કોલેજગર્લ - ભાગ-6 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોલેજગર્લ - ભાગ-6

ભાગ 6 શરૂ...

ઇન્સ્પેકટર અક્ષય રાજુ ને લઈને ત્યાં રિઝોર્ટ પર આવે છે.અને આવીને પહેલા તો મેનેજર ને પકડે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે.અને બીજી બાજુ જયદીપ માનસી જતી રહી હોવાથી એકલો એકલો રડ્યા કરતો હોય છે.ધીમે ધીમે સાંજ પડે છે જયદીપ ખૂબ જ દુઃખી હોય છે અને રાત ના 11 વાગે જયદીપ ત્યાં રિઝોર્ટ ની બહાર બેઠો હોય છે ને પેલી છોકરી રાધિકા ગાડીમાંથી ઉતરે છે.તેને લાલ કલરના કપડા પહેર્યા હોય છે ને ખૂબ જ સુંદર લાગતી હોય છે.ગાડીમાંથી ઉતરીને તે જયદીપ પાસે જાય છે.

"હાઈ ! જયદીપ શું થયું કેમ આટલો ઉદાસ છે?" રાધિકા બોલી.

"કાલે તમે મને અને મારી પત્ની માનસીને લાવેલા ને અહીંયા રિઝોર્ટમાં તો આજે સવારે તેનું મૃત્યુ થઈ ગયું!" જયદીપ રડતા રડતા બોલ્યો.

"અરે જયદીપ એમાં રડવાનું ના હોય એમ પણ એક દિવસ તો બધાએ આ દુનિયામાંથી જવાનું જ હોય છે." રાધિકા જયદીપ ના માથે હાથ ફેરવીને બોલી.

"વાત એવી નથી!અમારા હમણાં જ લગ્ન થયેલા હજુ તો મારી જિંદગી તો ખતમ જ થઈ ગઈ" જયદીપ બોલ્યો.

"અરે કાંઈ નય ચાલ રૂમમાં અને સુઈ જા" રાધિકા બોલી.

"થેન્ક યુ રાધિકા,આવા સમયમાં તું આવી તો મારો ભાર હળવો થઈ ગયો" જયદીપ બોલ્યો.

"હા! ચાલ તું હવે અહીંયા ના બેસ ચાલ તારી રૂમ માં?" રાધી બોલી.

"મતલબ તું પણ મારી સાથે આવીશ?" જયદીપ બોલ્યો.

"અરે હા હું તને એકલો થોડો મૂકી શકું આવી સ્થિતિ માં તે કોઈ ઉલટો કદમ ઉઠાવી દીધો તો?" રાધી બોલી.

"અરે ના તારે જવું હોય તો જા પછી લોકો શું વિચારશે?" જયદીપ બોલ્યો.

"લોકો નું કામ છે વિચારવાનું ચાલ હવે છાનો માનો રૂમ માં અને સુઈ જા હવે" રાધી બોલી.

રાધી અને જયદીપ રૂમ માં જાય છે.

"તમે અહીંયા સુઈ જાવ હું નીચે સુઈ જઈશ" જયદીપ બોલ્યો.

"અરે ના હું તમારી સાથે જ સુઈ જઈશ" રાધી બોલી.

"શું બોલ્યા તમે!" જયદીપ બોલ્યો.

"અરે હું તમારી સાથે જ અહીંયા સુઇશ એમ" રાધી બોલી.

અને બન્ને જણા એક જ રૂમ માં સુઈ ગયા.સવાર પડે છે સૂરજ ના કુમળા કિરણો નીકળવાની શરૂઆત થાય છે અને સવાર ની ચા આપવા વેઈટર દરવાજો ખખડાવે છે પણ કોઈ દરવાજો ખોલતું નથી.અને છેવટે તે લોકો પોતાની ચાવી થી રૂમ નો દરવાજો ખોલે છે અને સામે હોય છે એકદમ નગ્ન હાલત માં જયદીપ ની લાશ! રિઝોર્ટ ની અંદર માત્ર બે દિવસ માં બે લાશ થી આખા રિઝોર્ટમાં હડકમ્પ મચી જાય છે.વેઇટરો અને બધા લોકો એકદમ ડરેલા હોય છે.અને બીજી બાજુ ઇન્સ્પેકટર અક્ષય દ્વારા મેનેજર ને ખૂબ જ માર મારવામાં આવતો હોય છે.

"બોલ સાલા કેમ લોકોને ધમકાવે છે ને મર્ડર થઈ જાય તો છુપાવે છે?" ઇન્સ્પેકટર અક્ષયે મેનેજર ને કહ્યું.

"સાહેબ!એ વાત સાચી છે કે હું લોકોને ધમકાવું છું પણ અત્યાર સુધી મેં એક પણ મર્ડર નથી કર્યું અને હા સર હું એટલા માટે ધમકાવું છું કારણ કે મને અમારા રિઝોર્ટ ના માલિક ના દીકરા રોકી ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે રિઝોર્ટ માં કોઈનો મર્ડર નો કિસ્સો બહાર ગયો તો તારી નોકરી તો ગઈ" મેનેજર બોલ્યો.

