ભાગ 8 શરૂ....
હવે ઇન્સ્પેકટર અક્ષય ગાર્ડ ની સાથે વાત ને આગળ વધારે છે.
"તમે વાત કરી એ સાચી પણ આ આત્માને મારી પાસેથી શું જોઈએ છે?" ઇન્સ્પેકટર અક્ષયે ઊંચા અવાજ માં ગાર્ડ ને પૂછ્યું.
"બેટા તું એક ઈમાનદાર અને નિતિવાળો ઇન્સ્પેકટર છો તે માત્ર એક માનસીનું મર્ડર થયું અને તું તુરંત અહીંયા આવ્યો અને હજુ પણ તું એ કેસ પર રાત દિવસ એક કરીને કામ કરે છે અને છતાં પણ તને કોઈ સબુત ના મળ્યું એટલે તું ખુદ જીવ ના જોખમે પોતે અહીંયા આવ્યો આ બતાવી દે છે કે તું આ કેસ ને જરૂરથી સોલ્વ કરીશ અને તારી આ મહેનત જોઈને પેલી આત્માને તારી પાસે થી ન્યાય જોઈએ છે એ આત્માએ પણ તેના ગુનેગારોને સજા અપાવવી છે પણ તે આત્માના ગુનેગારોને માત્ર તું જ સજા અપાવી શકે છે એટલે એ આત્મા તને આવી રીતે સંકેત આપે છે?" ગાર્ડે ઇન્સ્પેકટર અક્ષય ને સમજાવતા કહ્યું.
" કેસ ને સોલ્વ કરવો એ મારી જવાબદારી છે પણ હવે આ આત્મા નું કોઈ કનેક્શન આ મર્ડર થયા તેમાં હશે કે કેમ? તમને કેમ લાગે છે?" ઇન્સ્પેકટર અક્ષયે ગાર્ડ ને પૂછ્યું.
“હવે આ મર્ડર માં કોનો હાથ છે તેની તો મને જાણ નથી પણ તું આ કેસ ને જરૂરથી સોલ્વ કરી લઈશ તેવું મારું મન કહે છે.” ગાર્ડ બોલ્યો.
“હા! કાકા તમારો આભાર બાકી આ કેસ ને તો હું સોલ્વ કરીને જ રહીશ.” ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.
“હવે ઇન્સ્પેકટર અક્ષય જે જૂનો ઇન્સ્પેકટર હોય છે તેને હેન્ડલ કરેલા છેલ્લા એક વર્ષના કેસ ની ફાઈલો જોવે છે.અને આ કેસમાં તેને એક ગોલ્ડ રિઝોર્ટ ને રિલેટેડ રાધી મર્ડર કેસની ફાઇલ પણ જોવા મળે છે જ્યારે તે આ ફાઇલ ને ચેક કરે છે ત્યારે તેની અંદર જે લોકોના મૃત્યુ થયા છે તે બધાના નામ હોય છે જેમાં જયદીપ,માનસી,યશરાજ(મેનેજર),વિહાન.હવે આ કેસ ને ઇન્સ્પેકટર અક્ષય રિઓપન કરે છે.અને જ્યારે આ કેસ બંધ થવાનું કારણ એજ હતું કે કોઈ પૂરતું સબૂત ના હતું કે રાધીનું મર્ડર આ લોકોએ કર્યું છે એટલે તે લોકોને છોડી દેવામાં આવ્યા અને રાધીએ આત્મહત્યા કરી છે તેવું કહી આ કેસને બંધ કરવામાં આવેલો.હવે સવાલ એ હતો કે આ રાધીના કેસમાં જોડાયેલા બધા સબુતોને ભેગા કરવાના હતા.એટલે જયદીપ જેનું મર્ડર થયું હતું,મેનેજર અને માનસીનું પણ મર્ડર થઈ ગયું હતું,ઇન્સ્પેકટર પણ એક્સીડેન્ટમાં માર્યો ગયો હતો,હવે આ કેસમાં સામેલ હોય એવા માત્ર ને માત્ર બે ચહેરાઓ હતા એક હતો રાધીના પોસ્ટમાર્ટમ નો રિપોર્ટ તૈયાર કરનાર ડોકટર અને બીજો હતો વિહાન.હવે ઇન્સ્પેકટર અક્ષય આ બન્ને ને ગોતવાની તપાસમાં લાગી જાય છે.અને તપાસ કરતા ખબર પડે છે કે રાધી નું પોસ્ટમાર્ટમ ત્યાં આવેલી “એન્જલ હોસ્પિટલ” માં થયેલું હતું અને જેનો રિપોર્ટ તૈયાર કરનાર ડોકટર હતા ડો.પ્રદીપ શર્મા.હવે આ જાણ થતાં તરત જ ઇન્સ્પેકટર અક્ષય જાય છે એન્જલ હોસ્પિટલમાં!
“હાઈ આઈ એમ ઇન્સ્પેકટર અક્ષય!”
“હાવ આઈ હેલ્પ યુ સર?” રિસેપ્સનિસ્ટ બોલી.
“મારે ડો.પ્રદીપ શર્મા ને તરત જ મળવું છે.” ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.
“સોરી ડો.પ્રદીપ શર્મા ઓપરેશન માં બિઝી છે તમારે 2 કલાક વેઇટ કરવું પડશે” રિસેપ્સનિસ્ટે ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપ્યો.
“ઓકે! આઈ વેઇટ ડો.શર્મા પણ એ જેવા આવે મને ઈનફોર્મ કરજો”ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.
સમય વીતતો જાય છે અને અંતે બે કલાક પુરા થઈ જાય છે અને રિસેપ્સનિસ્ટ ઇન્સ્પેકટર અક્ષયને ડોકટર ને મળવા જવા દે છે.
“હાઈ ડોકટર સાહેબ” ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.
“અરે ઇન્સ્પેકટર અક્ષય!અને એ પણ અમારી હોસ્પિટલમાં તમારી બહાદૂરી અન ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે હો! પણ અહીંયા આવવા પાછળનું કોઈ કારણ?” ડોકટર પ્રદીપ શર્મા એ ઇન્સ્પેકટર અક્ષયને પૂછ્યું.
“હા ડોકટર સાહેબ તમે રાધી મર્ડર કેસ નું નામ સાંભળેલું છે જે હમણાં થોડાક મહિનાઓ પહેલા જ બની ગયો?” ઇન્સ્પેકટર અક્ષયે ડોક્ટરને પૂછ્યું.
“હા હા અફકોર્સ એ મર્ડર કેસ ને મેં સારી રીતે હેન્ડલ કરેલો મિન્સ કે જે રાધિકા જેને આત્મહત્યા કરેલી હતી તેનું પોસ્ટમાર્ટમ મારી હોસ્પિટલમાં જ કરવામાં આવેલું અને તેનો રિપોર્ટ પણ મેં જ તૈયાર કરેલો” ડો.પ્રદીપ શર્મા બોલ્યા.
“પણ તમે એટલું પાક્કી રીતે કેવી રીતે કહી શકો કે રાધીએ આત્મહત્યા જ કરી હતી?” ઇન્સ્પેકટર અક્ષયે પૂછ્યું.
“અરે ઇન્સ્પેકટર સાહેબ! પોસ્ટમાર્ટમ રિપોર્ટ માં સાફ સાફ લખાયેલું હતું કે રાધીને ડ્રગ્સ લેવાની આદત હતી અને ડ્રગ્સ ના નશામાં તેને આત્મહત્યા કરી નાખી એવું હોય તો હું તમને એ પોસ્ટમાર્ટમ રિપોર્ટ ની એક કોપી પણ આપવી દવ છું હમણાં” ડો.પ્રદીપ શર્મા બોલ્યા.
“ઓકે મતલબ રાધીએ આત્મહત્યા જ કરેલી એ ફાઇનલ છે એમ?” ઇન્સ્પેકટર અક્ષયે શંકાશીલ રીતે ડૉક્ટર ને પૂછ્યું.
“અરે સાહેબ ફૂલ એન ફાઇનલ તેને આત્મહત્યા કરેલી હતી પણ એ કેસ તો ક્લોઝ થઈ ગયેલ હતો ને તો પછી પાછું કેમ પૂછતાછ કરવાની ફરજ પડી?”ડો.શર્મા ગભરાતા બોલ્યા.
ભાગ 8 પૂર્ણ...
હવે શું આ ડોકટર તો એકદમ નોર્મલી વાત કરે છે અને તેને તો પોસ્ટ માર્ટમ રિપોર્ટ ની કોપી પણ આપવાની વાત કરી તો શું સાચુકમાં ઇન્સ્પેકટર અક્ષય ને આ રાધી મર્ડર કેસ માં રાધીએ આત્મહત્યા કરી એ સાચું હતું કે નહીં અને ના તો હવે આગળ ઇન્સ્પેકટર અક્ષય શું કરશે આ જાણવા વાંચતા રહો "કોલેજગર્લ-રહસ્ય મોતનું"