કોલેજગર્લ - ભાગ-5 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજગર્લ - ભાગ-5

ભાગ 5 શરૂ....

જયદીપ જેવી બૂમ પાસે છે તરત જ મેનેજર અને વેઈટર દોડતા દોડતા આવે છે.

"સર શું થયું કેમ આટલી જોરથી સવાર સવાર માં ચીસ પાડો છો" મેનેજર બોલ્યો.

"મારી માનસી...... ને શું થઈ ગયું છે...પ્લીઝ મારી મદદ કરો" જયદીપે મેનેજરને હાથ જોડીને વિનંતી કરી.

"અરે સર! તમે ગભરાઈ જાવ માં સામાન્ય ચક્કર આવ્યા હશે હું હમણાં જ ડોકટર ને બોલાવી લવ છું." મેનેજરે જયદીપ ને આશ્વાસન આપતા કહ્યું.

ડોકટર તરત જ ત્યાં આવે છે અને માનસી ને ચેક કરે છે.

"સોરી! આમનું તો મોત થઈ ગયું છે." ડોકટર હતાશ થઈને બોલ્યા.

"અરે......સાલા....... ભાન વગરના તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છે જીવતે જીવતો મારી નાખીશ હું તને" જયદીપે ખૂબ જ ગુસ્સામાં આવીને ડોકટર નું ગળું પકડીને કહ્યું.

"સોરી હું આમાં કઈ ના કરી શકું" ડોકટર જયદીપ ને સમજાવતા કહ્યું.

"આ....મારી......માનસી........મા....ન....સી" આવું કહીને રડવાનું ચાલુ કરી દીધું..

એટલામાં ત્યાં આવેલા ડોકટર પોલીસ ને બોલાવે છે અને ત્યાં જેવા પોલીસ આવે છે મેનેજર એકદમ હેરાન પરેશાન થઈ જાય છે.

"હાઈ ઓલ! તો ક્યાં છે ડેડ બોડી" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"સર!મેં જ તમને કોલ કરેલો અને આ રહી ડેડ બોડી" ડોક્ટરે ઇન્સ્પેકટર અક્ષય ને કહ્યું.

"ઓકે! અહીંયા ઉભેલા લોકોમાંથી કોઈને ખબર છે કે આ મોત કરવી રીતે થયું" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

પણ કોઈએ જવાબ આપ્યો નહિ.પણ એક વેઈટર આ જોઈને ખૂબ જ ધ્રૂજતો હતો એટલે ઇન્સ્પેકટર અક્ષયને તે વેઇટર ઉપર શંકા ગઈ અને તે વેઈટર ને પકડી લીધો.

"બોલ સાલા તે જ આ મર્ડર કર્યું છે ને?" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"અરે ના સાહેબ!મને છોડી દો આ મર્ડર માં મારો કોઈ હાથ નથી." વેઈટર ગભરાતા ગભરાતા બોલ્યો.

"તો મર્ડર તે નથી કર્યું તો તું આટલો બધો શું કામ ધ્રૂજતો હતો?"

"ઇન્સ્પેકટર સાહેબ સાચી વાત કહું ને તો અઠવાડિયામાં 1 મર્ડર તો હવે અમારા રિઝોર્ટ માં કોમન વાત થઈ ગઈ છે." વેઈટરે ઇન્સ્પેકટર અક્ષય ને કહ્યું.

"તારો કહેવાનો મતલબ શું છે? તમારા રિઝોર્ટ માં આટલા બધા મર્ડર થઈ જાય છે તો CCTV કેમેરા ચેક કરાવો,સિકયુરિટી રખાવો લાપરવાહ શું કામ બનો છો?"

"સાહેબ! તમને શું લાગે છે અમે કોશિશ નહિ કરી હોય!અમારે ત્યાં આખા રિઝોર્ટ માં 200 થી વધારે કેમેરા લગાડેલ છે.અને 25 તો આજુબાજુ માં માત્ર સિકયુરિટી ગાર્ડ રાખેલા છે જેઓ એ Best Defense અને Attack ટ્રેનિંગ લીધી છે.સાથે આમાંથી 10 જેવા ગાર્ડ બહાર રહે છે અને બાકીના ગાર્ડ અંદર પહેરેદારી કરે છે. છતાં પણ મહિનામાં 4 મર્ડર તો થઈ જ જાય છે." વેઇટર રહસ્યમયી રીતે બોલ્યો.

"વોટ નોન સેન્સ! આટલી બધી ટાઇડ સિકયુરિટી હોવા છતાં આટલું બધું થઈ જાય છે અને ચલો આવું થઈ જાય છે તો કલી મર્ડર ની રિપોર્ટ પણ નથી લખાવતું?" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"ક્યાંથી લખાવે સાહેબ! જેમનું મર્ડર થઈ જાય છે તેમની સાથે રહેલા વ્યક્તિઓને આમારા મેનેજર દ્વારા ખૂબ જ બીવડાવવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે અને જો ના માને તો તેને મારી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવે છે." વેઈટર ગભરાતા ગભરાતા બોલ્યો.

"તો પછી આ મર્ડર કેસ અમારી પાસે કેવી રીતે પહોંચ્યો?"

"આ મર્ડર કેસ તમારી પાસે અમારા પૂરા સ્ટાફ ના કારણે પહોંચ્યો છે.જેવી જયદીપ ભાઈએ બૂમ પાડી એ બૂમ આખા રિઝોર્ટ માં સવાર માં સંભળાઇ અને ત્યારે તરત જ મેં તમને કોલ કરી દીધો અને એ પણ કહી દવ કે મેનેજર પણ પોલીસ ને કોલ કરવાની માત્ર એક્શન કરે છે હકીકતમાં તેઓ કોઈ કોલ નથી કરતા!" વેઈટર બોલ્યો.

"તારું નામ શું છે?" ઇન્સ્પેકટર અક્ષયે વેઈટર ને પૂછ્યું.

"સાહેબ મારું નામ રાજુ છે" વેઈટરે ઇન્સ્પેકટર અક્ષય ને જવાબ આપ્યો.

"વેલ ડન રાજુ! 45% કેસ તો તે જ સોલ્વ કરી દીધો." ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"સર મેં તમને બધી વાત અને સિક્રેટ તો કહી દિધા પણ મને એ વાતનો ડર છે કે મારો મેનેજર ને આ વાતની ખબર પડી તો એ મને મારી જ નાખશે." રાજુ ગભરાઈને બોલ્યો.

"અરે રાજુ તે પોલિસ ની ખૂબ જ મદદ કરી છે અને વિશ્વાસ કર હવે તારી રક્ષા કરવી એ મારા હાથમાં છે.અને હવે ચાલ મારી સાથે" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

"ક્યાં જવુ છે સાહેબ?" રાજુ બોલ્યો.

"મેનેજર ને પકડવા બીજે ક્યાં?" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

ભાગ 5 પૂર્ણ....


હવે પેલો વેઈટર તો નિર્દોષ સાબિત થાય છે પણ શું આ વેઇટરે કહ્યું એમ મનેજર નો તો માનસીના મોત પાછળ કોઈ હાથ નથી ને અને કદાચ મેનેજર પણ નિર્દોષ છે તો પછી માનસીને મારનાર છે કોણ? આ જાણવા વાંચતા રહો "કોલેજગર્લ- રહસ્ય મોતનું"