"આમાં એવું તો નથી ને કે આ બધા મર્ડર તારા આ મલિક નો દીકરો રોકી જ કરે છે?" ઇન્સ્પેકટર અક્ષયે મેનેજર ને પૂછ્યું.

"ના સાહેબ!રોકી સાહેબ તો અમેરિકા માં રહે છે તેમનો આ મર્ડર માં કોઈ હાથ નથી હોતો." મેનેજર બોલ્યો.

"હવે તારા આ રોકી નો મર્ડર માં હાથ હોય છે કે નહિ એ તો ખુદ રોકી જ કહેશે" ઇન્સ્પેકટર અક્ષય ગુસ્સે થઈને બોલ્યા.

હવે ઇન્સ્પેકટર અક્ષય આ રોકીને રિમાન્ડ પર લે છે પણ રોકી નિર્દોષ સાબિત થાય છે અને ઇન્સ્પેકટર અક્ષય રોકી ને છોડી દે છે સમય વીતતો જાય છે એટલામાં રિઝોર્ટ થી ઇન્સ્પેકટર અક્ષયને કોલ આવે છે કે માનસીના પતિ જયદીપ નું પણ મૃત્યુ થઈ ગયું છે.અને આ કોલ આવતા જ ઇન્સ્પેકટર અક્ષય તરત જ પોતાની ટીમ સાથે રિઝોર્ટ પહોંચે છે.

રિઝોર્ટ પહોંચતા જ તેઓ ડેડ બોડી પાસે જાય છે.

"સૌથી પહેલા આ ડેડ બોડી કોણે જોઈ?"

"સાહેબ હું આખા રિઝોર્ટ માં રોકાયેલા તમામ લોકોને સવારે ચા આપવા આવું છું અને આજે સવારે જયારે મેં આમના રૂમ નો દરવાજો ખખડાવ્યો ત્યારે તેમને દરવાજો ના ખોલ્યો અને અમારા નિયમ મુજબ અમે અમારી ચાવીથી દરવાજો ખોલ્યો અને ત્યારે ડેડ બોડી એકદમ નગ્ન હાલત માં પડેલી હતી." ચા આપવા આવેલા વેઇટરે કહ્યું.

"થેન્ક યુ! અમારી હેલ્પ કરવા માટે" ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

તે જ સાંજે મેનેજરે બધું કબૂલ કર્યું તેની માટે તેને રિમાન્ડ પરથી છોડવામાં આવ્યો અને તે રિઝોર્ટ માં બેઠો હતો ત્યાં પાછી પેલી ફોર વ્હીલ આવી અને તેમાંથી રાધી ઉતરી અને તરત જ મેનેજર પાસે ગઈ.

"હાઈ બેબી!કેમ આટલો ઉદાસ છો?" રાધીએ મેનેજર મેં પૂછ્યું.

"તમે કોણ છો!અને અહીંયા શું કરવા આવ્યા છો?" મેનજરે પૂછ્યું.

"હું કોણ છું એ જાણીને તું શું કરીશ અને હું તારી સાથે જ કામ કરવા આવી છું ચાલ હવે રૂમ માં સૂવું નથી" રાધી બોલી.મેનેજર રાધિના કહેવા પર રૂમ માં ગયો અને રાધી મેનજર ના રૂમ માં જ સુઈ ગઈ.સવાર પડી મેનેજર ની ડેડ બોડી નગ્ન હાલતમાં તેના રૂમ માં જોવા મળી.મતલબ કે મેનેજર નું પણ મૃત્યુ થયું.અત્યારે સુધીમાં રિઝોર્ટ ની અંદર માત્ર 3 દિવસ માં 3 મૃત્યુ થઈ ચુક્યા હતા.અને હા પેલી છોકરી રાધી જેની સાથે આ જયદીપ અને મેનેજર ગયા હતા એ છોકરી રાધી તો કેમેરામાં આવી જ નથી?

ભાગ 6 પૂર્ણ.....

શું આ પેલી કોલેજગર્લ રાધિકા જ ની આત્મા છે જે આ બધા ને રૂમ માં લઇ જઇને મારી નાખે છે કે પછી આ લોકોના મોત નું કોઈ બીજું જ રહસ્ય છે અને આગળ શું થશે એ જાણવા વાંચતા રહો"કોલેજગર્લ- રહસ્ય મોતનું".

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Hardas

Hardas 2 વર્ષ પહેલા

Gosai Vaishu

Gosai Vaishu 2 વર્ષ પહેલા

Bhagyashree

Bhagyashree 2 વર્ષ પહેલા

Kinjal Modi

Kinjal Modi 2 વર્ષ પહેલા