાજવીર : પણ મેં ઓર્ડર કરી દીધો છે. જો ન પીવી હોય તો મોબાઇલ નંબર આપીને જતી રહે.

જયશ્રી : હું કોફી પીઈશ પણ તને મોબાઇલ નંબર તો નહીં આપું.

રાજવીર : જો કોફી તો સાથે પીવાનું થઈ ગયું હવે કાલે હું તને ફોન કરીશ અને એ નંબર તારા મમ્મી પાસે થી લઈશ જો તું. અને જો ફોન નંબર મેળવી ફોન કરું તો તું મારી સાથે ડેટ પર આવીશ. 

જયશ્રી : હું જોવ છું તું શું કરે છે ને જો મોબાઇલ નંબર ન મળે તો મને ભૂલી જજે. અને ફોન નંબર મેળવી મને ફોન કરીશ તો ડેટ પાકી. 

રાજવીર : એ તો નહીં બને. પણ હા ફોન જરૂરથી કરીશ.

બંને કોફી પી ને જતા રહ્યા. પણ જતી જતી જયશ્રી એક સ્માઈલ રાજવીર ને આપતી ગઈ. 

રાજવીર તેનો પીછો કરી તેનું ઘર જોઈ લે છે. ને બીજે દિવસે જ્યારે જયશ્રી ઘરે ન હોય ત્યારે તેના ઘરે જાય છે. ને જયશ્રી ના મમ્મી સાથે વાત કરે છે.

રાજવીર : આંટી હું ગવર્મેન્ટ ઈન્સ્યોરન્સ માંથી આવું છું ને થોડી માહિતી આપો તો હું ગવર્મેન્ટ તરફથી અપાવવામાં આવતા લાભ મેળવી શકશો.

આંટી : ખુબ સરસ બેટા. બોલ શું શું આપું.

રાજવીર : નામ, એડ્રેસ અને મોબાઇલ નંબર.

રાજવીર આંટી પાસેથી જયશ્રી નો મોબાઇલ નંબર મેળવી લે છે. ને રાતે જયશ્રી ને ફોન કર્યો.

રાજવીર : હાય હું રાજવીર. જો નંબર પણ મેળવી લીધો અને તે પણ તારા મમ્મી પાસે થી. બોલ હવે ડેટ પર આવીશ.

જયશ્રી : તું પાગલ છે સાવ. ફોન રાખ હું સવારે આવું છું.

સવારે જયશ્રી કોફી શોપ પર રાજવીર ની રાહ જોવે છે. એક થઈ તોય આવ્યો નહી એટલે ફોન કર્યો ત્યાં બાજુમાંથી અવાજ આવ્યો હું અહીં છું. રાજવીર જયશ્રી પાસે આવે છે. જયશ્રી ગૂંચ્છે થાય છે તું અહીં હોવા છતાં કેમ તે રાહ જોવડાવી. હસતાં મોઢે રાજવીર બોલ્યો. મને તો ખબર પડે ને કે તને પણ મારા પ્રત્યે ફીલિંગ છે કે નહીં.

અરે રાજવીર જ્યારથી તે મને બચાવી છે ત્યાર થી તું મને ગમવા લાગ્યો તો ઉપરથી તારી આ હિંમત થી હું તને પ્રેમ કરવા લાગી છું. હવે ખાલી કોફી પીવી છે કે ડેટ પર જવું છે.

ડેટ પર તો જઈશું પણ પહેલા ગળે તો વળગ. બંને ગળે વળગે છે.

જયશ્રી રાજવીર ને કિસ કરી બોલી. પાગલ છે તું.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED