કોલેજગર્લ - ભાગ-1 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોલેજગર્લ - ભાગ-1

જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.

ભાગ-1 શરૂ.....

સવારના 7 વાગ્યા હતા અને જયદીપ મસ્ત મજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે..

"અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.

એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો..

"હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો.

"અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 12th નું રિઝલ્ટ આવવાનું હતું ખબર છે ને તને?" માનસી બોલી.

"હા...... એવું કંઈક તો હતું,પણ એ તો થતું રહશે ચાલ સુવા દે મને" જયદીપ ઊંઘમાં જ એવું બોલીને ફોન કટ કરી લીધો.

"બેટા ઉઠ! જો કોણ આવ્યું છે" જયદીપના મમ્મી તેને ઉઠાડતા બોલ્યા..

"અરે... અત્યાર માં કોણ છે" જયદીપ ગુસ્સામાં બોલ્યો.

"અરે તારી દોસ્ત માનસી તને મળવા આવી છે હું તેને અંદર મોકલી દવ છું હમણાં!તારા રૂમમાં" જયદીપની મમ્મી બોલી.

"અરે ના મમ્મી!! ઉભી રે!! તેને અંદર ના મોકલતી!! હું હમણાં જ તૈયાર થઈને આવું છું નીચે" જયદીપ તરત ઊંઘમાંથી ઉઠીને બોલ્યો.

માનસી તેની નાનપણ ની દોસ્ત હતી અને જયદીપ માનસીને ખૂબ જ ચાહતો પણ હજુ સુધી તેને પ્રપોઝ નહોતો કરી શક્યો બસ તે હંમેશા એક જ મોકાની શોધમાં રહેતો કે ક્યારે માનસીને પ્રપોઝ કરું.12th ના રિઝલ્ટ માં માનસી અને જયદીપ ના સારા ટકા આવે છે અને બન્ને લોકો થોડાક મહિનાઓ પછી પાંચ ભેગા થાય છે.

"હાઈ!માનસી હાવ આર યૂ?" જયદીપ બોલ્યો.

"આઈ એમ ફાઇન યાર તને ખબર છે આજે આપણા કોલેજ એડમિશન નો ફસ્ટ રાઉન્ડ બહાર પડી ગયો" માનસી બોલી.

"અરે બકા એમાં આપણું નામ છે કે" જયદીપ ચિંતાતુર બનીને બોલ્યો.

"હા બકા આપના બન્ને નું નામ છે અને આપણા બન્નેનો નંબર એક જ કોલેજ માં લાગી ગયો છે" માનસી ખુશ થઈને બોલી.

"અરે!! વાહ!!!! માનસી તને ખબર છે આજે હું ખૂબ જ ખુશ છું" જયદીપ ખુથીથી ઉછળીને બોલ્યો.

"બકા કાલે જ કોલેજ જવાનું છે એટલે તૈયાર રહેજે અને હા મારી ગાડી ખરાબ છે તો કાલે હું તારી ગાડીમાં જ આવીશ" માનસી બોલી.

"ઓકે!! તૈયાર રહેજે હું તને તારા ઘર પાસેથી જ લેતો જઈશ" જયદીપ ખુશ થઈને બોલ્યો.

સવાર થાય છે અને જયદીપ તૈયાર થાય છે અને માનસીને પોતાની ગાડી પાછળ બેસાડીને કોલેજ પર લાવે છે.જયદીપ એક ખૂબ જ હેન્ડસમ લૂક ધરાવતો છોકરો હતો અને માનસી પણ એકદમ ફ્રી માઈન્ડ ધરાવતી ખૂબ જ સુંદર છોકરી હતી.

"યાર કોલેજ કેટલી જોરદાર છે કેમ!" માનસી બોલી.

"હા હો યાર! કોલેજ સુપર છે,પણ આપણો કલાસ કયો છે ઇટ્સ ઓલમોસ્ટ સેવન થર્ટી યાર" જયદીપ ચિંતાતુર થતા બોલ્યો.

"ચાલ ને પેલા સર ને પુછી લઈએ" માનસી બોલી અને સર પાસે માનસી ને જયદીપ ગયા.

"સર ! અમે એફ.વાય બીએ આર્ટસ ના સ્ટુડન્ટ છીએ અમારો કલાસ કયો છે?"માનસીએ સર ને પૂછ્યું.

"આગળ જઈને લેફ્ટ લઈ લેજો ત્યાં જ પહેલો કલાસ છે તેમાં જલ્દી જાવ બેટા નહિતર લેક્ચર મિસ થઈ જશે" સર આતુરતાથી બોલ્યા.

જયદીપ અને માનસી એકબીજાનો હાથ પકડીને દોડતા દોડતા કલાસ પાસે પહોંચ્યા.

"મેં આઈ કમ ઇન સર" માનસી અને જયદીપ ભેગા બોલ્યા.

"યસ ! કમ ઇન !" સર ગુસ્સેથી બોલ્યા જયદીપ તો બેસી ગયો પણ માનસીને ઉભી રાખી અને સરે કહ્યું કે"તમે એવું તો શું કરતા હતા કે તમને આટલી વાર લાગી" સરે માનસીને પૂછ્યું.

"અરે સર એક્ચ્યુઅલી મને કલાસ નહોતો મળતો." માનસી ગભરાતા બોલી.

"કલાસ જ ગોતતા હતા ને કે બીજું કશું કરતા હતા" સરે માનસીને ઠપકો આપતા કહ્યું.

આ સાંભળી માનસી કોલેજ ના પહેલા દિવસે જ રડવા લાગી.અને માનસીને રડતી જોઈને જયદીપ તરત જ કલાસ માં ઉભો થઈને સર ને કીધુ કે " ગુસ્સેથી અકળાઈને બોલ્યો.

"ઓહો! માનસી તમે તો પેલા જ દિવસે આવીને આશીકો પણ બનાવી લીધા એમને!" સર ગુસ્સે થતા બોલ્યા.

“સર માઈન્ડ યોર લેન્ગવેજ! એક વખતમાં ખબર નથી પડતી” જયદીપે ગુસ્સે થઈને સર ને કીધું.

“અરે મેં તો માનસીને કીધું છે તમને નહિ તમે બેસી જાવ અને હું તમારો શિક્ષક છું અને મારા મત મુજબ શિક્ષક સામે આવું બોલવું આ યોગ્ય નથી” સાહેબે જયદીપને કહ્યું.

“અરે હવે તું એક શબ્દ પણ આગળ બોલ્યો તો એક લાફો ચડાવી દઈશ સાલા!” જયદીપ ગુસ્સેથી બોલ્યો.

“અરે હું 10 વર્ષથી આ કોલેજમાં ભણાવું છું અને મને અડવાની હિંમત પણ કોઈ વિધાર્થીએ નથી કરી” સાહેબ બોલ્યા.

આ સાંભળીને જયદીપ ઉભો થઈને સર ને તરત જ લાફો મારી દે છે.અને સર આ અપમાન સહન નથી કરી શકતા અને જયદીપ ને માનસીને પકડીને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જાય છે.


ભાગ-1 પૂર્ણ...


હવે સાહેબ ગુસ્સે થઈને માનસી અને જયદીપ ને પ્રિન્સિપાલ ની ઓફીસમાં લઇ ગયા છે હવે માનસી અને જયદીપને પ્રિન્સિપાલ શું સજા આપશે અને માનસી કોઈ ખોટો કદમ તો નહીં ઉઠાવે ને!તે માટે વાંચતા રહો "કોલેજગર્લ-રહસ્ય મોતનું".રેટ કરો અને રિવ્યુ આપો

Ashok Prajapati

Ashok Prajapati 9 માસ પહેલા

JAGDISH.D. JABUANI

JAGDISH.D. JABUANI 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 માસ પહેલા

Bhagyashree

Bhagyashree 3 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 3 વર્ષ પહેલા